Book Title: Dash Vaikalik Sutra Part 03 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 8
________________ આપેલી કે - ‘ગાણ સધાઇ નિવૃન્તો તમેવ અનુપાને ના - જે શ્રદ્ધાથી આ સંસારમાંથી નીકળ્યો છે, એ જ શ્રદ્ધાનું અનુપાલન કરજે.' ચારિત્ર લીધા પછી પણ ચારિત્રનું પાલન કરવાનું ન જણાવતાં શ્રદ્ધાનું જ અનુપાલન કરવાનું જણાવ્યું છે - તેનું કારણ જ એ છે કે ચારિત્રમાં જે કાંઈ ખામી આવે છે તે શ્રદ્ધાની ખામીને લઈને જ આવે છે. સુખ છોડીને દુ:ખ વેઠવા માટે આવેલાને પણ દુઃખ હેય લાગવા માંડે અને સુખ ઉપાદેય લાગવા માંડે એટલે એના ચારિત્રમાં ખામી આવવાની જ. આષાઢાચાર્યે દીક્ષા છોડી દીધી તે ભગવાનના વચનની શ્રદ્ધા ગુમાવી બેઠા માટે જ ને ? મેઘકુમાર પણ દુ:ખને હેય માની દીક્ષા છોડવા તૈયાર થઈ ગયા, પરંતુ ભગવાને તેમને દુ:ખ વેઠવા તૈયાર કર્યા તો ચારિત્રમાં સ્થિર થઈ ગયા ને ? આપણી શી દશા છે ? દુ:ખ વેઠવાના બદલે મજેથી દુ:ખ ટાળી દઈએ છતાં સમ્યકત્વ ટકી રહે - એવું માની બેઠા છીએ ને ? ભોગનો ત્યાગ કર્યા પછી પણ ચિત્ત ભોગમાં છે કે ત્યાગમાં છે ? તાવના કારણે અરુચિ થાય ત્યારે ‘નહિ ખવાય તો અનશન કરીશું' - એવો વિચાર તો ન જ આવે, ઉપરથી ‘ખવાતું નથી’ - એની ફરિયાદ કરીએ ને ? આ બધું ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જે કરીએ છીએ તે છોડી દેવાની વાત નથી, જે ખૂટે છે તે મેળવી લેવાની વાત છે. વસ્તુ કાઢી નાંખવાની વાત નથી, તેને સુધારવાની વાત છે. શ્રદ્ધા મજબૂત ન હોય તો મજબૂત કરવી છે. શ્રદ્ધા જો મજબૂત હશે તો ચારિત્રમાં શિથિલતા નહિ આવે. આપણી આસ્તિકતાને ઘણાં કાણાં પડ્યાં છે. કેવી રીતે ક્યાં થિગડું મારવું - એ જણાવવા માટે જ મહાપુરુષોનો પ્રયત્ન છે. પરિષહ અને ઉપસર્ગ આપણી શ્રદ્ધાને ચાંચ મારી-મારીને વેરણ-છેરણ કરી ન નાંખે તે માટે શ્રદ્ધાને જાળવી લેવાની શિખામણ આપી છે. ગમે તેટલો તાવ માથે ચઢે તોપણ આપણે આખું ગામ માથે નથી લેવું. શાંતિથી પડ્યા રહેવું છે. આસ્તિકતાની પરીક્ષા દુઃખમાં જ થાય છે. સુખની અપેક્ષા મારીને નીકળેલાને પણ દુ:ખ અકારું લાગવા માંડે એટલે પાછી સુખની અપેક્ષા જાગે છે. તેથી જ દુઃખ ભોગવવાના પરિણામની રક્ષા કરી લઈએ તો આસ્તિકતા જળવાશે. આ અધ્યયનમાં અનુમાન પ્રમાણથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. આત્માને સિદ્ધ કરવા માટે અને આપણી બુદ્ધિમાં તથા હૈયામાં વાસ્તવિક કોટિનું આત્મતત્ત્વ પેસાડવા માટે મહાપુરુષોએ ગજબ પ્રયત્ન કર્યો છે. મૂળ સૂત્રની રચના (૧૨) = કરી શ્રી શય્યભવસૂરિ મહારાજે, નિયુક્તિ રચી શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે, ભાષ્યની રચના કરી શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે અને ટીકા રચી શ્રી હરિભદ્રસૂરિ મહારાજે : આ ચાર ચાર મહાપુરુષો ઉપકાર કરે અને એ પાછું આપણને ગુજરાતી ભાષામાં વાચનાદાતા સમજાવે છતાં આપણે આત્મતત્ત્વને ન માનીએ તો આપણા જેવું કમનસીબ બીજું કોણ ? આત્માની સિદ્ધિ કેવી રીતે કરી છે - એ તો હું અહીં વાંચી જઉં છું. તમારા માટે તો ‘અનુમાન પ્રમાણ એટલે કઈ વાડીનો મૂળો ?' એમ પૂછવું પડે - એવું છે ને ? અહીં જીવનું-આત્માનું સ્વરૂપ સમજાવવા માટે નિક્ષેપ, પ્રરૂપણા, લક્ષણ વગેરે દ્વારા બતાવ્યાં છે. તેમાં સૌથી પહેલાં જીવના નિક્ષેપા બતાવ્યા છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ : આ ચાર સાથે ક્ષેત્ર અને કાળ ભેગા થાય તો છ નિક્ષેપો થાય. એમાંથી અહીં ભાવજીવનો અધિકાર છે. ભાવજીવ હિંસારૂપ અધર્મથી છૂટે તે માટે આ બધું વર્ણન છે. આત્મા શરીર માટે પાપ કરે છે પણ એ ભોગવવાનો વખત તો આત્માને જ આવે છે. જે શરીરથી આત્મા પાપ કરે છે એ શરીર દુ:ખ ભોગવવા આવે છે એવું નથી. પાપ કરે મનુષ્યનું શરીર અને ભોગવે નરકનું શરીર : એ બેની વચ્ચે આત્મા ભીંસાયા કરે છે. આ અવસ્થામાંથી નીકળવા માટે આસ્તિકતાનો પાયો મજબૂત કરવો પડશે. આ પાયો કાચો છે તેથી ધર્મ કરવા છતાં તેમાં મજા આવતી નથી. અહીં જે રીતે આત્માનું સ્વરૂપે વર્ણવ્યું છે તે જ સમજાઈ જાય તો જીવનમાં આસ્તિકતા આવ્યા વિના ન રહે. શાસ્ત્રકારોએ સાધુસાધ્વીને બોદા રાખવાનું કામ કર્યું નથી. આમ છતાં સાધુસાધ્વી બોદાં રહ્યાં હોય તો તેમની બેદરકારીના કારણે. એક વાર આત્માને માની લઈએ તો પાપ કરવાનું ન બને. માત્ર ભગવાનના શાસનની જ નહિ, દુનિયાના દરેક શાસનની શરૂઆત આસ્તિકતાથી થાય છે. શાસ્ત્રની રચના પાપની ભયંકરતા સમજાવવા માટે છે. જે ભવ્યાત્મા હોય, ધર્મના અર્થી હોય તેને સૌથી પહેલાં પાપથી દૂર થવાનો ઉપદેશ આપ્યો છે. ધર્મ કરનારને જો પાપ ગમતું ન હોય તો, આજે નહિ તો કાલે એ પાપના વાતાવરણમાંથી એને દૂર કરી શકાય. પરંતુ જેને પાપ ગમતું હોય તેને પાપથી દૂર કરી ન શકાય. પાપના ભયના બદલે દુ:ખના ભયથી ધર્મની શરૂઆત કરી છે માટે ધર્મ લેખે નથી લાગતો. આજે ધર્મ કરનારની નજર પાપ ઉપર નથી, દુ:ખ ઉપર જ છે તેથી આસ્તિકતા આવતી નથી. આત્માને માને તેને પુણ્યપાપની ચિંતા થયા વિના ન રહે. દુ:ખ (૧૩)Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 92