________________
૧ પ્રાસ્તાવિક
આવે છે. આવાં શિલ્પોને અલ્પમૂર્ત શિલ્પ (low or bas relief) તરીકે ઓળખવામાં આવે છે. બીજા અને ત્રીજા પ્રકારનાં અંશમૂર્ત શિલ્પોમાં ઘેરું તથા ઊંડું કોતરકામ કરવામાં આવે છે. એમાં શિલ્પને લગભગ અડધો ભાગ કોતરેલો હોય છે. આવાં શિલ્પોને અર્ધમૂતં (half relief) તરીકે ઓળખવામાં આવે છે જ્યારે શિલ્પના લગભગ પોણો ભાગ ઉપસાવેલો હોય ત્યારે એને અતિમૂર્ત કે અધિકમૂર્ત (high relief) કહેવામાં આવે છે.
પ્રાથમિક અવસ્થામાં ગુફા શિલ્પનું રેખાંકન માત્ર રેખાઓ દ્વારા નિપજાવવામાં આવ્યું છે અને આથી આપણે એમ કહી શકીએ કે પ્રાથમિક અવસ્થાની અને ગુફાઓનાં શિલ્પોની આ પરંપરા જેમ જેમ વિકાસ પામી તેમ તેમ ઉત્તરોત્તર વધુ ઘેરા ઊંડા તક્ષણની શૈલી અસ્તિત્વમાં આવી. એમાંથી પૂર્ણમૂર્તિ શિલ્પોની શૈલીનો ઉદય થયો.
૩) શિપના પદાર્થો શિલ્પો બનાવવા માટે પ્રાચીન ભારતમાં માટી (પકવેલી તેમજ કાચી), સેલખડી, ફાયન્સ, કાષ્ઠ, પાષાણ, હાથીદાંત કે ધાતુ જેવા પદાર્થોને પ્રયોગ થતો જોવામાં આવે છે.
શિલ્પમાં વપરાતા પદાર્થોના વપરાશની અનુકૂળતા-પ્રતિકૂળતા તે પ્રદેશમાં સહેલાઈથી પ્રાપ્ત થતા તે તે પ્રકારના પદાર્થોને અનુરૂપ હોવાનો સંભવ છે. અનુકૂ. ળતાની બાબતનો વિચાર કરીએ તો માટી અને લાકડા જેવા પદાર્થ લગભગ દરેક સ્થળે મળે તો તે પ્રકારનાં શિલ્પો પણ ત્યાં જોવા મળે છે. વળી વિશિષ્ટ પ્રકારનું લાકડું પણ વપરાશની દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ભોગવે છે. લોકભોગ્ય શિલ્પના નમૂના આ બે પદાર્થોમાં સવિશેષ નજરે પડે છે. પાષાણ, ધાતુ, હાથીદાંત, છીપ, વગેરે પદાર્થો વિશિષ્ટ પ્રકારની કલાકારીગરી માટે તેમજ સફાઈદાર કામ કરવા માટે વિશેષ અનુકૂળ જણાય છે.
આમાં માટીકામની પરંપરા અન્ય દેશોની જેમ ભારતમાં પણ સૌથી જૂની હોય તેમ જણાય છે. આદ્ય ઐતિહાસિક કાલમાં હડપ્પીય સભ્યતાથી પણ પહેલાંની બલુચિસ્તાન, સિંધ વગેરે પ્રદેશોમાંની સંસ્કૃતિઓમાંથી માટીનાં શિલ્પ મળી આવ્યાં છે. હડપ્પીય સભ્યતાનાં પ્રાચીન શિલ્પોની પરંપરાનું પૂર્વ સંધાન આ સંસ્કૃતિમાં જોવામાં આવે છે. માટીનાં પકવેલાં શિલ્પોની પરંપરા ભારતમાં ગુપ્તકાલ સુધી ઉત્તરોત્તર વિકાસ પામતી જણાય છે અને ભારતમાંથી તેના ઘણા નમૂના ઉપલબ્ધ બન્યા છે. ઉત્તરકાલમાં પણ આજ દિન સુધી માટીનાં શિલ્પોની આ પરંપરા અવિરતપણે ચાલુ રહી છે.