Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 5
________________ ભયંકર પરિણામ આવતું હોય તો આપણા પાપથી આપણું શું થશે – એવો વિચાર ન આવે ? આપણા પાપનો વિચાર કરીએ તો આપણો સંસાર છૂટી જાય, બીજાના પાપનો વિચાર કરીએ તો આપણો સંસાર વધ્યા વગર ન રહે. સાધુસાધ્વીના પાપની ચિંતા માટે આ વર્ણન નથી, આપણા પોતાના પાપની ચિંતા માટે આ વર્ણન છે. આ બધું સાંભળીને પરિણામ કાંઈક હળવા-મંદ બને ને સાધુપણા માટે પુરુષાર્થ કરવા આપણે તત્પર બનીએ - એ માટેનો આ પ્રયાસ છે. આપણે જોઈ ગયા કે સાધુભગવંતોએ જે આચારમાં ધૃતિ કેળવવાની છે તે આચાર છજીવનિકાયના વિષયવાળો છે. આ અનુસંધાનમાં ટીકાકારશ્રી અન્યત્ર જણાવેલ આ જ વાતનો હવાલો આપે છે કે - છનું નવનિઝામું, ને ગુ સંબઇ સયા | જૈ જૈવ તો વિણ, પરમથT સંગg // છ પ્રકારના જીવનિકાયને વિષે જે બુધ સદા માટે સંયમી હોય છે તે પરમાર્થથી સંયત તરીકે જાણવો. અહીં પહેલાં યુધ જણાવ્યું છે પછી સંગા કહ્યું. કારણ કે જે જાણકાર હોય તે જ સંયમી બની શકે. જે; જીવ અને અજીવના ભેદને સમજે, જીવને દુ:ખ આપવાના સાધનને તથા પ્રકારને વિચારે તે જ સંયમી બને. ગમે તેટલું દુઃખ ભોગવવું પડે તો ભોગવી લેવું પણ કોઈને દુ:ખ ન જ આપવું એનું નામ ધર્મ. છ વનિકાયનો જ્ઞાતા હોય અને તેની યતના માટે સંયમિત હોય તે જ પરમાર્થથી સાધુ છે. પોતાનું શરીર, ઇન્દ્રિય, વચન, મન પોતાના કાબૂમાં હોય તેવા સાધુ હોય. ઊંચા સાદે બોલાઈ ગયું - એવું સાધુ માટે ન બને. ઝડપથી ઉઠે, ફટાફટ ચાલે - એવા સાધુ ન હોય. ‘મારા બોલવાના કારણે, મારા વર્તનના કારણે સામા માણસને શું અસર થશે.' - એ વિચારીને પછી મોટું ખોલવાવાળા અને પગ ઉપાડવાવાળા સાધુભગવંત હોય. અશુભ વિચાર આવવા ન દે, આવતાંની સાથે રોકી દે, કાર્યરત ન બનવા દે એવા સાધુ હોય. જ્યારે પણ પાપનો પ્રસંગ આવે ત્યારે સંયમી થઈને જીવે - એવા સંત હોય. અનંતાનંત જીવોથી વ્યાસ એવા આ લોકમાં એક પણ જીવને દુઃખ નથી આપવું માટે પોતાના મનવચનકાયાને સંયમિત રાખે, કાબૂમાં રાખે એવા સાધુ હોય. આ દુનિયાના કોઈ પણ જીવને દુઃખ ન આપવું અને ગમે તે જીવ દુ:ખ આપે તો તે ભોગવી લેવું. આપણે બીજાને પીડા પહોંચાડવાનું ત્યારે જ બને છે કે જ્યારે આપણા સુખની ચિંતા કરવા બેઠા હોઈએ ને આપણું દુ:ખ ટાળવા તત્પર હોઈએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ સાધુપણું પાળવું હોય તો આજ્ઞાનું જ્ઞાન મેળવવા અને એને આચરણમાં મૂકવા પ્રયત્ન કર્યા વિના નહિ ચાલે. જ્ઞાનયોગ અને ક્રિયાયોગ છૂટા ન પડવા જોઈએ. આજે આ બે યોગની ઉપેક્ષા થતી હોય તો લોકસંપર્કના કારણે. લોકનો સંપર્ક જ એવો છે કે આજ્ઞાનો સંપર્ક છોડાવે. લોકસંપર્ક છોડે તો આજ્ઞાસંપર્ક કેળવાય. લોકના સંપર્ક પ્રવૃત્તિ વધે, પ્રવૃત્તિ જેટલી વધે એટલી જયણા ન સચવાય અને સાધુપણું પાળવાનું કપરું બની જાય. ઇન્દ્રિયો છૂટી મૂકે તે આચારને નેવે મૂક્યા વિના ન રહે. આચાર એ જીવનો આધાર છે. આચાર વિનાનો અર્થા અનાચારવાળો જીવ અજીવ જેવો છે. આજે વિચારને પ્રધાન બનાવીને આચારને ગૌણ બનાવનારાઓએ આ વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે. ‘પ્રવૃત્તિ કરીએ છીએ પણ ઉપાદેય નથી માનતા’ - આવો બચાવ છદ્દે ગુણઠાણે ન નભાવાય. ચારિત્ર લઈને બેઠેલા આચારની ઉપેક્ષા કરે તો સમ્યગ્દર્શન કઈ રીતે જળવાય ? સમ્યમ્ આચારની રક્ષાનો પરિણામ હશે તો સમ્યકત્વ જળવાઈ જ જવાનું છે. આચારના કારણે જીવનું જીવત્વ છે માટે આચારમાં સ્થિર થવું છે. સાધુભગવંતે જે સંયમ પાળવાનું છે તે સંયમ જીવનિકાયના આધારે પાળવાનું છે. આ જીવનિકાયના વિષયવાળા સંયમને જણાવવા પાંચ અધિકાર જણાવ્યા છે. કોઈ પણ વિષયનું વ્યાખ્યાન કરવું તેને અનુયોગ કહેવાય છે. આ અનુયોગના ચાર દ્વાર છે : (૧) ઉપક્રમ, (૨) નિક્ષેપ, (૩) અગમ અને (૪) નય. તેમાં ઉપક્રમના દ્વારમાં આ ચોથા છજીવનિકાય અધ્યયનનો અર્થાધિકાર જણાવવાનો છે. આ અર્વાધિકાર છ પ્રકારનો છે. આ અધ્યયનમાં જે જે અર્થો વર્ણવવાના છે તે અર્થોને છ વિભાગમાં વહેંચીને ભાષ્યકારશ્રીએ જણાવ્યા છે : (૧) જીવ અને અજીવના સ્વરૂપનું જ્ઞાન, (૨) છyવનિકાયની હિંસાથી વિરામ, (૩) ચારિત્રધર્મ, (૪) યતના, (૫) ઉપદેશ તથા (૬) ધર્મનું ફળ. જીવના અસ્તિત્વનું જ્ઞાન કરાવવું. પૃથ્વીકાયાદિની હિંસાથી વિરામ પામવો, તે માટે પ્રાણાતિપાતાદિ પાપની નિવૃત્તિ સ્વરૂપ ચારિત્રધર્મનું પાલન કરવું, પૃથ્વીકાયાદિ જીવોના આરંભસમારંભના પરિહારમાં પ્રયત્ન કરવો, આત્માને કર્મબંધ ન થાય ઈત્યાદિ વિષયનો ઉપદેશ તથા અનુત્તર અર્થાત્ સર્વોત્તમ જ્ઞાનાદિની પ્રાપ્તિ સ્વરૂપ ધર્મનું ફળ જણાવવું : આટલા અધિકાર આપણે આ અધ્યયનમાં જોવાના છે. જીવના અસ્તિત્વને આપણે માનીએ છીએ કે એનું જ્ઞાન કરાવવું પડે ? રોજ ‘સાત લાખ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 92