Book Title: Dash Vaikalik Sutra Part 03 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 4
________________ ઊંડું જ્ઞાન જોઈએ - એ વાત આ ચોથો અધ્યયનમાં કરી છે. ચોથા અધ્યયનની વાત સાધુસાધ્વી માટે જ છે - એ વસ્તુ મગજમાંથી કાઢી નાંખો. તમારે સાધુ થવું છે ને ? અત્યાર સુધી ‘સત્ત્વ નથી, સંયોગો નથી, શક્તિ નથી' - એવું બોલવાનું કામ ઘણી વાર કર્યું. પણ સત્ત્વ, સંયોગ કે શક્તિ મેળવવા પ્રયત્ન ક્યારે કર્યો ? સ૦ રોગ હોય તો દીક્ષા ન આપો ને ? રોગીને દીક્ષા ન અપાય એવું નથી. રોગીને પણ આપીએ, મહારોગીને પણ આપીએ, પરંતુ જે રોગની ફરિયાદ ન કરે અને રોગ સહન કરવાની વૃત્તિવાળા હોય તેને આપીએ. ફરિયાદ કરવી હોય તો પાપની કરવાની, રોગની નહિ. જે ફરિયાદનો નિકાલ થઈ શકે એવો હોય એવી ફરિયાદ કરવાની. પ્રયત્ન કરવાથી પાપ જાય કે રોગ જાય ? રોગને દૂર કરવાનો ઉપાય સેવ્યા પછી રોગ ન જાય એવું બને, પણ પાપ દૂર કરવાનો ઉપાય સેવે એનાં પાપ જાય જ : તો શું કરવું છે ? નીરોગીએ દીક્ષા લીધી હોય અને દીક્ષા લીધા પછી રોગ આવે - એવું ય બને ને ? ત્યારે પણ રોગની ફરિયાદ નથી કરવી. રોગ કદાચ સહન ન થાય તો દવા લે એ બને, પણ દીનતા ધારણ ન કરે, તેમ જ દવા લીધા પછી પણ લાગુ ન પડે તો પછી સમભાવે સહન કરવા તૈયાર થાય એવાનું અહીં કામ છે. સહન કરવાની શક્તિવાળાનું નહિ, સહન કરવાની ભાવનાવાળાનું કામ છે. સહનશક્તિ તો આત્મામાં પડેલી જ છે. તેને ખીલવવા માટે ભાવના કેળવવાની જરૂર છે. જનમતાંની સાથે જીવલેણ રોગો સહન કરવા પડે છે ને ? ત્યારે શક્તિ ક્યાંથી આવે છે ? તમે ભાવના કેળવો કે ન કેળવો, શક્તિ મેળવો કે ન મેળવો, પાપનો ઉદય થશે એટલે દુઃખ આવવાનું છે. એક વાર સહન કરી લેવું છે - એટલી ભાવના કેળવી લો તો શક્તિ તો પહેલી જ છે. રોજ સવારે ઊઠીને આત્માને પૂછો કે ગૃહસ્થપણા કરતાં સાધુપણામાં એવું કયું દુ:ખ વધારે છે કે જેથી હું સાધુ થતો નથી ? આટલું જ પ્રામાણિકપણે વિચારો તો બીજા દિવસે દીક્ષા મળી જશે. ગૃહસ્થપણામાં પણ દુ:ખ કયાં નથી, છતાં તે વેઠાય છે ને ? તો સાધુપણામાં કયું દુ:ખ વધારે આવવાનું હતું ? ભૂમિકા મજબૂત હોય અને પાયો ઊંડો હોય તો તેના ઉપર મંડાણ સારું થાય. અનાદિથી મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના અનાચારમાં જીવ્યા છીએ હવે એમાંથી બહાર આવવું છે. મરતાં મરતાં સાધુ થવું છે કે સાધુ થઈને મરવું છે ? મરતાં કોઈ પૂછે કે “કંઈ કહેવું છે ?' તો કહી દેવાનું કે ‘ખાલી હાથે જઉં છું, હાથ ઘસતો જઉં છું. તું આવી ભૂલ ન કરતો.' સ0 મોટી ઉંમરે કોઇ જવાબદારી લેનાર મળવા જોઈએ ને ? ડોકટરો જવાબદારી ન લે તોપણ ચિકિત્સા કરાવવા તૈયાર થાઓ ને ? અને અહીં ગુર જવાબદારી લે તો જ આવવું છે - આ સાધુપણાનો પ્રેમ નથી. થોડું સત્ત્વ કેળવી લો, ક્યારે શું થવાનું છે, કાંઈ ખબર નથી. કૃષ્ણવાસુદેવ ત્રણ ખંડના અધિપતિ, છપ્પન ક્રોડ યાદવોના સ્વામી, સોળ હજાર સ્ત્રીઓના ભક્ત હોવા છતાં અંત સમયે પાસે કોઈ ન હતું. પાણીની તરસ ઘણી લાગી હોવા છતાં છેલ્લી ઘડીએ પાણીનો પાનાર ન મળ્યો. કોણ કોનું ધ્યાન રાખી શકે ? ઉપરથી ગુર ચિંતા કરે તો તેમને ચિંતાથી મુક્ત કરવા કે “શાંતિથી સહન કરી લઈશ. આપ મારું ધ્યાન નહિ રાખો તો ચાલશે.” આપણે યોગ્ય બની રહીએ તો માર્ગની પ્રાપ્તિ આપણા માટે સુલભ છે. એકાદ આત્મા માર્ગસ્થ બને તો અનેકને માર્ગસ્થ બનાવે. કાળ ખરાબ છે એની ના નહિ, પણ આપણે આપણો આત્મા ખરાબ રાખીને નથી જીવવું. આ ચોથું અધ્યયન આપણા આત્માને શુદ્ધ બનાવી આપે એવું છે. અનંતા શ્રી તીર્થંકર પરમાત્માઓએ જાતે પાળીને પછી ઉપદેશેલા આ આચારો છે. આ બધું સાધુભગવંતો માટે છે ને આપણા માટે નથી - એવું ન વિચારશો. જો સાધુભગવંતોને પણ આચાર ન પાળવાના કારણે આટલું પાપ લાગતું હોય તો અનાચારમાં બેઠેલા મારું શું થશે – એવો વિચાર કરવો. આ તો સાધુના આચાર સાંભળીને એમને હિતશિક્ષા આપવા બેસી જાય. એક સાધુને હાથ ધોતા જોયા ત્યારે અતિપરિણત એવા એક શ્રાવકે સાધુના અતિચાર સાંભળીને સાધુને પૂછ્યું કે ‘મુખે ભીનો હાથ લગાડ્યો’નો અતિચાર આમાં લાગે ને ? એ શ્રાવકને એમ વિચાર નથી આવતો કે - અચિત્ત પાણીને આ રીતે વાપરવામાં સાધુને અતિચાર લાગતો હોય તો ડોલ ભરીને સચિત્ત પાણી વાપરનાર મારું શું થશે ? સાધુના આચાર કે અનાચાર તમને સમજાવીએ છીએ તે તમારા આચાર-અનાચારનું ભાન કરાવવા માટે સમજાવીએ છીએ. સંસાર કેમ છૂટતો નથી - એનું કારણ સમજાયું ને ? ગૃહસ્થપણામાં પાપ કરવાની છૂટ માની છે માટે સંસાર છૂટતો નથી. જે સાધુ નિરવદ્યકોટિનું જીવન જીવે તેમના અનુપયોગપૂર્વક સેવાઈ ગયેલા પાપનું (૫)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 92