________________
જણાવવા પડે, એ અતિચાર ટાળવાના ઉપાય બતાવવા પડે. આ બધાના મૂળમાં આત્માનું અસ્તિત્વ કામ કરે છે. ભગવાનના માર્ગ પ્રત્યે શ્રદ્ધા જાગે અને આત્માનું અસ્તિત્વ સ્વીકારાય તો કોઈ પાપ કરી ન શકે. શરીરના રોગના કારણે પાપની શરૂઆત થાય છે અને આત્માનું અસ્તિત્વ સ્વીકારવાના કારણે પાપનો અંત આવે છે. આથી જ અહીં નિયુક્તિમાં આત્માના અસ્તિત્વને વિસ્તારથી જણાવ્યું છે. સૂત્રના પરમાર્થને સમજાવવાની ભૂમિકા રચવાનું કામ નિયુક્તિ કરે છે. સૂત્રકારે જે સૂક્ષ્મ વાતો સ્થૂલ શબ્દો દ્વારા કરી હોય તે સૂક્ષ્મ વાતોને વિસ્તૃત રીતે સમજાવવાનું કામ નિયુક્તિકાર તથા ટીકાકાર કરે છે. પૂર્વપુરુષો જે પરમાત્માની વાતો કરી ગયા છે તે વાતોના પરમાર્થ સુધી પહોંચાડવાનું કામ ટીકાકાર વગેરે કરતા હોય છે. જે સહેલાઈથી સમજાય એવું નથી. તેને સમજાવવા માટેનો આ પ્રયત્ન છે, સૂત્રકાર કરતાં પોતાનું પાંડિત્ય બતાવવા માટે આ રચના નથી. ‘નિર્યુક્તિમાં ઘણું લાંબુંલાંબું જણાવ્યું છે' - એમ કહીને તેની ઉપેક્ષા નથી કરવી, ‘વિસ્તારથી અને ઊંડાણથી વાત કરી છે' - એમ સમજીને શ્રદ્ધા કેળવવી છે. સૂત્રમાં વિસ્તૃત અર્થ જણાવવાની ક્ષમતા છે ખરી, પણ આપણામાં એ સૂત્ર ઉપરથી સમજવાની ક્ષમતા નથી, માટે નિયુક્તિ અને ટીકાનો આધાર લઈને આપણે એના તાત્પર્ય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરીએ છીએ.
લેશ્યા એટલે જેના કારણે આત્મા ઉપર કર્મ લાગે, ચટે - તેવો પદાર્થ. આ વેશ્યા પુદગલ દ્રવ્યસ્વરૂપ પણ છે અને ભાવ-પરિણામસ્વરૂપ પણ છે. આત્મા સાથે કર્મને એકમેક કરીને એ કર્મને તેના વિપાક સુધી પહોંચાડવાનું કામ આ લેશ્યા કરે છે. તે તે પ્રકારનાં શુભાશુભ પુદ્ગલના કારણે શુભાશુભ લેશ્યાનો પરિણામ પેદા થાય છે – એ વાત સાચી, પરંતુ આ પરિણામ પેદા કરવાનું કામ આત્મા કરે છે. પુદ્ગલનું આલંબન લઈને પણ પરિણામ તો આત્મામાં જ પેદા થાય છે. ગુંદરના કારણે વસ્તુને ચોંટાડાય પણ સુંદર લગાડનાર કોઈક જોઈએ ને ? તેમ લેયાના પુદ્ગલનું આલંબન લેનાર પણ કોઈક હોવો જોઈએ - તે જ આત્મા છે. શુભાશુભ લેક્ષાના પરિણામથી યુક્ત એવું પરિણામી દ્રવ્ય હોવાના કારણે આત્મા સં–વિદ્યમાન છે. જેમ દૂધ, તેવા પ્રકારના ખટાશયુક્ત દ્રવ્યની સહાયથી દહીંરૂપે પરિણમે છે તેમ આત્મા પણ કૃષ્ણાદિ દ્રવ્યોની સહાયથી તે તે વેશ્યાના પરિણામવાળો બને છે. આ લેયાઓ કર્મની સ્થિતિનું નિયમન કરે
છે. લેયાઓ કર્મબંધને એવો ચીકણો કરી મૂકે છે કે તેના વિપાક સુધી આપણે પહોંચવું જ પડે. માટે આ લેયાઓને ટાળવી છે. લેયાઓ અશુભ કર્મને જેમ નિકાચિત કરે છે તેમ શુભ કર્મને પણ નિકાચિત કરે છે. અશાતાની જેમ શાતાને પણ નિકાચિત કરે છે. છતાં આપણને શાતા ભોગવવી ગમે છે અને અશાતા નથી ગમતી. શાતા પણ છેવટે કર્મનો વિપાક છે અને સંસારમાં ભોગવાય છે. જેને સાધુ થવું હોય તે શાતા ભોગવે નહિ. શાતાને બાજુએ મૂકે અને અશાતાની ઉદીરણા કરે તેનું નામ સાધુ. દીક્ષા પાળવી હશે તો શાતા સાથેનો લગાવ છોડી, અશાતા સાથે દોસ્તી બાંધવી પડશે. દુ:ખને ગળે લગાડીને ફરે તે જ દીક્ષા પાળી શકે. ભગવાન દુઃખની ઉદીરણા કરવા માટે અનાર્યદેશમાં ગયા. આપણે દુ:ખ ઊભું ન કરીએ, પણ આવેલું દુ:ખ રોતાં રોતાં ભોગવવાને બદલે પ્રસન્નતાથી ભોગવી લઈએ - એટલું તો બને ને ? સુખ ભોગવવું છે અને દુ:ખ ટાળવું છે : એ બરાબર નથી. ભોગવવું હોય તો દુ:ખ ભોગવવું છે અને ટાળવું હોય તો સુખ ટાળવું છે. આપણે સુખ ન છૂટકે ભોગવીએ કે દુ:ખ ? આપણે જેટલું સુખ ભોગવીએ છીએ, તે સુખ ભોગવ્યા વગર ચાલે એવું નથી માટે ભોગવીએ છીએ કે ભોગવવું છે માટે ? આપણી અવિરતિ બધી નિકાચિત હોય અને અશાતા અનિકાચિત હોય એમ સમજીને જ અવિરતિને ભોગવવાનું અને અશાતાને ટાળવાનું કામ ચાલુ છે ને ? આજે નહિ તો કાલે સુખનો રાગ ટાળી દુ:ખ ભોગવવા તૈયાર થવું જ પડશે. અભવ્યને પણ એટલી શ્રદ્ધા પાકી હોય છે કે ભગવાનના વચનથી વિપરીત વિચારવું નહિ, બોલવું નહિ અને વર્તવું નહિ. પરંતુ એની દશા એવી વિચિત્ર હોય છે કે - આચાર ચોખ્ખા પણ વિચાર (પરિણામ) ભંગાર; શ્રદ્ધા પાકી, પરંતુ હૈયું કોરુંધાકોર ! આપણે તો ભવ્ય છીએ ને ? તો હૈયાની શ્રદ્ધાથી ભગવાનનું વચન સ્વીકારી લેવું છે.
(૭) શ્વાસોશ્વાસ : લેહ્યા પછી ‘શ્વાસોશ્વાસ' લક્ષણે જણાવ્યું છે. શ્રમ કરનાર મજૂર વગેરેને શ્વાસ ચઢે છે તે જેમ પ્રત્યક્ષસિદ્ધ છે તેમ શ્વાસ લેનાર- મૂકનાર જે દ્રવ્ય છે તે આત્મા છે - એવું સિદ્ધ થાય છે. અહીં આત્માનાં જે લક્ષણો બતાવ્યાં છે તેમાંથી મોટાભાગનાં લક્ષણ શુદ્ધ આત્માનાં નથી, પરંતુ સાથે અજીવ-જડનાં પણ નથી - એટલું યાદ રાખવું. અજીવના ધર્મથી વિલક્ષણ એવા શ્વાસોશ્વાસાદિ લક્ષણના આશ્રયભૂત જીવતત્ત્વને માન્યા વિના ચાલે એવું નથી. જડ પદાર્થ
(૩૭)