Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 70
________________ યતનાનો અધિકાર કેવી રીતે સમજાવવો ? આજે તો ધર્મ પણ ઉપયોગ વગર કરવાની ટેવ પડી ગઈ છે તેથી રોજના પ્રતિક્રમણમાં પણ કાઉસ્સગ્ન બોલવા પડે છે, તે અવિધિ થાય છે. એના બદલે ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરે તો કાઉસ્સગ્ન બોલવા ન પડે. જેઓ ઉપયોગવાળા છે તેઓ પણ કાઉસ્સગ્ન બોલીને અવિધિ કરે છે. જ્ઞાન અને દર્શન એ આત્માના ગુણો જ છે, પરંતુ એ ગુણમાં ઉપયોગ હોય તો એ કામ લાગે. આજે આપણી પાસે જ્ઞાન હોવા છતાં ઉપયોગ ન હોવાથી સંમૂર્ણિમની જેમ જીવી રહ્યા છીએ ને ? ધર્મ કરવાની લાયકાત કેળવવી હોય તો સૌથી પહેલાં ઉપયોગદશા કેળવવા પ્રયત્ન કરવો છે. આપણે વાતાવરણ સાથે મેળ નથી જમાવવો, આજ્ઞા સાથે મેળ જમાવવો છે. મોક્ષમાં જવા માટે નીકળ્યા છીએ, તેથી કોઈ પણ જાતનો વિલંબ થાય - એવું નથી કરવું. માર્ગમાં જતાં જેમ વાતચીત કરતા ઊભા નથી રહેતા તેમ આરાધના કરતી વખતે વિકથા કરવા નથી બેસવું. એકાગ્રતાપૂર્વક ક્રિયા કરવાનો અભ્યાસ પાડવો છે. સાધુભગવંત કોઈ પણ પ્રકારના સચિત્તપાણીને કોઈ પણ પ્રકારે વિરાધે નહિ. વરસાદ વગેરેના પાણીથી ભીંજાયેલાં કપડાં તડકામાં કે પવનમાં સૂકવે નહિ. સ૦ પાકા પાણીમાં ધોયેલાં વસ્ત્રો તો સુકવાય ને ? અચિત્ત જળમાં ધોયેલાં વસ્ત્રોમાં પણ જૂ પડી હોય તો તડકે ન મુકવાય. પવન ઘણો આવતો હોય, વસ્ત્રો પવનમાં ફરફર થતાં હોય તો ત્યાં ન મુકવાય. કામળીનો કાળ હોય, સંપાતિમ જીવો પડતા હોય તોપણ ખુલ્લામાં ન નંખાય. જયણા પાળવા માટે ઉપયોગ રાખવો – એ જરૂરી છે. અનુપયોગદશામાં તો બધાં કાર્યો સારામાં સારી રીતે પૂરાં થઈ જાય, ઉપયોગપૂર્વક એક પણ કામ કરવું હોય તો કષ્ટ પડે. આચાર એ વીતરાગપરમાત્માના શાસનમાં પરમકોટિનું સાધન છે. આચારની સ્થિરતા માટે આ સૂત્ર છે. જ્યાં સુધી મોક્ષ પ્રત્યે બહુમાન નહિ જાગે ત્યાં સુધી આચારમાં સ્થિરતા નહિ આવે. આ યતનાનો અધિકાર પણ આચારની સ્થિરતા માટે શરૂ કર્યો છે. આપણા આત્માનો ગુણ ઉપયોગ છે જ્યારે આજે તો અનુપયોગ એ જ આપણો સ્વભાવ બની ગયો છે : કેવી વિચિત્ર દશા છે ? જે ક્રિયામાં વિવક્ષિત ઉપયોગ ન હોય તે ક્રિયા સારામાં સારી હોવા છતાં તે બધી જ દ્રવ્યક્રિયા ગણાય છે. આપણા ઉપયોગનો નાશ કરનાર કોઈ હોય તો તે આ સંસારના સુખની અત્યંત આસક્તિ અને દુ:ખ ઉપરનો અત્યંત દ્વેષ છે. ઉપયોગપૂર્વક જીવવા માટે સુખના રાગ ઉપર અને દુ:ખના દ્વેષ ઉપર કાપ મૂક્યા વિના નહિ ચાલે. આજે ઇચ્છા મુજબ ઊંઘવા મળે છે માટે ઊંઘ સારી આવે છે, બાકી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ સૂવું હોય તો આટલી ઊંઘ ન આવે. શરીર સંથારાની બહાર જવું ન જોઈએ. રેલવેના પાટિયા ઉપર કેવી રીતે ઊંઘો અને બેડરૂમમાં કેવી રીતે ઊંધો ? બન્નેમાં ફરક પડે ને ? સવ ત્યાં તો જાગતાં જ સૂતા હોઈએ. જાગતાં સૂતા રહેવું તે ઉપયોગપૂર્વકની નિદ્રા. સાધુની નિદ્રા પણ ઉપયોગપૂર્વકની હોય, સાધુ ઊંઘમાં પડખું ફેરવે તો ઓઘાથી પૂંજીને પછી ફેરવે. આપણે તો જાગતાં પણ અનુપયોગદશામાં જ જીવતા હોઈએ છીએ ને ? આવાને સવ મને અમારા વશ નથી આવતું, સ્તવનમાં પણ કહ્યું છે ને ? તમારે મનને વશ કરવું છે ખરું ? કરવું હોય તો ઉપાય છે. પરંતુ કરવું નથી ને ‘થતું નથી’ની ફરિયાદ કરવી - એ તો માયા છે. તમારા હાથમાં આવાં સ્તવનો કોણે આપ્યાં ? તમને તો એવાં સ્તવન કરાવવાની જરૂર છે કે જેમાં મનને બાંધીને વશ કરવાની વાત આવે. ‘પ્રભુગુણગણ સાંકળશું બાંધ્યું. ચંચળ ચિત્તડું તાણી રે’ આવું પણ મહાપુરુષોએ સ્તવનમાં ગાયું છે - એ યાદ નથી ને ? ચંચળ એવા મનને બાંધવાનું સામર્થ્ય ભગવાનના વચનમાં છે. એ વચન પ્રત્યેના બહુમાનથી એ વચનનું જેટલું અનુસંધાન કરીએ એટલું મન કાબૂમાં રહે. આજ્ઞાના ચોકઠામાંથી બહાર નીકળે નહિ – તેને કોઈ જાતની તકલીફ નથી. આજે મન મોકળું મૂક્યું છે - એટલે જ અનેક જાતની તકલીફો ઊભી થાય છે. મનને વશ કરવાનું આલંબન હોવા છતાં તે સેવવું ન હોય તો મન વશમાં ક્યાંથી આવે ? હાથી, ઘોડા વગેરે પણ અંકુશથી વશ થાય છે. તમારું મન તમારે વશ ન આવતું હોય તો બીજાને (ગુરુને) સોંપી દો. મહાપુરુષો મહાપુરુષ થાય છે તે મનને વશ કરવાથી થાય છે. શાલિભદ્રજીના જીવે પૂર્વભવમાં રોઈને માંગીને મેળવેલી ખીર પણ વહોરાવી દીધી અને વહોરાવ્યા પછી કોઈને કહ્યું નથી, સગી માને પણ (૧૩૭)

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92