________________
જ અમારે આયંબિલ કરીને જોગમાં આ સૂત્ર ભણાવાય છે. તપ અને ક્રિયાનું કષ્ટ વેર્યું હોય પછી આ સૂત્રો આદરપૂર્વક ભણી શકાય. આ તો તમને વગર કરે સાંભળવા મળ્યું છે તેથી તેની કદર ન હોવાથી ઊંઘ આવે છે. બાકી આ વિષય તો ઊંઘ ઉડાડી દે એવો છે. આત્માનું - આપણું પોતાનું અસ્તિત્વ સિદ્ધ થતું હોય તો તે સાંભળવા માટે જાગતા રહેવું જોઈએ ને ? અહીં પરિભોગદ્વારમાં જણાવે છે કે જે ભોગ્ય હોય તેનો ભોક્તા હોય જ. ભાતની થાળી પીરસી હોય તો તેને ખાનારો કોઈકને કોઈક તો હોય જ ને ? જેટલી ખાવાની ચીજ છે તે બધી ભોગ્ય છે, તેનો ભોક્તા કોઈક હોય છે. તે રીતે આ શરીર પણ ભોગ્ય છે તો તેનો ભોક્તા પણ હોવો જોઈએ, તે આત્મા છે. શરીરને ભોક્તા માની શકાય એવું નથી. પથારીથી માંડીને વસ્ત્ર વગેરે જેટલી પણ ચીજ વપરાશમાં આવે છે તે બધી જ ભોગ્ય છે. તેનો ભોક્તા આત્મા છે. જો શરીરને ભોક્તા માનીએ તો મડદાને પણ ભોગવટો માનવો પડે. મડદું તો ભોગ કે ઉપભોગનો કોઈ વ્યવહાર કરતું નથી.
સવ શરીર આત્મા માટે ભોગ્ય હોય પણ બીજી વસ્તુનો તો ભોક્તા શરીરને માની શકાય ને ?
ના. આહારાદિ ભોગવટાની ક્રિયા વખતે પણ શરીર ભોક્તા નથી. મડદું આહાર કરે ? નહિ ને ? તેથી નક્કી છે કે ખાવાની ક્રિયા પણ શરીર દ્વારા આત્મા જ કરે છે. ગાડી ચાલે છે કે ચલાવનાર ગાડીને ચલાવે છે ? ગાડીની ચાલવાની ક્રિયા પણ ચલાવનારની પ્રેરણાને આભારી છે. તે રીતે ખાવા-પીવા કે પહેરવાઓઢવા વગેરેનો વ્યવહાર શરીર દ્વારા આત્મા જ કરે છે. માટે આત્મા જ ખાય છે અને આત્મા જ ભોગવે છે. આત્મા ભોક્તા છે અને શરીર ભોગ્ય છે. શરીર જો ભોગ્ય હોય તો ધ્યાન ભોક્તાનું રાખવાનું કે ભોગ્યનું ? પહેલાં ખાવાનું સાચવવાનું કે ખાનારને સાચવવાનો ? ખાનારને ને ? ખાનાર હશે તો ખાવાનું સાચવેલું કામ લાગશે. તેમ શરીરને સાચવવા પહેલાં આત્માને સાચવવાની જરૂર છે. આજે અમારાં સાધુસાધ્વીને પણ મૂરખ કહેવા પડે એવું છે. કારણ કે આત્માનું મહત્ત્વ સમજીને આત્માની સારવાર કરવા માટે સાધુપણામાં આવ્યા પછી પણ શરીર પાછળ જ દોડાદોડ કરે છે. આ મહાપુરુષોએ આત્માના અસ્તિત્વને જણાવવા માટે, મનાવવા માટે આટલા બધા પ્રયાસ કર્યા છે, આમ છતાં આપણે આત્માને ગૌણ બનાવી, શરીરને પ્રાધાન્ય આપીએ તો આપણા જેવું મૂરખ બીજું કોણ કહેવાય ?
(૩૨) =
(૩) યોગ : યોગ એટલે પ્રવૃત્તિનું અથવા જ્ઞાનનું સાધન. અહીં મન, વચન, કાયા સ્વરૂપ કરણને યોગસ્વરૂપ જણાવ્યા છે અથવા તો મન અને સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયો સ્વરૂપ કરણને યોગ તરીકે જાણવા. વિષયોને ગ્રહણ કરવાનું સાધન ઇન્દ્રિયો છે જ્યારે જ્ઞાનને તથા સુખાદિને ગ્રહણ કરવાનું સાધન મન છે. મનવચનકાયા સ્વરૂપ યોગ અથવા તો પાંચ ઇન્દ્રિયો અને મનસ્વરૂપ કરણ વડે જે કાંઈ પ્રવૃત્તિ થાય છે, તેનો પ્રયોજક-કર્તા કોઈને કોઈ હોવો જોઈએ, એ કર્તા આત્મા છે. જેમ લાકડાં કાપવા માટેનું સાધન કુહાડો છે, પણ તે છેદનક્રિયા સુથાર વગર થતી નથી. કુહાડાસ્વરૂપ સાધનનો પ્રયોક્તા જેમ અન્ય છે તેમ મન વગેરે યોગનો પ્રયોક્તા જે છે તે જ આત્મા છે. સુથાર વિના કુહાડાથી છેદન થતું નથી તેમ આત્મા વિના મન કે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થતું નથી. આ રીતે યોગના કારણે આત્માની સિદ્ધિ થાય છે. આ રીતે ત્રણ લક્ષણ જોઈ લીધાં. હવે ચોથું લક્ષણ કર્યું છે - એ યાદ છે ને ? આ બધું તમારે યાદ નથી રાખવાનું, અમારે જ યાદ રાખવાનું ને ? તમને દુકાનમાં માલના ભાવ એક વારમાં યાદ રહી જાય, મોબાઈલ નંબર પણ એક વારમાં યાદ રહી જાય, પણ આ બધું યાદ રાખવાનું ન ફાવે ને ?
(૪) ઉપયોગ : ઉપયોગ એ આત્માનું અધ્યભિચારી લક્ષણ છે. જે લક્ષણ લક્ષ્યનો ત્યાગ ન કરે તેને તેનું અધ્યભિચારી લક્ષણ કહેવાય. ઉપયોગ બે પ્રકારનો છે : સાકાર(વિશેષ)ઉપયોગ અને અનાકાર-નિરાકાર(સામાન્ય)ઉપયોગ. વિરોષ ઉપયોગ જ્ઞાનસ્વરૂપ છે, સામાન્ય ઉપયોગ દર્શનસ્વરૂપ છે. આ જ્ઞાનોપયોગ કે દર્શનોપયોગ કાયમ માટે વિદ્યમાન હોવાથી તેના આશ્રયરૂપે સદ્ભૂત એવા આત્માની સિદ્ધિ થાય છે. જેના લક્ષણનો પરિત્યાગ થતો નથી તે વસ્તુ સદ્ભૂત હોય અસદ્દ ન હોય. અગ્નિ, ઉષ્ણતારૂપ પોતાના લક્ષણનો ત્યાગ કરતો ન હોવાથી અગ્નિ સત્ છે, એટલે કે ઉષ્ણતાના આશ્રયરૂપે જેમ અગ્નિની સિદ્ધિ થાય છે તેમ ઉપયોગરૂપ લક્ષણનો પણ ત્યાગ થતો ન હોવાથી ઉપયોગના આશ્રયરૂપે આત્માની સિદ્ધિ થાય છે.
સ0 બેભાન અવસ્થામાં પણ ઉપયોગ હોય ?
સુષમપણે ઉપયોગ હોય જ. બેભાન અવસ્થામાં પણ વેદના હોય છે, માત્ર એ વ્યક્ત કરી શકાતી નથી. શાસ્ત્રમાં દષ્ટાંત આપ્યું છે કે કોઈ માણસના મોઢામાં
(૩૩)