Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 8
________________ કરૂણાસાગર, વિશ્વકલ્યાણ અને વિશ્વમાંગલ્યની માનવીના સર્વાગી. વિકાસની સતત હિતચિંતા કરનાર ભગવાન મહાવીરની અમૃત સરવાણીનું મૂળ જોઇએ છીએ તો ધન્યતા અને આનંદના ઉદ્ગારો સરી પડે છે. તેઓના જીવનના આરંભથી જ નહીં પરંતુ માતાના ઉદરમાં ગર્ભ રુપે આકાર લઇ રહેલા આ ઉત્તમ મહામાનવે અજર અને અમર સંદેશ આપ્યો છે. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાના સંયમી-પવિત્ર-સાત્ત્વિક દાંપત્યજીવનની ઉત્તમ અસર ભગવાન મહાવીર પર જોવા મળે છે. તેમના માતા-પિતા અલગ-અલગ શયનખંડમાં, રાત્રી નિંદ્રા કરતા હતા. ત્રિશલા માતાને ૧૪ ઉત્તમ સ્વપ્નાંઓ આવે છે, એ સ્વપ્નોનો આનંદ અને એના ફળ વિશેનું જ્ઞાન મેળવવા તેઓ ઉત્સુક બને છે અને નજીકના બીજા ખંડમાં શયન કરી રહેલા સિદ્ધાર્થ રાજાને ખૂબ વિનય અને આદરથી જગાડી આ સ્વપ્નની વાત રજૂ કરે છે. બીજો પણ એવો જ સરસ પ્રસંગ જ્ઞાનીઓએ વર્ણવ્યો છે. ત્રિશલા. માતાના ઉદરમાં ગર્ભસ્થ રહેલા ભગવાન મહાવીરના જીવે માતાને કષ્ટ ન પડે તેવા શુભ આશયથી ગર્ભમાં ફરકવાનું - હલનચલન કરવાનું બંધ કર્યું. આમ કરવાથી માતા ખૂબ ચિંતિત થયા તેઓને ડર લાગ્યો કે તેમના ઉદરમાં રહેલા ગર્ભનું કશુંક અમંગલ તો નહી થયું હોય ? એનો નાશ તો નહી થયો હોય ? ભગવાને, અવધિજ્ઞાનથી માતાનું દુઃખ જાણી લીધું અને ફરીથી હલનચલન શરૂ કરી દીધું. ઉપરાંત, નક્કી પણ કર્યું કે જયાં સુધી માતા-પિતા સંમતિ ન આપે ત્યાં સુધી દીક્ષા લેવી નહી – સંસારનો ત્યાગ કરવો નહી પરંતુ સંસારમાં રંગાયા વિના, સંયમથી જીવન વ્યતીત કરવું અને માતા-પિતાને પ્રસન્ન રાખવા. ભગવાનના આ ઉત્તમ સંકલ્પમાં એમની વડીલો પ્રત્યેની પૂજયભાવની ઉત્તમ અભિવ્યક્તિ મળી આવે છે. આ પ્રસંગમાં ભગવાનની માતા-પિતા પ્રત્યેની ભક્તિ અભિપ્રેત છે. ભગવાન મહાવીરનું કુટુંબ વાત્સલ્ય : માતા પિતાના સ્નેહ અને આગ્રહથી એમના પ્રત્યેના આદરભાવથી અને ભોગાવલી કર્મના ઉદયને કારણે ઋણાનુબંદ પૂર્ણ કરવા માટે ભગવાન મહાવીરના લગ્ન થાય છે. તેઓના દાંપત્યજીવનમાં પણ ભોગોપભોગને બદલે સંયમ અને ત્યાગના, વિવેક અને વૈરાગ્યના અંશો વધુ પ્રમાણમાં મળી આવે છે અને ભગવાન મહાવીર અને સંયમજીવઠા)

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70