________________
તેથી તેમાં ગુરુને પૂછવાનો અવસર આવવાનો જ નથી. એ જ રીતે શાસ્ત્રની આજ્ઞા પણ ગુરના ઉપદેશ અનુસાર માનવાની છે. ગુરુના આદેશ વિના કરેલું કાર્ય યતનાપૂર્વક કર્યું હોય તોય તેમાં અયતનાનો દોષ લાગે છે. જ્યારે સંયોગવશ ગુરુના ઉપદેશથી અયતનાવાળું કાર્ય કર્યું હોય તોપણ તે યતના છે. તમારે પણ પ્રતિક્રમણાદિ સૂત્રવિહિત ક્રિયાઓ ગુનિશ્રાએ કરવાની છે.
સ૦ પ્રતિક્રમણ કરવું ફરજિયાત કે ગુરુનિશ્રાએ કરવું ફરજિયાત ?
દવા લેવી ફરજિયાત કે વૈદ્યની નિશ્રામાં લેવી ફરજિયાત ? પહેલાના રાજામહારાજાઓ તથા મંત્રીશ્વરો, શ્રેષ્ઠીઓ પણ ગુનિશ્રાએ પ્રતિક્રમણ કરવા દૂર પણ જતા હતા. ગુરનો યોગ ન હોય તો સ્થાપનાગુરુ પાસે પ્રતિક્રમણ કરવું પડે - એ જુદી વાત. બાકી ભાવગુરનો યોગ મળવા છતાં તેમની નિશ્રામાં પ્રતિક્રમણ ન કરે તો તેમાં યતના સચવાઈ નથી – એમ માનવું પડે. રાઇપ્રતિક્રમણ ગુરુ સમક્ષ કરવાનું, પણ ગુનિશ્રાએ અર્થાત્ ગુરુની સાથે નથી કરવાનું. જ્યારે દેવસિપ્રતિક્રમણ તો સાધુ તથા શ્રાવકોએ ગુરુનિશ્રામાં કરવાનું છે. રાઇ પ્રતિક્રમણ ગુનિશ્રાએ કરાતું ન હોવાથી જ ગુર સમક્ષ રાઈમપત્તિની ક્રિયા કરવાનું વિધાન છે. દેવસિપ્રતિક્રમણ સાથે કરેલું હોવાથી દેવસિમુહપત્તી કરાતી નથી. ઉપધાનમાં દરેક ક્રિયાઓ ગુનિશ્રાએ કરવાની છે, શ્રાવિકા બહેનો દિવસનું કે રાત્રિનું પ્રતિક્રમણ ઉપધાન કરાવનાર ગુરુની નિશ્રામાં કરી ન શકવાથી તેમને સવારે રાઈમુહપત્તી અને સાંજે દેવસિમુહપત્તી કરવાનું વિધાન છે : આના ઉપરથી પણ ગુનિશ્રાનું મહત્ત્વ સમજી શકાય છે.
સ૦ ગુરુને સામાન્ય વાત ન પૂછે, વિશેષ વાત પૂછે તો ચાલે ને ? નહિ તો આખો દિવસ આમાં જાય !
સામાન્ય વાત ન પૂછે - એ ન ચાલે. ભગવાનને સામાન્યવિશેષનો ખ્યાલ હતો જ ને ? છતાં ભગવાને બધું જ પૂછવાનું વિધાન ક્યું છે ! તેવા વખતે ગુરુએ શું કરવું - એ ગુર વિચારશે. આખો દિવસ આમાં જાય તોય તેમાં ભગવાનની આજ્ઞા પાળવા-પળાવવાનો લાભ જ છે ને ? અને ગુથી વધુ નહિ સચવાય તો તેવાને પોતાના શિષ્ય નહિ બનાવે, બીજાને સોંપશે. કારણ કે જેની જવાબદારી વહન કરી ન શકાય તેની જવાબદારી માથે લેવાય નહિ. પરંતુ તમે ગુરુની ચિંતા છોડીને તમારા
a૫૬) =
શિષ્યપણાની ચિંતા કરવા માંડો. આપણે એક પણ કામ ગુરુને પૂછ્યા વિના નથી કરવું. બે કામ રહી જાય તો વાંધો નહિ, પણ પૂછયા વિના એકે કામ ન કરવું.
યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવા માટે ગુના ઉપદેશની અને સૂત્રની આજ્ઞાની જરૂર છે : એવું જાણ્યા પછી પ્રવૃત્તિ ઘટાડવાનું મન થયા વિના નહિ રહે. પ્રમાદને દૂર કરવા માટે જ મુખ્યતયા યતનાના ઉપદેશનો અધિકાર છે. વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ જેને જીવવું હોય તેનું જીવન કેવું હોવું જોઈએ તે આ ગાથાઓથી જણાવ્યું છે. સાધુની જે છ પ્રવૃત્તિ અહીં બતાવી છે તેનાથી અતિરિક્ત પ્રવૃત્તિ સાધુની ન હોય, જે હશે તો તે અયતનામૂલક જ પ્રવૃત્તિ હશે. જતી વખતે પૂછીને જવું તે ગુરુના ઉપદેશથી થયેલી પ્રવૃત્તિ અને ઇર્યાસમિતિનું પાલન કરવાપૂર્વક જવું તે સુત્રની આજ્ઞા પ્રમાણેની પ્રવૃત્તિ. ઉપર જવું હોય, નીચે જવું હોય, વિહારાદિમાં આગળ જવું હોય તો તે માટે ગુરુને પૂછવું જોઈએ. ‘મને સમજાય છે તેથી પૂછવાની જરૂર નથી, મારી પાસે જેટલી સુઝ છે એટલી એમની પાસે નથી.’ આવા પ્રકારનું અભિમાન આજ્ઞાંકિત બનવા દેતું નથી. જ્ઞાની તેને કહેવાય કે જે પોતાના જ્ઞાનનો ઉપયોગ પોતાનું ધાર્યું કરવામાં ન કરે, પરંતુ જ્ઞાનીનું-ગુરુનું કહ્યું માનવામાં કરે.
સ0 ગુરુના વચને કરવાનું - એ બરાબર, પરંતુ સૂત્રની આજ્ઞા પણ સાથે મૂકી તો સૂત્રાજ્ઞાનો વિવેક શિષ્ય જાતે કરવાનો ?
- ગુરુએ શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું હોય તેથી તેટલો વિવેક તો શિષ્ય જાતે કરી શકે. ગુરુએ આદેશ કર્યા પછી પણ પ્રવૃત્તિ વખતે ગુરૂ હાજર ન હોય ત્યારે સૂત્રની આજ્ઞાથી કામ કરવું. ભિક્ષાચર્યાએ જતી વખતે ગુરને પૂછીને જવું, પરંતુ મકાનમાંથી બહાર નીકળ્યા બાદ ઇયસમિતિ પાળવાની, ગવેષણા, ગ્રહણૈષણા વગેરેના દોષો ટાળવાના... એ બધું સૂત્રની આજ્ઞા પ્રમાણે કરવાનું. ગુરુના આદેશને કરવા રૂપ વિનયને અનુસરવાથી સૂત્રોજ્ઞાનું જ્ઞાન પણ મળે છે અને યતના પણ જળવાય છે. સાધુપણું યતનામાં છે અને યતના ગુરુવિનયથી આવે છે. વિ.સં. ૨૦૧૪ની સાલમાં અમે આચાર્યભગવંત સાથે અમદાવાદ જ્ઞાનમંદિરમાં ચોમાસા માટે રહેલા. સાહેબ પોતે ચોથે માળે બિરાજમાન હતા. પૂ.આ.ભ.શ્રી. પ્રેમસૂ. મ. આદિ પાંચમે માળે બિરાજમાન હતા. અંડિલ જવાનું છ માળે હતું. અને ગોચરી- માંડલી વડીલોની નિશ્રામાં પાંચમે માળે જ બેસતી હતી. તે વખતે સાહેબ સવારે અંડિલ જાય તો
(૧૫૭)