________________
છો. આપણે ત્યાં પહેલાં સૂત્ર કંઠસ્થ કરીને પછી અર્થની વાચના લેવાનો વિધિ છે. તમને અર્થ પહેલાં આપ્યા છે. હવે સૂત્ર કરી આપવાનું દેવું તમારા માથે છે. આપણા ત્રણ અધ્યયન વાચનાશ્રેણીમાં થઈ ગયાં. તમે ત્રણ અધ્યયન તો કંઠસ્થ કરી લીધાં હશે ને ? શ્રી મનકમુનિ કાળધર્મ પામ્યા પછી શ્રી શય્યભવસૂરિમહારાજ તો આ સૂત્ર સંહરી લેવાના હતા. અન્ય સાધુભગવંતોની વિનંતિથી સંહયું નહિ, તે આપણા ઉપકાર માટે જ. એ ઉપકારને ઝીલવો હોય તો આ સૂત્રનાં દશે ય અધ્યયન કંઠસ્થ કરી શકાય એવી યોગ્યતા કેળવી લેવી છે. આ ચોથા અધ્યયનમાં જીવનું સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું છે. શરીર એ આત્મા નથી – આવું ભેદજ્ઞાન જણાવવાનું કામ આ ચોથા અધ્યયનનું પ્રત્યેક પદ પોકારી પોકારીને કરે છે. જીવ શરીરમાં રહેવા છતાં શરીરથી ભિન્ન છે. અત્યાર સુધી શરીરને આત્મા માની તેની સારસંભાળમાં આખી જિંદગી પસાર કરી, હવે આત્માની ચિંતામાં લાગી જવું છે. શરીર તો રોગોનું ઘર છે. કર્મ છે ત્યાં સુધી શરીર છે અને શરીર છે ત્યાં સુધી રોગો રહેવાના. ગમે તેટલા રોગો આવે તો પણ સનસ્કુમાર ચક્રવર્તીને યાદ કરીને રોગો સહન કરી લેવા. સનસ્કુમાર ચક્રવર્તીએ સાતસો વરસ સુધી સોળ પ્રકારના રોગો અને સાત પ્રકારની વેદના સમભાવે સહન કરી લીધી, પણ રોગોનો ઉપચાર ન કરાવ્યો. કોઈ જાતની અરતિ પણ ન કરી અને આધ્યાન પણ ન કર્યું. એમના જેવું સત્ત્વ અને સહનશીલતા ન હોય તો ઉપચાર કરાવી લઈએ, પરંતુ એ માર્ગ છે - એવું ન માનીએ તોય કામ થઈ જાય. રોગની દવા પણ પુણ્યોદય પાંસરો હોય તો જ મળે છે - એમ સમજીને દવા લેવી. જો પુણ્ય ન હોય તો દવા પણ ન મળે. ભૂતકાળમાં ભગવાનની આજ્ઞા આરાધી નથી માટે રોગ આવે છે પણ સાથે આડા હાથે કંઇક પુણ્ય કર્યું છે તેથી દવા મળી રહે છે, આથી સાવધ રહીને ઉપચાર કરાવવા. જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી દવા લેવી નથી : આટલું તો નક્કી કરાય ને ? આ સંસારમાં જે વિષમતા સર્જાય છે તે ભગવાનની આજ્ઞા આરાધી નથી તેનું પરિણામ છે - એમ સમજીને આજ્ઞા તંતોતંત આરાધવા માટે પ્રયત્ન કર્યા કરીએ તો આ સંસારથી જલદી છુટકારો પામી જઈએ.
ગૃહસ્થજીવનની આરાધના સાધુપણા દ્વારા જ પરમપદ સુધી પહોંચાડનારી બને છે. આથી શ્રાવકોને સાધુની સામાચારી સાંભળવાનું કહ્યું છે. શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં જ્યારે પણ ધર્મની વાત આવે ત્યારે સર્વવિરતિ નજર સામે
(૨૦) =
આવ્યા વિના ન રહે. સાધુપણું આસ્તિકતાના પાયા ઉપર મંડાયેલું છે. એક વાર આત્માનું અસ્તિત્વ માની લઈએ તો આ સંસાર છૂટી જાય અને મોક્ષ તરફ મીટ મંડાય. આપણને આત્મતત્ત્વ સિવાય બીજાં બધાં તત્ત્વો માનવાનું ફાવે એવું છે ને ? આ જીવતત્ત્વનું અસ્તિત્વ માની લઈએ તો વર્તમાનમાં જે રીતે જીવીએ છીએ તે રીતે જીવી ન શકાય. અત્યારે જે કાંઈ અનુકૂળ સંયોગો મળ્યા છે એમાં જ કાયમ માટે જીવવાનું છે : એમ માનીને પાપ કરવાનું કામ ચાલુ છે. ગમે તેટલું ઊંચામાં ઊંચું સુખ, વ્યવસ્થા અહીં મળી હોય તોપણ તે કાયમ માટે ટકવાની નથી – એવું જો સમજાય તો જીવનમાંથી પાપ ઓછાં થયા વિના ન રહે. જીવનું અસ્તિત્વ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનું છે. પરંતુ આ સંસારમાં જીવની અવસ્થા એકસરખી રહેતી નથી. ભૂતકાળના પુણ્યથી વર્તમાનમાં ગમે તેટલી સારી અવસ્થા મળી હોય તો પણ તે પુણ્ય પૂરું થયા પછી જતી જ રહેવાની છે અને વર્તમાનમાં કરેલાં પાપોનું ફળ ભોગવવા માટે દુર્ગતિમાં જવું જ પડવાનું. એના કરતાં પુણ્ય અને પાપથી અળગા થવાય એવા આ સાધુપણાનું પાલન કરવા તત્પર બની જવું છે. અત્યાર સુધી આપણે ચાર નિક્ષેપાની વાત પૂરી કરી. કોઈ પણ વસ્તુના સામાન્યથી ઓછામાં ઓછા ચાર નિક્ષેપો થાય. શ્રોતા જો બુદ્ધિમાન હોય તો વક્તા પોતાના ક્ષયોપશમાનુસાર વધુ પણ નિક્ષેપા પાડીને બતાવે. જીવના નિક્ષેપા પાડવા હોય તો 'જીવ’ આ પ્રમાણે જે શબ્દ છે તેને નામજીવ કહેવાય. અથવા તો જીવનામનો કોઈ સચેતન કે અચેતન પદાર્થ હોય તેને નામજીવ કહેવાય. જીવનું જે ચિત્ર દોરેલું હોય તે ચિત્રમાં રહેલ જીવને સ્થાપનાવ કહેવાય. જીવનો દ્રવ્યનિક્ષેપો વાસ્તવિક રીતે સંભવતો નથી. માત્ર બુદ્ધિથી ચૈતન્યાદિસ્વરૂપ ગુણ
અને મનુષ્યત્વાદિસ્વરૂપ પર્યાયથી રહિત એવા જીવદ્રવ્યની કલ્પના કરીએ તો તેને દ્રવ્યજીવ કહી શકાય. પરંતુ આવા ગુણપર્યાયથી રહિત જીવદ્રવ્ય ન હોવાથી જીવનો દ્રવ્યનિક્ષેપો સંભવતો નથી. જીવદ્રવ્ય ચૈતન્યાદિ ગુણ અને મનુષ્યત્વાદિ પર્યાયથી યુક્ત જ હોય છે. ગુણો સામાન્યથી સહભાવી હોય છે અને પર્યાય ક્રમભાવી હોય છે. આત્માનું ચૈતન્ય અનાદિનું હોવાથી આત્માની સાથે જ રહેલું છે તેથી તે સહભાવી છે, જ્યારે મનુષ્યત્વ વગેરે પર્યાયો કાયમ માટે આત્માની સાથે નથી હોતા, તે તે પર્યાયો ક્રમે કરીને આત્મામાં રહેતા હોવાથી તે ક્રમભાવી છે. ચૈતન્યાદિ ગુણ તથા મનુષ્યત્વાદિ પર્યાયથી યુક્ત એવો જીવ તે ભાવનિક્ષેપો છે. આ
(૨૧)