Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 46
________________ સ0 પ્રાણ બચાવવા ખસેડાય કે મરાય નહિ ? આપ ન કરો, પણ અમારે તો ધ્યાન રાખવાનું ને ? આપણી સમાધિ ન રહેતી હોય, આપણામાં સત્ત્વ-સહનશીલતા ન હોય તો ઉપાય વિચારવો. બાકી સાધુનો આચાર કેવો છે - એ સમજી રાખો. સાધુની ફરજ તો દુ:ખ ભોગવવાની જ છે. જ્યારે ગૃહસ્થની ફરજ સાધુને બચાવવાની છે. સાધુભગવંત તો મચ્છર કરડે તોપણ સહન કરવાના સ્વભાવવાળા હોય. મરણાંતકષ્ટ આવે તો મરવા તૈયાર થવું જ પડશે. સંલેખના બાર વર્ષની કરવાની હોય, પણ જે આકસ્મિક પ્રસંગ આવે તો તત્કાળ ચાર આહારનો ત્યાગ પણ કરવો પડે. આપણે મરણ પામીએ તોપણ દંડનો સમારંભ કરવો નહિ. મચ્છર ઉડાડવા માટે ધૂપધાણું લઈને આવનારાને ‘ખૂણામાં લઈ જાઓ’ એમ કહેવું - એ પણ એક પ્રકારનો દંડસમારંભ છે. પોતાની મેળે ધૂપધાણું કરવા આવે, કાજો લેવા કે પોતું કરવા આવે ત્યારે વિકસિત નજરે આસન છોડીને જગ્યા ખાલી કરી આપવી તેનું નામ દંડની અનુમોદના. સવ તેવા વખતે શું કરવાનું ? ભંગી ડોલ લઈને જાય ત્યારે જે રીતે જોઈએ તે રીતે જોવું. વિષ્ટા કરતાં પણ પાપ ભૂંડું લાગે અને પાપની જુગુપ્સા જાગે તો કામ થાય. દંડના સમારંભથી મકાન તો ચોખ્ખું થઈ જશે પણ સાથે આત્માની ધુલાઈ થશે – એ યાદ રાખવું. જ્યાં દંડસમારંભ કરવો પડે એવા સ્થાનેથી આપણે ખસી જવું. સ0 ઘરમાં માંકણ થાય તો ? ઘર છોડી દેવાનું, ઉપાશ્રયમાં આવતા રહેવાનું !! સૌથી પહેલાં તો એ વિચારો કે આવું બન્યું કેમ ? ઘરમાં સાફસફાઈ રાખીએ તો જીવજંતુ થાય જ નહિ. આ તો બધું સંઘર્યા કરે, સાફસૂફી કરે નહિ અને દીવાળીના દિવસોમાં બધું ઉલેચવા બેસે તો પારાવાર હિંસા થાય જ ને ? રોજની રોજ સફાઈ કરે તો કંથવા, કંસારી, માંકણ, વાંદા વગેરે થવાનો પ્રસંગ જ ન આવે. આ તો છાપાની પસ્તી વેચીને પણ તેની વસ્તુ ઉપજાવે. એ પસ્તીમાં કેટલી કંસારી-કંથવા વગેરે થાય ? પસ્તી વેચીને કંથવા મારીને પૈસા ભેગા કરવા એ શ્રાવકનો આચાર છે ? ૮) = શ્રાવક તો જે વસ્તુ નકામી થઈ ગઈ હોય તેનો યોગ્ય રીતે નિકાલ કરીને બધું ચોખ્ખચટ રાખે કે જેથી જીવજંતુનો ઉપદ્રવ થાય જ નહિ. જયણા એ ધર્મ છે. સાધુભગવંત દંડનો સમારંભ કરે નહિ, કરતાને અનુકૂળતા આપે નહિ અને તેમની અનુમોદના પણ ન કરે. ‘આ ક્ષેત્ર સરસ છે, બધી જ સગવડ છે, બધું ચોખ્ખુંચટ રાખે છે'... વગેરે બોલવું તે અનુમોદના છે. કરવા, કરાવવા કરતાં અનુમોદનાનું પાપ ઘણું છે, કારણ કે એ તો માત્ર મનથી જ કરવાનું છે. બેઠા હોય એક સ્થાને અને અનુમોદના આખી દુનિયાની કરાય. આખી દુનિયામાં દંડનો સમારંભ કરવા આપણે જવાના નથી, પણ ત્યાંના સમારંભની અનુમોદના અહીં બેઠાં પણ કરાય ને ? અનુમોદનાના પાપથી બચવું હોય તો મોઢે તાળું મારવું અને ભીંત સામે મોટું કરી ચોપડીમાં માથું નાંખીને બેસવું. જેને બોલબોલ કરવાની ને ડાફોળિયાં મારવાની ટેવ હોય તે અનુમોદનાના પાપથી બચી નહિ શકે. જેના કારણે પોતાની પ્રતિજ્ઞા ગુમાવી બેસવાનું થાય તેવી વાતમાં સાધુ રસ ન લે. જીવાવાભિગમના અધિકાર પછી આપણે બીજો અધિકાર શરૂ કર્યો છે. છયે જીવનિકાયના દંડનો સમારંભ મનથી, વચનથી કે કાયાથી કરવો નહિ, કરાવવો નહિ, કરતાને અનુમોદવા નહિ : આ પ્રમાણેની પ્રતિજ્ઞા વિરતિની છે. આઠ વરસનું બાળક હોય કે એંશી વરસના વૃદ્ધ હોય તોપણ વિરતિના પચ્ચખાણમાં કોઈ ફેરફાર નથી. પચ્ચખાણ ઉંમર જોઈને નથી અપાતું, યોગ્યતા જોઈન અપાય છે. આજ્ઞાનું પાલન ઓછુંવધતું થાય પણ પાપની નિવૃત્તિ તો એકસરખી જ હોય. જેની પાસે શક્તિ ન હોય, સહનશીલતા ન હોય તેના માટે અપવાદમાર્ગ ભગવાને જ બતાવેલો છે. ભગવાનની આજ્ઞા મુજબના અપવાદમાર્ગમાં પણ પાપ નથી. અને ઇચ્છા મુજબના ઉત્સર્ગમાર્ગમાં પણ પાપ છે. આપણી ઇચ્છાથી નિર્દોષ આહારાદિ લેવામાં પણ દોષ છે અને ભગવાનની આજ્ઞાથી દોષિત આહાર લેવા છતાં દોષ નથી. સ0 ભગવાનની આજ્ઞા વગર ઉત્સર્ગમાર્ગે ચાલવામાં નુકસાન શું ? સર્વ વિના ઉત્સર્ગે ચાલવાથી આર્તધ્યાન થાય, તેના કારણે પાપબંધ થવાથી દુર્ગતિમાં જવાનું થાય. ડોક્ટરના કહેવાથી ભૂખ્યા રહેવામાં પણ લાભ અને આપણી ઇચ્છાથી પૌષ્ટિક આહાર લેવામાં પણ નુકસાન છે. શ્રી ઉપદેશપદમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે અને શ્રી ઉપદેશરહસ્યમાં શ્રી યશોવિજયજી મહારાજે (૮૯)

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92