________________
મોટાં જૂઠાણાં આવ્યાં ક્યાંથી ? નાનાંની ઉપેક્ષા કરી, એમાંથી જ ને ? નાનામાં નાના શલ્યની પણ ઉપેક્ષા કરવામાં આવે તો તે પ્રાણને હરનારું બને ને ? આથી જ નાનાં જૂઠાણાં કેવાં છે એ સમજાવવું છે. નાનાં જૂઠાણાંમાં પાપ દેખાય તો મોટું જૂઠું બોલતાં આંચકો લાગે ને ? ‘આખી દુનિયા જૂઠ્ઠું બોલે છે તેમાં આપણે શું નવું કરીએ છીએ, જે જૂઠું બોલીએ છીએ તેમાં પણ ભાવ સારો છે'... આ બધા બચાવો મૃષાવાદના પાપથી અને તેના અનુબંધથી બચવા કામ નહિ લાગે. જૂઠું બોલવામાં દેખીતો લાભ દેખાતો હોય તોપણ તેમાં આપણું કલ્યાણ નથી - એટલું સ્વીકારતા થયું છે.
સ૦ પૂર્વના સંસ્કાર આડા આવતા હોય તો ?
જૂઠ્ઠું બોલવાની ટેવ હોય કે અભ્યાસ પડી ગયો હોય તોપણ એ અભ્યાસ તોડવા માટે સાધુપણામાં આવ્યા છીએ - એટલું યાદ રાખવું. અત્યારે કદાચ જૂઠું બોલવાના કારણે ગુરુ બોલશે નહિ કે ગુરુ આગળ સારા દેખાઈશું પણ તેનું પરિણામ સારું નહિ આવે. ભવિષ્યમાં ખરાબ પરિણામ ભોગવવું એના કરતાં તો વર્તમાનમાં જે પરિણામ આવે તે ભોગવી લેવાની તૈયારીથી મૃષાવાદનો ત્યાગ કરીને ભવિષ્ય સુધારવું સારું ને ! એટલું નક્કી કરી લઈએ કે જે પરિણામ આવશે તે ભોગવી લઈશું પણ ગુરુ આગળ જૂઠું નથી બોલવું તો સંયમજીવનમાં આનંદ આવ્યા વિના નહિ રહે. આ તો જીવન જ એવું ગોઠવાઈ ગયું છે કે જાણે જૂઠું બોલવાની પ્રતિજ્ઞા લઈને ન આવ્યા હોય ! તમારે જેમ પૈસા કમાવા માટે જૂઠું નથી બોલવાનું તેમ અમારે માનસન્માનાદિનું સુખ ભોગવવા માટે જૂઠું બોલવાનું નથી.
સ૦ શાસ્ત્રના સિદ્ધાંતની સાચી વાતથી સામાને દુઃખ થતું હોય તો ?
જેને આવું દુ:ખ થતું હોય તેને સિદ્ધાંત સમજાવવા ન બેસવું. શાસ્ત્રના સિદ્ધાંતો આપણે જાતે માનવાના છે, અપનાવવાના છે; બીજાના માથે લાદવાના નથી. જ્યારે સિદ્ધાંતની રક્ષાનો પ્રસંગ આવે ત્યારે સત્ય બોલતાં અચકાવું નહિ. જેને માથે સત્યસિદ્ધાંત સમજાવવાની જવાબદારી છે તેઓ તે અવસરે મૌન રહે તોપણ દોષ લાગે. અસત્ય સિદ્ધાંતની પ્રરૂપણાના કારણે લોકો ઉન્માર્ગગામી ન બને તે માટે સત્યસિદ્ધાંતનું સ્થાપન કરવામાં આવે તે વખતે ઉત્સૂત્રપ્રરૂપકને દુઃખ થાય તોપણ તેમાં શુદ્ધપ્રરૂપકને દોષ લાગતો નથી. કારણ કે એવા વખતે કોઈને (૧૦૮)
ઉતારી પાડવાની કે ખરાબ ચીતરવાની બુદ્ધિ નથી. કોઈ પણ ઉન્માર્ગગામી ન બને એવી હિતબુદ્ધિ રહેલી છે અને અંતે તો પીડા ટાળવામાં ધર્મ નથી, ભગવાનની આજ્ઞા પાળવામાં ધર્મ છે - એટલું યાદ રાખવું. ભગવાનની આજ્ઞા માનવામાં આરાધના છે અને ભગવાનની આજ્ઞા ન માનવામાં વિરાધના છે. જેને માર્ગ સમજવો હોય તેને સમજાવવાના અનેક ઉપાય છે, પણ જેને સમજવું જ નથી માત્ર દેખાવ કરવો છે - એવાઓને પહોંચી ન વળાય. એક બાજુ કહે કે સમાધાન કરવું છે અને બીજી બાજુ સમાધાનના જેટલા શાસ્ત્રાનુસારી રસ્તા હોય તે બંધ રાખે તો ચાલે ? સરળતા હોય તો સમજવાનું અને સમજાવવાનું સહેલું બને. अहावरे तच्चे भंते! महव्वए अदिन्नादाणाओ वेरमणं, सव्वं भंते ! अदिन्नादाणं पच्चक्खामि, से गामे वा नगरे वा रण्णे वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा नेव सयं अदिन्नं गिहिज्जा नेवऽन्नेहिं अदिन्नं गिण्हाविजा अदिन्नं गिण्हंते वि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । तच्चे भंते ! महव्वए उवट्टिओमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं ३ ।। (सूत्र -५ )
હવે બીજા પછીના ત્રીજા મહાવ્રતમાં હે ભગવન્ ! અદત્તાદાનથી વિરામ પામવાનું ભગવાને જણાવ્યું છે તેથી હે ભગવન્ ! હું સર્વ પ્રકારનાં અદત્તાદાનનું પચ્ચક્ખાણ કરું છું. પછી તે ગામમાં હોય, નગરમાં હોય કે અરણ્યમાં હોય, થોડું હોય કે વધારે હોય, નાનું હોય કે મોટું હોય, સચિત્ત હોય કે અચિત્ત હોય કોઈ પણ પ્રકારનું અદત્ત (નહિં આપેલું) હું જાતે ગ્રહણ કરીશ નહિ, બીજા પાસે અદત્ત ગ્રહણ કરાવીશ નહિ, અદત્તને ગ્રહણ કરનારને સારા માનીશ પણ નહિ.
જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ રીતે ત્રિવિધે ત્રિવિધે મનથી વચનથી કે કાયાથી અદત્તાદાન કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતાને અનુમોદીશ પણ નહિ. ભૂતકાળમાં મેં જે કાંઈ અદત્તાદાન(ચોરી)નું પાપ કર્યું છે તેનાથી હું પાછો ફરું છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, આપની સમક્ષ ગાઁ કરું છું અને એ પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું. આ રીતે હે ભગવન્ ! ત્રીજા મહાવ્રતમાં સર્વ પ્રકારના અદત્તાદાનથી વિરામ પામવા માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું.
(૧૦૯)