Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 65
________________ वा न आलिहिज्जा न विलिहिजा न घट्टिजा न भिंदिजा अन्नं न आलिहाविजा न विलिहाविजा न घट्टाविजा न भिंदाविजा अन्नं आलिहंतं वा विलिहतं वा घट्टतं वा भिदंतं वा न समणुजाणेजा जावजीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि १ ।। (सूत्र-१०) સ0 શાસનનાં કામ વધ્યાં... શાસનની આરાધના કરવી એ જ શાસનનું મોટું કામ છે. શાસનને આપણી જરૂર નથી, આપણને શાસનની જરૂર છે. ગણધર ભગવંતો મહાપ્રભાવક હતા છતાં બીજાં પ્રભાવનાનાં કાર્યો કરવાના બદલે વાચના આપવાનું કામ કરતા હતા. જ્યાં ભગવાનનું શાસન- ભગવાનની આજ્ઞા - જ સચવાઈ ન હોય ત્યાં શાસનપ્રભાવના કઈ રીતે થાય. લોકોના હૈયા સુધી ભગવાનની આજ્ઞા પહોંચાડવી તેનું નામ શાસનપ્રભાવના. આરાધનાના ભોગે કોઈ પ્રભાવના કરાય નહિ. સ૦ લાભાલાભ જોઈને કામ કરવાનું. થોડા લાભ માટે ઘણો અલાભ વહોરી લેવો તેને લાભાલાભ ન કહેવાય. જેમાં ઓછી મહેનતે ઘણી નિર્જરા થાય ત્યાં લાભાલાભ કહેવાય. જેમાં ભગવાનની આજ્ઞા ન હોય તેમાં લાભાલાભનો વિચાર કરવાનો હોય જ નહિ. તમે પણ લાભાલાભનો વિચાર ધંધામાં કરો કે ચોરીમાં ? ચોરીમાં તો અલાભ જ છે. જેમાં ગણનાપાત્ર લાભ થાય તેમાં અલાભ નભાવવો પડે તે લાભાલાભ. જ્યાં લાભનો સંભવ નિશ્ચિત ન હોય અને અલાભ નિશ્ચિત હોય તેવી પ્રવૃત્તિમાં હાથ ન નાંખવો. લોકોને પ્રભાવનાના કારણે લાભ થાય કે ન થાય, આપણે આરાધનાના ભોગે પ્રભાવના કરી તેમાં આપણને નુકસાન ચોક્કસ છે. તેથી જ દરેક પ્રવૃત્તિમાં ભગવાનની આજ્ઞાનો વિચાર કરીને જ આગળ વધવું. તમારા ગૃહસ્થપણાના ધર્મથી પુણ્યબંધ થાય, પણ સાથે ચારિત્રમોહનીયની નિર્જરા ન થાય તો તેનો કોઈ અર્થ નથી. શ્રાવકને ગૃહસ્થપણાના ધર્મથી દેવલોક મળે એનો આનંદ ન હોય, સર્વવિરતિ ન મળ્યાનું દુ:ખ હોય. કર્મના યોગે શ્રાવકને ગૃહસ્થપણામાં રહેવું પડે તો પણ તેને સાધુપણામાં લાભ દેખાય ને ગૃહસ્થપણામાં અલાભ દેખાય. આથી જ કર્મયોગે પળાતું આવું ગૃહસ્થપણું નભાવાય, કારણ કે તેમાં ચારિત્રમોહનીયની નિર્જરા થાય. જ્યારે ઇચ્છા મુજબનું સાધુપણું ન નભાવાય, કારણ કે તેમાં ચારિત્રમોહનીય કર્મ બંધાય છે. से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिआ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से पुढविं वा भित्तिं वा सिलं वा लेलुं वा ससरक्खं वा कार्य ससरक्खं वा वत्थं हत्थेण वा पाएण वा कट्टेण वा किलिंचेण वा अंगुलियाए वा सिलागाए वा सिलागहत्थेण હર ૬) - જે સત્તર પ્રકારના સંયમથી યુક્ત હોવાથી સંયત છે, વિવિધ (બાર) પ્રકારના તપમાં રત હોવાથી વિરત છે અને જેણે જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને પ્રતિહત તથા પ્રત્યાખ્યાત કર્યા છે તેવા ભિક્ષુ અર્થાત્ સાધુ કે ભિક્ષુકી અર્થાત્ સાધ્વી દિવસે કે રાત્રે, કોઈ વાર કારણસર એકલા હોય ત્યારે અથવા તો સાધુની પર્ષદા વચ્ચે રહેલા હોય ત્યારે, રાત્રે સૂતા કે દિવસે જાગતા હોય ત્યારે ઢેફા-કાંકરારહિત પૃથ્વીને, (ભિત્તિ) નદીના કાંઠા-તટને, પથ્થરની શિલાને, માટીના ઢેફાને, અરણ્યની સચિત્તરજથી ખરડાયેલી કાયાને અથવા વસ્ત્રને (ઉપલક્ષણથી પાત્ર વગેરે કોઈ પણ ઉપકરણને) હાથ વડે, પગ વડે, કાષ્ઠ વડે, ક્ષુદ્ર કાષ્ઠ વડે, આંગળીથી કે સળીથી, અનેક સળીના સમુદાય રૂપ હાથા વડે સ્વયં આલેખન કરે નહિ અર્થાત્ થોડું અથવા એક વાર ખો-ખોતરે નહિ, તેમ જ વિલેખન કરે નહિ અર્થાત્ વધારે અથવા વારંવાર ખો-ખોતરે નહિ, તેનો સંઘટ્ટો ન કરે અથદ્ર તેને હલાવે-ચલાવે નહિ, તેને ભેદે નહિ. તે જ રીતે બીજા પાસે આલેખન, વિલેખન, સંઘટ્ટન કે ભેદન કરાવે નહિ તેમ જ કોઈ પોતાની જાતે જ આલેખન, વિલેખન, સંઘટ્ટન કે ભેદન કરતો હોય તેને અનુમોદે નહિ. જ્યાં સુધી જીવું ત્યાં સુધી આવા પ્રકારના આલેખનાદિને ત્રિવિધ ત્રિવિધ મનથી વચનથી કે કાયાથી હું કરીશ નહિ, કરાવીરા નહિ અને કરતાને અનુમોદીશ પણ નહિ. ભૂતકાળમાં મેં જે કાંઈ આ રીતે પૃથ્વી વગેરેનું આલેખનાદિ કર્યું હોય તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું. આપની સમક્ષ ગહ કરું છું અને તે પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું. આ પ્રમાણે પૃથ્વીકાયની યતના જણાવી. અહીં સાધુભગવંતને ભિક્ષ તરીકે ઓળખાવ્યા છે. આરંભનો પરિત્યાગ કરવાપૂર્વક પોતાની ધર્મકાય(ધર્મ માટેની કાય)ના પાલન માટે યાચના કરવાના સ્વભાવવાળો જે હોય તેને ભિક્ષ કહેવાય. સાધુભગવંત કોઈની પણ પાસે યાચના ક્યાં વિના આહારાદિ ગ્રહણ ન કરે. ભિક્ષ શબ્દનો અર્થ (૧૭)

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92