________________
સ૦ એ વાત તો બરાબર છે ને ?
પાપનું માપ પ્રવૃત્તિના આધારે નથી નીકળતું, પરિણામના આધારે કઢાય છે. સમકિતી પાપ ઓછું કરે છે માટે તેને અલ્પબંધ થાય છે એવું નથી, સમકિતીના પરિણામ નિધ્વંસ નથી હોતા તેથી તેને અલ્પબંધ થાય છે એમ કહ્યું છે. પ્રવૃત્તિથી જ પાપ લાગતું હોય તો તંદુલિયો મત્સ્ય સાતમી નરકમાં ન જાય. છાણનો અગ્નિ સળગાવે કે વીજળીનો, જેમાં પરિણામ નિધ્વંસ હશે તેમાં પાપ વધારે લાગવાનું જ છે. સાધુભગવંત નદી ઊતરે તોપણ જયણાપૂર્વક ઊતરતા હોવાથી તેમને પાપ ન લાગે અને તમે પાણી ભરો તો ય પાપ લાગે. પરિણામે બંધ છે એનો અર્થ એ નથી કે પ્રવૃત્તિ ગમે તેમ કરવી. જેના પરિણામ કૂણા હોય તે પ્રવૃત્તિ જયણાપૂર્વક જ કરે. સાધુપણામાં અગ્નિની વિરાધનાનો સંભવ નથી એવું નથી. વિહારાદિમાં પાણીની ઉતાવળ હોય તો ચૂલાનાં લાકડાં ખસેડવાનું કહે કે ગેસ મોટો કરવાનું કહે તો અગ્નિકાયની વિરાધનાનું પાપ લાગવાનું જ. તેમ જ કોઈ જોતું ન હોય તો એકાંતમાં જાતે કરવાનો વિચાર પણ સાધુ ન કરે. આજે ભગવાનના શાસનની છાયા પડી છે તેમ જ વડીલોની શરમ નડે છે તેથી જાતે તો લગભગ સાધુભગવંતો આવું પાપ કરતા નથી; કરાવવાના કે અનુમોદવાના પાપથી બચવાનું કામ કપરું છે. આપણે કહેવું ન પડે અને જાતે જ ગૃહસ્થો આપણા નિમિત્તે અગ્નિની વિરાધના કરે અને તે વખતે ગૃહસ્થો વિવેકી છે એવું બોલીએ કે મનથી માનીએ તોપણ આ વિરાધના લાગવાની. જેટલી પ્રવૃત્તિ ઓછી કરીએ અને જેટલું બોલવાનું ઓછું રાખીએ એટલાં પાપથી બચાય. બિનજરૂરી બોલવાના કારણે કે પ્રવૃત્તિ કરવાના કારણે ઘણાં પાપો બંધાય છે.
હવે વાયુકાયની જયણામાં જણાવે છે કે
सेभिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दि वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से सिएण वा विहुअणेण वा तालिअंटेण वा पत्तेण वा पत्तभंगेण वा साहाए वा साहाभंगेण वा पिहुणेण वा पिहुणहत्थेण वा चेलेण वा चेलकण्णेण वा हत्थेण वा मुवा प् वा कार्य बाहिरं वावि पुग्गलं न फुमेज्जा न वीएजा अन्नं न फुमावेजा न वीआवेजा
(૪૨) -
अन्नं मतं वा वीतं वा न समणुजाणेजा जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पक्किमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । ( सूत्र - १३ )
સંયત, વિરત અને પ્રતિતપ્રત્યાખ્યાતપાપકર્મા એવો તે ભિક્ષુક કે ભિક્ષણી દિવસે કે રાત્રે, એકલો કે પર્ષદામાં, ઊંઘતા કે જાગતા; ચામર વડે, વીંઝણા વડે, તાલવૃંત (મધ્યમાં છિદ્રસહિત બે પડવાળા પંખા) વડે, પદ્મિની વગેરેના પાંદડા વડે, પાંદડાના ટુકડા વડે, શાખા વડે કે શાખાના ટુકડા વડે, મોર વગેરેના પીંછા વડે કે પીંછાના સમૂહ વડે, વસ્ત્ર વડે કે વસ્ત્રના છેડા વડે, હાથ વડે, મુખ વડે, પોતાના શરીરને અથવા બહારના કોઈ પણ પદાર્થને (ગરમ ભાત વગેરેને) પોતે ફૂંકે નહિ (ફૂંક મારે નહિ) કે વીંઝે નહિ (પવન નાંખે નહિ) બીજા દ્વારા ફૂંકાવે નહિ કે વીંઝાવે નહિ તથા પોતાની જાતે ફૂંકતા અથવા વીંઝતા એવા બીજાને સારા માને નહિ. તેથી જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી ત્રિવિધે ત્રિવિધે એટલે કે મનથી વચનથી અને કાયાથી વાયુકાયની વિરાધનાને કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતાને અનુમોદીશ નહિ. ભૂતકાળમાં જે કાંઈ મેં વાયુકાયની વિરાધના કરી છે તેનાથી હે ભગવંત ! હું પાછો ફરું છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, આપની સમક્ષ ગાઁ કરું છું અને એ પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું.
શાસ્ત્રીય પરિભાષામાં યતના એ એક જાતનો ઉપયોગ છે. કોઈ પણ જીવને પીડા ન પહોંચે તેવા પ્રકારનો ઉપયોગ તેનું નામ ચતના. ભાવપૂર્વકની ક્રિયાઓ આત્મસાત્ કરવા માટે આ યતનાનો અધિકાર છે. વાયુકાયની વિરાધના થાય છે તે સમજવાનું અને સમજ્યા પછી તેનાથી બચવાનું કામ કપરું છે. આપણને વાયુ પર પ્રેમ ઘણો છે ને ? દિવસ હોય કે રાત હોય, પવન ન હોય તો ન ગમે ને ? પાણી ઠંડું કરવા પંખો ચલાવીએ, ચા ઠંડી કરવા ફૂંક મારીએ તો વાયુની વિરાધના થાય. જે કુદરતી પવન વાય તેની રક્ષા ન કરી શકીએ, પરંતુ પ્રયત્નપૂર્વકના વાયુની વિરાધનાથી તો બચાય ને? ફૂંક મારવી, પંખા ઢાળવા, વસ્ત્રથી પંખો નાંખવો આ તો પ્રયત્નસાધ્ય છે ને ? તે વિરાધના ટાળવી છે. વાયુકાય દષ્ટિગોચર નથી બનતો, માત્ર સ્પર્શ આદિના કારણે તેનું અનુમાન કરી શકાય છે. ઝાડપાન હલે, કપડાં ફરફર થાય – તેના કારણે વાયુનું અસ્તિત્વ જાણી
(૧૪૩)