Book Title: Dash Vaikalik Sutra Part 03 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 7
________________ સ૦ પાપથી દુ:ખ આવે છે એમ જાણીએ તો છીએ. એ જાણકારી કેવી ? પેલા શેઠના જેવી ને ? જાણું છું, જાણું છું – કહે છતાં હલે નહિ - એવી ને ? એક શેઠને ત્યાં રાત્રે ચોર આવ્યા. શેઠાણી જાગી ગયાં એટલે શેઠને જગાડવા કહ્યું કે - આપણા ઘરનું બારણું ઉઘાડીને કોઈ અંદર પેસ્યું લાગે છે. શેઠે કહ્યું – જાણું છું. શેઠાણીએ કહ્યું કે પેસ્યા લાગે છે. શેઠ કહે - જાણું છું. શેઠાણી કહે કે બધો સામાન કોથળામાં ભરતા લાગે છે. શેઠ કહે – જાણું છું. શેઠાણી કહે હવે કોથળો ખભે મૂકીને ચાલ્યા લાગે છે. શેઠ કહે - જાણું છું. શેઠાણીએ કહ્યું – દાદર ચઢીને ઓરડામાં કબાટ ખોલીને તેમાંથી કે - ચોરો બધું લઈને ગયા. શેઠ કહે - જાણું છું. ત્યારે શેઠાણીએ અકળાઈને કહ્યું કે - તમારા જાણપણામાં ધૂળ પડી. સ૦ શેઠાણી કાચાં કહેવાય ! - તમે પણ ખરું કરો છો ! ભગવાન અને ગુરુભગવંત કાચા છે અને તમે પાકા છો, ખરું ને ? અનંતા તીર્થંકરભગવંતો આપણને ચેતવતા ગયા છે છતાં આપણે માન્યું નહિ એ આપણી ખામી છે. શેઠાણી કાચાં ન હતાં, શેઠની જાણકારી કાચી હતી માટે શેઠનું સર્વસ્વ લૂંટાઈ ગયું. ભગવાન અને ગુરુ આપણને ચેતવે છે કે ‘કષાયરૂપી ચોરો આપણા ગુણોરૂપી રત્નને લૂંટી જાય છે', છતાં આપણે તેમની વાત કાને ધરતા નથી - એ ખામી આપણી જ છે. શેઠના જેવી જાણકારી નથી જોઈતી. ‘અગ્નિ બાળે છે’ એની જાણકારી જેવી છે : એવી જાણકારી અહીં જોઈએ. ભગવાન પોતે પાપથી ડરતા હતા તેથી તમને ને અમને પણ પાપથી દૂર રહેવાનું જણાવ્યું. આપણે આત્માને, ભગવાનને, પુણ્ય- પાપને માનીએ ખરા ? આપણું આસ્તિય ક્યાંય પણ દેખાતું નથી ને ? આસ્તિય જેની પાસે હોય તે એકાદ ડગલું તો ચાલે ને ? તેની પ્રવૃત્તિમાં કદાચ ફરક ન પડે, પરિણામમાં તો ફરક પડે ને ? આપણે વરસોથી ધર્મ કરીએ છીએ, તો એટલી ખાતરી આપી શકીએ ખરા કે – ‘પાપ નિષુરતાપૂર્વક નથી જ કરતા' ? જે આત્માના અસ્તિત્વને માને તેને તો પોતાની પ્રવૃત્તિ અને ભગવાનની આજ્ઞાનો વિસંવાદ જોઈને હૈયામાં દુઃખ થયા વિના ન રહે. સમ્યગ્દર્શન જાણકારીમાં છે એની ના નહિ, પણ એ જાણકારી ‘અગ્નિ બાળે છે, વિષે મારે છે અને પાણી ડુબાડે છે” – એના (૧૦) - જેવી હોવી જોઈએ. સાચું કહો, અગ્નિ બાળે છે દુઃખ આવે છે એ શ્રદ્ધા મજબૂત ? સ બંન્ને. એ શ્રદ્ધા મજબૂત કે પાપથી અગ્નિથી જેટલા દૂર રહો એટલા પાપથી દૂર રહો ને ? સ૦ અગ્નિ તો તાત્કાલિક દઝાડે છે. અગ્નિ તો અડે ત્યારે દઝાડે, જ્યારે પાપ તો કરતાં પહેલાં પણ વિચારમાત્રથી જ આત્માને સંક્લિષ્ટ બનાવે છે. પાપનો વિચાર પણ આવે ત્યારથી સંક્લેશ, સંતાપની શરૂઆત થાય છે. છતાં પાપથી દુઃખ આવે છે - આવું માનવાની તૈયારી નથી ને ? પાપથી દુઃખ આવે છે એ શ્રદ્ધા તો બાજુ પર રહી, આપણી તો દુઃખ ટાળવા માટે પાપ કરવાની તૈયારી છે ને ? ઠંડીનું દુઃખ દૂર કરવા તાપણું કરો તે પાપ ને ? પાપ કરવાથી દુઃખ ટળે કે દુ:ખ આવે ? દુઃખનો પ્રતિકાર પાપ કર્યા વિના ન થાય. પાપથી બચવું હશે તો દુઃખ ભોગવી લેવાનો પરિણામ કેળવ્યા વિના નહિ ચાલે. દુ:ખ ટાળવાનો પરિણામ પાપબંધનું કારણ છે. જ્યારે દુ:ખ ભોગવવાનો પરિણામ એ કર્મનિર્જરાનું કારણ છે. જે મૂરખ હોય તે દુ:ખ ટાળવા માટે મહેનત કરે, જે ડાહ્યો હોય તે તો દુ:ખ ભોગવી લેવાનું જ પસંદ કરે. દુઃખ ટાળવાથી દુ:ખ બેવડાય છે એવું જાણ્યા પછી પણ રાતદિવસ દુ:ખ ટાળવા માટે જ પ્રયત્ન કરવો : આ તો મૂર્ખાઇનાં જ લક્ષણ છે ને ? દુ:ખ ટાળવાના બદલે દુ:ખ ભોગવવાનું મન થાય ત્યારે આસ્તિકતા આવી એમ સમજવું. દુ:ખ ટાળવાની ભાવના પડી હોય ત્યાં સુધી નાસ્તિકતા ગઈ નથી - એમ સમજી લેવું. સમ્યક્ત્વના લિંગમાં આસ્તિકતાનું ગ્રહણ કર્યું છે - એનું કારણ જ એ છે કે જે આત્માને માને તે સુખ મેળવવા અને દુઃખ ટાળવા માટે પ્રયત્ન ન કરે. સાચું સમ્યક્ત્વ જેમ સાતમે ગુણઠાણે છે તેમ સાચી આસ્તિકતા પણ સાતમે ગુણઠાણે રહેલી છે. ભગવાનના વચનની શ્રદ્ધા આસ્તિકતામાં સમાયેલી છે. આ શ્રદ્ધા જ ચારિત્રને નિરતિચાર બનાવે છે. આથી જ શ્રી આચારાંગસૂત્રમાં શ્રી સુધર્માસ્વામીજીએ શ્રી જંબૂસ્વામીજીને તથા આ શ્રી દશવૈકાલિકસૂત્રમાં (આઠમા અધ્યયનમાં) શ્રી શય્યભવસૂરિ મહારાજે શ્રી મનકમુનિને આ જ હિતશિક્ષા (૧૧)Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 92