________________
સ0 પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તો શું વાંધો ?
પુણ્ય બાંધવાની ઇચ્છાવાળાને પુણ્યાનુબંધી પુણ્ય ન બંધાય. મોક્ષસાધક આરાધના કરતી વખતે જે પુણ્ય બંધાય તે પુણ્યાનુબંધી હોય. વીશસ્થાનકની આરાધનાથી તીર્થંકરનામકર્મની નિકાચના થાય, પરંતુ આરાધના કરતી વખતે લક્ષ્ય કર્મનિર્જરાનું હોય. કર્મનિર્જરાના લક્ષ્યથી જ પરિણામ વિશુદ્ધ બને છે અને સવિ જીવને શાસનરસી બનાવવાની વિશુદ્ધ ભાવનામાં તીર્થંકરનામકર્મની નિકાચના થાય છે. પુણ્યાનુબંધી પુણ્ય સુખ આપે છે માટે ઉપાદેય છે - એવું નથી, સુદેવાદિનો યોગ કરાવી આપે છે - એટલા પૂરતું ઉપાદેય છે.
સવ ભગવાનના શાસનમાં શાલિભદ્રજી અને પુણિયા શ્રાવક : બેમાં વધારે નિર્જરા કોને ?,
શાલિભદ્રજીને. તેમને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હતો માટે નહિ, એ પુણ્યોદય છોડીને તેમણે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પ્રગટ કર્યો માટે. બાકી પુણ્યનો અનુબંધ બન્નેનો સરખો હતો. તેમને પુણ્યના ઉદયમાં રતિ ન હતી તો પુણિયા શ્રાવકને પાપના ઉદયમાં પણ અરતિ ન હતી. પરંતુ પુણિયા શ્રાવક ચારિત્ર સુધી પહોંચી ન શક્યા. તેમનું સામાયિક ભગવાને વખાણ્યું હતું પરંતુ તેમને ચારિત્રનો પરિણામ ન હતો. તેમને જે મળ્યું હતું તેમાં સંતોષ હતો, અધિકનો લોભ ન હતો. જે છે એ ચલાવવાની વૃત્તિના કારણે અધિકના લોભથી બચી ગયા હતા, પણ જે છે એ છોડવાની તૈયારી ન હોવાથી ચારિત્ર ન પામી શક્યા.
જ્યારે શાલિભદ્રજીને જે છે એમાં ઓછું લાગ્યું તો એ પણ નથી જોઈતું આ પરિણામ આવવાથી ચારિત્ર પામી ગયા. આજે તમને પણ જે મળ્યું છે એમાં સંતોષ છે ને ? ‘જે છે એ ચાલશે’ - આ પરિણામ જ તમને સંસારમાંથી નીકળવા દેતો નથી. આપણને પુણ્ય ઓછું લાગ્યા પછી એટલામાં નભાવવા તૈયાર થઈએ છીએ, જ્યારે એમને પુણ્યમાં ખામી લાગી તો છોડી દીધું. જેવું-તેવું પુણ્ય પણ નભાવવાની વૃત્તિ સુખની લાલચને સૂચવે છે. તો હવે કહો, પુણ્યાનુબંધી પુણ્ય ભોગવવાલાયક કે છોડવાલાયક ? જેને પુણ્ય ભોગવવું ન હોય તે પુણ્ય બાંધવા માટે મહેનત શા માટે કરે ? સાધુભગવંત પુણ્યનો ઉદય છોડીને આવ્યા પછી નિર્જરા માટે જ પ્રયત્ન કરે. નિર્જરા માટે ધર્મ કરતાં પુણ્ય બંધાઈ જાય - એ
જુદું. સાધુસાધ્વી પુણ્યને ઉપાદેય માને નહિ અને જે પુણ્યોદયને ઉપાદેય માનતા હોય તેની પણ પુણ્ય ઉપરથી નજર ખસેડે. પુણ્યથી મળેલું સુખ સારભૂત ન લાગે અને પાપથી આવનારું દુ:ખ અસારભૂત ન લાગે – એવું કરી આપે તેનું નામ સાધુભગવંત. પુણ્યના ઉદયને ઉપાદેય માને તેને સમ્યકત્વ પણ ન મળે, માગનુસારિતા પણ ન મળે. પુણ્ય વધવાથી સંસારનાં સુખો મળશે, ધર્મ નહિ મળે. ધર્મ તો ક્ષયોપશમ વધવાથી જ પ્રાપ્ત થશે. તેથી પુણ્ય વધારવા માટે મહેનત નથી કરવી, યોપશમ વધારવા માટે મહેનત કરવી છે. દીક્ષા આપણા નસીબમાં નથી - એમ કહીને માંડી વાળવાની જરૂર નથી. ધંધામાં નસીબ ન હોય તોય નસીબ અજમાવીએ ને ? નસીબ અજમાવવા માટે ધંધો કરવો છે, પણ ધર્મ નથી કરવો ને ? જે ધર્મ કરીએ છીએ તે પણ કેવો છે ? આસક્તિ મરે એવો કે આસક્તિ વધે એવો ? ભલે માર્ગાનુસારીપણાનો ધર્મ હોય કે સમ્યકત્વરૂપ ધર્મ હોય, આપણી આસક્તિ મરે અને ભગવાનની આજ્ઞા સચવાય એવો ધર્મ કરવો છે. આ તો લોકમાં જેમ કહેવાય છે કે ‘શિર મુંડાવે તીન ગુન, મીટે સિર કી ખાજ, ખાને કો લ’ મીલે, લોક કહે મહારાજ.' તેમ આપણે પણ સમ્યકત્વમાં ત્રણ ગુણ માની લીધા છે : આ લોકમાં સુખ છોડવું ન પડે, ચારિત્ર લેવું ન પડે અને પરલોકમાં દેવલોક મળે ! બરાબર ને ? સમ્યકત્વની જરૂર તો સુખ ઉપરનો રાગ છોડવા અને દુ:ખ ઉપરનો દ્વેષ કાઢવા માટે છે. સુખ છોડવું પડતું હોય ને દુ:ખ વેઠવું પડતું હોય તો સમ્યત્વને રજા આપવી છે ને ? ચારિત્ર કદાચ ન મળે, પણ સમ્યકત્વ મેળવ્યા વગર રહેવું નથી – એટલું તો ખરું ને ? સમ્યકત્વ મેળવવા માટે સુખનો રાગ છોડવો પડશે અને દુ:ખ પર રાગ કેળવવો પડશે. કંઈક પામીને જવું છે કે જેમ ચાલે છે - એમ ચાલવા દેવું છે ?
અત્યાર સુધીમાં પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાયમાં જીવત્વ સિદ્ધ કરી આપ્યું. ત્રસકાયમાં તો જીવત્વ સિદ્ધ જ છે ને ? ભોગસુખનાં સાધન જેટલાં ઓછાં તેટલી ત્રસકાયની રક્ષા વધારે. પ્રવૃત્તિ ઓછી કરીએ તો ત્રસજીવોને બચાવી શકાય. આજે તો સાધુપણામાં બિનજરૂરી પ્રવૃત્તિઓ એટલી વધી ગઈ છે કે પ્રતિલેખના - પ્રમાર્જના કરવા માટે સમય રહેતો જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે જીવજંતુ ન થાય માટે વારંવાર પ્રતિલેખના કરવી. જ્યારે અમે લગભગ જીવજંતુ થાય ત્યારે પ્રતિલેખના કરવા બેસીએ. જીવનિકાયના સ્વરૂપનું જ્ઞાન તેમની રક્ષા
(૮૧)