Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 84
________________ પેલા પ્રવર્તક મહાત્માએ તે સાધુઓ સાથે ‘આ રીતે જવું યોગ્ય નથી' એમ સમજાવવા માટે અડધો કલાક સુધી ચર્ચા કરી. છેવટે આચાર્યભગવંતે એ પ્રવર્તક મહાત્માને કહ્યું કે - ‘એ તો અજ્ઞાની છે, તારામાં તો સમજ છે ને ? જે યોગ્ય હોય તેને અટકાવાય, અયોગ્યને કશું કહેવાનો અર્થ નથી.” આપણે આપણી યોગ્યતા પુરવાર કરી આપીએ તો કોઈ વડીલ આપણી ઉપેક્ષા ન કરે. સૂવાનું કામ પણ અસમાહિત મનથી ન કરવું. મનની સ્વસ્થતા અને ભગવાનની આજ્ઞા જળવાઈ રહે એ રીતે સૂવું. મોક્ષમાં ચિત્તનું અવસ્થાન રહે તેનું નામ સમાધિ. ચિત્તને મોક્ષમાં રાખવા માટે સૌથી પહેલાં ભગવાનની આજ્ઞામાં ચિત્તને રાખવું જરૂરી છે. જેનું ચિત્ત ભટક્યા કરે તેની નિદ્રા યતનાપૂર્વકની ન હોય. સ૦ ચિત્ત સ્થાયી રહે ખરું ? તો શું ભગવાને અશક્ય વસ્તુનો ઉપદેશ આપ્યો છે ? ચિત્ત સ્થાયી રહી શકે એવું છે તેથી જ ભગવાને મોક્ષમાં, મોક્ષના ઉપાયમાં ચિત્તને સ્થાયી રાખવાનું કહ્યું છે. ચિત્તની સ્થિરતા તો અનુભવસિદ્ધ છે. ખાતી વખતે, વાતો કરતી વખતે, ધંધામાં ચિત્ત સ્થિર હોય છે ને ? માત્ર પૂજા કરતાં, પ્રતિક્રમણ કરતાં, સામાયિક કરતાં ચિત્ત સ્થિર રહેતું નથી ; ખરું ને ? ચિત્તની સ્થિરતા નવી નથી કેળવવાની, માત્ર એનો વિષય બદલવાનો છે. જેઓ મોક્ષમાં જવા નીકળ્યા હોય, મોક્ષે જવાનો અધ્યવસાય જેમનો પાકો હોય તેઓ સૂતી વખતે પણ મોક્ષમાં ચિત્ત રાખીને સૂએ. તમારે ચાર વાગ્યાની ટ્રેઇન પકડવી હોય તો કેવી રીતે ઊંધો ? તે રીતે સાધુ કાયમ ઊંધે. જાગતા જેવો સૂતો હોય તે અપ્રમત્તપણે નિદ્રા લેનારો કહેવાય. સાધુભગવંત દિવસે નિદ્રા લે અથવા તો રાત્રે છ કલાકથી વધુ નિદ્રા લે તો તે અયતનાવાળી નિદ્રા કહેવાય. સવ છ કલાકની નિદ્રામાં તો વાંધો નહિ ને ? નિદ્રા લેવી એ પણ એક પ્રકારની સુખશીલતા છે. તેથી સાધુભગવંત નિદ્રાને ઇચ્છે નહિ. ઊંધ્યા વગર ચાલે એવું હોય તો સૂવું જ નથી. ગજસુકુમાલમુનિના માથે પહેલી જ રાત્રે માથે સઘડી મુકાઇ, તેમણે ઊંઘ લીધી જ નહિ ને ? તેમણે રાજકુળમાં ન સૂવાનો, જાગતા રહેવાનો અભ્યાસ પાડ્યો ન હતો. અભ્યાસ વિના પણ અપ્રમત્તપણે જીવી શકાય. દિવસે કદાચ સૂવું પડે તો ગુરુભગવંતને પૂછીને સૂવું. આ તો ગુરુ ના પાડે તો કહે કે અત્યારે નહિ ઊંધું તો વ્યાખ્યાનમાં, વાચનામાં, પ્રતિક્રમણમાં ઊંઘ આવશે !' સ0 ખરેખર વ્યાખ્યાનાદિમાં ઊંઘ આવતી હોય તો શું કરવું ? ઊભા થઈ જવાનું. ખમાસમણાં દેવાનાં, પ્રદક્ષિણા દેવાની એટલે ઊંઘ ઊડી જાય. ઊંઘ ન આવે એ માટે પહેલાં ઊંઘી થોડું જવાય ? ફળની ઇચ્છા મોળી પડે તો ઊંઘ આવે. ફળની ઇચ્છા ઉત્કટ બને તો નિદ્રા ઊડી જાય. તમે લોકો માર્ચ એંડિંગમાં શું કરો ? ઉજાગરા કરો ને ? જરૂર પડે તો છ કલાકની નિદ્રા લેવાની, જરૂર ન પડે તો નહિ સૂવાનું, દિવસે અત્યંત માંદગી વગેરે કારણ સિવાય સૂવું નહિ. ભગવાનની આજ્ઞા પાળીએ તો લોકોના હૈયા ઉપર સાધુપણાની છાયા પડે, બહુમાનભાવ જાગે. આ જ પ્રકારની પ્રવૃત્તિમાં સ્વાધ્યાય, આહાર, વિહાર, નિહાર, નિદ્રા વગેરે દરેક ક્રિયાઓ સમાઈ જાય. આ બધી જ પ્રવૃત્તિ યતનાપૂર્વકની હોય તો કર્મનિર્જરાનું કારણ બને. બાકી અયતનાપૂર્વકની સાધુચર્યા પણ લિસ્ટ કર્મના બંધ દ્વારા દુર્ગતિનું કારણ બને છે. સહ દુર્ગતિનું કારણ બને ?! - ઈંજેકશન આપતાં ન આવડે તો ગાંઠ થાય ને ? મરણ પણ થાય ને ? સારામાં સારું ઔષધ પણ યોગ્ય રીતે લેતાં ન આવડે તો તેનાથી રોગ વકરે ને ? ધર્મ કરીને મોક્ષમાં જનારા કરતાં ધર્મ કરીને દુર્ગતિમાં જનારાની સંખ્યા ઓછી નથી. તેથી જ શાસ્ત્રકારો વારંવાર ઉપદેશ આપે છે. આ બધું સાંભળીને આપણા જેવા હોત તો શું કહેત ? ‘આપણાથી તો આ બધું શક્ય નહિ બને' એમ કહીને ઘરભેગા થઈ જાત ને ? આ શિષ્ય સારો છે. તેને ચારિત્ર પાળીને મોક્ષે જવું છે તેથી પ્રશ્ન પૂછે છે કે જો અયતનાપૂર્વક ચાલવા-ઊઠવા-બેસવાથી પાપકર્મ બંધાય છે તો કઈ રીતે ચાલવા વગેરેની પ્રવૃત્તિ કરવી ? તેના નિરાકરણમાં આચાર્યભગવંત જણાવે છે કે જયણાપૂર્વક ચાલવા વગેરેની ક્રિયા કરે તો પાપકર્મ બંધાતું નથી... कहं चरे कहं चिढे कहमासे कहं सए । कहं भुंजतो भासंतो पावं कम्मं न बंधड़ ? ।।७।।

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92