________________
એવો હોવો જોઈએ કે જેને કહેતાં ગુરુ ન થાકે. ગુરુ શિષ્યને જે પદો જણાવે છે તે પદો વિશેષ અર્થને સમજાવનાર હોય તો તેને શ્રુત કહેવાય.
આ રીતે શ્રુતની વ્યાખ્યા કરીને હવે તેની બીજી વિશેષતાઓ જણાવે છે કે જે વાગ્યોગમાત્રસ્વરૂપ છે, તે શ્રુત છે. તે વખતે વચનનો વ્યાપાર મુખ્યપણે હોય છે, કાયાનો વ્યાપાર તેમાં ભળેલો હોતો નથી. શિષ્યને વાચના આપે ગુરુ ત્યારે પ્રવચનમુદ્રામાં આપે. વાચના આપતી વખતે વક્તાની કાયામાં વિકાર દેખાય તો તે તેના જ્ઞાનની, તેની વાણીની ખામીને સૂચવે છે. જેની પાસે જ્ઞાન નક્કર હોય તે શરીર ન હલાવે; તેની કાયા સંલીન હોય, માત્ર વાણીનો વ્યાપાર ચાલુ હોય. હાથ ઊંચા કરવા, પાટ ઉપર હાથ પછાડવા વગેરે કાયાનો વ્યાપાર જેમાં ન હોય તેવા વચનયોગસ્વરૂપ શ્રુત હોય છે. કુશળ વક્તાની વાણી જ વેધક હોવાથી તેને કાયાનો વ્યાપાર કરવો પડતો નથી. ત્યાર બાદ જણાવે છે કે આ શ્રુત શ્રી તીર્થંકર પરમાત્માના મુખકમળમાંથી નીકળેલું હોવાની સાથે શ્રોતાઓના કર્ણયુગલસ્વરૂપ બખોલમાં પ્રવેશ પામેલું હોય તો જ તે શ્રુત કહેવાય છે. શ્રોતા બેધ્યાનપૂર્વક સાંભળે કે ઊંઘમાં સાંભળે તો તેને શ્રુત નથી કહેવાતું. તેમ જ જે ક્ષયોપશમભાવના પરિણામના આવિર્ભાવનું કારણ હોય તે શ્રુત કહેવાય છે, જે ઔદિયકભાવને પુષ્ટ કરે તેને શ્રુત ન કહેવાય. ભગવાનનું વચન સાંભળ્યા પછી ‘એ જ સાચું છે' એવું લાગે તો ક્ષયોપશમભાવ આવ્યો એમ સમજવું. વચન સારું લાગ્યા કરે - એ ઔદિયકભાવનું લક્ષણ છે અને વચન સાચું લાગે – તે ક્ષયોપશમભાવનું લક્ષણ છે. સાચા અને સારામાં અંતર છે. વચનને સાચું માનનાર એ વચન મુજબ જીવન ગોઠવવા માટે તત્પર બને છે, જ્યારે વચનને સારું માનનારાનું હૈયું હલી જાય તોય પોતે ત્યાં ને ત્યાં જ ઊભો રહે છે. રોહિણિયો ચોર ભગવાનનું એક વચન સાંભળીને ચોર મટી ગયો. રોહિણિયા ચોરને તેના પિતાએ ભગવાનનું વચન સાંભળવાની ના પાડી હતી. કારણ તે માનતા હતા કે ભગવાનની વાત સાંભળે તે ચોરી ન કરી શકે. એક વાર સમવસરણ પાસેથી પસાર થતાં, ભગવાનનું વચન કાને ન પડે તે માટે કાનમાં આંગળી નાંખીને જતાં તેના પગમાં કાંટો વાગ્યો. એ કાંટો કાઢવા માટે કાનમાંથી આંગળાં કાઢ્યાં તે વખતે તેણે ભગવાનનું એટલું વચન સાંભળ્યું કે - દેવો જમીનથી ચાર આંગળ અધ્ધર ચાલે છે અને આંખની પાંપણ હલતી નથી હોતી, તેમનાં નેત્રો અનિમેષ હોય
(૪૬)
છે.' આ રોહિણિયો ચોર પકડાતો ન હતો. તેથી તેને પકડવા માટે શ્રી અભયકુમારે વ્યૂહ રચ્યો. રોહિણિયાને કાંઇક ખવડાવીને બેભાન કરી રાજમહેલમાં લઇ આવ્યા. ત્યાં દેવલોકની રચના કરી હતી, દેવદેવીઓ ત્યાં ફરી રહ્યા હોય તેવું વાતાવરણ ખડું કરેલું. ત્યાં શય્યામાં તેને સુવાડ્યો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે જાણે દેવલોકમાં ઉત્પન્ન થયો હોય તેમ દેવીઓ તેને વીંટળાઈ વળી અને પૂછવા લાગી કે ‘તમે પૂર્વભવમાં કયાં કુત અને દુષ્કૃત કરેલાં ?' શ્રી અભયકુમારને એમ કે પોતે દેવલોકમાં ઉત્પન્ન થયો છે એમ સમજીને રોહિણિયો ચોરીની કબૂલાત કરી લેશે. પરંતુ રોહિણિયાએ જોયું કે આ બધા તો જમીન પર ચાલે છે ને આંખો પટપટાવે છે - તેથી તે સમજી ગયો કે આ કાવતરું લાગે છે. આથી ત્યાં પણ તે ખોટું બોલીને છૂટી ગયો. પરંતુ તે વખતે તેને વિચાર આવ્યો કે ભગવાનનું એક વચન સાંભળવાથી મોતની સજામાંથી બચી ગયો તો બધાં વચન માનું તો મારા આત્માનું કલ્યાણ થયા વિના ન રહે. આથી ચોરી કરવાનું છોડીને દીક્ષા લેવા તૈયાર થયો : આનું નામ ક્ષયોપશમભાવ. તેણે એવું ન વિચાર્યું કે એક વચનથી મંત્રીને છેતર્યા તો હવે બીજા વચનથી રાજાને છેતરું ! તમે શું કરો ? થોડો ધર્મ કરવાથી અહીં સુખી થયા તો દેવલોકનાં સુખો મેળવવા વધુ ધર્મ કરવા તૈયાર થઇ જાઓ ને ? - આનું નામ ઔદિયકભાવ. ભગવાનનું વચન જલસા કરવા માટે નથી માનવાનું, કટ ભોગવવા માટે માનવાનું છે. જેને કષ્ટ ભોગવવું નથી તે જલસા કરવા માટે ભગવાનનું વચન માને છે એમ સમજી લેવું.
-
જ્યાં સુધી કાન છે ત્યાં સુધી સાંભળવાનું તો બનવાનું જ છે, પરંતુ ‘શું સાંભળવું’ ને ‘શું ન સાંભળવું' તેનો વિવેક આપણે જાતે કરવાનો છે. જેને મોક્ષની આરાધના કરવી હોય તેણે ઔયિકભાવની વાત ન સાંભળવી, વીતરાગપરમાત્માએ કહેલી વાત જ સાંભળવી. જે શ્વેત સાંભળવાનું છે તેની વ્યાખ્યા અહીં સરસ કરી છે. ‘કોની પાસે સાંભળવું ?' તે માટે જણાવ્યું કે વીતરાગ પરમાત્મા પાસે સાંભળવું. ‘કઈ રીતે સાંભળવું ?' તો કહ્યું કે કાનમાં પેસે એ રીતે અપ્રમત્તપણે સાંભળવું. 'શું સાંભળવું ?' તો કહ્યું કે - પ્રતિવિશિષ્ટ અર્થ સાંભળવો અને ‘શા માટે સાંભળવું ?' તે માટે જણાવ્યું કે ક્ષયોપશમભાવમાં પરિણમે તે માટે સાંભળવાનું છે. જે મોક્ષમાર્ગનું અંતર વધારી આપે તે ઔદિયકભાવ અને એ અંતર કાપી આપે તે ક્ષયોપશમભાવ. આપણે આટલાં વરસોથી વ્યાખ્યાન સાંભળીએ છીએ,
(૪૭)