Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 22
________________ ક્ષયોપશમભાવનું હોવાથી કેવળી ભગવંતોને નથી હોતું જ્યારે દ્રવ્યમન તો અઘાતીનો વિપાક હોવાથી કેવળીને હોય છે. આ રીતે ચિત્ત ક્ષયોપશમભાવનું હોવાથી તે આત્માનો ગુણ છે. ચિત્ત કરતાં (૧૩) ચેતના (ચૈતન્ય) જુદી છે. ચિત્ત ત્રિકાળવિષયક હોય છે જ્યારે ચેતના પ્રત્યક્ષભૂત વર્તમાન અર્થને ગ્રહણ કરવાના સ્વભાવવાળી હોય છે. (૧૪) સંજ્ઞાન એટલે સંજ્ઞા. પહેલાં જે જોયું હોય તેનું ‘આ તે જ છે' એવા પ્રકારનું જે અનુસ્મરણ છે તેને સંજ્ઞા કહેવાય છે. (૧૫) વિજ્ઞાન એટલે વિવિધ પ્રકારનું જ્ઞાન. તે તે વિષયમાં તેવા તેવા પ્રકારનું જ્ઞાન કરવું તે વિજ્ઞાન છે. આ વિજ્ઞાન પણ આત્માનો ગુણ છે. (૧૬) ધારણા એ અવિસ્મૃતિ, સ્મૃતિ અને વાસના : એમ ત્રણ પ્રકારે છે. જાતિસ્મરણ જ્ઞાનનો સમાવેશ સ્મૃતિસ્વરૂપ ધારણામાં થાય છે, અને વાસનાત્મક સંસ્કાર તો અસંખ્યાતવર્ષના આયુષ્યવાળાઓને અસંખ્યાત કાળ અને સંખ્યાતવર્ષના આયુષ્યવાળાઓને સંખ્યાત કાળ સુધી હોય છે. પરથી નિરપેક્ષપણે અર્થની વિચારણા કરવી અર્થાત્ પદાર્થનું જ્ઞાન કરવું તેને (૧૭) બુદ્ધિ કહેવાય છે. આ સ્થાણુ (ટૂંઠું) છે કે પુરુષ છે : આવા પ્રકારનો સંશય પડ્યા બાદ સભૂત એવા ટૂંઠું કે પુરુષ સ્વરૂપ અર્થના નિર્ણયને અનુરૂપ એવી જે વિચારણા તેને (૧૮) ઇહા કહેવાય છે. ત્યાર બાદ આ ‘પુરુષ જ છે' અથવા ‘પૂંઠું જ છે” એવા પ્રકારનો નિશ્ચયાત્મક બોધ કે જેને શાસ્ત્રીય પરિભાષામાં અપાય કહેવાય છે તે (૧૯) મતિ છે. અને આ વસ્તુ આ રીતે જ ઘટે છે - સંગત થાય છે - એવા પ્રકારની અર્થની સંભાવના વિચારવી તેનું નામ (૨૦) વિતર્ક. આ રીતે ચિત્તથી માંડીને વિતર્ક સુધીના ગુણો ગુણી એવા આત્મા વિના રહી શકે નહિ માટે તે ગુણોના આશ્રયરૂપે આત્મદ્રવ્ય સિદ્ધ થાય છે. લક્ષણદ્વાર પછી અસ્તિત્વદ્વારા જણાવ્યું છે. અહીં નિર્યુક્તિમાં આગળનાં દ્વારોનું વર્ણન વિસ્તારથી કર્યું છે, પરંતુ આપણી પાસે સમય ઓછો છે. હજુ સુધી આપણે ચોથા અધ્યયનના સૂત્રની શરૂઆત પણ કરી નથી. તેથી આપણે સામાન્યથી જ તેની વિચારણા કરી લેવી છે. અસ્તિત્વદ્વારમાં જણાવ્યું છે કે ‘આત્મા’ એ શુદ્ધ (કેવલ) પદ હોવાના કારણે તે પદથી વાયુ આત્મપદાર્થ સિદ્ધ જ છે. જે શુદ્ધ પદ હોય તેનું વાચ્ય કોઈને કોઈ હોય જ - એવો નિયમ છે. આત્મા નથી' - એમ કહેનાર જ આત્માની સિદ્ધિમાં નિયામક છે. કારણ કે જેનો પ્રતિયોગી પ્રસિદ્ધ ન હોય તેવો અભાવ હોતો જ નથી. જે વસ્તુ જગતમાં ક્યાંક પ્રસિદ્ધ હોય તેનો જ અભાવ મનાય છે. આ રીતે આત્માનું અસ્તિત્વ સિદ્ધ થયા પછી આત્માના સ્વરૂપમાં જે મતભેદો છે તેના નિરાકરણ માટે અહીં આત્માનું સ્વરૂપ પણ જણાવ્યું છે. આત્મામાં નિત્યાનિત્યત્વ, મૂત્તમૂર્ણત્વ, દેહવ્યાધિત્વ-જગવ્યાપિત્વ વગેરે પરસ્પર વિરુદ્ધ એવા અનેક ધર્મો ઘટે છે. દ્રવ્યથી આત્મા નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. આત્મદ્રવ્ય અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવાનું છે - તેથી આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે. દરેક ગતિમાં ફરનાર આત્મા એનો એ જ હોવાથી દ્રવ્યથી આત્મા નિત્ય છે ને તે તે મનુષ્યાદિ ગતિની શરૂઆત અને અંત આવતો હોવાથી મનુષ્યાદિ પર્યાયરૂપે આત્મા અનિત્ય છે. એ જ રીતે આત્મા કાર્મણવર્ગણાનાં પુલોથી જોડાયેલો હોવાના કારણે મૂર્ત છે અને નિત્ય હોવાના કારણે અમૂર્ત છે. જે અમૂર્ત હોય તે નિત્ય હોય. આત્મા નિત્ય છે માટે અમૂર્ત છે - એ સમજી શકાય છે. અનાદિથી કર્મથી યુક્ત એવો આત્મા પણ કર્મથી મુક્ત બને એટલે તેનું અમૂર્તત્વ પ્રગટ થાય છે. પાણી નિર્મળ હોવા છતાં દૂધ સાથે ભળે તો ધોળું થઈ જાય. તેમ આત્મા શુદ્ધઅમૂર્ત હોવા છતાં કર્મ સાથે ભળે તો મૂર્ત બને છે. આત્મા અનાદિથી કર્મસંબદ્ધ હોવા છતાં એ કર્મરહિત બની શકે છે. ઔપાધિક વસ્તુના કારણે શુદ્ધ વસ્તુમાં વિકૃતિ આવી શકે, પણ તેનો અર્થ એ નથી કે એ વિકાર કાયમ માટે ટકે. ઉપાધિ જાય તો વસ્તુ શુદ્ધ બની શકે છે - એ જ રીતે આત્માની અવગાહના અંગુલના અસંખ્યાત ભાગથી માંડીને ચૌદ રાજલોક સુધીની હોય છે. નિગોદમાં અંગુલના અસંખ્યાતભાગ જેટલી અવગાહના હોય છે. કેવલી સમુઘાત વખતે ચૌદ રાજલોક જેટલી અવગાહના હોય અને તે સિવાય અસંખ્યાત આકાશપ્રદેશની અવગાહના હોય છે. એ જ રીતે આત્મા એક પણ છે અને અનેક પણ છે. જાતિરૂપે આત્મા એક છે, પણ વ્યક્તિરૂપે અનેક છે. જે આત્મા એક જ હોત તો બધા આત્મા એકી સાથે મોક્ષમાં જતા રહ્યા હોત. વ્યક્તિરૂપે અનેક હોવાથી ક્રમે કરીને આત્માનો મોક્ષ થાય છે. નિગોદમાં એક શરીરમાં અનંતા આત્માઓ રહે છે, તે આત્માઓ વ્યક્તિરૂપે અનંતા હોવા છતાં શરીરરૂપે એક છે. કારણ કે ત્યાં અનંતા આત્માઓનું શરીર એક જ હોય છે. નિગોદમાં એક શરીરમાં અનંતા આત્માઓ સાથે રહીને આવેલાને પણ અહીં સાથે રહેવાનું ફાવતું નથી ને ? (૪૧)

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92