________________
સમિતિ એટલે શુભક્રિયામાં પ્રવૃત્તિ. જેના દ્વારા સાધક સમ્યગતિ-પ્રવૃત્તિ કરે છે, તે સમિતિ છે. સાધક સ્વશુદ્ધિ માટે સજગ હોય છે, પરંતુ તેની કોઇ પણ પ્રવૃત્તિ પરને બાધક કે ત્રાસદાયક ન બની જાય તેની પૂરી કાળજી રાખવાની હોય. છે. સાવધાન રહેવાનું હોય છે.
સમ્ + ઇતિ = સમિતિ, સમ્' એટલે સમ્યફ અને ઇતિ એટલે ચેષ્ટા. પ્રભુ અરિહંતના પ્રવચનને અનુસાર પ્રશસ્ત એવી જે ચેષ્ટા, તેને સમિતિ કહેવાય છે. નવાંગી ટીકાકાર સમિતિ વિશે ભાખે છે. એક નિષ્ઠા સાથે કરવામાં આવતી શુભ પ્રવૃત્તિને સમિતિ કહે છે. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી લખે છે કે સમિતિ માંગે છે, અન્ય જીવો પ્રતિ આત્મીયતા અને નિર્વ્યાજ પ્રેમ. આ ભાવથી પ્રેરાઇને સાધકનો જગતના જીવોના હિત માટે, સુખ માટે કંઇક કરી છૂટવાની નિર્મળ ભાવના પૂર્વકનો જીવન વ્યવહાર.
ઉત્તરાધ્યયનસૂત્રના ૨૪મા અધ્યયનમાં સમિતિના પાંચ પ્રકાર દર્શાવ્યા છે, જેની વિગત આ પ્રમાણે છે. સંતોના જીવનમાં જે જે પ્રવૃત્તિઓ અપરિહાર્ય અને આવશ્યક છે તેને દૃષ્ટિ સમક્ષ રાખીને તેમનું વર્ગીકરણ પાંચ પ્રકારમાં કરેલા
છે.
(૧) ઇર્ષા સમિતિ - સાધક જીવન એટલે સ્વાધ્યાય અને ધ્યાનમાં તલ્લીનતા. તેમાં કોઇ પણ પ્રકારની ચપળતા કે ચંચળતાને અવકાશ જ નથી. પરંતુ આ પ્રકારની તલ્લીનતાનું સાતત્યભંગ થાય ત્યારે કાયાની પ્રવૃત્તિ, ઉપયોગપૂર્વક અન્ય જીવોને પીડા ન પહોંચે તે રીતે કરવી તે ઇર્ષા સમિતિ છે. સાવધાનીથી ચાલવું ઇર્યાસમિતિ છે અર્થાત્ ગતિ સંબંધી જાગૃતતા, શાસ્ત્રોક્ત નિયમ પાલનની તત્પરતા અને યતનાપૂર્વક ઉપયોગમય પ્રવૃત્તિને ઇર્ષા સમિતિ કહે છે. સ્થાન, ગમન, નિષધા અને શયન એ ચારેયનો સમાવેશ ઇર્યામાં થાય છે.
ઇર્ષા સમિતિની શુદ્ધિ માટે શાસ્ત્રકારે ચાર પ્રકારની શુદ્ધિ દર્શાવી છે. (૧) આલંબન શુદ્ધિ, (૨) કાળ શુદ્ધિ, (૩) માર્ગ શુદ્ધિ, (૪) યત્નાશુદ્ધિ. સાધક આ ચાર પ્રકારે પરિશુદ્ધ ઇર્યાસમિતિથી વિચરણ કરે. ટૂંકમાં યતનાથી ચાલવાની વિધિ દર્શાવી છે.
(
૪૩)
૪૩
ભગવાન મહાવીર અને સંયમજીવલ )