________________
ભાવનિક્ષેપો ત્રણ પ્રકારે છે : (૧) ઓઘજીવ, (૨) ભવજીવ, (૩) તદ્દભવજીવ. આયુષ્યકર્મ વિધમાન હોય ત્યાં સુધી સામાન્યથી જે સંસારમાં રહેલો છે તેને ઓઘજીવ કહેવાય છે. જેમાં કોઈ ગતિ, ભવ. પર્યાય વગેરેની વિચારણા કરવામાં ન આવે તેને ઓઘજીવ કહેવાય. આ સંસારમાં જીવનું અસ્તિત્વ આયુષ્યકર્મના કારણે જ છે. જે દિવસે આયુષ્યકર્મનો નાશ થશે તે દિવસે આત્મા સિદ્ધ થઈ જશે અને ઓઘવનો નાશ થશે. નવતિ ત નવ: | જે આયુષ્યકર્મના ઉદયે જીવે છે અર્થાત્ આયુષ્ય વગેરે દ્રવ્યપ્રાણોને જે ધારણ કરે છે તેને ઓઘજીવ કહેવાય છે. વિગ્રહગતિમાં પણ આ આયુષ્યકર્મનો ઉદય હોય છે. આયુષ્યકર્મનો ઉદય ન હોય એવા એકમાત્ર સિદ્ધના જીવો છે. આવું કર્મયોગે ઓઘજીવરૂપે આપણું અસ્તિત્વ અનાદિકાળથી હતું. વર્તમાનમાં છે અને ભવિષ્યમાં કોને ખબર કેટલો કાળ રહેશે ! આપણે ધારીએ તો એક-બે ભવમાં ઓઘજીવમાંથી સિદ્ધ બની શકીએ એવું છે. ભવજીવ એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં જેના વડે જવાય છે તેવા જીવને ભવજીવ કહેવાય છે. તે તે મનુષ્યાદિ ગતિમાં રહેલ જીવ તે ભવજીવ કહેવાય અને તે ગતિમાંથી મરીને ફરી તે જ ગતિમાં ઉત્પન્ન થાય તેને તદ્દભવજીવ કહેવાય. ભવજીવના ચાર ગતિને આશ્રયીને ચાર પ્રકાર પડે છે. જ્યારે તદ્દભવજીવ બે પ્રકારના છે. કારણ કે મનુષ્ય મરીને મનુષ્ય થાય અને તિર્યંચ મરીને તિર્યંચ થાય. દેવ મરીને દેવ ન થાય અને નારકી મરીને નારકી ન થાય. તદભવજીવને બે આયુષ્ય સત્તામાં મળે. આ રીતે સ્પષ્ટ છે કે જેના કારણે જીવ સામાન્યથી ભવમાં-સંસારમાં રહે છે તે આયુષ્યકર્મસામાન્યને ઓઘજીવિત કહેવાય, જેના કારણે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે તે આયુષ્યકર્મવિશેષને ભવજીવિત કહેવાય અને જેના કારણે તે ગતિમાંથી મરીને ફરી તે જ ગતિમાં ઉત્પન્ન થાય તેવા આયુષ્યકર્મને તદ્દભવજીવિત કહેવાય. તે તે જીવિતથી વિશિષ્ટ એવા જીવને ક્રમસર ઓઘજીવ, ભવજીવ અને તદ્દભવવ કહેવાય. આ રીતે નિક્ષેપદ્વાર પૂરું થયું. આ ચાર નિક્ષેપામાંથી ભાવજીવનો અહીં અધિકાર છે.
ભાવજીવના આ ત્રણ ભેદની વિચારણા આયુષ્યકર્મથી રહિત થવા માટે છે. કર્મના વિયોગ માટે દીક્ષા લઈને નીકળેલા જે કર્મવિયોગના પુરુષાર્થમાં લાગી રહે તો કર્મથી રહિત થયા વિના ન રહે. આખા ભવમાં એકવાર બંધાય પણ અસંખ્યાતકાળ સુધી તે તે ભવમાં રાખે એવું આ આયુષ્યકર્મ છે. આયુષ્ય જો
(૨)
બંધાયું ન હોય તો વિશુદ્ધિની સંભાવના પૂરતી છે. શ્રી દઢપ્રહારીના અધ્યવસાય સંક્લિષ્ટ હોવા છતાં આયુષ્ય બંધાયું ન હતું તો તક મળી અને વિશુદ્ધ અધ્યવસાય દ્વારા ક્ષપકશ્રેણી માંડીને મોક્ષે પહોંચી ગયા. આ ભવમાં જો આજ્ઞા મુજબ સાધુપણું આરાધી લઈએ, પરિણામ વિશુદ્ધ રાખીએ તો આવતા ભવે ચોક્કસ સિદ્ધ થઈ જવાય. ઓઘજીવિતનો અંત ચૌદમા ગુણઠાણાના અંતે આવવાનો. આયુષ્યકર્મનો અંત લાવવો છે ને ? સાધુપણું દેવલોકમાં જવા માટે લેવું છે કે ગતિરહિત થવા માટે ? તમે રોજ દેરાસરમાં ‘ચિહ્રગતિ - ભ્રમણ નિવારવાની વાત કરો ને ? ચાર ગતિને ટાળવા માટે ચાર પાંખડાંનો સાથિયો પણ કરો ને ? પરંતુ હૈયાના ખૂણામાં પણ પાંચમી ગતિની ઇચ્છા હોય ખરી ? ઇચ્છા તો દેવલોકની જ છે. ને ? ગુણ મળે કે ન મળે, સુખ તો મળવું જ જોઈએ; કર્મ જાય કે ન જાય, દુ:ખ તો જવું જ જોઇએ : આવો અધ્યવસાય હોવાથી દેવલોકની ઇચ્છા થાય છે. સુખ મળતું હોય તો ધર્મરહિત ગતિ ચાલે કે ગુણસહિતની તિર્યંચગતિ ચાલે ? આમ બોલીએ ખરા કે - “ગિનધર્મવિનિર્મો માં મુવં પદ્મવેત્ત્વ- જિનેશ્વરભગવંતના ધર્મથી રહિત એવું ચક્રવર્તીપણું પણ મારે જોઈતું નથી', પરંતુ જો થોડું માનસન્માન કે સત્તા મળતી હોય તો ભગવાનના ધર્મને મૂકી દેવા, તેમાં બાંધછોડ કરવા તૈયાર થઈ જઈએ ને ? આ સંસારમાં દુ:ખ કહો કે દુર્ગતિ કહો : એ બધું સંસારના સુખની ઇચ્છામાં સમાયેલું છે. દુનિયાનું સુખ જેને જોઈતું ન હોય તેને કોઈ દુ:ખ નથી. દુનિયાના સુખની અપેક્ષા જાગે એટલે દુ:ખનું મૂળિયું ઊભું થવાનું. સંસારના સુખની જરૂર શરીરને છે અને શરીર કર્મના કારણે વળગ્યું છે. એક વાર આત્માનું અસ્તિત્વ સ્વીકારી લઈએ તો કર્મથી-શરીરથી છૂટવાનો પુરુષાર્થ થયા વિના ન રહે. આજે આત્મા વીસરાઈ ગયો છે તેથી સુખની પાછળ ભટકવાનું શરૂ કર્યું છે. સુખની પાછળ ભટકવાથી દુર્ગતિ ઊભી કરવાનું બને છે. સાધુ થવા માટે જેવો પુરુષાર્થ કર્યો એવો જ પુરુષાર્થ સાધુ થયા પછી ચાલુ રાખે તો કોઈ સાધુ દુર્ગતિમાં ન જાય. આ ચોથું અધ્યયન, વીસરાઈ ગયેલા આત્માને યાદ કરાવવા માટે છે. આપણે અહીં (સાધુપણામાં) આવ્યા છીએ તે શરીરને વીસરવા માટે, શરીરને છૂટું પાડવા માટે આવ્યા છીએ. સોનાને વિશુદ્ધ બનાવવા માટે અગ્નિનો તાપ આપવો પડે તેમ આત્માને કર્મથી રહિત - શુદ્ધ બનાવવા માટે સાધુપણાનાં કષ્ટો વેઠવાં જ પડે.
(૨૩)