________________
પછી જ ક્રિયા કરાવાય. ભયસ્થાન બતાવ્યા વિના પ્રતિજ્ઞા આપે તો તેમાં પ્રતિજ્ઞા આપનારને દોષ લાગે. જેને વર્તમાનનાં પુદગલો ગમે છે, એ પણ છોડવાની તૈયારી નથી તેવા પાસે ભૂતકાળના ભવોભવનાં પુદ્ગલો વોસિરાવવાની ક્રિયા કરાવવાનો શો અર્થ ? સમજણ ન હોય અને ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને વહન કરવા બેસે તો પરિણામ માઠું આવ્યા વિના ન રહે. પ્રતિજ્ઞા લઈને પાળતી વખતે શું શું તકલીફ પડશે તે પહેલેથી જણાવીને તે દુ:ખો ભોગવવાની તૈયારી કરાવીને પછી પ્રતિજ્ઞા આપવાની. અહીં આ વિષયમાં વસ્ત્રનું, પ્રાસાદનું અને રોગીનું દષ્ટાંત આપ્યું છે. જેમ વત્રને રંગવું હોય તો સૌથી પહેલાં તેને ધોવું પડે, તેની મલશુદ્ધિ કરવી પડે પછી જ તેના ઉપર રંગ ચઢે. તેમ અજ્ઞાનરૂપ મળ દૂર કર્યા વિના અને જ્ઞાનરૂપ જળથી શુદ્ધિ કર્યા વિના આત્મા ઉપર સંયમનો રંગ ચઢે નહિ. એ જ રીતે પાયામાંથી અશુચિ વગેરે દૂર કર્યા વિના અર્વાદ પાયાની શુદ્ધિ કર્યા વિના પ્રાસાદનું મંડાણ કરવામાં આવતું નથી, પાયો બરાબર ખોદીને શુદ્ધ કરીને પછી જ મહેલ બનાવવામાં આવે છે તેમ સમ્યજ્ઞાનરૂપી પાયાને મજબૂત બનાવ્યા વિના ચારિત્રનો પ્રાસાદ કરાય નહિ. એ જ રીતે રોગીને પંચકર્મ વગેરે દ્વારા મલશુદ્ધિ કરાવીને પછી ઔષધ આપવામાં આવે તો જ તે આરોગ્યનું કારણ બને છે, તેમ આ ભવરોગીને મિથ્યાત્વ-અજ્ઞાન વગેરેનું વમન સમ્યજ્ઞાન દ્વારા કરાવ્યા બાદ ચારિત્રરૂપ ઔષધ આપવામાં આવે તો જ તે મોક્ષરૂપ ભાવારોગ્યનું કારણ બને છે.
પહેલા મહાવ્રતની પ્રતિજ્ઞામાં જણાવ્યું છે કે ‘સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર એવા કોઈ પણ જીવને હું પીડા નહિ કરું.” અહીં એટલું યાદ રાખવું કે - સૂકમનામકર્મના ઉદયના કારણે જે જીવો સૂક્ષ્મ કહેવાય છે તેઓ તો છેદનભેદનાદિ હિંસાનો વિષય બનતા જ નથી. તેથી ‘સૂક્ષ્મ’ પદથી તેમનું ગ્રહણ ન કરતાં જે અત્યંત અલ્પ-નાના બાદર જીવો હોય તેમનું ગ્રહણ કરવું. તેમાં સૂક્ષ્મત્રસ તરીકે કંથવા વગેરે ત્રસજીવોનું ગ્રહણ કરવું અને બાદરગ્રસ તરીકે ગાય વગેરે જીવોનું ગ્રહણ કરવું તેમ જ સૂમસ્થાવર તરીકે નિગોદ વગેરે વનસ્પતિકાયનું ગ્રહણ કરવું અને બાદરસ્થાવર તરીકે પૃથ્વીકાયની શિલા વગેરેનું ગ્રહણ કરવું. આ ચારે પ્રકારના જીવમાંથી કોઈ પણ જીવના પ્રાણને જાતે પીડા પહોંચાડીશ નહિ, બીજા પાસે પીડા પહોંચાડાવીશ નહિ અને જે પીડા પહોંચાડતા હોય તેમને સારા માનીશ
(100) =
નહિ : આવી પ્રતિજ્ઞા સાધુની હોય. આથી જ સાધુ શ્રાવકને સારા ન માને, કારણ કે શ્રાવકો આ આરંભ સમારંભમાં જ પડેલા હોય છે. સાધુથી શ્રાવકની અનુમોદના ન કરાય ને ?
સ0 ભરફેસરમાં તો નામ લીધાં છે ને ?
ભરફેસરમાં જે નામ લીધાં છે તે તેઓ અવિરતિમાં હતા માટે નથી લીધા, ‘મહાસત્તા' મહાસત્ત્વશાળી હતા માટે નામ લીધાં છે. સન્ત શેમાં જોઈએ ? પાપ કરવા માટે કે પાપ છોડવા માટે ? એ મહાપુરુષો પોતાની અપૂર્વ શ્રદ્ધાના બળે અવિરતિની હાજરીમાં પણ અવિરતિને કાપવાનું કામ કરતા હતા માટે તેમનાં નામ લીધાં છે. તેમના નામગ્રહણમાત્રથી પાપના પ્રબંધો વિલય પામે છે તેનું કારણ એ છે કે પાપ ન કરવાનું સત્વ તેમની પાસે હતું અને માત્ર કર્મયોગે જ તેઓ સંસારમાં રહ્યા હતા. જે સત્ત્વશાળી હોય તેમનાં નામ લેવામાં વાંધો નહિ. પણ જેને ધર્મ સાથે સંબંધ નથી અને પાપનો જ રસ છે તેવાની વાત ન કરવી. તેવાઓનો પણ તિરસ્કાર કે આશાતના નથી કરવી, પણ સાથે આદર પણ ન આપવો. જેની પાસે પ્રતિજ્ઞા ન હોય તેવાના સહવાસમાં રહીએ તો આપણી પ્રતિજ્ઞા પણ ભંગાયા વિના ન રહે. ગૃહસ્થને તો કોઈ વાંધો નહિ, અમારે તો ઘણી તકલીફ - આવું બોલે તેનું પહેલું મહાવ્રત જાય. ‘તમારે તો તૈયાર માલ, ગરમાગરમ માલ મળે; અમે તો ચાર ઘર ફરીએ ત્યારે માંડ માંડ મળે અને એ પણ ઠંડુંઠીબ મળે...’ આવું આવું બોલે તેમાં શું પ્રતીત થાય ? ઊંડે ઊંડે સાધુપણું સારું લાગે છે કે ગૃહસ્થપણું ?
- આ પ્રતિજ્ઞા યાવજજીવની છે એનો અર્થ એ નથી કે ભવાંતરમાં અવિરતિ ભોગવવાનું મન છે. અહીંથી મરીને ક્યાં જવાનું છે એ ખબર નથી, છતાં એક વાત નક્કી છે કે અહીંથી જ્યાં પણ જઈશું ત્યાં મહાવ્રતની પ્રતિજ્ઞાના પાલનના સંયોગો મળવાના જ નથી. ભવાંતરમાં પાપ કરવાનું મન ન હોવા છતાં તેવી પ્રતિજ્ઞા લઈએ તો તે ચોક્કસ ખંડિત થવાની. એવી ખંડિત થનારી પ્રતિજ્ઞા સર્વજ્ઞ ભગવંતો ન આપે માટે ‘જીવું ત્યાં સુધી’ એમ જણાવ્યું. અશક્ય વસ્તુનો ઉપદેશ સર્વજ્ઞ ભગવંતો ન આપે, અશક્ય વસ્તુનો ઉપદેશ આપનારની અસર્વજ્ઞતા સૂચિત થાય છે. આ પ્રતિજ્ઞામાં વારંવાર મંતે શબ્દ વાપર્યો છે તે એ જણાવવા માટે
(૧૦૧)