Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 72
________________ न उंजेजा न घट्टेज्जा (न भिंदेजा) न उज्जालेजा (न पज्जालेजा) न निव्वावेजा अन्नं न उजावेजा न घट्टावेज्जा (न भिंदावेज्जा) न उज्जालावेज्जा (न पजालावेज्जा) न निव्वावेजा अन्नं उजतं वा घटुंतं वा (भिदंतं वा) उज्जालंतं वा (पज्जालतं वा) निव्वावंतं वा न समणजाणेजा जावजीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ।। (सूत्र-१२) માટે, કર્મ ખપાવવા માટે અહીં સાધુપણું લે અને આજ્ઞા મુજબ પાળવા માટે પ્રયત્નશીલ રહે તેને તેની સાધનાથી જ વગર માંગ્યે મનુષ્યપણું મળી જ જવાનું છે. તમારે મનુષ્યપણું સાચવવું નથી ને ભવાંતરમાં માંગવું છે - ક્યાંથી મળે ? શાસ્ત્રોના પદાર્થોનાં રહસ્ય સમજવાનું કામ સહેલું નથી. સુવિહિત ગુરુભગવંત પાસે શાસ્ત્રોનો અભ્યાસ કે શ્રવણ કર્યું હોય અને જિજ્ઞાસા તથા શુશ્રષાભાવથી શ્રવણ કર્યું હોય તો એ ગુરભગવંતમાં એટલી ક્ષમતા છે કે આગમનાં રહસ્યો આપણને સમજાવી દે. અત્યારનો શ્રોતાવર્ગ કે અધ્યેતા(ભણનારો) વર્ગ પૂછે જ એવી રીતે કે ન તો જિજ્ઞાસા દેખાય, ન શુશ્રુષા દેખાય. માત્ર પૂછવાની ઉતાવળ હોય એવું લાગે. વક્તાની વાત સમજવાને બદલે વક્તાની ભૂલ ક્યાં થાય છે - એ જોયા કરે તે જ્ઞાન ન પામી શકે. શ્રોતા જો જિજ્ઞાસા-શુશ્રુષાભાવે સાંભળતો હોય તો વિદ્વાન વક્તા સમજાવતાં કંટાળે નહિ. અમારા પંડિતજી અમને સમજાવતી વખતે જરા પણ કંટાળતા ન હતા. અમે પંડિતજીને કશું પૂછતા ન હતા. કારણ કે પૂછવા પહેલાં સમજવા માટે પ્રયત્ન કરવો પડે. સમજવા માટે પ્રયત્ન કરે તેને મોટે ભાગે શંકા પડે નહિ. ત્રણ વરસ સુધી અમે અમારા પંડિતજી પાસે આ જ રીતે ભણ્યા હતા. શરૂઆતમાં અમને સમજાતું ન હતું, પણ પછી સમજાવા લાગ્યું. પંડિતજીને એમ કે કશું પૂછતા નથી એટલે આમને સમજાતું નહિ હોય.’ પરંતુ તેમણે પૂછેલા પ્રશ્નોના જવાબ જ્યારે આપ્યો ત્યારે તેમને સંતોષ થયો. અમે આચાર્ય ભગવંત પાસે પણ આ રીતે જ ભણ્યા. તેઓશ્રી જે કાંઈ સમજાવે તે ધ્યાનથી સાંભળીએ, પણ કશું પૂછીએ નહિ. આચાર્યભગવંતની ભણાવવાની પદ્ધતિ જ એવી હોય કે જિજ્ઞાસાભાવે સાંભળનારને બધું સમજાઈ જાય અને કશું પૂછવાનું રહે નહિ. આપણે જયણાની વાતમાંથી બીજી વાતમાં ચઢી ગયા, હવે પાછા મૂળ વાત પર આવીએ. પૃથ્વીકાય અને અપ્લાયની જયણા પછી તેઉકાય અને વાયુકાયની જયણા જણાવી છે : से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिआ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से अगणि वा इंगालं वा मुम्मुरं वा अच्चि वा जालं वा अलायं वा सुद्धागणि वा उक्कं वा H૪૦) = પૂર્વે જણાવ્યા મુજબ સંયત, વિરત તથા જેણે પાપકર્મોને પ્રતિહત- પ્રત્યાખ્યાત કર્યો છે તેવો ભિક્ષ કે તેવી ભિક્ષણી દિવસે કે રાત્રે, એકલો કે પર્ષદામાં રહેલો, સૂતા કે જાગતા; તપાવેલા લોખંડમાં રહેલા અગ્નિને, ધૂમ-જ્વાળારહિત અંગારાને, ભરસાડમાં રહેલા ઝીણા અગ્નિના કણિયાને, અગ્નિથી છૂટી પડેલી જવાળાને, અગ્નિ સાથે સળગતી જવાળાને, ઉંબાડિયાના અગ્નિને, ઇંધનરહિત શુદ્ધ અગ્નિને, આકાશમાંથી પડતા ઉલ્કાના અગ્નિને.. આમાંથી કોઈ પણ પ્રકારના અગ્નિને જાતે સળગાવે નહિ, તેનું સંઘટન કરે નહિ અર્થાત્ તેને હલાવે નહિ (તેને ભેદે નહિ), પવન નાંખીને તેને ઉજ્વાલે નહિ અર્વાદ વધારે નહિ, વારંવાર પ્રદીપ્ત ન કરે કે બુઝાવે નહિ, એ જ રીતે બીજા પાસે પણ ઉંજન, ઘટ્ટન, ભેદન, ઉવાલન, પ્રજ્વાલન કે નિર્વાપન કરાવે નહિ તેમ જ પોતાની મેળે ઉજનાદિની વિરાધના કરનારને અનુમોદે નહિ. જ્યાં સુધી જીવું ત્યાં સુધીની મારી આ પ્રતિજ્ઞા છે કે ત્રિવિધ ત્રિવિધ મનથી, વચનથી, કાયાથી અગ્નિકાયની વિરાધનાને હું કરીશ નહિ, કરાવીશ નહિ, કરતાને સારા પણ નહિ માનું. હે ભગવંત ! ભૂતકાળમાં મેં આવી જે કાંઈ વિરાધના કરી છે તેનાથી હું પાછો ફરે, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, આપની સમક્ષ રાહ કરું છું અને એ પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું. અગ્નિકાયની જયણા તો આમે ય આપણે મોટે ભાગે પાળતા હોઈએ છીએ, કારણ કે તે આપણને બાળે છે. આ જયણા અગ્નિ આપણને બાળે નહિ એટલા માટે પાળવાની છે - એવું નથી, આપણે અગ્નિને નડીએ નહિ માટે પાળવાની છે. અહીં પણ શુદ્ધાગ્નિ એટલે શુદ્ધ અગ્નિ છે અને બીજો અગ્નિ અશુદ્ધ છે - એવું નથી. આજે ઘણા કહે છે કે – છાણનો અગ્નિ શુદ્ધ છે તેમાં પાપ ઓછું છે અને વીજળીના અગ્નિમાં પાપ વધારે છે ! (૧૪૧)

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92