Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 10
________________ કહેવાય. સાધુના દ્રવ્યનિક્ષેપાનો વિચાર કરીએ તો જે સાધુ થવાના હોય તેવા મુમુક્ષુને દ્રવ્યસાધુ કહેવાય તેમ જ ભાવસાધુના મૃતદેહને દ્રવ્યસાધુ કહેવાય. તીર્થંકર પરમાત્માના દ્રવ્યનિક્ષેપાનો વિચાર કરીએ તો; કેવળજ્ઞાન થાય નહિ ત્યાં સુધી તીર્થંકરના આત્માઓને દ્રવ્યતીર્થંકર કહેવાય. નિગોદમાં રહેલા તીર્થંકરના આત્માઓને દ્રવ્યતીર્થંકર કહેવાય. ઘણા આત્માઓ એવા છે કે જેઓ અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવે તો તીર્થંકર થવાની યોગ્યતા ધરાવે છે, છતાં પણ તેઓ ક્યારે પણ તીર્થંકર થવાના જ નથી. સવ યોગ્યતા હોય તો તીર્થંકર કેમ ન થાય અને તીર્થંકર ન થાય તો યોગ્યતા કેમ મનાય ? છે. નાની વાત તો ગહન છે, નિક્ષેપા એટલા ગહન નથી કે જેથી તેમાં અટવાઈ જઈએ. વસ્તુને જણાવનાર જે શબ્દ તે નામનિક્ષેપો છે અને સચેતન કે અચેતન વસ્તુનું તે નામ પાડ્યું હોય તો તે વસ્તુને પણ નામનિક્ષેપો કહેવાય. નામ હોય અને ગુણ ન હોય તો ન ગમે ને ? છતાં આવું નામ પાડવાનો, રાખવાનો કે બોલવાનો આશય એ છે કે - પાપ કરતાં આંચકો લાગે, પ્રવૃત્તિ બદલવાનો વિચાર આવે, જીવનમાં પરિવર્તન આવે, ગુણો મેળવવાનું મન થાય. જેમ ઘડાનું દષ્ટાંત સમજાવ્યું તેમ તીર્થંકર પરમાત્માનું દષ્ટાંત પણ યાદ રાખવું. પરમાત્માનું નામ તે નામનિક્ષેપો. કોઈનું ભગવાન નામ પાડ્યું હોય તે નામનિક્ષેપો. કોઈ માસિકનું તીર્થંકર નામ પાડ્યું હોય તો તેને પણ નામતીર્થકર કહેવાય. નામથી ઘડો, નામથી સાધુ. નામથી માણસ..... આવું બોલીએ છીએ, તેથી તેને નામનિક્ષેપો કહેવાય. ભાવભૂત વસ્તુનો આકાર દેખાય કે ન દેખાય, પરંતુ તે ભાવના ઉદેશથી જે ધારણા કરી હોય તેને સ્થાપનાનિક્ષેપો કહેવાય છે. સ્થાપના ભાવની હોય છે, નામની કે દ્રવ્યની નહિ. નામ અને દ્રવ્ય તો ભાવથી વિનિમુક્ત હોય છે, જ્યારે સ્થાપનામાં ભાવનો આરોપ હોય છે. ભાવને સમાવવાના ઈરાદે જે સ્થપાય તેને સ્થાપના કહેવાય. આ સ્થાપનાના સભૂત (સાકાર) કે અસદ્ભૂત (નિરાકાર) ભેદ પડે, પ્રશસ્ત કે અપ્રશસ્ત ભેદ પડે, ઇત્વરકથિક કે યાવન્કથિક : એવો ભેદ પડે. જીવંત કે મૃત : આ ભેદ સ્થાપનાનો નથી. ભાવસાધુની સ્થાપના કરી હોય તો તે જીવંતની જ હોય, મૃતાવસ્થાની નહિ. પ્રશસ્ત ભાવનિક્ષેપાની સ્થાપના પ્રરાસ્ત હોય અને અપ્રશસ્તભાવની સ્થાપના અપ્રશસ્ત હોય. ભાવનિક્ષેપાનો આકાર સ્થાપનામાં દેખાય તો તેને સદ્ભૂત સ્થાપના કહેવાય અને આકાર ન દેખાતો હોય તો તેને અસદ્દભૂત સ્થાપના કહેવાય. પ્રતિમાજી એ સદ્દભૂત સ્થાપના છે જ્યારે આંગળીના વેઢે ધારણા કરીને જણાવાય તથા ચંદનક વગેરેમાં જે સ્થાપના કરાય તે અસદ્દભૂત સ્થાપના કહેવાય. આ સ્થાપના માત્ર અલ્પસમય માટે કરાય તો તેને ઇતરકથિક કહેવાય. જેમ કે નવકારપંચિંદિય બોલીને જે સ્થાપના કરાય તેને ઇત્વરકથિક સ્થાપના કહેવાય. જ્યારે પ્રતિમાજી વગેરે માં કાયમ માટે જે સ્થાપના કરાય છે તેને યાવસ્કથિક કહેવાય છે. દ્રવ્યનિક્ષેપો તેને કહેવાય કે જેમાં વર્તમાનમાં ભાવનો સંબંધ હોતો નથી. જે ભૂતકાળમાં ભાવનો અનુભવ કરી ચૂક્યો હોય તેને અથવા ભવિષ્યમાં જે ભાવનો અનુભવ કરવાનો હોય તેને દ્રવ્યનિક્ષેપો a૬) = યોગ્યતા હોવા છતાં સહકારીકારણનો યોગ ન થાય ત્યાં સુધી એ યોગ્યતા ફળ સુધી પહોંચાડનારી બનતી નથી, છતાં તેમાં ફળની યોગ્યતા મનાય છે. જેમ ચોખામાં ભાત થવાની યોગ્યતા હોવા છતાં ઘણા ચોખા એવા હોય છે કે જે પગ નીચે કચડાઈ જાય અને તેમાંથી ભાત ન બને. તોપણ એમાં ભાત થવાની યોગ્યતા મનાય ને ? રત્ન ખાણમાં હોય તો તેને રત્ન કહેવાય કે કોલસો ? જ્યારે બહાર નીકળે ત્યારે રત્ન તરીકેનો વ્યવહાર થાય એટલું. બાકી ખાણમાં રહેલા રત્નને રત્ન ન કહેવાય - એવું નહિ. નજીકમાં ભાવનું કારણ બનવાનું હોય ત્યારે તેમાં દ્રવ્યત્વનો વ્યવહાર થતો હોય છે પણ તેની પૂર્વે દ્રવ્યત્વ ન હોય એવું નહિ. શ્રી ચૈત્યવંદનભાષ્યમાં પણ કહ્યું છે - ટૂધ્વનિ ઉનાનીવા - જિનેશ્વરભગવંતનો આત્મા એ દ્રવ્યતીર્થંકર છે. દ્રવ્યનિક્ષેપો ભાવથી વિરહિત હોય. દ્રવ્યનિક્ષેપો ભાવશૂન્ય હોય પણ સ્થાપનાનિક્ષેપો ભાવશૂન્ય નથી હોતો. ભાવનિક્ષેપો તો ગુણસંપન્ન હોવાથી ભાવસ્વરૂપ છે. જે કામ જેનું હોય તે કરે ત્યારે ભાવનિક્ષેપો કહેવાય, ન કરે તો દ્રવ્યનિક્ષેપો કહેવાય. ઘડાનું કામ પાણી ભરી રાખવાનું છે. તેથી પાણી ભરેલો ઘડો હોય તેને ભાવઘડો કહેવાય. ગઈ કાલે જે ઘડામાં પાણી ભર્યું હતું, આવતી કાલે એમાં પાણી ભરવાનું છે પણ આજે એ ઘડામાં પાણી નથી ભર્યું તો તે ઘડાને આજે દ્રવ્યઘડો કહેવાય. એવી જ રીતે તીર્થંકરભગવંત પણ કેવળજ્ઞાન થયા બાદ જ્યારે સમવસરણમાં બેસીને દેશના આપે ત્યારે તેમને ભાવતીર્થકર કહેવાય. ભગવાન જ્યારે દેશના ન આપતા હોય (૧૭)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92