________________
આ બધું યુગલનો રાગ જ કરાવે છે ને ? અજીવ પ્રત્યે રાગદ્વેષ ન કરીએ તો કોઈ જીવની હિંસા કરવાનો વખત ન આવે. જેને પુદ્ગલનો સંગ ન ગમે તેને કોઈ જીવ ઉપર રાગદ્વેષ કરવાની જરૂર ન પડે. જે રાગદ્વેષ ન કરે તેને કોઈ આશ્રયસ્થાન ન નડે. રાગદ્વેષના વિષયો અમાપ છે, તેના ઉપરની રાગદ્વેષની પરિણતિ નહિ છોડીએ તો તે દુર્ગતિ તરફ ઘસડી ગયા વગર નહિ રહે. રાગ ગમ્યા કરે, દ્વેષ ગમ્યા કરે અને ‘રાગદ્વેષ ભૂંડા છે' - એમ આખા ગામને સમજાવીએ - આ એક બનાવટ છે ને ? આ બનાવટ ટાળવા માટે બીજાને સમજાવવાના બદલે આપણી જાતને સમજાવીને સુધારી દેવી છે. પુણ્યના ઉદયના કારણે વસ્તુ મળ્યા કરે, પણ વસ્તુ ગમ્યા કરે - એ પાપનો ઉદય છે. શિષ્યને પુદ્ગલના રાગદ્વેષથી બચાવવા લક્ષ્યમૂલ્યવાળી કામળી(રત્નકંબલ) ઉપર પણ કાતર ચલાવનારા આચાર્યભગવંતો ભગવાનના શાસનમાં થઈ ગયા છે. રાગનું કારણ ન બને માટે સારી વસ્તુ લાવવી નહિ, રાખવી નહિ. દ્વેષનું કારણ ન બને માટે અંતકાંત વસ્તુ સમભાવે વાપરવી. રાગ ટાળવા માટે રાગના પાત્રથી દૂર રહેવું, દ્વેષ ટાળવા માટે દ્રષના પાત્રની નજીક જવું - આ ઉપાય છે.
અજીવના અધિકારમાં જણાવે છે કે અજીવ બે પ્રકારના છે : પુદ્ગલસ્વરૂપ અજીવ અને નોપુદ્ગલ સ્વરૂપ અજીવ. તેમાં પુદ્ગલસ્વરૂપ અજીવ છ પ્રકારના છે : (૧) સૂક્ષ્મસૂક્ષ્મ, (૨) સૂક્ષ્મ, (૩) સૂક્ષ્મબાદર, (૪) બાદરસૂક્ષ્મ, (૫) બાદર, (૬) બાદરબાદર, સૂક્ષ્મસૂક્ષ્મ એટલે અત્યંત સૂક્ષ્મ પરમાણુસ્વરૂપ પુદ્ગલ છે. સૂક્ષ્મપુદગલ બે પ્રદેશી ઢંધથી માંડીને અનંતપ્રદેશવાળાં સૂક્ષ્મરૂપે પરિણત પુદ્ગલો છે. સૂક્ષ્મબાદર એટલે મોટું ગણાય તેવું નાનું. ગંધનાં પુદ્ગલો સૂક્ષ્મ હોવા છતાં બાદર જેવા ગણાય છે માટે તેને સૂક્ષ્મબાદર કહેવાય છે. બાદરસૂક્ષ્મ એટલે નાનું ગણાય એવું મોટું. વાયુકાયનાં શરીર બાદર હોવા છતાં સૂક્ષ્મજેવાં છે માટે તેને બાદરસૂક્ષ્મ કહેવાય છે. બાદરપુદ્ગલ તરીકે ઝાકળ વગેરે અપ્લાયનાં શરીર છે. અને બાદરબાર તરીકે તેઉકાય, વનસ્પતિકાય, પૃથ્વીકાય અને ત્રસકાયનાં શરીરો છે. આ પ્રમાણે છ પ્રકારનો અથવા સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ : એમ ચાર પ્રકારનો પુદ્ગલાસ્તિકાય છે; જે જીવ વડે ગ્રાહ્ય છે. આત્મા ગ્રાહુક છે અને પુદ્ગલ ગ્રાહ્ય છે. નોપુદ્ગલ અજીવ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય : એમ ત્રણ પ્રકારનો છે. આત્મા ચેતન હોવા છતાં જડ એવા પુદ્ગલને ગ્રહણ કરી તેનાથી
જ પોતે બંધાય છે - આ એક વિચિત્ર દશા છે. જે આપણા પોતાના બંધનું કારણ છે તેને આપણે મજેથી ગ્રહણ કરીએ છીએ ને ? આજે નક્કી કરવું છે કે જે ચીજ ગમી જાય તેનો કાયમ માટે ત્યાગ કરી દેવો. પુદ્ગલના અંશથી, પુદ્ગલની કૃપાથી જે મળે તેમાંથી કશું જ આત્માનું નથી. કાઢી નાંખવા જેવી ચીજ નિર્દોષ હોય તો સૌથી પહેલાં રાખવી, રાખવા જેવી ચીજ ન છૂટકે સૌથી છેલ્લે લેવી. આપણને જે અનુકૂળ હોય તે નિર્દોષ મળે તો લઈ આવવું - એવું નથી. નિર્દોષ આહાર પણ ગુરુની અને ભગવાનની આજ્ઞા મુજબ લાવવાનો છે. નિર્દોષ ભિક્ષા માટે સ્વચ્છંદીપણે વર્તે તે આત્માથીપણું નથી. જૈન ગૃહસ્થના ઘરે રોટલી, દાળ, ભાત, શાક મળે તો રબારીનાં ઘરોમાં છાશરોટલો લેવા ન જવું. આ બધી વાત તમારી આગળ સાધુસાધ્વીની ટીકા કરવા માટે નથી કરી; ‘સાધુ મહાત્મા પણ સારી વસ્તુ વાપરે તો તેમને રાગ થઈ જાય, ઇચ્છા મુજબ જીવે તો કર્મ બંધાય... તો મારું શું થશે ?' આટલો વિચાર કરતા થાઓ માટે કરી છે. આટલું વિચારતા થશો તો કાલે ઊઠીને સવારની રોટલી અને ઠંડી ચા સાંજે વાપરવાનો વખત આવશે ત્યારે આંખમાં પાણી નહિ આવે, દીનતા નહિ આવે. પંખો કે એ.સી. ચાલુ કરતાં સાધુભગવંતનું શું થતું હશે ?' એવો વિચાર આવે તો ગમે તેટલી અસહ્ય ગરમી પણ સૌકોટિની બની જાય. સુખ ભોગવવાનું મન થાય ત્યારે પણ સાધુને યાદ કરી પાંચ મિનિટ થોભીને પછી પ્રવૃત્તિ કરીએ તો રસ ઘટી જાય, આવેગ શમી જાય. થોડી રાહ જોઈએ તો જીવનમાં પરિવર્તન આવ્યા વિના ન રહે.
આ રીતે આપણો જીવાજીવાભિગમ નામનો પહેલો અર્વાધિકાર પૂરો થયો. પહેલા અધિકારમાં જીવ અને અજીવનું સ્વરૂપ જે રીતે સમજાવ્યું છે તે જો બરાબર સમજાઈ જાય તો તેવા પ્રકારની શ્રદ્ધા પણ પ્રગટ્યા વિના ન રહે. આ શ્રદ્ધા ચારિત્ર સુધી પહોંચાડ્યા વિના રહેતી નથી. આ ચારિત્રની પ્રાપ્તિ માટે જ જીવનિકાયની હિંસાથી વિરામ પામવું જરૂરી છે તેથી તે બીજા અધિકારમાં જણાવે છે :
इच्चेसिं छहं जीवनिकायाणं नेव सयं दंड समारंभिजा, नेवन्नेहिं दंड समारंभाविजा दंड समारंभंतेऽवि अन्ने न समणजाणामि जावजीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि तस्स भंते पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । (सूत्र-२)