Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 34
________________ નથી તેથી કાઠિન્ય એ પૃથ્વીનું લક્ષણ છે. અહીં એટલું યાદ રાખવું કે – પૃથ્વી એ જીવ નથી. પૃથ્વી અને પૃથ્વીકાય બંન્ને જુદા છે. પૃથ્વીકાય એ જીવ છે અને પૃથ્વી એ જીવનું શરીર છે. ‘આ ગધેડો છે જેનો એવો કુંભાર' આવું બોલીએ તેમાં કુંભાર અને ગધેડો : બંન્ને એક ન હોય ને ? તેમ ‘પૃથ્વી કાયા છે જેની તે પૃથ્વીકાય' અહીં પણ પૃથ્વી અને પૃથ્વીકાય એક નથી. પૃથ્વીરૂપ કાયા ગઘેડાના સ્થાને છે અને કુંભાર પૃથ્વીકાયના સ્થાને છે. ગધેડો કુંભારનો છે તેમ પૃથ્વી એ પૃથ્વીકાય જીવોનું શરીર છે. પૃથ્વીને શરીર તરીકે માનવાના કારણે જ તેમાં જીવ છે – એની સિદ્ધિ થઈ જાય છે, કારણ કે જીવના આશ્રયને શરીર કહેવાય છે. જેટલાં શરીર છે તે બધાં જ જીવાશ્રય છે. ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાયને કોઈ શરીર નથી કહેતું, કારણ કે તેમાં જીવ નથી. જે જીવોનું શરીર પૃથ્વી છે તે જીવોને પૃથ્વીકાય જીવો કહેવાય છે. તે પૃથ્વીકાય શબ્દને સ્વાર્થમાં બ્લ્યૂ પ્રત્યય કરવાથી પૃથ્વીકાયિક શબ્દ બને છે. એ જ રીતે પાણી છે કાયા જેની તેવા જીવોને અસ્કાય કહેવાય છે. પ્રવાહીરૂપ વસ્તુ હોય તેમાં સામાન્યથી અપ્લાયના જીવો છે એમ સમજી લેવું. પાણીને અપ્કાય ન કહેવાય. પાણી એ અપ્કાયનું શરીર છે. એ જ રીતે અગ્નિ છે શરીર જેનું તેવા જીવોને તેઉકાય કહેવાય છે. પવન છે શરીર જેનું તેવા જીવોને વાયુકાય કહેવાય અને વનસ્પતિ છે શરીર જેનું તેવા જીવોને વનસ્પતિકાય કહેવાય છે. તેમ જ ત્રાસ પામવાના સ્વભાવવાળા, હલનચલન કરતા, ત્રસ છે કાયા જેમની તેવા જીવોને ત્રસકાય કહેવાય છે. અહીં પૃથ્વીકાયાદિમાં એકેક અનુમાનથી જીવત્વની સિદ્ધિ કરી છે, વિસ્તારથી શ્રી આચારાંગસૂત્રમાં કરી છે. ત્રસકાય જીવો તો હાલતાચાલતા દેખાતા હોવાથી તેમાં જીવત્વ પ્રત્યક્ષસિદ્ધ છે, તેથી તેમાં અનુમાન આપવાની જરૂર નથી. હવે પૃથ્વીકાયાદિ જીવોનો ક્રમ આ પ્રમાણે કેમ આપ્યો છે – તેનું કારણ જણાવે છે : બધા જીવોનો આધાર પૃથ્વી હોવાથી સૌથી પહેલાં પૃથ્વીકાયિકજીવોનું ગ્રહણ કર્યું છે. અન્યદર્શનકારો આકાશને સર્વનો આધાર માને છે. જોકે આકાશને આધાર માન્યા પછી પણ આકાશમાં અધ્ધર તો નહિ રહેવાય તેથી પૃથ્વીને બધાનો આધાર મનાય છે. આકાશ સર્વ દ્રવ્યનો આધાર છે. તેમાંથી પૃથ્વી આકાશના આધારે રહે છે, પણ બીજાં જીવાદિક દ્રવ્યો પૃથ્વીના આધારે રહે છે. તેથી પહેલાં પૃથ્વીકાયના જીવો જણાવ્યા. ત્યાર બાદ પૃથ્વીના પેટાળમાં પાણી રહેતું હોવાથી (૬૪) અસ્કાય બતાવ્યા. પાણીનો પ્રતિપક્ષ (વિરોધી) અગ્નિ હોવાથી અપ્લાય પછી તેઉકાય જણાવ્યા છે. અગ્નિને ઉપદંભ કરનાર અર્થાદ્વધારનાર પવન હોવાથી અગ્નિકાય પછી વાઉકાય જણાવ્યા છે. ત્યાર બાદ વાયુનું અનુમાન શાખા વગેરેના હલનચલન ઉપરથી કરાતું હોવાથી વાયુકાય પછી વનસ્પતિકાય બતાવ્યા અને ત્યાર બાદ વનસ્પતિ ત્રસજીવોની ઉપગ્રાહક હોવાથી અર્થાત્ ત્રસ જીવો ઉપર ઉપગ્રહ-ઉપકાર કરનાર હોવાથી વનસ્પતિકાય પછી ત્રસકાયજીવો જણાવ્યા. સ∞ વાયુ સ્થાવરજીવ છે તો તેની ગતિ કઈ રીતે થાય ? વાયુની ગતિ સ્વભાવથી થાય છે. કાંટાની તીક્ષ્ણતા જેમ સ્વભાવથી હોય છે તેમ અગ્નિ અને વાયુની ગતિ સ્વભાવથી હોય છે. તેઉ અને વાઉ સ્થાવર હોવા છતાં ગતિથી ત્રસ હોવાથી તેમની ગતિ થાય છે. તમે ત્રસ અને સ્થાવરની વ્યાખ્યા ખોટી કરો છો. જે હલનચલન કરે તે ત્રસ અને હલનચલન ન કરે તે સ્થાવર : એવી વ્યાખ્યા નથી. જે ત્રસનામકર્મના ઉદયવાળા હોય તેમને ત્રસ કહેવાય અને સ્થાવરનામકર્મના ઉદયવાળા હોય તેમને સ્થાવર કહેવાય. તેઉ અને વાયુ કર્મથી સ્થાવર હોવા છતાં ગતિથી ત્રસ છે તેથી તેમને શાસ્ત્રમાં ગતિત્રસ કહ્યા છે. હવે પૃથ્વી વગેરે, જીવોનાં શરીર હોવાથી તે સચિત્ત હોય છે – તે જણાવે છે. પૃથ્વી સચિત્ત છે એટલે કે સજીવ છે. આના ઉપરથી પણ પૃથ્વી એ જીવ નથી, જીવવાળી છે – એમ સમજી શકાય છે. આ પૃથ્વી પાછી અનેક જીવવાળી છે. વેદાંતીઓ 'પૃથિવી દેવતા', ‘આપો દેવતા' ઇત્યાદિ વચનથી પૃથ્વીદેવતાનો એક જ જીવ માને છે, પરંતુ એવું નથી : તે જણાવવા માટે પૃથ્વીને અનેકજીવવાળી જણાવી. માત્ર એક પૃથ્વીકાયનો જીવ આપણા વ્યવહારમાં આવતો નથી. જે વ્યવહારમાં આવે તે અસંખ્યાત જીવો ભેગા થયા હોય તો જ આવે. તેથી નક્કી છે કે જ્યાં એક પૃથ્વીકાયની વિરાધના થાય ત્યાં નિયમા અસંખ્યાતની વિરાધના થાય છે. આથી જ આ સંસારમાં પાપનો પાર નથી. આ સંસાર અનંતદુઃખમય કહ્યો છે – એનું કારણ એ છે કે આ સંસાર અનંતપાપમય છે. જો આ સંસારમાં આટલી વિરાધના થતી હોય તો આ સંસારમાં રહેવાય કઇ રીતે ? આ ‘અનેકજીવા’ પદ પણ સંસાર પ્રત્યે વૈરાગ્ય પેદા કરાવે એવું છે. અહીં મૂળમાં ‘ચિત્તમંત’ના બદલે ‘ચિત્તમત્ત' આવો પાઠાંતર હોય તો તેનો અર્થ કરતાં ટીકામાં જણાવ્યું છે (૬૫)

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92