________________
આધારે તે અપ્રત્યક્ષ વસ્તુનું જ્ઞાન કરવું તેને અનુમાન પ્રમાણ કહેવાય છે. લક્ષણના કારણે પ્રત્યક્ષભૂત વસ્તુનું પણ જ્ઞાન થાય છે અને પરોક્ષભૂત વસ્તુનું પણ જ્ઞાન થાય છે. અગ્નિનાં બે લક્ષણ છે : ઉષ્ણતાસ્વરૂપ લક્ષણના કારણે પ્રત્યક્ષભૂત અગ્નિનું જ્ઞાન થાય છે જ્યારે ધુમાડાના કારણે પરોક્ષ એવા પણ અગ્નિનું જ્ઞાન થાય છે. ઉષ્ણતા એ અગ્નિનું અવ્યભિચારી લક્ષણ છે. કારણ કે અગ્નિ હોય ત્યાં ઉષ્ણતા હોય જ. જ્યારે અગ્નિ હોય ત્યારે ધુમાડો હોય કે ન પણ હોય, તેથી ધુમાડો એ અગ્નિનું વ્યભિચારી લક્ષણ છે. અનુમાન પ્રમાણમાં પાંચ વાક્યનો પ્રયોગ કરાય છે, જેને ન્યાયદર્શનની પરિભાષામાં પંચાયવવાક્ય કહેવાય છે. જ્યારે પર્વતમાં ધુમાડાના કારણે અગ્નિનું જ્ઞાન કરવું હોય ત્યારે આ પ્રમાણે પાંચ વાક્યનો પ્રયોગ કરાય છે : ‘પર્વત અગ્નિવાળો છે' અથવા ‘પર્વત ઉપર અગ્નિ બળે છે.' - આ પહેલું (૧) પ્રતિજ્ઞાવાક્ય છે. ત્યાર બાદ અગ્નિનું જ્ઞાન શેના આધારે કર્યું તે જણાવનાર ‘ધુમાડાના કારણે, આ બીજું (૨) હેતુવાક્ય છે. ‘ધુમાડો જ્યાં જ્યાં હોય ત્યાં અગ્નિ હોય જ.' - આવા પ્રકારના નિયમનને જણાવવા માટે રસોડા વગેરેને ઉદાહરણ તરીકે જણાવવા એ ત્રીજું (૩) ઉદાહરણવાક્ય છે. 'રસોડામાં જેમ અગ્નિની સાથે ધુમાડો છે તેવો જ ધુમાડો પર્વત ઉપર છે.' આ રીતે રસોડાના ઉદાહરણને પર્વત સાથે ઘટાડવું – તેને ચોથું (૪) ઉપનયવાક્ય કહેવાય છે. અને અંતે ઉપનય ઘટવાના કારણે નિર્ણય પર આવવું કે ‘પર્વત ઉપર અગ્નિ છે' - તે પાંચમું (૫) નિગમનવાક્ય છે. આ રીતે અનુમાનપ્રમાણથી કોઈ પણ પદાર્થની સિદ્ધિ કરવી હોય તો આ પાંચ વાક્યનો પ્રયોગ કરાતો હોય છે. આથી અહીં ચોથા અધ્યયનની નિયુક્તિમાં ભાષ્યની ગાથા દ્વારા આદાનાદિ લક્ષણ દ્વારા આત્માની સિદ્ધિ કઈ રીતે થાય છે - તે પ્રયોગ દ્વારા જણાવ્યું છે. આપણે સામાન્યથી એનો પણ વિચાર કરી લઈએ.
(૧) આદાન : અહીં પહેલું લક્ષણ ‘આદાન’ જણાવ્યું છે. આદાન એટલે ગ્રહણ કરવાનું - પકડવાનું સાધન અથવા પકડવાની ક્રિયા, આય એટલે પકડવાયોગ્ય - ગ્રહણ કરવા યોગ્ય અને આદાતા એટલે ગ્રહણ કરનાર-પકડનાર. અગ્નિમાં તપાવેલા લોઢાને પકડવા માટે સાણસાની જરૂર પડે. તેથી સાણસો એ આદાન છે અને તપાવેલ લોપિંડ એ આદેય છે. આ આદાન અને આદેયને પ્રવર્તાવનાર લોહકાર-લુહાર એ આદાતા છે. લુહાર કર્તા છે, લોઢાનો ગોળો એ
હB૦) =
કર્મ છે અને સાણસો એ કરણ છે. કર્મ અને કરણની ક્રિયા કર્તાની ક્રિયાને આભારી છે. લુહાર જો પકડવાની ક્રિયા ન કરે તો સાણસાથી લોઢું ન પકડાય ને ? આદેય અને આદાનથી અતિરિક્ત એવો આદાતા હોય તો જ આદાન-આદેયનો વ્યવહાર થાય. સાધક વિના સાધ્યસાધનભાવ ન ઘટે તેમ આદાતા (ગ્રાહક) વિના આદાનઆદેયભાવ ન ઘટે. સાણસો જેમ લોઢાને ગ્રહણ કરે છે તેમ આ શરીર-ઇન્દ્રિયો રૂપાદિ વિષયને ગ્રહણ કરે છે. વિષયો આદેય છે, ઇન્દ્રિયો આદાન છે. સાણસાથી લોઢાને ગ્રહણ કરનાર જેમ લુહાર છે તેમ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરનાર કોઈ હોવો જોઈએ ને ? તે જ આત્મા છે. વિષયોનું ગ્રાહક શરીર નથી, મડદુ કોઈ વસ્તુને ગ્રહણ કરે છે ? નહિ ને ? તેથી નક્કી છે કે આત્મા જ શરીરઇન્દ્રિય દ્વારા વિષયોને ગ્રહણ કરે છે. આ રીતે આદાનક્રિયા દ્વારા આત્માની સિદ્ધિ થાય છે તેથી ‘આદાન” એ આત્માનું લક્ષણ છે. ઘટાદિ પદાર્થોનો વ્યવહાર જેમ કુંભારાદિ કરે છે તેમ આ ચૌદ રાજલોકમાં ઔદારિકાદિ વર્ગણા સ્વરૂપ જે અચેતન પદાર્થો પડ્યા છે તેને પ્રવર્તાવવાનું કામ જે કરે છે તે આત્મા છે. ધર્મ પણ આત્મા કરે છે, અધર્મ પણ આત્મા કરે છે. કર્મને આધીન આત્મા અધર્મ કરે, કર્મને આધીન ન થાય તે ધર્મ કરે.
સવ શરીરનું સંચાલન કરનાર મગજ છે. અને મગજનું સંચાલન કરનાર આત્મા છે. સ0 મગજ સ્વયં સંચાલિત થાય ને ?
તો મડદાનું મગજ સંચાલિત કેમ નથી થતું ? શરીર ચેતન નથી, આત્મા ચેતન છે. આત્માના કારણે જ શરીરમાં ચૈતન્ય દેખાય છે. જેમ ઘડામાં પાણી હોય છે, ઘડો એ પાણી નથી; પાણીના કારણે ઘડો ભીનો થાય અને પાણીની શીતલતા ઘડામાં વર્તાય તેની જેમ આત્માના કારણે શરીરમાં ચૈતન્ય જણાય છે.
(૨) પરિભોગ : આદાન ક્રિયાની જેમ પરિભોગક્રિયાના કારણે પણ આત્માની સિદ્ધિ થાય છે. આપણે આત્માની સિદ્ધિ માટે લક્ષણદ્વાર શરૂ કર્યું છે. આ વિષય અઘરો લાગે છે ? ઊંઘ આવે એવો આ વિષય છે કે ઊંઘ ઊડી જાય એવો ? બપોરનો સમય હોય અને સરસ આહાર કર્યો હોય તો ઝોકાં આવે ને ? આથી
(૩૧)