Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 21
________________ શ્વાસોશ્વાસની ક્રિયા કરતો નથી. જે શ્વાસોશ્વાસ લે છે તે આત્મા જ છે. એકેન્દ્રિય જીવો પણ શ્વાસોશ્વાસ લેવાનું કામ કરે છે. પરંતુ તેના શ્વાસોશ્વાસની સ્પષ્ટ પ્રતીતિ થતી નથી તેથી અહીં થાકી ગયેલા પુરુષનું દષ્ટાંત આપ્યું છે કે જેમાં શ્વાસોશ્વાસ સ્પષ્ટપણે જણાય છે. આ શ્વાસોશ્વાસને લઈને એકેન્દ્રિય જીવોમાં પણ જીવત્વ મનાય છે. એકેન્દ્રિય જીવોમાં જીવત્વ જે દિવસે સ્વીકારાશે તે દિવસે સાધુ થયા વિના નહિ ચાલે. આજે ગૃહસ્થપણામાં મજેથી જીવી શકાય છે તે એકેન્દ્રિયમાં જીવ નથી દેખાતો માટે, જેને પાણીમાં, વનસ્પતિમાં જીવ દેખાયા કરે તે આરંભસમારંભમાં જીવી શકે ખરો ? આ રીતે પ્રાણાપાન-શ્વાસોશ્વાસના કારણે આત્માની સિદ્ધિ થાય છે. આકાશાદિ પદાર્થો જડ-ચૈતન્યરહિત હોવાથી શ્વાસોશ્વાસ લેતા નથી માટે નક્કી છે કે જે શરીર શ્વાસોશ્વાસ લે છે તે આત્માથી યુક્ત જ છે. (૮) ઇન્દ્રિય : શરીરમાં રહેલી ઇન્દ્રિયો જેના માટે કામ કરે છે તે આત્મા છે. બારી-ઝરૂખો હોય તો તેમાંથી બહાર જોનાર પણ કોઈ હોય તેમ ઇન્દ્રિયો હોય તો તેને પ્રવર્તાવનાર પણ કોઈ હોવો જોઇએ, તે જે છે તે આત્મા છે. જોકે પહેલાં પણ આદાનલક્ષણમાં ઇન્દ્રિયની વાત કરેલી છે તેથી ફરીથી આ લક્ષણ બતાવવાની જરૂર ન હતી, પરંતુ નિવૃત્તિ-ઇન્દ્રિય અને ઉપકરણ- ઇન્દ્રિય : એમ બે પ્રકારની ઇન્દ્રિયોને આશ્રયીને બે લક્ષણ જણાવ્યાં છે. પહેલાં ઉપકરણ-ઇન્દ્રિયની વાત હતી, અહીં તો નિવૃત્તિ-ઇન્દ્રિયને આશ્રયીને લક્ષણ બતાવ્યું હોવાથી કોઈ દોષ નથી. ઇન્દ્રિયો જે વિષયોને ગ્રહણ કરે છે તે બીજા માટે કરે છે, અને એ બીજો જે છે તે આત્મા છે. જેટલા અચેતન પદાર્થો ભેગા મળીને કામ કરે છે તે બીજા માટે કરે છે - આવો સામાન્યથી નિયમ છે. આ રીતે ઇન્દ્રિયો જેના પ્રયોજનથી પ્રવર્તે છે તે આત્માની સિદ્ધિ થાય છે. ઇન્દ્રિયો જડ છે અને આત્માની નોકરાણી છે છતાં પણ ચેતન એવો આત્મા વગર કારણે ઇન્દ્રિયોની પાછળ પડી રિબાયા કરે છે. આટલાં દ્વારોથી આત્માની સિદ્ધિ કર્યા પછી પણ આપણે શરીરની પાછળ જ દોડીએ તો આપણા જેવું મૂરખ બીજું કોણ ? શરીર ભુલાઈ જાય અને આત્મા વીસરાય નહિ - એ માટેનો આ પ્રયાસ છે. વેદન કરનાર અર્થાત્ આહારનો સ્વાદ લેનાર અને આહારને પરિણમાવનાર કોઈને કોઈ કર્તા હોય છે તેમ કર્મને ગ્રહણ કરનાર, કર્મનું વેદન કરનાર અને કર્મની નિર્જરા-ક્ષય કરનાર જે છે તે આત્મા છે. આપણે આત્માને માન્યા પછી પણ કર્મને માનીએ છીએ ખરા ? કર્મગ્રંથ ભણનાર-ભણાવનાર પણ કર્મથી ગભરાય નહિ ને ? કર્મગ્રંથ ભણીને છાતી એવી મજબૂત કરી નાખી કે જાણે કર્મનો ડર ભાગી ગયો - એવું જ જીવન આપણું છે ને ? ક્ષણે ક્ષણે, સમયે સમયે સાત પ્રકારનાં કર્મ બંધાય છે, બંધાયેલાં ઉદયમાં આવે છે અને ઉદયમાં આવેલાં પાછાં નવાં બંધાવીને જાય છે : આવું જાણ્યા પછી ગૃહસ્થપણામાં રહી શકાય ? સાધુપણામાં પણ કર્મ બંધાય છે, પરંતુ કર્મબંધના પાંચ હેતુમાંથી માત્ર પ્રમાદ અને યોગ : આ બે જ હેતુથી કર્મ બંધાય છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયમયિક બંધ સાધુપણામાં થતો નથી. છઠું-સાતમે સંજવલનના કષાય હોવા છતાં તેની આધીનતા ન હોવાથી માત્ર ગુણસ્થાનકપ્રત્યયિક કર્મબંધ થાય છે, તેથી તે કષાયપ્રત્યયિક બંધની વિરક્ષા કરાતી નથી. જો સંવલનના કષાયને આધીન થાય તો સાધુને પણ કષાયપ્રત્યયિક બંધ થાય - એ વાત જુદી. બાકી સાધુપણા કરતાં ગૃહસ્થપણામાં કર્મબંધના હેતુઓ વધારે છે. ગૃહસ્થપણામાં બહુ બહુ તો મિથ્યાત્વપ્રત્યયિક બંધ ટાળી શકાય. બાકી અવિરતિ વગેરેના કારણે કર્મબંધ ચાલુ છે, માટે ગૃહસ્થપણાનો ત્યાગ કરવો છે. કર્મબંધ કરનાર આત્મા છે, તેની સાથે કર્મની નિર્જરા કરનાર પણ આત્મા જ છે - એમ સમજીને કર્મબંધને ટાળવાપૂર્વક કર્મનિર્જરા માટે પ્રયત્ન કરવો છે. જ્ઞાની ભગવંત મળે અને જ્ઞાનીને જ્ઞાની માનીને તેમની નિશ્રા સ્વીકારીએ તો કર્મથી બચાય. (૧૨) ચિત્ત, (૧૩) ચેતના, (૧૪) સંજ્ઞાન, (૧૫) વિજ્ઞાન, (૧૬) ધારણા, (૧૭) બુદ્ધિ, (૧૮) ઇહા, (૧૯) મતિ, (૨૦) વિતર્ક : આ ચિત્તાદિ નવ આત્માના ગુણો છે. તેથી આ ગુણોના આશ્રયરૂપે આત્મદ્રવ્ય સિદ્ધ થાય છે. જેમ રૂપ, રસ, ગંધ વગેરે ગુણોના આશ્રયરૂપે ઘટાદિ દ્રવ્યો પ્રત્યક્ષસિદ્ધ છે તેમ ચિત્તાદિ ગુણો દ્વારા આત્મા નામનું દ્રવ્ય સિદ્ધ થાય છે. તેમાંથી (૧૨) ચિત્ત એટલે ક્ષયોપશમભાવનું મન, કે જે ત્રણે કાળના વિષયને ગ્રહણ કરે છે. આ ભાવમન સંજ્ઞીપંચેન્દ્રિય જીવોની સાથે એકેન્દ્રિયાદિ જીવોને પણ હોય છે. એકેન્દ્રિયાદિ અસંજ્ઞી જીવોને દ્રવ્યમન હોતું નથી. દ્રવ્યમન સંજ્ઞીપંચેન્દ્રિયને હોય છે. ભાવમન (૩૯) (૯-૧૦-૧૧) બંધ, ઉદય, નિર્જરા : કર્મનો બંધ, કર્મનો ઉદય અને કર્મની નિર્જરા કરનાર જે છે તે આત્મા છે. જે રીતે આહારને ગ્રહણ કરનાર, આહારનું

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92