________________
શકાય છે. વાયુ અચિત્ત પણ હોઈ શકે છે એની ના નથી, પરંતુ કયો વાયુ અચિત્ત છે તેની આપણને ખબર નથી તેથી આપણે તો સચિત્ત માનીને જયણા પાળવી છે. આમે ય અચિત્તવાયુના વિષયમાં રાગ-દ્વેષને ટાળવાનો પ્રયત્ન કરવાનો જ છે. ઠંડો પવન આવે તો રાગ થાય અને ગરમ પવન આવે તો દ્વેષ થાય તોપણ અનુમોદનાદિના કારણે વિરાધનાનું પાપ લાગવાનું જ છે. ભગવાને વાયુને સચિત્ત કહ્યો છે માટે તેની વિરાધનાથી બચવું છે. અહીં જણાવે છે કે ગરમ ભાત વગેરે આવ્યા હોય તો તેને ફૂંક મારીને ઠંડા ન પડાય – આ સાધુપણાનો આચાર છે. અમે તો પાણી પણ પવન આવતો હોય તે દિશામાં ઠારીએ. કોઈએ બીજી દિશામાં પાણી ઠાર્યું હોય તો તેને કહીએ કે ‘અહીં પાણી ઠરાતું હશે ? પવન આવે ત્યાં ઠારવું જોઇએ ને ?” આવું કહેતી વખતે વાયુકાયની વિરાધનાનો દોષ લગભગ યાદ પણ ન આવે.
સ॰ તો પાણી ક્યાં ઠારવાનું ? નિર્વાત સ્થાનમાં ?
પાણી ઠારવાનું જ નથી તો પછી ક્યાં ઠારવું એનું વિધાન ક્યાંથી મળે ? પાણી ઠારવાનું જ નથી એટલે ‘પાણી ઠારવા માટે તાંબાની પરાત જોઈએ, એલ્યુમિનિયમની પરાત ન ચાલે.' એવું પણ બોલવાનું રહેતું નથી. એલ્યુમિનિયમની પરાતનું પાણી વાપરવાથી સાધુસાધ્વીનાં જીવન બગડ્યાં છે એવું નથી, પાણી ઠારવાના કારણે જ જીવન બગડયાં છે. જેટલું બચાય તેટલું બચવાનું છે એ વાત સાચી, પણ તે શરીરના આરોગ્ય માટે નહિ, પાપથી આઘા રહેવા માટે જેટલું બચાય એટલું બચવું છે. તાંબાની પરાત વાપરવાની પાછળ આરોગ્ય સુધારવાનો જ ઉદ્દેશ રહેલો છે ને ? જયણાની પ્રધાનતા પાપથી બચવા માટે છે, તેના માટે જેટલી પ્રવૃત્તિ ઓછી થાય એટલું સારું. પાંચ મહાવ્રતોમાં જેમ બીજું મહાવ્રત પાળવું કપરું છે તેમ છજીવનિકાયની વિરાધનામાંથી વાયુકાયની વિરાધનાથી બચવાનું કામ કપરું છે. તેના માટે ઘણું જ ધ્યાન રાખવું પડે એવું છે. આ વિરાધનાથી બચવા માટે સંસારના સુખનો રાગ કાઢ્યા વિના અને શરીરનું મમત્વ માર્યા વિના નહિ ચાલે. અહીં દૃષ્ટાંત તરીકે ગરમ ભાતની વાત કરી છે, કારણ કે એ વખતે ચા ન હતી. એમ કહેવાય છે કે છેલ્લાં સો વરસમાં ચા ભારતમાં આવી છે.
(૧૪૪)
સ૦ એ વખતે દૂધ તો હતું ને ?
દૂધ હતું તો ખરું, પણ દૂધ લેવાતું ન હતું. દૂધ વગેરે વિગઈઓ વાપરવી હોય તો આચાર્યભગવંતની રજા લેવી પડે. તે રજા આપે તો જ લેવાય.
સ૦ કલ્પસૂત્રમાં તો જ્યાં દૂધદહીં પૂરતા પ્રમાણમાં મળે ત્યાં ચોમાસું કરવાનું જણાવ્યું છે ને ?
એ તો આપદ્મસ્ત અવસ્થામાં, ગ્લાનાદિ કોઈ નિમિત્તે વિગઈની જરૂર પડે તો શોધવા ન જવું પડે - એટલાપૂરતી વાત હતી. બાકી ઉત્સર્ગમાર્ગે સાધુ વિગઇ વાપરે નહિ. રોટલી, દાળ, ભાત, શાકથી જ નિર્વાહ કરી લે. આજે તો અપવાદ એ ઉત્સર્ગ બની ગયો છે અને ઉત્સર્ગમાર્ગ એ તો જાણે ઉત્કૃષ્ટ આરાધના ગણાય છે. અત્યારે પાંચે આંગળા ઘીમાં બોળેલા છે તેથી જલસા કરવા મળે
છે, દૂધદહીં મજેથી ખાવા મળે છે. પરંતુ જ્યારે આ જલસાનું પરિણામ ભોગવવાનો વખત આવશે ત્યારે ખબર પડશે. આ અનુકૂળતા છોડવા માટે તૈયાર નહિ થઈએ ત્યાં સુધી પાપ જીવનમાંથી નાબૂદ નહિ થાય. અનુકૂળતા ભોગવવાનો પરિણામમાત્ર પાપનો પરિણામ છે અને પ્રતિકૂળતા ભોગવી લેવાનો પરિણામ એ ધર્મનો પરિણામ છે. ગરમીથી ખસવાની ઇચ્છા અને પવનમાં બેસવાની ઇચ્છા : આ બંન્ને વિરાધનાનો પરિણામ છે. અનુકૂળતા મળતી હોય તોપણ જોઈતી નથી, મેળવવા માટે પુરુષાર્થ નથી કરવો, ઉપરથી જે મળે તેનો પણ ત્યાગ જ કરવો છે : આટલો પરિણામ પેદા થાય તો આ બધી વિરાધનાથી બચી શકીએ.
સ૦ આટલું સત્ત્વ શેમાંથી પેદા થાય !
ઉત્કટકોટિની તાલાવેલીમાંથી ! નાના છોકરાઓની તાકાત છે ખરી કે ઉપર શિકામાંથી વસ્તુ કાઢી શકે ? છતાં ય એકબીજાના ખભા ઉપર ઊભા રહીને ઉપરના શિકામાંથી વસ્તુ કાઢીને ખાય ને ? આનું નામ ઉત્કટ તાલાવેલી. દહીંહાંડી ફોડનારા જોયા છે ? જીવસટોસટીનો ખેલ હોવા છતાં પણ ઉપર ચઢે ને ? ઉપરથી પછડાય છતાં ઊભા થઈને ચઢવા તૈયાર થાય ને ? ફળની ઉત્કટ કોટિની ઇચ્છા જાગે તો સત્ત્વ આજે આવે. શ્રી ગજસુકુમાલમુનિ દીક્ષા લેતાંની સાથે સ્મશાનમાં કાઉસ્સગ્ગધ્યાનમાં ઊભા રહ્યા ને ? એ સત્ત્વ કયાંથી આવ્યું ? દીક્ષા લેતી
(૧૪૫)