Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 30
________________ માટે રહે - એવું જણાવવા અહીં ટીકામાં ‘જુવરાસેવિના માવ્ય' કહ્યું છે. ગુરુકુળવાસમાં રહેવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. જે ભણેલા હોય તે બીજાને ભણાવે. તેના કારણે તેના જ્ઞાનની નિર્મળતા થાય. જે ભણેલા ન હોય તેને ભણાવનારનો યોગ મળે : આ રીતે બન્ને પ્રકારે જ્ઞાન વધે છે. કૂવામાંથી પાણી ઉલેચવામાં ન આવે તો કૂવો પાણી ન આપે, તેમ યોગ્ય શિષ્યને ભણાવીએ નહિ તો જ્ઞાન પણ કટાઈ જશે. ગુરૂકુળવાસમાં ભણનારા પણ અનેક મળે અને ભણાવનારા પણ અનેક મળે. ગુરકુળવાસમાં રહેવાથી જ્ઞાનના ભોજન બનાય, સમ્યગ્દર્શન સ્થિર બને અને ચારિત્ર નિર્મળ બને. કંઈક પણ ભૂલ થાય તો આમ ન કરાય, આમ ન બોલાય, આમ ન વર્તાય, આમ ને બેસાય..... આવું કહેનારા દસ જણા મળી આવે. બે જણ હોય તો કોણ કોને ભણાવે ? અને કોણ કોને હિતશિક્ષા આપે ? ગુરભગવંત પ્રત્યે, ભગવાન પ્રત્યે અખૂટ શ્રદ્ધા હોય તો ગુરુકુળવાસમાં રહેવાય. ગુર ન ભણાવે તો ય ગુરુથી છૂટા નથી થવું - આટલી પ્રામાણિકતા કે ખાનદાની હોય તો નક્કર પરિણામ આવે. જેનામાં આટલી યોગ્યતા ન હોય તેની આગળ આગમ વાંચવું તે અરણ્યરુદન કરવા જેવું છે. આ રીતે મડસતેમાં ની વ્યાખ્યા ત્રણ પ્રકારે કર્યા બાદ હવે ચોથી રીતે વ્યાખ્યા કરતાં જણાવે છે કે, મામુસંતે જે ની સંસ્કૃત છાયા ‘મામૃશતા' કરીએ તો ‘ભગવાનના ચરણકમળને પોતાના ઉત્તમાંગ (મસ્તક) વડે સ્પર્શ કરતા એવા મારા વડે આ પ્રમાણે સંભળાયું છે' - આવો અર્થ થાય. આવો અર્થ કરવા દ્વારા વિનયના આચરણની મહત્તા જણાવી છે. વિનયગુણ સૌથી મહત્ત્વનો છે. ગુરુ પાસે ભણવા જઈએ તો માથું ઊંચું કરીને ન બેસાય, માથું નીચું રાખીને બેસવું જોઈએ. વર્તમાનમાં આવા વિનયની વાત કરીએ તો વ્યવહાર ન લાગે ને ? હાસ્યાસ્પદ લાગે ને ? માટે જ શ્રદ્ધાસંપન્ન શ્રોતાની જરૂર છે. એક શબ્દના અનેક અર્થ થાય છે, પણ તે કઈ રીતે કરાય - એ સમજાય છે ને ? ટીકાકારશ્રીએ ‘મારૂસંતે' શબ્દના ચાર અર્થ કરી બતાવ્યા છે, પરંતુ ચારે અર્થ પ્રકરણસંગત છે અને વિશિષ્ટ બોધ કરાવનારા છે. ભવથી તરવું છે અને મોક્ષે પહોંચવું છે - આટલી યોગ્યતા આગમશ્રવણ માટે કેળવી લેવી છે, વિનયપૂર્વક અધ્યયન કરવું છે અને ગુરૂકુળવાસ છોડવો નથી : આટલું જ સાધુસાધ્વી નક્કી કરી લે તો તેમનું જીવન અપ્રતિમકોટિનું બની જાય. આજે આજ્ઞાનિરપેક્ષ જીવન ગમે છે, આજ્ઞાસાપેક્ષ જીવન ગમતું નથી - એ જ મોટામાં મોટી તકલીફ છે. ૬) આ છજીવનિકા નામનું અધ્યયન શ્રમણ ભગવાન મહાવીર કે જેઓ કાશ્યપગોત્રના હતા તેમણે જણાવ્યું છે. જે જ્ઞાનદર્શનચારિત્રની આરાધના માટે શ્રમ કરે છે તેને શ્રમણ કહેવાય છે. આમ તો બધા ભગવાન શ્રમણ કહેવાય છે, પરંતુ શ્રી મહાવીર પરમાત્માને કેવળજ્ઞાન પામવા માટે જેટલો શ્રમ પડ્યો હતો તેટલો બીજા તીર્થકરોને નથી પડ્યો. આથી તેઓનું શ્રમણ આ પ્રમાણે નામ પ્રસિદ્ધ છે. જેમ પ્રગટપ્રભાવી કે પુરુષાદાનીય શબ્દ બોલતાંની સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાન યાદ આવે છે તેમ શ્રમણ ભગવાન બોલતાંની સાથે શ્રી મહાવીરપરમાત્મા યાદ આવે. બીજા તીર્થકરોમાં આ શ્રમણપણું શક્તિરૂપે પડેલું હોવા છતાં તેઓશ્રીને તેવા પ્રકારના કર્મયોગે પરિષહ-ઉપસર્ગ વીર પરમાત્મા જેવા આવ્યા નથી. જ્યારે ભગવાન તો જન્મથી જ પરિષહ અને ઉપસર્ગ સહન કરવા માટે શ્રમ કરનારા હોવાથી તેમને શ્રમણ કહેવાય છે. આવા ભગવાને જીવનિકા નામનું અધ્યયન જાતે કેવળજ્ઞાન પામ્યા પછી જણાવ્યું (પ્રવેદિત) છે. તેમ જ સ્વાખ્યાત એટલે દેવ અને મનુષ્યની પર્ષદામાં બધાને સમજાય એવી ભાષામાં કહેલું છે. ભગવાને જે દેશના આપી છે તે લોકભોગ્ય ભાષામાં આપી છે. તત્ત્વની વાત પણ લોકોને સમજાય એવી રીતે જણાવવી જોઈએ. સાંભળનારને એમ કહેવું પડે કે તત્ત્વ ઊંચું હતું પણ સમજાયું નહિ - તેને સુ-આખ્યાત ન કહેવાય. સામા માણસને સંશય, વિપર્યય કે અનધ્યવસાય ન થાય એ રીતે જણાવવું તેને સ્વાખ્યાત કહેવાય. સંશય એટલે દ્વિધાભર્યું જ્ઞાન. સામા માણસને દ્વિધા થાય કે - ‘આ બરાબર હશે કે આ ?' એવું ન બોલવું. વિપર્યય એટલે એવું ન હોય તેવું જણાય - વિપરીત જ્ઞાન જેમાં થાય તેને વિપર્યય કહેવાય છે. શ્રોતાને આવો વિપર્યય થાય એવું ન બોલવું. તેમ જ અનધ્યવસાય એટલે અત્યંત અસ્પષ્ટ જ્ઞાન. જાણવા છતાં શું જાણ્યું તે ન જણાય - તે અનધ્યવસાય; જેમ કે રસ્તે ચાલતા પગ નીચે જે આવે તેનું જ્ઞાન અનધ્યવસાયાત્મક હોય છે. કારણ કે પગ નીચે કંઇક આવ્યું એમ જણાય, પણ શું આવ્યું તે ન જણાય. આ રીતે સંશય ન થાય તેવું સ્પષ્ટ બોલવું, જેવું હોય તેવું બોલવું તેને સ્વાખ્યાત કહેવાય. સ્પષ્ટપણે જણાવ્યું હોવા છતાં, ધ્યાન ન રાખવાના કારણે ન સમજાય એટલામાત્રથી વચન અસ્વાખ્યાત ન કહેવાય. આપણે અજ્ઞાન છીએ કે અજ્ઞાનીનો ડોળ કરીએ છીએ ? જ્ઞાન આપવા છતાં તેને બાજુ પર મૂકી તેનો ઉપયોગ કર્યા વગર જીવે તેના કારણે દેશનાની ખામી ન ગણાય.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92