________________
ભારતીય પ્રાચીન શિલ્પક
ચૂન (stucco), સેલખડી (steatite), અને ફાયન્સ (ઘસીને બનાવેલી માટીમાંથી બનાવેલાં શિલ્પ પણ હડપ્પીય સભ્યતાનાં કેદ્રોનાં ઉત્પનામાંથી મળી આવ્યાં છે. પણ તેની પરંપરા તે પછી ધીમે ધીમે અદશ્ય થતી જણાય છે. પરિણામે ઈસુની ૧ લી સદી પછીનાં આ પદાર્થોમાંથી બનાવેલાં શિલ્પો જવલ્લે જ જોવામાં આવે છે.
શિલ્પની બનાવટમાં કાષ્ઠ એટલે લાકડાનો ઉપયોગ થયેલો જોવા મળે છે. પ્રાચીનકાળમાં મકાને અને મંદિરો લાકડાનાં બનાવવાની પરંપરા હતી. આ પરંપરા છેક મધ્યકાલ સુધી ચાલુ રહી હતી. કાષ્ઠની પ્રતિમાઓ જો કે જવલ્લે જ મળે છે, છતાં એનો પ્રચાર હતો. અલ્બરૂનીએ પોતાની પ્રવાસનેધમાં મુલતાનમાં આવેલી કાષ્ઠની સૂર્ય-પ્રતિમાનો ઉલ્લેખ કર્યો છે. જગન્નાથપુરીની જગદીશની પ્રતિમા કાષ્ઠમાંથી જ બનાવેલી છે. સૂર્ય અને રન્નાદેવીની કાષ્ઠમાંથી બનાવેલી મોટી પ્રતિમાઓ પાટણના મહાલક્ષ્મી મંદિરમાં છે. અને તે શ્રીમાળના જગસ્વામીના સૂર્ય મંદિરની પ્રતિમાઓ હેવાનું મનાય છે.
શિલ્પની બનાવટમાં અગત્યના પદાર્થ તરીકે પાષાણને ઉપયોગ છેક હડપ્પીય સભ્યતાના કાલથી થતા નજરે પડે છે અને અદ્યાપિપર્યત તે પરંપરા ચાલુ રહી છે. ભારતીય સ્થાપત્યોમાં કાષ્ઠ અને ઈંટયુગ પછી પાષાણને ઉપયોગ પહાડોમાં ગુફાઓ કોતરવાની પ્રથાથી શરૂ થયો હોવાનું મનાય છે. પ્રથમ ગુફાને સાદા રૂપમાં અને પછી, ઘાટ–નકશી વડે અલંકૃત કરવામાં આવતી. પ્રાચીન ગુફાસ્થાપત્યના અવશેષો બૌદ્ધ ગુફાઓમાં મળી આવે છે. અહીં બાંધણીની જે પરંપરા સૂચિત થાય છે, તેનું અગાઉની કાષ્ઠની બાંધણી સાથે ભારે સામ્ય વરતાય છે. કેટલીક ગુફાની છત કાષ્ઠની પ્રતિકૃતિરૂપ છે. સ્તંભો, ધાર, દ્વારશાખાઓ વગેરેની રચનામાં પણ કાષ્ઠની બાંધણીની પરંપરા દૃષ્ટિગોચર થાય છે.
| શિલ્પના માધ્યમ તરીકે સાધારણ રીતે પ્રાદેશિક પાષાણને ઉપયોગ થયેલો જોવા મળે છે :
૧) હડપ્પાનાં શિલ્પ ઘણું કરીને ચૂનાના પથ્થર (lime stone) કે સેલખડીનાં બનેલાં છે. આ ખનીજ પદાર્થો સિંધની સ્થાનિક ખાણના છે.
૨) અશોકકાલીન શિલ્પ મિરઝાપુર જિલ્લાના ચુનાર ગામની બદામી રંગના રેતિયા પથ્થરની ખાણમાંથી બનેલા છે. આ પથ્થર પર અરીસા જેવો ઓપ આવી શકે છે.
૩) ભરત અને સાંચીની વેદિકાઓમાં મધ્ય ભારતને ઘેર લાલ પથ્થર વાપરેલ છે.