________________
ત્યારે મુનિએ કહ્યું કે – “મોદ કો ત્તિઃ વિપ્પનાઓ' તારી સાથે આટલો વિપ્રલાપ-વાત્તાંલાપ મેં વ્યર્થ કર્યો, નકામો કર્યો !
સ૦ આવો તિરસ્કાર કેમ કર્યો ?
યોગ્યનો અવસરે તિરસ્કાર કર્યો હોય તો તેને લાગી આવે, તેથી પણ બચવાની તક ઊભી રહે – તે આશયથી મહાપુરુષો તિરસ્કાર કરતા હોય છે. મહાપુરુષોની દરેક પ્રવૃત્તિમાં સામાની હિતચિંતા સમાયેલી હોય છે. તેઓએ ચક્રવર્તીના સમ્યક્ત્વની પ્રશંસા કરી હોત તો તેમાં જ રાજી થાત. તેના બદલે તિરસ્કાર કરે તો થોડો પશ્ચાત્તાપ થાય ને ? નિયાણાના ફળરૂપે નરકમાં જવાનું જ હતું પણ પછી એ અનુબંધ તૂટી જાય અને આગળ ન ચાલે તેના માટે આ ક્ષણવારનો પશ્ચાત્તાપ પણ કામ લાગે ને ? તેમ તમે પણ બાર વ્રત ઉચ્ચરીને જાઓ ત્યારે ગુરુભગવંત મોઢું બગાડે તો લાયક જીવને એમ થાય ને કે ‘બાર વ્રત લીધાં એ તેમને ગમ્યું લાગતું નથી, તેથી મારે દીક્ષા માટે તૈયાર થવાની જરૂર હતી.' તમે વ્રતમાં સંતોષ માની ન લો અને આગળ વધો એ માટે આચાર્યભગવંત નારાજી પણ બતાવે. તમને તમારા ધર્મમાં અસંતોષ થાય તો તમે આગળ વધો ને ?
સ૦ ભગવાને આનંદ, કામદેવ વગેરેને શ્રાવકવ્રત આપ્યું ને ?
આપ્યું, પણ સમજાવ્યું શું ? સાધુ થવાનું જ ને ? એક વાર આચાર્યભગવંતે કહેલું કે – સમવસરણમાંથી પાછા વળનારાને લોકો પૂછે કે - ‘શું કરી આવ્યા ?’ તો પેલા વ્રત લીધાં હોવા છતાં એમ ન કહે કે 'બાર વ્રત ઉચ્ચરીને આવ્યો.’ એ તો કપાળે હાથ મૂકીને કહે કે ‘હું કમનસીબ, તેથી પાછો આવ્યો, બાકી તો ત્યાં જ બેસી જવા જેવું હતું. મારી સામે કેટલાય આત્માઓ દીક્ષા ગ્રહણ કરીને બેસી ગયા, હું લઈ ન શક્યો તેથી પાછો આવ્યો’... તમને ધર્મમાં સંતોષ છે પણ ધનમાં સંતોષ નથી ને ? તમારા કરતાં બાજુવાળો વધારે કમાય તો એ ખમાય ?
સ૦ ભાઈ વધારે કમાય એ ય ખમાતું નથી.
ભાઇ વધારે નથી કમાતો, પુણ્ય વધારે કમાય છે. પુણ્યથી વધારે મેળવાશે પણ નહિ અને ભોગવાશે પણ નહિ : આટલી શ્રદ્ધા કેળવી રાખવી. જેના નસીબમાં
(૬૦)
-
નથી હોતું તેને ભગવાન વરસીદાનમાં આપે તો ય તેમાંથી દેવતાઓ પાછું ખેંચી લેતા હોય છે. દીક્ષા તો લઈ શક્યા નથી પણ આટલી શ્રદ્ધાથી પણ ભ્રષ્ટ થવું પડે એટલી હદે નથી પહોંચવું. ભગવાનના શાસન ઉપર, પુણ્ય-પાપ ઉપર વિશ્વાસ નથી ! આ તો ભાઈની સામે, સગાની સામે પણ કોર્ટે ચઢે ! આવાની શ્રદ્ધાનું દેવાળું નીકળી ગયું છે એમ માનવું પડે ને ? આજે નિયમ આપી
દઉં કે અહીં બેસેલા અર્થ-કામ માટે તો કોઈ કાળે કોર્ટે ચઢે જ નહિ.
સ૦ ન્યાય માટે પણ નહિ જવાનું ?
આપણને કોઈ અન્યાય કરતું જ નથી, આપણું કર્મ જ અન્યાય કરાવે છે. અને એ કર્મ પણ આપણે બીજા પર અન્યાય કરીને બાંધ્યું છે. આપણા કર્મ વિના કોઇ આપણને અન્યાય કરી ન શકે. આપણે કોઈના પડાવી લીધા હતા તેથી જ તેણે આપણા પડાવ્યા છે. આપણે કોઈને આપવાના બાકી હતા તેથી તેણે પાછા લઈ લીધા. આપણે જ આપણી જાતને અન્યાય કર્યો હોય તો બીજા પાસે ન્યાય માંગવાનો શો અર્થ ? ભગવાનના શાસનમાં વગર ગુનાની સજા હોતી જ નથી. શ્રી મહાવીર પરમાત્માને પણ દુ:ખો આવ્યાં તો તેઓશ્રીએ એ પ્રમાણે જણાવ્યું હતું કે ત્રીજા ભવમાં મેં આ પ્રમાણે કર્મ ઉપાર્જેલું, સોળમા ભવે આ પ્રમાણે કર્મ ઉપાર્જેલું. જ્યારે આપણે ‘ભાઈ દુઃખ આપે છે, મિત્ર દુઃખ આપે છે, પત્ની દુ:ખ આપે છે, સહવર્તીઓ દુ:ખ આપે છે' – એવું માનીએ તે ચાલે ? આપણે કોઈનો પ્રતિકાર કરવો જ નથી. કોઈ ઉઘરાણી ન આપે તોય માંગવી નથી.
સ∞ તો સંસારમાં બેઠા જ હોત શા માટે ?
હવે સમજાયું કે તમારામાં સુધારો કેમ નથી થતો ! અમને તો એમ કે આ લોકો સંસારથી છૂટવા માટે ધર્મ કરે છે. હવે ખબર પડી કે આ તો સંસારમાં રહેવાની જ વાત કરે છે. જેને સંસારમાં જ બેસવું હોય તે અધર્મ છોડે શા માટે ? શાસ્ત્રમાં કહ્યું છે કે અધર્મ કરવો એ સંસારનો માર્ગ છે, ધર્મ કરવો એ મોક્ષનો માર્ગ છે : ચેન છું તેન શમ્યતામ્ (જે રસ્તો ઇષ્ટ હોય તે રસ્તે જવું.) જેને સંસારમાં જ રહેવું હોય તેણે ધર્મ કરવાની જરૂર નથી.
આ ઉપદેશ-અધિકારમાં સાધુભગવંતની ચર્યા કેવી હોય અને કેવી ન હોય તે જણાવ્યું છે. વીતરાગપરમાત્માએ બતાવેલા આચારોનું પાલન જેટલું આપણે (૧૬૧)