Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 61
________________ તે ખાદિમ. જ્યારે અશન ન મળે ત્યારે ખાદિમ લેવાનો વખત આવે. સાધુભગવંતને રોટલી, દાળ, ભાત, શાક ન મળે ત્યારે મિષ્ટાન્ન, ફરસાણ વગેરે લેવાનો વખત આવે. જ્યાં સુધી રોટલી, દાળ, ભાત, શાક મળે ત્યાં સુધી મિષ્ટાન્ન કે ફરસાણ સાધુસાધ્વી લે નહિ. આજે લગભગ ઊંધું છે, જ્યારે મિષ્ટાન્ન વગેરે ન મળે ત્યારે રોટલી, દાળ, ભાત, લાવે ! ન સ૦ ઉત્સવમહોત્સવ ચાલતા હોય ત્યારે જમણવારમાં મિષ્ટાન્ન-ફરસાણ જ મળે ને ? જ્યાં આવા જમણવાર ચાલતા હોય ત્યાં સાધુસાધ્વી વહોરવા ન જાય. કારણ કે તેમાં સંખંડિદોષ લાગે. જેમાં ઘણા જીવોનો આરંભસમારંભ થતો હોય તેને સંખંડિ કહેવાય. જ્યાં ૨૫-૩૦ માણસનું કુટુંબ હોય એના કારણે ઘણા માણસોની રસોઈ થતી હોય ત્યાં જવામાં બાધ નથી. કારણ કે ત્યાં રોજનું ગોઠવાયેલું તંત્ર હોય તેથી નવા આરંભસમારંભ ન હોય. અને રોજ માટે કોઈ મિષ્ટાન્ન-ફરસાણ બનાવે નહિ. તેમ જ ત્યાં ઘણા માણસોની અવરજવર પણ ન હોય. જ્યારે જમણવારમાં તો નવેસરથી ઘણાં આરંભસમારંભ થતા હોય, તેમાં પ્રણીત આહાર બનાવાતો હોય અને ત્યાં ઘણાની અવરજવર થતી હોય તેથી તેવા પ્રસંગે સાધુસાધ્વી વહોરવા ન જાય. કોઈ વાર આખા ગામનું સાધર્મિકવાત્સલ્ય હોય ને જવું પડે તો દાળભાત વહોરીને નીકળી જાય. ભગવાને આપણા સંયમની ખૂબ ચિંતા કરી છે, ક્યાંય પણ સંસારનું સુખ ઉપાદેય લાગી ન જાય તેની તકેદારી રાખી છે. અહીં ટીકામાં પણ અશન તરીકે ોનાતિ (ભાત વગેરે) જણાવ્યા છે, મિષ્ટાન્ન-ફરસાણ નહિ. સ૦ સાંજે તો ફરસાણ જ મોટેભાગે મળે. તેથી જ સાંજે મોટેભાગે સાધુસાધ્વી વાપરે જ નહિ. એકાસણાં થઈ શકે એવાં ન હોય તોપણ સવાર-બપોરનાં બેસણાં કરે. અમે અમદાવાદ શહેરમાં ચોમાસું હતાં. ત્યારે સાંજે કોઈ પણ ઘરમાં જઇએ તો ભાખરી, ઓસામણ, છૂટી દાળ અને ભાત મળી રહે. ત્યારે અમે સાંજે બેસણાં કરીએ તો આચાર્યભગવંત કહેતા કે ઓસામણ અને છૂટી દાળના લાલચુ થયા છો માટે જ સાંજે રહો છો ને ? તમે ફરસાણની ક્યાં માંડો છો ? તુવેરની છૂટી દાળ અને ઓસામણમાં પણ સાધુસાધ્વી (૧૧૮) સ્વાદ કરી ન બેસે તે માટે સાંજે બેસણાં કરવાની ના પાડવાનું કામ અમારા આચાર્યભગવંત કરતા હતા. તેઓશ્રી કહેતા કે અત્યારે જલસા કરવા હોય એટલા કરી લો, પછી ખબર પડી જશે. મારા ગુરુમહારાજ પણ કહેતા કે – ‘અત્યારે મજા કરી લો. અહીંથી ગયા પછી આપણો રણીઘણી કોઈ નથી, હાડકાં ભાગી જશે.' આવી પ્રતિજ્ઞા લીઘી તે કરાવવાની સ૦ રાત્રિભોજન કરાવીશ નહિ સંભાવના કઈ રીતે ઘટે ? - વિહારાદિમાં અમારી સાથે જે માણસ હોય તેને રાત્રે જમવા મોકલીએ એટલે આ રાત્રિભોજન કરાવવાનું પાપ લાગે ને ? મા-બાપ છોડયા પછી, કુટુંબપરિવારને છોડ્યા પછી પણ માણસને રાખીએ ને ? વ્હીલચેર માટે માણસ રાખીએ, ડોળી રાખીએ, સામાન ઉપાડવા માટે સાઇકલવાળો રાખીએ એટલે આ રીતે રાત્રિભોજનનો ભાંગો લાગવાનો. અપવાદપદે બધું જ કરીશું. પણ અપવાદ અપવાદના સ્થાને હોવો જોઈએ. અને અપવાદનું સ્થાન આપણે જાતે નક્કી નથી કરવાનું, ગીતાર્થ ગુરુભગવંતો શાસ્ત્રના આધારે નક્કી કરે. છઠ્ઠા વ્રતનું પાલન પણ આ રીતે દુષ્કર છે. શરીરની મમતાના કારણે સંનિધિનું પાપ લાગે છે, સંનિધિના કારણે રાત્રિભોજનનો ભાંગો લાગે છે. થોડી સહનશક્તિ કેળવી લઈએ તો સંનિધિદોષને ટાળવાનું પણ શક્ય બને. તમારે પણ સાધુ થવું છે ને ? તો અત્યારથી શરીરનું મમત્વ મારવાનો અને સહનશીલતા કેળવવાનો અભ્યાસ પાડવા માંડો. શ્રાવક રાત્રે તો જમે જ નહિ, દિવસે પણ રાગથી ન જમે. શ્રાવકને સાધુ થવાનું મન હોવાથી તે એકાસણાં જ કરે. એકાસણાં ન થાય તોપણ બેસણાથી ઓછો તપ ન કરે. શ્રાવકપણામાં બેસણાં એ તો આશીર્વાદરૂપ છે. તેના કારણે ઘણાં પાપોથી બચી જવાય. છૂટા મોઢે ન વાપરે એટલે જ્યાં-ત્યાં જે-તે ખાવાની ટેવ છૂટી જાય. કાચું-સચિત્ત પાણી વાપરવાનું છૂટી જાય, અભક્ષ્ય-અપેય, અનંતકાય-સચિત્ત-રાત્રિભોજન વગેરે અનેક પ્રકારનાં પાપો કુદરતી છૂટી જાય. માટે તમારે પણ બેસણાથી ઓછો તપ ન કરવો. આ બધું આપણે આપણી જાતે સમજવું છે, બીજાને સમજાવવા નથી બેસવું. આપણે બીજાની ચિંતા જેટલી કરીએ છીએ તેનાથી વધારે ચિંતા આપણી જાતની કરવાની જરૂર છે. સમજાવવામાં બહુ સાર નથી, સમજવામાં તો એકાંતે કલ્યાણ છે. જે ભગવાનની આજ્ઞા પાળશે તેનું કલ્યાણ (૧૧૯)

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92