________________
ભારતીય પ્રાથીન શિલ્પકલા
કરવાનું અને ઉત્તેજવાનું છે. આ કાર્ય તે પદાર્થનાં ત્રણ પરિમાણો, લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ કે જાડાઈમાં તેમનાં વાસ્તવિક પ્રમાણો દ્વારા કરે કે ફકત બે પરિમાણ લંબાઈ અને પહોળાઈ દ્વારા ને ત્રીજા પરિમાણ ઊંડાઈ અપચય કરીને કરે.” અહીં આ અર્થમાં ભારતીય પ્રાચીન શિલ્પકલાનું નિરૂપણ અભિપ્રેત છે. પ્રાચીન ભારતમાં “લા” કે “
શિલ્પી” શબ્દ બધી કલાઓ માટે પ્રયોજાતો હિતે. પશ્ચિમી શિક્ષણ અને સભ્યતાના પ્રભાવથી ભારતમાં પણ ૧) ઉપયોગી કે સામાન્ય કલા અને ૨) લલિતકલા–એવા બે વર્ગોમાં પ્રાચીન ભારતીય કલાઓનું વગીકરણ કરવામાં આવ્યું છે. ઉપયોગી કલાઓમાં સુથારીકામ, સોનીકામ, લુહારીકામ, દરજીકામ, રત્નપરીક્ષાકામ, રાંધણકલા વગેરે જીવનોપયોગી કલાઓનો સમાવેશ થાય છે. આ સિવાય સૌંદર્યની અનુભૂતિ અને આનંદ પ્રાપ્તિ કરાવતી કલાઓ છે, જેને લલિતકલાઓ કહેવામાં આવે છે. “જે અનુભૂત સૌંદર્યના પુનર્નિર્માણથી આપણા -આત્માનો વિકાસ થાય, મનને આનંદ થાય અને આપણી ચેતના જાગ્રત થાય તેને
લલિતકલા કહેવામાં આવે છે.” સિડની કોલ્વિને સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત . અને કાવ્યને લલિતકલાઓમાં સમાવેશ કર્યો છે, જ્યારે કેટલાક વિદ્વાનો એમાં નૃત્ય
અને નાટયને પણ ઉમેરો કરે છે. લલિતકલાઓને ૧) રૂપપ્રદ કે આકારપ્રદ કલા | (shaping arts) અને ૨) શાબ્દિક કલાઓ (speaking arts) એવા બે ઉપવિભાગોમાં - વહેંચવામાં આવે છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, નૃત્ય અને નાટય એ રૂ૫પ્રદ કલાઓ : છે, જ્યારે સંગીત અને કાવ્ય એ શાબ્દિક કલાઓ છે. આમ લલિતકલાના કુલમાં શિલ્પકલા એ રૂપપ્રદ કલા છે. પ્રાચીન ભારતમાં સ્થાપત્ય સાથે એને સંબંધ સંગીન રહ્યો છે. કેટલાંક શૈલગ્રહો અને મંદિરોમાં એને યોગ સ્થાપત્ય અને ચિત્રકલાની સાથે સુમેળથી થયેલો જોવા મળે છે.
૨) પૂર્ણમૂર્ત અને અંશમૂર્ત શિ૯ શિલ્પ રચના પરત્વે બે પ્રકારના ઘાટ અથવા આકાર ધારણ કરતાં જોવામાં આવે છે. જે શિલ્પ ચારે બાજુએથી કોતરાયેલાં હોય એટલે કે જેમની રચના એ રીતે કરવામાં આવી હોય કે તેમનું સન્મુખ દર્શન, પાર્શ્વ દર્શન અને પશ્ચાત્ દર્શન તેમના સંપૂર્ણ સ્વરૂપે નજરે પડી શકે. આવું શિલ્પ પૂર્ણમૂર્ત શિલ્પ (sculpture in round) તરીકે ઓળખાય છે. બીજા પ્રકારના શિલ્પને અંશમૂર્ત શિલ્પ (sculpture in relief) કહે છે. એમાં પશ્ચાત્ દર્શન કરાવવામાં આવતું નથી. આથી આ પ્રકારનાં શિલ્પ કોઈ એક ફલક પર ચટાડવામાં કે ઉપસાવવામાં આવ્યાં હોય તેવાં લાગે છે. અંશમૂર્ત શિલ્પના પણ ત્રણ પ્રકાર જોવામાં આવે છે. તેમાં પહેલા પ્રકારનાં શિલ્પોને ઉઠાવ ઘણો જ આછો અથવા સામાન્ય રેખાઓ મારફતે નિપજાવવામાં