Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 40
________________ વખતે પણ જો જયણાપૂર્વક કરવામાં આવે તો તેમાં થતી હિંસા સ્વરૂપહિંસામાં ગણાય. જલપૂજા માટેનો કળશ પણ જોઈને, પૂંજીને ભરવાની તૈયારી ન હોય અને પૂજા વખતની હિંસાને સ્વરૂપહિંસામાં ગણે - એ કેમ ચાલે ? ગૃહસ્થપણાનો પણ બધો ધર્મ સાધુ થવા માટેનો હોવાથી જયણાપ્રધાન છે. તેઉકાયમાં જીવત્વની સિદ્ધિ કરતાં જણાવ્યું છે કે બાળક જેમ આહાર લેવાના કારણે વૃદ્ધિ પામે છે તેમ અગ્નિ પણ આહારના કારણે વૃદ્ધિ પામતો હોવાથી સચિત્ત છે. અહીં એટલું યાદ રાખવું કે આથો આવવાના કારણે કે ઊભરો આવવાના કારણે જે વૃદ્ધિ થાય એટલામાત્રથી સચિત્ત ન કહેવાય. આહાર પચવાના કારણે જે વૃદ્ધિ થાય તેને વૃદ્ધિ કહેવાય, સોજાના કારણે થતી વૃદ્ધિને વૃદ્ધિ ન કહેવાય. પુદ્ગલના કારણે પુદ્ગલની વૃદ્ધિની અહીં વાત નથી. આહારના કારણે થનારી શરીરવૃદ્ધિની વાત છે. જે આહરણ કરાય તેને આહાર કહેવાય. આહાર એટલે ભદ્મવસ્તુ. જે ખવાય તેને ભક્ષ્ય ન કહેવાય, જે ખાવાયોગ્ય હોય તેને ભક્ષ્ય કહેવાય. શાસ્ત્રમાં દસ પ્રકારની વિગઈઓ બતાવેલી છે. તેમાંથી છ ભક્ષ્ય છે અને ચાર અભક્ષ્ય છે. અહીં એવી દલીલ ન કરવી કે દસે સાથે બતાવી છે તેથી બધી જ ભક્ષ્ય કહેવાય અથવા તો બધી જ અભક્ષ્ય ગણાય, અમુક ભક્ષ્ય અને અમુક અભક્ષ્ય એવું રોના આધારે કહેવાય ?!' કારણ કે સર્વજ્ઞભગવંતે બતાવેલ વાતમાં દલીલને કોઈ અવકાશ નથી. ભગવાને આ માર્ગ સજુ અને પ્રાજ્ઞ જીવો માટે બતાવ્યો છે. ભગવાને ના પાડી હોય તે ન કરવું, ભગવાને કહ્યું હોય તે કરવું તેનું નામ સરળતા. ભગવાને ના કેમ પાડી અને ના કેમ ન પાડી એવું પૂછવું તેનું નામ વક્રતા. જુતા અને પ્રાજ્ઞતા એ ધર્મનું મૂળ છે. આ બે વિના શાસ્ત્રના મર્મને પામી ન શકાય. શાસ્ત્ર શબ્દાત્મક છે અને શબ્દની શક્તિ સીમિત છે, તેના હાર્દ સુધી પહોંચવા માટે સરળતા અને સૂક્ષ્મ,જ્ઞાની જરૂર છે. બુદ્ધિની સૂક્ષ્મતા અને હૈયાની સરળતા ન હોય તો ભગવાનનો માર્ગ સમજી પણ નહિ શકાય અને અપનાવી પણ નહિ શકાય. ભગવાને આપણી ઉપર કરુણા કરીને આપણને એવો માર્ગ બતાવ્યો છે કે જેથી કોઈ પણ પ્રકારનું પાપ કરવું ન પડે અને પાપ કર્યા વિના પણ જીવી શકાય. આવા ભગવાનના વચનમાં શંકા કઈ રીતે કરાય ? સર્વજ્ઞના વચન ઉપર અશ્રદ્ધા જાગે ત્યારે જ તેમાં શંકા કે દલીલો કરવાનું સૂઝે છે. કોઈ બુદ્ધિશાળીને વિસ્તારથી સમજાવવા માટે તર્કો બતાવવા પડે - એ જુદી વાત. બાકી તો ભગવાનનું વચન શ્રદ્ધાગમ્ય છે, યુક્તિગમ્ય નહિ. શ્રદ્ધાને પુષ્ટ કરવા માટે તર્ક કે યુક્તિઓ આપવામાં આવે છે. જે શ્રદ્ધાને હલાવે તેને તર્ક ન કહેવાય, કુતર્ક કહેવાય. ન્યાયદર્શનમાં પણ કહ્યું છે કે – તર્ક પ્રમાણનો અનુગ્રાહક હોવાથી યથાર્થજ્ઞાનનું અંગ છે. આથી જ આપણે પૃથ્વીકાયાદિમાં જીવત્વની સિદ્ધિ કરનારાં અનુમાનોનો વિચાર શરૂ કર્યો છે. તેઉકાયમાં જીવત્વની સિદ્ધિ કર્યા બાદ વાયુકાયમાં જીવત્વની સિદ્ધિ કરતાં જણાવે છે કે - ગાય વગેરે જેમ બીજાની પ્રેરણા વિના પણ તિરછી દિશામાં અનિયમિતપણે ચાલે છે તેમ વાયુ પણ અનિયત દિશામાં તિરછું ગમન કરે છે માટે તે પણ ગાય વગેરેની જેમ સચિત્ત છે. જોકે પુદ્ગલની ગતિ પણ બીજાની પ્રેરણા વિના થાય છે પરંતુ તે ગતિ સમશ્રેણીમાં થાય છે. દડો જો એની મેળે જ પડી જાય તો સીધો નીચે જાય છે. પુદ્ગલની તિરછી ગતિ થાય તો બીજાની પ્રેરણાથી થાય છે. દડાને કોઈ નાંખે તો તેનું તિરછું ગમન થાય છે પરંતુ તે પરપ્રેરિત હોવાથી તેમાં જીવત્વની સિદ્ધિ થતી નથી. આ રીતે વાયુકાય પણ જીવ છે - એમ સિદ્ધ કર્યા બાદ વનસ્પતિકાયમાં જીવત્વની સિદ્ધિ કરી છે. વનસ્પતિની અડધી છાલ ઉતારી હોય તો નવી આવે પણ આખી ઉતારે તો ન આવે. ગધેડાની જેમ બધી ચામડી ઉતરી જાય તો તે મરણ પામે છે તેમ વનસ્પતિની પણ આખી છાલ ઉતારવામાં આવે તો તે અચિત્ત બને છે. ગધેડો જીવતો હોય તો તેની નીકળી ગયેલી ચામડી પાછી આવે છે તેમ વનસ્પતિ પણ સજીવ હોવાથી તેની ઊતરી ગયેલી છાલ પાછી ઊગે છે. આ રીતે વનસ્પતિકાયમાં જીવત્વ સિદ્ધ થાય છે. આજે ઘણા કહે છે કે જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં જીવત્વની સિદ્ધિ કરી. આપણે કહેવું છે કે હરિભદ્રસૂરિ મહારાજે, એની પહેલાં ગણધરભગવંતોએ હજારો વરસો પહેલાં વનસ્પતિમાં જીવત્વની સિદ્ધિ કરી બતાવી છે. સ0 પહેલાં સિદ્ધ તો હતું, પણ લોકો માનતા ન હતા; હવે માને છે. તમે તો પહેલેથી જ માનતા હતા ને ? અત્યારે પણ માનો છો ને ? છતાં કાકડી-ટામેટાં ઉપર મજેથી છરી ચલાવો ને ? વનસ્પતિમાં જીવ માને તે ભાજીપાલો ખુલ્લો થાય તો રાજી થાય ? ચોમાસું ઊતર્યો ભાજીપાલો ખુલ્લો થયાનો આનંદ હોય કે દીક્ષા ખુલ્લી થયાનો ? આ તો ચૌદસના દિવસે જ મેવો ને (૭૭)

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92