________________
સવ સમુદાયમાં એકવાક્યતા હોવી જોઈએ ને ?
એકવાક્યતા તમારા ઘરમાં ય ક્યાં છે ? કોઈને ભાત ફાવે તો કોઈને ખીચડી ફાવે, કોઈને મગની દાળ ફાવે તો કોઈને તુવેરની દાળ ફાવે. જ્યાં ઇચ્છાનું સામ્રાજ્ય હોય ત્યાં એકવાક્યતા ન હોય. એકવાક્યતા તો આજ્ઞાના સામ્રાજ્યમાં જળવાય. મનભેદના કારણે મતભેદ થાય તો એકવાક્યતા ક્યાંથી રહે ? જ્યાં સુધી કર્મની આધીનતા ટાળવાની વૃત્તિ કેળવાઈ ન હોય ત્યાં સુધી વિચિત્રતા તમારે ત્યાં પણ રહેવાની ને અમારે
ત્યાં પણ રહેવાની. કર્મની આધીનતા ટાળીને શાસ્ત્રને આધીન થઈને જીવવાની તૈયારી આવે તો એકવાક્યતા આવ્યા વિના ન રહે. આ સંસારમાં જે કાંઈ અશાંતિ કે વિવાદ ઊભા છે તે ભગવાનની આજ્ઞા હૈયામાં પરિણામ પામી નથી તેનો પ્રતાપ છે. ભગવાનની આજ્ઞા જેના હૈયામાં પરિણામ પામે તેને દુનિયામાં ક્યાંય અશાંતિ નથી.
અને દેવછંદામાં બેઠા હોય અથવા તો તેમનું તીર્થંકરનામકર્મ પૂરું થઈ જવાથી અનશાન સ્વીકારે ત્યારે તેમને દ્રવ્યતીર્થંકર કહેવાય છે. ભગવાનના ચારેય નિક્ષેપા પૂજ્ય છે. તેઓશ્રીનું નામ પણ પૂજ્ય છે, સ્થાપના પણ પૂજનિક છે, દ્રવ્ય પણ પૂજાપાત્ર છે અને ભાવ તો સુતરાં પૂજનીય છે. સ્થાપનાતીર્થંકર અને ભાવતીર્થંકરનું પૂજ્યત્વ તો પ્રસિદ્ધ છે. છતાં તેમની પૂજાવિધિમાં તથા ઔચિત્યમાં ફરક પડે.
સ્થાપનાતીર્થંકરની અષ્ટપ્રકારી પૂજા કરાય પણ ભાવતીર્થંકરની અષ્ટપ્રકારી પૂજા ન કરાય. ભાવતીર્થંકરને ગોચરી બતાવાય, સ્થાપનાતીર્થંકર સામે ગોચરી ન લવાય. પરમાત્માનો નામનિક્ષેપો પૂજનીય હોવાથી જ પરમાત્માનું નામસ્મરણ કરાય છે. નવકારવાળી ગણવી - એ નામનિક્ષેપાની પૂજા છે. દ્રવ્યનિક્ષેપો પૂજનીય હોવાથી શ્રી ભરતમહારાજાએ શ્રી મહાવીર પરમાત્માના જીવ મરીચિને ત્રિદંડી અવસ્થામાં પણ વંદન, સ્તવના વગેરે કર્યું હતું. જેમાંથી ભાવ ચાલ્યો ગયો હોય એવું દ્રવ્ય તો વિસર્જનને યોગ્ય છે. આથી જ સાધુભગવંતના મૃતદેહનું વિસર્જન કરાય છે. જ્યારે સ્થાપનામાં ભાવનો આરોપ હોવાથી સ્થાપના ભાવની જેમ જ પૂજ્ય ગણાય છે. આ રીતે ચાર નિક્ષેપા એક શબ્દના હોવાથી એક પણ છે અને જુદા જુદા અર્થને જણાવનાર હોવાથી જુદા પણ છે. આમ છતાં નિક્ષેપાનું સ્વરૂપ સ્પષ્ટ છે તેમાં કોઈ વિવાદ થવાનું કારણ નથી. વિવાદ શાસ્ત્રના કારણે નથી થતા, સ્વાર્થના કારણે થાય છે; જે પરમાર્થની પ્રીતિ હોય તો કોઈ વિવાદ ન થાય. ‘માનું છું તે બરાબર છે” આવો આગ્રહ એ વિખવાદનું મૂળ છે. ‘શાસ્ત્ર કહે છે તે બરાબર છે' આવી શ્રદ્ધા હોય તો કોઈ વિવાદ કે વિખવાદ ન થાય.
સ૦ શાશના અર્થ કરવામાં ફરક પડે ને ?
પોતાની મતિકલ્પનાથી અર્થ કરે તો ફરક પડે. શાસ્ત્રાનુસારી મતિથી અર્થ કરે તો કોઈ ફરક પડે નહિ. સદ્દગુર પાસે વિનયબહુમાનપૂર્વક શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય તેની મતિ માર્ગાનુસારી બન્યા વિના ન રહે. છતાં અર્થમાં ભેદ પડતો હોય તો તેના નિર્ણય માટે લવાદી (મધ્યસ્થ પુરષ) નીમીએ. એક કહે કે બે ને બે ચાર થાય અને બીજો કહે કે બે ને બે ત્રણ થાય : તો બન્ને સાચા ન હોય ને ? અપેક્ષાએ બે ને બે ત્રણ પણ થાય - એવું ન કહેવાય ને ? સાચું સમજવું હોય તો ઉપાય છે. પરંતુ જેને પોતાનું જ ખરું કરવું હોય તેના માટે લવાદી ચર્ચા કરવી પણ વ્યર્થ છે. બીજા સમજે કે ન સમજે આપણે સમજીને ચાલવા માંડવું.
૮) =
આપણું આસ્તિક્ય જળવાતું નથી તેનું કારણ એ છે કે જીવનું અસ્તિત્વ માન્યા પછી પણ શરીરથી અતિરિક્ત આત્મા લગભગ માનતા નથી. આત્માને શરીરથી જુદો માને તે રાતદિવસ શરીરની માવજત કરે કે આત્માની ચિંતા કરે ? આત્માને માનતા ન હોવા છતાં આત્માને માનવાનો ડોળ કરવો એ તો બનાવટી આસ્તિકતા છે. તમને ને અમને આવી બનાવટ કરવાની ફાવટ આવી ગઈ છે. અત્યાર સુધી આવાં નાટક તો ઘણાં કર્યો, હવે અસલ પાત્ર ભજવીને મોક્ષે જતા રહેવું છે. આપણી અપાત્રતા એક વાર ઓળખાઈ જાય તો પાત્રતા આવ્યા વિના ન રહે. ભગવાન જેની ના પાડે તે પ્રેમથી લઈએ અને જે કરવાનું કહે તેનો તિરસ્કાર કરીએ : આ તે કાંઈ જીવન છે ? ભગવાને દવા લેવાની ના પાડી છે છતાં તે પ્રેમથી-ચીવટથી લઈએ અને ભગવાને ગાથા ગોખવાની કહી છે તેમાં કંટાળો આવે ને ? શરીર નબળું હોય અને સહનશીલતા ઓછી હોય તેથી દવા લેવી પડે તો લઈએ, પણ સાથે એટલું નક્કી કરવું છે કે જેટલી દવાની ગોળી લઈએ તેટલી ગાથા કંઠસ્થ કરવાની. માંદગીમાં બીજા વિચારો થાય, મંત્રજાપ કરાય તો ગાથા ન ગોખાય ? આજે તો ગાથા શબ્દ જ જાણે વ્યથાને ઉત્પન્ન કરે છે - એવું લાગે ને ? ગણધરભગવંતાદિએ ભગવાને જણાવેલા અર્થને સૂત્રમાં નિબદ્ધ કર્યો તે આપણા ઉપકાર માટે કર્યો છે. એ સૂત્રોને કંઠસ્થ કરવાની લાયકાત કેળવીને કંઠસ્થ કરી લેવાં છે. આ શ્રી દશવૈકાલિક સૂત્ર તો તમે પણ ચાર અધ્યયન સુધી કંઠસ્થ કરી શકો
(૧૯)