Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 63
________________ આત્મહિત સ્વરૂપ મોક્ષના પ્રયોજનથી વ્રતનો સ્વીકાર તથા વ્રતનું પાલન કરવાનું છે – એ ભાવને જણાવનારું ‘અત્તહિયદ્ઘયાએ' પદ છે. આ રીતે આત્માના હિત માટે સુસાધુના વિહાર વડે પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભોજનવિરમણવ્રત : આ છ વ્રતોને હું સારી રીતે અંગીકાર કરીને વિચરીશ... આ સાધુની પ્રતિજ્ઞાનો આકાર છે. જો આત્મહિત સિવાય બીજો અભિલાષ જાગે તો તે વ્રતપાલનમાં હિંસાદિની અનુમોદનાના કારણે અલ્પ આયુષ્યનો બંધ, જિહ્વાનો છેદ, દરિદ્રતા, નપુંસકપણું, અત્યંત દુ:ખીપણું વગેરે દોષ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બીજો ચારિત્રધર્મનો અધિકાર પૂરો થયો, હવે ત્રીજો યતનાનો અધિકાર શરૂ થાય છે. પહેલા જીવાજીવાભિગમ અધિકાર દ્વારા પૃથ્વીકાયાદિમાં જીવત્વની સિદ્ધિ કરી. તેના દ્વારા જીવત્વનો સ્વીકાર કરી બીજા અધિકારમાં જણાવેલ છજીવનિકાયની અહિંસા માટે ત્રીજા મહાવ્રતોના પાલનરૂપ ચારિત્રધર્મના અધિકાર દ્વારા એ જીવોની હિંસાથી વિરામ પામવાનું વ્રત અંગીકાર જેણે કર્યું હોય તેના માટે હવે ચોથો યતનાનો અધિકાર જણાવ્યો છે. જીવને જીવ માન્યા પછી 'મારા હાથે ક્યાંય કોઈની વિરાધના થઈ ન જાય' એવા પ્રકારનો જે અધ્યવસાય પ્રગટે તેને યતના કહેવાય છે. પાપ છોડવાની ભાવનામાત્રથી આરાધના થતી નથી, પાપ છોડવાથી આરાધના થાય છે. તે જ રીતે પાપ છોડ્યા બાદ પણ દુ:ખ ભોગવવાનો અધ્યવસાય કેળવી લઈએ તો સર્વવરિત મજેથી પાળી શકાય. દુઃખ ટાળવાનો અધ્યવસાય પડ્યો હશે ત્યાં સુધી સર્વવિરતિ નહિ મળે, મળેલી પણ સર્વવતિ ગુમાવવાનો વખત આવશે. જેની દુઃખ ભોગવવાની તૈયારી હોય એ જ યતના પાળી શકે. ‘મને દુ:ખ પડે તો વાંધો નહિ, પરંતુ મારા કારણે કોઈને દુઃખ પડવું ન જોઇએ.’ - આ યતનાનો પરિણામ સાધુભગવંતને ચોવીસે કલાક હોવો જોઈએ. અનુબંધિહંસાની પ્રવૃત્તિને પણ સ્વરૂપહિંસામાં પરાવર્તિત કરાવી આપે એ યતનાનો પ્રભાવ છે. જ્યારે સ્વરૂપહિંસાની પ્રવૃત્તિને પણ અનુબંધહિંસામાં ફેરવે એવો અયતનાનો પરિણામ છે. જેઓ અનુબંધહિંસક હતા તેઓ પણ યતનાના પ્રભાવે સ્વરૂપહિંસક અને ક્રમે કરી અહિંસક બની ગયા. ડોક્ટર છરીથી કાપે, લોહી કાઢે તોપણ તે ગુનો ન ગણાય અને કોઈ નખથી ઉઝરડો પાડે તોય તેના પર ખૂનનો આરોપ આવે – એવું તમારા કાયદામાં પણ છે ને ? તે રીતે અહીં પણ યતનાનો પરિણામ હોય તો હિંસા પણ નિર્જરાનું કારણ બને છે. વિહિત (૨૨) પ્રવૃત્તિ-સાધુપણાની ઉત્કટ ક્રિયા પણ યતનાના પરિણામ વિના કરવામાં આવે તો હિંસાનું પાપ લાગે. જ્યારે તે તે કર્મયોગે કરાતી અવિહિત પ્રવૃત્તિ પણ યતનાપૂર્વક કરવામાં આવે તો તે નિર્જરા કરાવી આવે. યતના એ સાધુધર્મનો પ્રાણ છે, આ પ્રાણની રક્ષા માટે ઉપકરણના કારણે, શરીર વગેરેના કારણે જીવહત્યા થઈ ન જાય તે માટે અપ્રમત્તપણે જીવવું જરૂરી છે. અનાદિકાળની ટેવોને બાજુ પર મૂકીએ અને વર્તમાનમાં પ્રવૃત્તિ ઉપર કાપ મૂકીએ તો યતનાપૂર્વક જીવન જીવી શકાય. ભગવાનની આજ્ઞા મુજબની પ્રવૃત્તિ પણ ભગવાનની આજ્ઞાના અનુસારે કરી શકાતી ન હોય તો તે યતનાના અભાવે. યતના જો આપણી પાસે હોય તો આપણે ભગવાનની આજ્ઞાને અનુસર્યા વિના ન રહીએ. ભગવાને જે ક્રિયામાં જે રીતે વર્તવાનું કહ્યું હોય તે, તે વખતની યતના છે. યતના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે છે. એક ઇર્યાસમિતિમાં યતના વિચારીએ તો, રસ્તામાં ત્રસ કે સ્થાવર જીવરૂપ દ્રવ્ય હણાય નહિ એ રીતે ચાલવું તે દ્રવ્યયતના. ક્ષેત્રથી યતના વિચારીએ તો સ્થળ ઉપર જેવી રીતે ચાલીએ એ રીતે જળમાં ન ચલાય. સાધુભગવંત જ્યારે નદી ઊતરે ત્યારે એક પગ પાણીમાં હોય અને બીજો પગ પાણીમાંથી ઊંચો કરી તે નીતરે પછી પાણીમાં મૂકે, એ જ રીતે બીજો પગ પણ ઊંચો કરીને મૂકે. તમે સાઇકલનું પેડલ જે રીતે મારો તે રીતે. ત્યાં જેમ બે પેડલ સાથે ન મારો, વારાફરતી મારો, તેમ અહીં પણ વારાફરતી એક પગ પાણીમાં અને બીજો ઊંચો કરીને પછી ચાલે. પાણી વિલોડીને ન ચાલે. સ સમય ઘણો લાગે ! આમે ય તમને ખાવા-પીવામાં, વાતો કરવામાં, સંસારનાં કામો કરવામાં સમય ઘણો લાગે જ છે છતાં તમે મજેથી એ કામો કરો છો ને ? તો અહીં શું વાંધો આવે ? ભગવાનની આજ્ઞાની આરાધનામાં જેટલો વધારે સમય જાય તેટલું સારું જ છે ને ? ક્રિકેટમેચ જેટલી લાંબી ચાલે એટલું સારું ને ? વહેલી પૂરી થાય તો મજા ન આવે ને ? અનર્થદંડમાં જેટલો સમય જાય તે ગમે અને આજ્ઞા માટે જો સમય જાય તો ન ગમે. આવાઓ યતના પાળી ન શકે. કાળથી યતના એટલે દિવસે જે રીતે ચાલીએ તે રીતે રાત્રે ન ચલાય. ભાવથી જીવને બચાવવાનો ભાવ હોવો જોઈએ, આપણને વાગી ન જાય એ ભાવ ન જોઈએ. (૧૨૩)

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92