Page #1
--------------------------------------------------------------------------
________________
- ભગવાન મહાવીર અને સંયમજીવન
ગુણવંત બરવાળિયા
Page #2
--------------------------------------------------------------------------
________________
ક
$
ભગવાન મહાવીર
જજ
૧૪. "
F
જર,
TV
અને
જી
*
સંયમજીવન,
*
*
*
AN
- ગુણવંત બરવાળિયા
A
V
જ
નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૨ દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૧ ૨૦૨, પેલીકન હાઉસ, નટરાજ ટોકીઝ પાસે,
આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૬ Visit us at : navbharatonline.com Email : info@navbharatonline.com
Page #3
--------------------------------------------------------------------------
________________
BHAGWAN MAHAVIR ANE SAYYAM JEEVAN by Gunvant Barvalia "GUNJAN" April 2004 Visit us at : navbharatonline.com Email : info@navbharatonline.com
© MRS. (Dr.) M. G. BARVALIA
પ્રથમ આવૃત્તિ ઃ ૨૦૦૪
મૂલ્ય રૂા.30/
પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૨ દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૧ ૨૦૧, પેલીકન હાઉસ, નટરાજ ટોકીઝ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૬
મુદ્રકઃ થનક ઓફસેટ શાહીબાગ, એન.આર.એસ્ટેટ, તાવડી પૂરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૪.
Page #4
--------------------------------------------------------------------------
________________
નિલૈંઠા
ભગવાન મહાવીર સ્વામીની ૨૬૦૦મી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી સમગ્ર ભારતવર્ષ અને દુનિયામાં જ્યાં જ્યાં જૈનો વસી રહ્યાં છે ત્યાં ત્યાં ıક્તગત અને સંસ્થાકીય ધોરણેથઈ. આજ સમયગાળા દરમ્યાન ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને લગતા ચિવાલય ગાંધીનગરથી એક પત્રમળ્યો.
પત્રમાં જણાવ્યા પ્રમાણે ભગવાન મહાવીરની ૨૬૦૦મી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી અંતર્ગત ભગવાન મહાવીર વિશેના ૨૬ પુસ્તકો ક્રમશઃ પ્રગટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં મારી પસંદગી ‘ભગવાન મહાવીર અને સંયમજીવન' અંગેના પુસ્તકના લેખન કાર્ય માટે કરવામાં આવેલી. પુસ્તકની હસ્તપ્રત નિશ્રી વાત્સલ્યદીપને અમદાવાદ સૂપ્રત કરવાની વિનંતી પત્રમાં કરવામાં આવી હતી.
મુનિશ્રી વાત્સલ્યદીપ સાથેના પત્ર વ્યવહારથી જાણયું કે મુનિશ્રીની પ્રેરણાથીજ ગુજરાત સરકારે આ પ્રકાશન પ્રવૃત્તિનોનિર્ણય લીધેલો, પરંતુ સરકારી વહીવટી કારણોને લીધે તેમાં વિલંબ થયો. ભગવાન મહાવીરના સંયમજીવન વિશેના આ પુસ્તકના લખાણ દ્વારા ચરમ તીર્થંકર દેવાધિદેવને ભાવાંજલિ આપવાનો નમપ્રયાસ કર્યો છે.
પ્રકાશન કાર્યમાં સહાયક થવા બદલ પૂજ્ય મુનિશ્રી વાત્સલ્યદીપ, ડોં.રસિકભાઇ મહેતા નવભારત સાહિત્ય મંદિરના શ્રી અશોકભાઈત્થાશ્રી મહેન્દ્રભાઇનો આભારી છું.
ગુણવંત બરવાળિયા
૬૦૧,સ્મિત એપાર્ટમેન્ટ,
ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ), મહાવીરજયંતી
એપ્રીલ ૨૦૦૪
Page #5
--------------------------------------------------------------------------
________________
ભાવાન મહાવીરની
મંગલમય કરુણા ઠેય સામ્રાજય
એમનું ધર્મચક સર્વત્ર આનંદ, શાંત અને માધુર્ય
ફેલાવતુ રહે છે. એમને સ્પર્ષેલું વાયુ મંડળ સર્વત્ર પવિત્રતા
અને ચંદન જેવી શિતળતા પ્રસરાવે છે. સંસારના તમામ
સામ્રાજ્ય કરતાં આ સામ્રાજ્ય ઉત્કૃષ્ટ છે. કોઈપણ
વ્યંતસાથે લડાઈ નથી કરી હિંસા નથી આયરી, છતાં હક્ય
સિંહાસન પર રાજ્ય કરનારા આ રાજાનું જ વાસ્તવિક રાજ્ય
છે. કારણકે આ સામ્રાજ્યમાં, હિંસાનથી, ચોરી નથી,
અબ્રહ્મમ નથી, જુઠ નથી, અને પરગ્રહનથી. અહીં સત્યના
સિંહાસન પર હંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અને અપરિગ્રહને
રાજતિલકકરાયું છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર અને સંયમજીવન
ભારત વર્ષની ભૂમિ પવિત્રભૂમિ છે. આ ભૂમિના કણ-કણમાં આધ્યાત્મિક અંશો મળી આવે છે. અનેક વિશ્વવંદ્ય વિભૂતિઓએ આ ધરતીને ધન્ય બનાવી છે અને માનવજાતના કલ્યાણ માટે અનોખી દિવ્યસંપત્તિ આપી છે. અનેક ધર્મોનું પિયર આ ભૂમિ છે. તેથી જ ભારતીય સંસ્કૃતિને તપોવનની સંસ્કૃતિ કહેવામાં આવી છે. તપોવનની જે શીતળતા - પવિત્રતા અને સાત્ત્વિકતા છે, પરમ શાંતિ અને સંવાદિતા છે તેવી જ ઉત્તમ સંપત્તિ આ ધરતીના માનવીના જીવનમાં પ્રાપ્ત થાય એવી શુભ ભાવના અનેક મનીષીઓએ વ્યક્ત કરી છે અને તે મુજબનું માનવજીવન બની રહે એ માટેની જીવન વ્યવસ્થા પણ આપી છે. ભારતીય સંસ્કૃતિએ દેહ કરતાં આત્માને, પ્રેય કરતાં શ્રેયને, ભોતિક સુખ કરતાં આધ્યાત્મિક સુખને પ્રાધાન્ય આપ્યું છે.
આ ધરતી પરની જીવ સૃષ્ટિમાં માનવી સૌથી મહાન છે. માનવીથી ચડિયાતું આ ભૂમિ પર કોઇ છે જ નહી. આવા ઉત્તમ માનવજીવનને ધન્ય બનાવવાની અમૂલ્ય તક માનવીને મળી છે. વસુંધરા પરનું એનું આગમન ફોગટ ફેરો ન બની રહે, ફરી પાછું જન્મ-મરણના ચક્રમાં એને અટવાવું-રખડવું ન પડે તે માટેની ઉત્તમ જીવન પદ્ધતિ-સાધનાપદ્ધતિની ભેટ એને મળી છે. માનવી પોતે જ પોતાનો ભાગ્યનિર્માતા બની શકે છે. સંપર્ક-પુરુષાર્થ અને સતત જાગૃતિથી, ઊંચ જીવનમૂલ્યોના આચરણથી વ્યક્તિ પોતાની જાનને ધન્ય બનાવી શકે છે. સત્સંગ, સાચન, સદ્વિચાર, સર્તન અને દેવ-ગુરુ-ધર્મની કૃપાથી, આ ભવસાગર તરવાનું સરળ બની જાય છે.
ભારતીય સંસ્કૃતિરૂપી ત્રણ આધ્યાત્મિક પ્રવાહો
(૧) હિંદુ ધર્મ, (૨) જૈન ધર્મ, (૩) બૌદ્ધ ધર્મ ભારતવાસીના આધ્યાત્મિક ઉત્થાન માટેની અને કલ્યાણ તથા માંગલ્યમાટેની ઉત્તમ જીવનવ્યવસ્થા વર્ણવે છે. આ સંસ્કૃતિના ત્રિવેણી તીર્થે ભારતીય આત્માનો અજોડ વિકાસ થયો છે અને વિશ્વમાં એને ખૂબ ગૌરવવંતુ - માનનીય સ્થાન પ્રાપ્ત થયું છે. ભૌતિક સુખ સગવડો અને વૈજ્ઞાનિક શોધખોળમાં ખૂબ પ્રગતિ કરી રહેલ પશ્ચિમના દેશોને શાશ્વત શાંતિ અને જીવનની યથાર્થ પરિપૂર્ણતા માટે ભારતીય સંસ્કૃતિની અમરતામાંથી જ પ્રેરણાનાં પીયૂષ પીવાના છે. વિશ્વનાગરિક્ત્વ વિશ્વબંધુત્વ અને વિશ્વશાંતિનો
-
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #7
--------------------------------------------------------------------------
________________
ઉપાય, ભારતીય સંસ્કૃતિના ઉત્તમ અંશોમાંથી, જગતને પ્રાપ્ત થઇ શકે તેમ છે. ભગવાન મહાવીરની અહિંસા, ભગવાન બુદ્ધની કરુણા જગતને માટે તારણહાર બની શકશે એ વિશે કોઇ જ શંકા નથી.
જૈનધર્મ આ ભૂમિનો
ભારતવર્ષની ભૂમિનો ખૂબ પ્રાચીન ધર્મ છે. આ ધર્મના પ્રારંભ વિશે ચોક્કસ વિગત આપી શકાય તેમ નથી પરંતુ હિંદુ ધર્મ ગ્રંથો વેદ વગેરેમાં જૈન ધર્મના અને એ ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના
ઉલ્લેખો મળી આવે છે તેથી આ ધર્મ ખૂબ પ્રાચીન છે એનું સમર્થન મળે છે. આ ધર્મના જૂનાં નામો ‘શ્રમણ ધર્મ’, ‘નિગ્રંથ ધર્મ’, ‘જિન ધર્મ' આદિ મળે છે. ‘જૈન ધર્મ એવો ઉલ્લેખ ધણા સમય પછી મળે છે અને આજે જૈન ધર્મ' એવી સંજ્ઞાથી એ જગતભરમાં જાણીનો બન્યો છે.
-
-
લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલા આ આરાના ૨૪માં ચરમ (અંતિમ) તીર્થંકર ભગવાન મહાવીરે એમની પૂર્વ થઇ ગયેલા ભગવાન પાર્શ્વનાથ આદિ તીર્થંકરોની અમર વાણીને એની સુંગધને વિશ્વભરમાં પ્રસરાવવાનું સમન્વય કાર્ય કર્યું છે. ભગવાન મહાવીરની વિચાર સંપત્તિમાં મૌલિક અંશો અવશ્ય છે, બાકી મુખ્યત્વે તો તેઓના વિચારોમાં તેમની પૂર્વે થઇ ગએલાં ૨૩ તીર્થંકરોની અમરવાણીનું આધ્યાત્મિક નવનીત જ મળે છે. વર્તમાન જાગતિક પરિસ્થિતિમાં ભગવાન મહાવીરનું જીવનદર્શન મહાન ઉપકારક બની રહેશે. માણસ-માણસ વચ્ચે સંવાદિતા અને સ્નેહની, મૈત્રી અને ઉદારતાની ભાવનાના ખરા વિકાસ માટે અહિંસા, ક્ષમા અવેર અને અપરિગ્રહને સર્વધર્મસમભાવ અને સમતાને યોગ્ય સ્થાન આપવું જોઇશે. ‘જીતવી જાતને સાચી, અન્યને જીતવા થકી' - વિજય પોતાની જ વૃત્તિઓ પર, અપૂર્ણતાઓ પર અને ઇન્દ્રિયો પર મેળવવાની વાત ભગવાન મહાવીરે જગત સમક્ષ રજૂ કરી એક અનોખો માર્ગ દર્શાવ્યો અને ઉત્તમ જીવનસાધના રજૂ કરી.
-
૨
આવી ઉત્તમ જીવનસાધના, ભગવાન મહાવીરે એમના શિષ્યો ગણધરો મારફત આગમ ગ્રંથો મારફત લોકો સુધી પહોંચાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની માન્યતા મુજબ આગમ ગ્રંથોની સંખ્યા ૪૫ છે; શ્વેતાંબર સ્થાનકવાસી તથા તેરાપંથી જૈનોની માન્યતા અનુસાર ૩૨ આગમ છે જ્યારે દિગંબર જૈનોની માન્યતા મુજબ, ભગવાન મહાવીરની વાણીની શ્રદ્ધેય વાચના આગમમાં મળતી નથી.
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #8
--------------------------------------------------------------------------
________________
કરૂણાસાગર, વિશ્વકલ્યાણ અને વિશ્વમાંગલ્યની માનવીના સર્વાગી. વિકાસની સતત હિતચિંતા કરનાર ભગવાન મહાવીરની અમૃત સરવાણીનું મૂળ જોઇએ છીએ તો ધન્યતા અને આનંદના ઉદ્ગારો સરી પડે છે. તેઓના જીવનના આરંભથી જ નહીં પરંતુ માતાના ઉદરમાં ગર્ભ રુપે આકાર લઇ રહેલા આ ઉત્તમ મહામાનવે અજર અને અમર સંદેશ આપ્યો છે. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાના સંયમી-પવિત્ર-સાત્ત્વિક દાંપત્યજીવનની ઉત્તમ અસર ભગવાન મહાવીર પર જોવા મળે છે. તેમના માતા-પિતા અલગ-અલગ શયનખંડમાં, રાત્રી નિંદ્રા કરતા હતા. ત્રિશલા માતાને ૧૪ ઉત્તમ સ્વપ્નાંઓ આવે છે, એ સ્વપ્નોનો આનંદ અને એના ફળ વિશેનું જ્ઞાન મેળવવા તેઓ ઉત્સુક બને છે અને નજીકના બીજા ખંડમાં શયન કરી રહેલા સિદ્ધાર્થ રાજાને ખૂબ વિનય અને આદરથી જગાડી આ સ્વપ્નની વાત રજૂ કરે છે.
બીજો પણ એવો જ સરસ પ્રસંગ જ્ઞાનીઓએ વર્ણવ્યો છે. ત્રિશલા. માતાના ઉદરમાં ગર્ભસ્થ રહેલા ભગવાન મહાવીરના જીવે માતાને કષ્ટ ન પડે તેવા શુભ આશયથી ગર્ભમાં ફરકવાનું - હલનચલન કરવાનું બંધ કર્યું. આમ કરવાથી માતા ખૂબ ચિંતિત થયા તેઓને ડર લાગ્યો કે તેમના ઉદરમાં રહેલા ગર્ભનું કશુંક અમંગલ તો નહી થયું હોય ? એનો નાશ તો નહી થયો હોય ? ભગવાને, અવધિજ્ઞાનથી માતાનું દુઃખ જાણી લીધું અને ફરીથી હલનચલન શરૂ કરી દીધું. ઉપરાંત, નક્કી પણ કર્યું કે જયાં સુધી માતા-પિતા સંમતિ ન આપે
ત્યાં સુધી દીક્ષા લેવી નહી – સંસારનો ત્યાગ કરવો નહી પરંતુ સંસારમાં રંગાયા વિના, સંયમથી જીવન વ્યતીત કરવું અને માતા-પિતાને પ્રસન્ન રાખવા. ભગવાનના આ ઉત્તમ સંકલ્પમાં એમની વડીલો પ્રત્યેની પૂજયભાવની ઉત્તમ અભિવ્યક્તિ મળી આવે છે. આ પ્રસંગમાં ભગવાનની માતા-પિતા પ્રત્યેની ભક્તિ અભિપ્રેત છે.
ભગવાન મહાવીરનું કુટુંબ વાત્સલ્ય :
માતા પિતાના સ્નેહ અને આગ્રહથી એમના પ્રત્યેના આદરભાવથી અને ભોગાવલી કર્મના ઉદયને કારણે ઋણાનુબંદ પૂર્ણ કરવા માટે ભગવાન મહાવીરના લગ્ન થાય છે. તેઓના દાંપત્યજીવનમાં પણ ભોગોપભોગને બદલે સંયમ અને ત્યાગના, વિવેક અને વૈરાગ્યના અંશો વધુ પ્રમાણમાં મળી આવે છે અને
ભગવાન મહાવીર અને સંયમજીવઠા)
Page #9
--------------------------------------------------------------------------
________________
સંયમજીવનનો આદર્શ પ્રાપ્ત થાય છે. જીવનમાત્રને આદરથી સ્નેહ અને મૈત્રીથી જોનાર ભગવાન મહાવીરનું માતા-પિતાના સ્વર્ગવાસ પછી સંયમ દીક્ષા લેવા તત્પર થયેલા ભગવાન મહાવીરે મોટાભાઇ નંદીવર્ધનના દુઃખનો સ્નેહનો-વિનંતીનો સ્વીકાર કરી બે વર્ષ પછી દીક્ષા અંગીકાર કરવાનું સ્વીકાર્યું તેમાં તેઓની કુટુંબ પ્રત્યેની વત્સલતાના ધન્ય દર્શન થાય છે. એમનો આ રાગ તીવ્ર વૈરાગ્ય માટેની પૂર્વભૂમિકા હતી. રાગ કે દ્વેષથી પર રહી ઉત્તમ જીવન જીવવું એ એમનું ધ્યેય હતું.
દીક્ષા અંગીકાર કર્યા પછી ભગવાન મહાવીરે પ્રથમ તાપસોના કુલપતિની પ્રાર્થનાથી કર્યું. એ સમયે તેઓએ ભગવાન મહાવીરના પાંચ અભિગ્રહ :
૧)
૨)
3)
૪)
અપ્રીતિ થાય ત્યાં વસવું નહીં - ચાતુર્માસ કરવું નહીં, હમેશાં કાર્યોત્સર્ગ કરીને જ રહેવું,
પ્રાયઃ મૌન ધારણ કરવું,
કરપાત્રમાં જ ભોજન કરવું, અને ગૃહસ્થનો વિનય કરવો નહીં.
ચાતુર્માસ મોરાક ગામમાં અભિગ્રહ ધારણ કર્યા.
આ રીતે ભગવાન મહાવીરના સંયમજીવનને ખૂબ ગતિ મળી. દીક્ષા અંગીકાર કરનાર માટે વર્ષોવાસ દરમિયાન કે અન્ય સમયે કેવી કાળજી રાખવી તેનો ઉત્તમ આદેશ મળ્યો. તેઓના શ્રીમુખેથી ત્રિપદી સાંભળીને ગણધર ભગવંતોએ રચેલા દશવૈકાલિકસૂત્રમાં દર્શાવ્યું છે ઃ
:
ધમ્મો મંગલ મુઠિ અહિંસા સંજમો તવો ।
દેવા વિ તં નમંસંતિ જસ્સ ધર્મો સયા મણો II
અહિંસા, સંયમ-તપમય જે ધર્મ છે તે ઉત્કૃષ્ટ મંગલ છે. આવા ધર્મનું પાલન કરનારને આ ધર્મને દેવો પણ નમસ્કાર કરે છે. જયાં હિંસા-અસંયમ અને અતપ છે ત્યાં ધર્મ અમંગલ છે.
અહિંસા, સંયમ અને તપ એ ત્રણ જૈનદર્શનની આધારશિલા છે, પરંતુ અહીં તો માત્ર ‘સંયમ’ ની ચર્ચા અભિપ્રેત છે. દરેક વ્યક્તિના જીવનમાં - જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સંયમ અનિવાર્ય છે. સંયમનું મહત્ત્વ સંયમ-ત્યાગથી વિશ્વકલ્યાણનો
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #10
--------------------------------------------------------------------------
________________
મંગલ પ્રારંભ થશે. સવૃત્તિઓનો કરુણ રકાસ અસંયમને કારણે જ, આજના વિશ્વમાં નિરાશા જોવા મળે છે. સર્જનની નહી પણ સંહારની સામગ્રી દિન-પ્રતિદિન વધતી જાય છે. પ્રાકૃતિક સાધનો પર દરેકનો સમાન અધિકાર, વિશ્વ પર્યાવરણનું સંતુલન વગેરેની વાતો થાય છે પરંતુ કશું નક્કર પરિણામ પ્રાપ્ત થતું નથી. હિંસા, આંતક, તનાવ, રંગભેદ, ઝગડા, હડતાલ, કરફ્યુ, લૂંટ, ખૂન - માનવજાતના સર્વનાશ માટેની જ બધી તૈયારીઓ ચાલે છે.
આજે આપણે બીજાને માટે જીવતા શીખીએ-સંયમ અને ત્યાગને જીવનશૈલી બનાવીએ પ્રેમ અને શાંતિના દૂત થઇએ. ‘ઉત્તમ સંયમ' બધાં ક્ષેત્રમાં - બધા માટે અનિવાર્ય છે. સંયમ વિનાનું જીવન એ જીવન નથી. આજનો માનવી
‘તાણ સતત તાણ લઇને જીવું છું. વેદનાનું એક પરિમાણ લઈને જીવું છું. લાગું છું બહારથી શાંત ભલે, પણ ભીતરમાં કંઇ કેટલાય રમખાણ લઇને જીવું છું.'
આવી વિષમ પરિસ્થિતિમાં જીવતરને પસાર કરી રહ્યો છે. જીવનનાં ઉત્તમ વર્ષો ગુમાવી રહ્યો છે એને દેવ-ગુરુ-ધર્મના મહામાંગલ્યકારક પવિત્ર પંથે લાવવાનું અને એના જીવનમાં આશા, ઉમંગ, તરવરાટ, તાઝગી અને પવિત્રતા લાવવાનું કાર્ય સંયમ અને ત્યાગથી થઇ શકશે. બંધન, સમસ્યા અને દુઃખથી મુક્તિ મેળવવા માટે સંયમ ખૂબ ઉપકારક બની રહેશે. સ્વ-પર કલ્યાણ માટે મંગલ બની રહેશે.
ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, (૧) સાધુ, (૨) સાધ્વી, (૩) શ્રાવક, (૪) શ્રાવિકા. સાધુ આચાર-સમાચારી અને શ્રાવકાચાર અને બંનેના સ્પષ્ટ ઉદ્દેશો કાર્યો પણ દર્શાવ્યાં છે. દશ પ્રકારના શ્રમણ ધર્મમાં એક “સંયમ ધર્મ છે. સંયમ એટલે શું ? અથવા સંયમ કોને કહેવાય ? સમ્ + યમ - સંયમ. ‘સમુ” એટલે સમ્યફ પ્રકારે “યમ' એટલે નિગ્રહ. સમ્યક પ્રકારે ઇન્દ્રિયોનો કષાયોના, વિભાવનો નિગ્રહ કરવો, તેનું નામ સંયમ.
સમ્મ જોવા સંજમો. મણપઇ કાયાણ જ મહંતું,
ભગવાળી મહાવીર અને સંયમજીવન )
Page #11
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ મન-વચન-કાયાનું સમ્યફ સંયમમાં નિયમન તે સંયમ. વિવેકપૂર્વકનું આચરણ તે સંયમ. મન-વચન-કાયા પર અંકુશ રાખી, જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ જાગૃતિપૂર્વક કરવી - પથાર્થ રીતે કરવી તે સંયમ. સંયમ=ચારિત્ર-દીક્ષા. સમવાયાંગ સૂત્રમાં સંયમ વિશે દર્શાવ્યું છે કે સમિતિ અથવા સાવધાનીપૂર્વક ચમ-નિયમોનું પાલન કરવું તો સંયમ છે. સત્તર પ્રકારના સંયમ અને સત્તર પ્રકારના અસંયમ તેમાં વર્ણવેલ છે.
૧૭ પ્રકારના સંયમ : પૃથ્વીકાયસંયમ, અપકાયસંયમ, તે ઉકાયસંયમ, વાયુકાયસંયમ, વનસ્પતિકાયસંયમ, બે ઇન્દ્રિયસંયમ, તેઇનિદ્રયસંયમ, ચઉરેનિદ્રયસંયમ, પંચેન્દ્રિયસંયમ, અજીવકાયસંયમ, પ્રેક્ષાસંયમ, ઉપેક્ષાસંયમ, અપહત્યાસંયમ, પ્રમાર્જનાસંયમ, મનસંયમ, વચનસંયમ અને કાયસંયમ એકેન્દ્રિય પૃથ્વીકાય વગેરે જીવોની રક્ષા કરવી તેને કોઇ પણ પ્રકારની બાધા ન પહોચાડવી તે પૃથ્વીકાય આદિ જીવ વિષયક સંયમ છે. અજીવ પીગલિક વસ્તુઓ સંબંધી યતના કરવી તે અજીવ સંયમ છે. સ્થા, ઉપકરણ, વસ્ત્ર, પાત્ર આદિનું વિધિપૂર્વક પ્રતિલેખના કરવું તે પ્રેક્ષા સંયમ છે. શત્રુ-મિત્રમાં અને ઇષ્ટ-અનિષ્ટમાં રાગદ્વેષ ન કરવો પરંતુ તેમાં માધ્યસ્થ ભાવ રાખવો તે ઉપેક્ષા સંયમ છે. જીવોને દૂર કરીને નિર્જીવ ભૂમિ પર વિધિપૂર્વક મળમૂત્ર આદિને પરઠવું તે અપાદત સંયમ છે. વિધિપૂર્વક પ્રમાર્જન કરવું તે પ્રમાર્જનાસંયમ છે. મન-વાચન-કાયાનો પ્રશસ્ત વ્યાપાર કરવો તે તેનો સંયમ છે. આ પ્રત્યેક પ્રકારના સંયમને જીવનમાં આચરવાથી પરમશાંતિ અને શાશ્વત સુખ મળશે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાએ આ સંયમજીવનના પાલન-પોષણ અને સંવર્ધન માટે સતત જાગૃતિ રાખવાની છે.
ઠાણાંગસૂત્રમાં સંયમના બે પ્રકાર દર્શાવ્યા છે. (૧) સરાગસંયમ, (૨) વીતરાગસંયમ, આ મુખ્ય પ્રકારના પેટાપ્રકારો પણ વર્ણવવામાં આવ્યા છે. ભેદપ્રભેદ સહિત સંયમનું વિશદ વર્ણન ઠાણાંગ સૂત્રમાં મળે છે. ઇન્દ્રિય અને મનને સમ્યક પ્રકારે નિયમનમાં રાખવા તે સંયમ છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કષાયોનો નિગ્રહ - આ સર્વ પ્રવૃત્તિને સંયમ કહે છે. સંયમની સર્વાગી - વિગતપૂર્ણ-વૈજ્ઞાનિક ચર્ચા જૈનદર્શનમાં મળે છે. આવી વિસ્તૃત ચર્ચાથી પ્રત્યેક સાધકને સંયમનું યથાર્થ સ્વરૂપ સમજવામાં અનોખી સહાય મળે છે. સંયમ, માત્ર
ભગવાન મહાવીર અને સંયમજીવન)
Page #12
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક ક્ષેત્રે જ નહીં, સંસારીઓ માટે રોજિંદા વ્યવહારમાં પણ સંયમ અનિવાર્ય છે. બાહ્ય રિદ્ધિ-સિદ્ધ તેમજ સુખ-શાંતિ સંયમથી જ પ્રાપ્ત થાય છે. વધારે ભોજન કરવામાં આવે-આહાર લેવામાં આવે તો, શરીરમાં શક્તિ આવવાને બદલે રાત્રે ઉત્પન્ન થાય છે. શરીરની નીરોગિતા રૂપ રિદ્ધિ-સિદ્ધ ખોવાઇ જાય છે. એ પાછી મેળવવી હોય તો ખોરાકનો ત્યાગ અથવા સપ્રમાણ આહાર કરવો અનિવાર્ય છે. ખોરાકનો ત્યાગ એ બાહ્ય સંયમ છે. શરીરના રોગને દૂર કરવા માટે ખોરાકના સંયમની જરૂર છે તો પછી જેને મિથ્યાત્વ કષાયાદિના મહારોગ લાગુ પડ્યા છે અને એને કારણે આત્મા પોતાની નીરોગીતાને ખોઇ બેઠો છે, એ ગુમાવેલી નીરોગીતા પ્રાપ્ત કરવા માટે આધ્યાત્મિક ક્ષેત્રે તો સંયમ અવશ્ય જરૂરી છે. સંયમ વિના સિદ્ધિ નહીં એવું કથન સંપૂર્ણપણે પથાર્થ છે.
સંયમ અને તપનું મિલન
જૈન ધર્મમાં તપનું ખૂબ મહત્ત્વ છે. તપની સાથે સંયમનું હોવું જરૂરી છે. સંયમ વિનાના તપને ફળદાયક માનેલ નથી આવા તપથી થોડાક પુણ્યનો સંયમ અને ભોતિક સુખ-સાધનોજ પ્રાપ્તિ થઇ શકે છે પણ કલ્યાણ અને મોક્ષ તો ન થઇ શકે અસંયમને કારણે નવાં કર્મોનો બંધ થતો રહેશે. તેથી તપનું વાસ્તવિક ફળ કર્મનિજરા ત્યારે જ પ્રાપ્ત થશે. જ્યારે સંવરરૂપ સંમભાવનો સ્વીકાર કરવામાં આવે નવાં કર્મોના આગમનને સંયમથી અટકાવવા પડશે. સંયમ વિનાનું તપ એ તપ જ નથી. સંયમ પ્રથમ સોપાન છે, તપ તે પછીનું સોપાન છે. જે પ્રથમ છે તેને પ્રથમ સ્વીકારવાથી પછીનાનો સ્વીકાર થશે. સંયમ સાથેની બાહ્ય તપસ્યા જૈન ધર્મનું વિશેષ પ્રદાન છે. સંયમી સાધક આત્માઓ આપણને સૌને ઉત્તમ માર્ગદર્શન આપી, ભવકટી કરાવવાનું પુણ્ય કાર્ય કરી શકશે.
ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનમાં, ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પુછ્યો, ‘હે ભગવાન ! સંયમ ધારણ કરનાર જીવને શું લાભ થાય ?'
ભગવાન મહાવીરે જવાબ આપ્યો, ‘હે ગૌતમ ! સંયમ ધારણ કરવાથી આશ્રવોનો નિરોધ થાય છે'. આવા ઉત્તમ જવાબથી જીવનમાં સંયમનું કેટલું ઊંચું સ્થાન છે તે ભગવાન મહાવીરે દર્શાવ્યું છે. સંયમમાં સ્થિર રહેવા માટે સાધકે કેવા
७
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #13
--------------------------------------------------------------------------
________________
કેવા વિચારોનું અવલંબન લેવું જોઇએ તેની પણ વિગતપૂર્ણ ચર્ચા મળે છે. જ્ઞાનીઓએ સાધકને સંયમીને કહ્યું છે (જ્ઞાનીઓની સાધકને શિખામણ). “આ સંસારના કામભોગના સુખ વાસ્તવિક નથી, પરંતુ ભાતિજન્ય છે. ઉપરાંત, તે તુચ્છ અને અલ્પકાલીન છે. તે સુખને અંતે પણ દુઃખ છે. ભોગવતી વેળાએ દુઃખ છે અને સુખની પાછળ હે આત્મા ! તું રોકાઇશ નહીં, મુંઝરાઇશ નહીં પણ તારા જીવનને શાશ્વત સુખ મળે એવી પ્રવૃત્તિ પાછળ તારી બધી શક્તિઓનો ઉપયોગ કરજે”.
‘આ સંસારના લોકો માયાવી અને સ્વાર્થી છે. તને કામભોગ માટે આમંત્રણ આપનારા, ખૂબ રૂપાળી મોટી મોટી વાતો કરશે પણ એ ક્યારે ફરી જશે તે કહેવાય નહીં. એમની જાળમાં ફસાઇને તારા અમૂલ્ય રત્નસમાન સંયમને વેડફી નાખીશ નહીં, નહી તો પસ્તાવાનો પાર રહેશે નહી. તારી દશા ધોબીના કૂતરા જેવી થશે”.
‘તને સંયમમાં જે દુઃખ આવ્યું છે તે કાંઇ હંમેશ માટે રહેવાનું નથી, આવ્યું છે એ જવા માટે, આ સિંધ્ધાંતને તારા હૃદયમાં કોતરી રાખજે. વીતરાગ શાસનનો લડવૈયો દુઃખથી ગભરાય ખરો ?'
સંયમ અંગીકાર કરનાર એ તો સિંહ સમાન હોય છે. સિંહ કોઇ દિવસ વમેલું કે કોઇનું એઠું કરેલું ખાતો નથી. તેમ સંયમ સ્વીકારતી વખતે જેનું વમન કર્યું છે. તેને સિંહ સમાન સંયમીથી ફરીથી કેમ ખવાય ? હાથ-પગનાં નખ એક વખત પોતાના સ્થાનથી છૂટા થયા પછી એની કોઇ કિંમત થતી નથી માથેથી વાળ કપાવી. નાખ્યા પછી, કાપેલા વાળની કોઇ કિંમત કરતું નથી એવી રીતે સંયમરૂપી પદનો ત્યાગ કર્યા પછી એની કોઇ કિંમત રહેતી નથી'.
જેના કારણે તને યશ-કીર્તિ પ્રાપ્ત થયા છે એને જ તું છોડવા તૈયાર થયો છે ? તારા જેવો હતભાગી કોણ ? ક્યાં નરકનાં દુખો, ક્યાં તિર્યંચોના પરાધીનતાનાં દુઃખો. એ હિસાબે તને સંયમમાં દુઃખ શું છે ? હકીકતે સંયમજીવનમાં તો આનંદ....આનંદ.... આનંદ.... ને આનંદ જ હોય. છતાં એમાં દુઃખ જણાતું હોય તો તેનું કારણ શું? એમાં તો સંયમ પ્રત્યેની તારી અરુચિ જ કારણ છે. એમાં સંયમનો દોષ નથી પરંતુ તારી અરુચિનો જ દોષ છે. અસ્થિતરતામાં સ્થિરતા લાવે એવા ઉત્તમ વિચારોને રોજે રોજ સાધકે ચિંતનમાં લાવવા જોઇએ જેથી પોતાનો સંયમભાવ વિશેષ દઢ થાય, સંયમજીવનને ટકાવી રાખવાનું વિશેષ બળ અને સમજણ પ્રાપ્ત થાય.
((૮)
ભગવાન મહાવીર અને સંયમજીવન )
Page #14
--------------------------------------------------------------------------
________________
સંયમજીવન અંગીકાર કરનારને કેવા લાભ થાય છે ?
શાસ્ત્રકારોએ સંયમજીવનનું ખૂબ ગૌરવ કર્યું છે. જૈનધર્મમાં આત્માને પરમાત્મા બનાવનાર મહત્ત્વના અવલંબન તરીકે સંયમજીવનનું ગૌરવ કર્યું છે. અપવાદરુપ થોડાક કિસ્સાઓને બાદ કરતાં, સાધક જીવ સંયમધારણ ન કરે ત્યાં સુધી સિદ્ધત્વને પ્રાપ્ત કરી શકતો નથી. જીવ, બાધક દશા છોડીને સાધક દશા પ્રાપ્ત કરે અને સિદ્ધ દશાને વરે એ એનું ધ્યેય હોય છે. આ સિદ્ધ દશા જ સર્વોત્તમ સ્થિતિ છે અંતિમ લક્ષ્ય છે. પરંતુ એ દશા પ્રાપ્ત કર્યા પૂર્વે સંયમથી કેવા કેવા લાભ થાય છે તે જોઇએ.
-
૧)
૨)
3)
૪)
૮)
સંયમ એકત્વ ભાવનામાં રમાડનાર છે.
સંયમ એ અસંગદશાને અર્પનાર છે.
સંયમ એ કષાયોને વમાવી સુતેલા આત્માને જગાડનાર છે. સંયમ એ આત્મગુણોના વિકાસનું મહત્વનું સોપાન છે. જીવનમાં રહેલા આત્મગુણોના આ ભૂમિકાએ સમજાય છે. આત્મગુણોની રક્ષા પણ કરે છે.
સંયમ એ બંધનને કાપનાર તીક્ષ્ણ છીણી છે.
સંયમ એ પાપ-તાપને શાંત કરનાર છે.
સંયમ એ ત્યાગ સાથે આત્મીયતા બાંધી પોતાનો દોસ્ત બનાવનાર છે.
સંયમ એ વક્તાને વેરી માની તેને દેશવટો આપી, સરળતાના સ્વીકાર માટે તૈયાર કરે છે.
સંયમ આકાશવત સદા નિર્લેપ રહેનાર છે અને ‘હું’ માંથી ‘તે’ ના રાહે લઇ જાય છે. વીતરાગના મહેલમાં પ્રવેશ કરવાનું મુખ્ય દ્વાર સંયમ છે.
આવા ઉત્તમ લાભ સંયમજીવનથી મળે છે તેથી પ્રત્યેક માનવીનું કર્તવ્ય છે કે તેણે આ લાભો મેળવવા ભવ્ય સમ્યક્ પુરુષાર્થ કરવો જોઇએ અને એ માર્ગે પ્રગતિ કરતાં કરતાં, ઉત્તમ ગુણોની પ્રાપ્તિથી સંસારસાગર તરી જવાની શક્તિ પ્રાપ્ત કરવાની છે.
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #15
--------------------------------------------------------------------------
________________
ચૌગતિ વારણ છે સુખકારણ સંયમ ગુણ નિધાન
ટળે તાપ ત્રિવિધના આપ બને ભગવાન કપડું મેલું થાય તો તેને ધોવું પડે તેમ આત્મા ઉપર ચડી ગયેલા કર્મના મેલને ધોવા માટે સંયમ છે.
કર્મ પ્રક્ષાલને વારિ મંત્ર વિષાપહારણે વાયુ મેધાવરણે ભારિ સંયમશિવસુખ કારણઃ
કર્મની મલિનતાને ધોવા માટે વારિ (પાણી) છે. સંયમ આત્મરૂપી વસ્ત્ર ઉપર ચોંટી ગયેલા મેલને ધોવા માટે સંયમનું પાણી જોઇએ. સાબુ-પાઉડર વગેરે બધું જ હોય પરંતુ પાણી ન હોય તો ? પાણી વિના કપડાં ધોવાય ખરા ? તેમ જયાં સુધી જીવનમાં સંયમ નહી આવે ત્યાં સુધી અંદરની મલિનતા દૂર નહી થાય. કોઇને ઝેર ચડી ગયું હોય તો ગારુડી મંત્ર બોલી ઝેર ઉતારે, તેવી જ રીતે સંયમ એ અંદરમાં પડેલ વિષયની વાસનાનું ઝેર ઉતારનાર મંત્ર છે. કર્મરૂપી કાળા ભમ્મર વાદળાઓ આત્માને આવરણ કરીને રહ્યા છે. જો જીવનમાં સંયમરૂપ પવન હોય તો કર્મનાં વાદળા વિખેરાઇ જાય અને આત્માનું વિશુદ્ધ સ્વરુપ પ્રગટ થાય. સંયમ જ શિવસુખનું કારણ છે, સંયમ જેવો દુનિયામાં અન્ય કોઇ રસ નથી.
ભગવાન મહાવીરસ્વામીએ જીવનભર જેવી સાધના-આરાધના કરી છે. જેવું ઉત્તમ જીવન તેઓ જીવી ગયા છે તેનું જ તેમણા પ્રતિપાદન કર્યું છે. આચારને સર્વોત્તમ ધર્મ કહેનાર ભગવાને પોતાના જીવનમાં ઉત્તમ પ્રકારનું આચરણ કર્યા પછી જ આપણા સૌના માટે તેની પ્રરુપણા કરી હોય તે બધું ખૂબ નૈસર્ગિક અને અસરકારક બને છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન અને ભાવ એમ પ્રત્યેક પરનું તેઓનું કોરુ ચિંતન જ નહીં કુદરતી આચરણ-સ્વાભાવિક કર્તવ્ય આપણા સૌને માટે અજોડ પ્રેરક બળ બની રહે છે. વિશ્વમાં જેમનો ઉત્તમ આચાર અને એ આચારનું વિચાર મારફત ઉત્તમ નિરુપણ જગતને પ્રાપ્ત થયું હોય તો તે ભગવાન મહાવીરનું છે. આચાર અને વિચારનો, વેશ-વાણી-વૃત્તિ અને વર્તનનો અજોડ સંગમ સમન્વય ભગવાન મહાવીરની વિશ્વને મળેલી અનુપમ ભેટ છે.
૧૦
ભગવાન મહાવીર અને સંયમજીવન)
Page #16
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના સંયમજીવનને સમૃદ્ધ બનાવવામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન અને ભાવનું શું મહત્ત્વ છે તેની સંક્ષેપમાં ચર્ચા કરવાનો આશય છે. વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે તો પ્રત્યેક મુદા ઉપર એક સ્વતંત્ર વિશાળ ગ્રંથ થઇ શકે તેટલી ભરપૂર સામગ્રી આગમકારોએ અને જ્ઞાનીઓએ આપી છે. જ્ઞાનના મહાસાગરમાંથી એક-બે અમૃતબિંદુ, અહીં દર્શાવવાનો પ્રયાસ છે.
જ્ઞાન અને ભગવાન મહાવીરનું સંયમજીવન ઃ
વીતરાગ પરમાત્મા અનંતજ્ઞાની-અનંતદર્શની ભગવાન મહાવીર, જગતના જીવોને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકચારિત્રથી થાય છે. ભગવાન મહાવીરનો આત્મા સંસારના અંતની નજીક પહોંચ્યો છે, માત્ર એક ભવ બાકી રહ્યો છે. મનુષ્યલોકમાં જન્મ લેવો છે પણ દેવના સુખને છોડવાની જરા પણ વેદના તેઓને થતી નથી. સુખસંપત્તિ, સંયોગ કે વિયોગ તેમના આત્માને ડગાવી શકે તેમ નથી.
મતિ-શ્રુત અને અવધિ એમ ત્રણ જ્ઞાન સાથે તેઓનો આ ધરતી પર જન્મ થયો. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ આ ભવમાં કરવાનો એમનો ઉદ્દેશ છે. વર્ધમાન મોટા થઇ રહ્યા છે. એ જાણે છે પોતે સિદ્ધ છે, બુદ્ધ છે પરંતુ માતાને રાજી રાખવા નિર્દોષ બાળક જેવાં તોફાન કરી રહ્યા છે, એ તોફાનમાં પણ એમનું આત્મતેજ ચમકે છે. આ આત્મતેજના ચમકારા જેમાં જોવા મળે છે તેવા બે પ્રસંગો જોઇએ.
પહેલો પ્રસંગ :- બગીચામાંથી ચૂંટી લાવેલા સુગંધી પુષ્પોની વણીથી દાસીઓ ત્રિશલામાતાનો કેશકલાપ ગૂંથી રહ્યા છે. ત્રણ વર્ષની વયના બાળક વર્ધમાન એ સજાવટને જોઇ રહ્યાં છે અને એકાએક રડવા લાગે છે. માતા ગભરાઇને દોડીને વર્ધમાનને તેડી લે છે અને રુદનનું કારણ જાણવા ઇચ્છે છે. વર્ધમાન જવાબ આપે છે, “મા ! ફૂલને કેમ મારી નાખ્યાં ?' માતા કહે છે કે માર્યા નથી, ડાળીમાંથી ચૂંટી લીધાં છે. બાળક વર્ધમાન કહે છે કૂલ ડાળી પર હોય ત્યા સુધી જ જીવતાં રહે છે, ચૂંટી લઇએ તો એ મરી જાય. માતા ફરીથી પૂછે છે, બેટા, આ ફૂલ ક્યાં મર્યા છે એ તો તાજ-સુગંધી છે' વર્ધમાન કહે છે કે ના માં એમ નથી ક્ષણે-ક્ષણે એ - કરમાતા જાય છે.' ફરીથી ફૂલને ચૂંટીશ નહીં માં, મને બહુ દુઃખ થયું છે. પોતાના જ્ઞાનથી વર્ધમાનને બધે સર્વત્ર આત્માના દર્શન થાય છે.
( ૧૧
ભગવાન મહાવીર અને સંયમજીવન )
Page #17
--------------------------------------------------------------------------
________________
બીજો પ્રસંગ :- કોઇ એક વાર માતા વર્ધમાનને લઇ પાસેના બગીચામાં ફરવા ગયા. લીલા ધાસની હરિયાળી લોનમાં માતા, દાસીઓ સાથે ચાલી રહ્યા છે. વર્ધમાન દૂર ઊભા ઊભા એમને જુએ છે. મા, પાસે બોલાવે છે પણ એ આવતો નથી અને કહે છે, ‘મા, એ ધાસના જીવોને તે શા માટે કચરી નાખ્યાં ? એને કેટલી પીડા થઇ રહી છે ? જો એના ઉઝરડા મારી પીઠ પર પડ્યા છે !' માએ દોડીને વર્ધમાનને તેડી લીધો અને તેની પીઠ પર જોયુ તો ખરેખર ઉજરડાનાં નિશાન હતાં. એ જોઇને માતા ખૂબ દુઃખી થઇ. સૂક્ષ્મ જીવની હિંસા પણ બાળ મહાવીરથી સહન નથી થતી. છકાયના રક્ષક જીવનના આ બંને પ્રસંગો, તેઓની સૂક્ષ્મ અહિંસા, જીવ માત્ર પ્રત્યેની દયા તથા અનુકંપાને વ્યક્ત કરે છે અને ઉત્તમ ઉદાહરણ પ્રાપ્ત થાય છે.
શાળા શિક્ષણ :- બાળક વર્ધમાનને શાળાએ ભણવા મોકલવામાં આવે છે. શિક્ષક તેઓના જ્ઞાનને જાણી પ્રભાવિત થયા, હકીકતે તો જેનો આત્મા જ્ઞાનના તેજથી તેજોમય છે તેને ભણવાનું શું હોય ? એને ભણાવવાની કોણ હિંમત કરી શકે ?
૩૦ વર્ષની વયે વડીલ બંધુ નંદીવર્ધનની આજ્ઞા લઇ, માતા-પિતાના અવસાન પછી. દીક્ષા લે છે તેઓ જાણતા હતા કે પરિવાર સાથેના જે કંઇ ઋણાનુબંધ છે તે આ ભવે જ પૂર્ણ કરવાનાં છે. તેથી સારા-ખરાબ બધાં જ બંધનો આ ભવે ભોગવી લેવાનાં છે બાહ્યાંતર નિગ્રંથ બનીને સાધનાને પંથે ડગ માંડે છે. સર્વસ્વનો ત્યાગ કરી દીધો છે. એ ત્યાગ પણ કેટલો નૈસર્ગિક-સાહજિક છે ! જયાં જયાં તેઓ વિચર્યા છે વિહાર કર્યો છે. ત્યાં ત્યાં ખૂબ પરિષહો-ઉપસર્ગો સહન કરે છે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા ભવ્ય પુરુષાર્થ-સતત જાગૃતિ અને તપ-ધ્યાન કરે છે. મૌનભાવે બધું સહન કરે છે. તેઓ સાધનાનો માર્ગ કેટલો કઠીન છે તે દર્શાવે છે, અને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાસુધી મૌન સેવે છે. જગતના સર્વ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ તેઓ જાણતા નથી ત્યાં સુધી ઉપદેશ પણ આપતા નથી !
સાધના
બધા જ પરિષહ-ઉપસર્ગો સમતાભાવે સહન કરીને તેઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ભગવાન મહાવીરને દેવ-માનવ કે પશુઓએ જે જે ઉપસર્ગો આપ્યા છે તે
૧૨
$
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #18
--------------------------------------------------------------------------
________________
બધા જ જીવો સાથે પ્રભુને વેર હોય તોજ એ જીવોના અંતરમાં વેરના ભાવો જાગ્યા હોય. ભૂતકાળના ભવોમાં કેટલા જીવો સાથે કેવાં-કેવાં વેર બાંધ્યા હશે તો જ તેઓને અંતિમ ભવમાં એક સાથે એ બધાં ઉદયમાં આવ્યા અને ભોગવવા પડ્યાં. પરંતુ જૂના વેરાનુબંધ, નવાં કર્મના બંધનમાં નિમિત્તુપ નથી બન્યા. દેવરાજ ઇન્દ્રની સહાયનો અસ્વીકાર કરીને, અડગતાથી અત્યંત સમતા પૂર્વક સહી લે છે. બધાં જ કર્મો ને હસતાં હસતાં આવકાર આપે છે અને કર્મ સિદ્ધાંતને સ્પષ્ટતાથી દર્શાવે છે, સામાન્ય જીવ હોય કે તીર્થંકરનો આત્મા હોય બધાએ પાપ-પુણ્ય ભોગવવાં જ
પડે. કર્મ આગળ બધાં સરખાં. ગૌતમ અને ગોશાળો બંને પ્રત્યે સમાનભાવ દર્શાવી ભગવાન મહાવીરે સાધક માટે કેવી જાગૃતિ અને કેવા ઉત્તમ-મંગલ ભાવોમાં લીન રહેવાનું તે દર્શાવ્યું છે. જન્મતાંની સાથે જ તેઓએ ઇન્દ્ર આદિ દેવોને પોતાની શક્તિનો પરિચય આપ્યો જ છે, તેઓએ ધાર્યું હોત તો બધા ઉપસર્ગોને સરળતાથી દૂર કરી શક્યા હોત, પરંતુ તેમ ન કરવાનું મુખ્ય કારણ પણ આ અંતિમ ભવમાં બધા પાપ-પુણ્યના હિસાબ પૂર્ણ કરી પરમગતિને પ્રાપ્ત કરી લેવાનું છે. ભગવાન મહાવીરે પોતાનામાં રહેલી જ્ઞાનની શક્તિનો ઉપયોગ સ્વ માટે નથી કર્યો કે, આવતાં વિઘ્નો-સંકટોના નિવારણ માટે પણ નથી કર્યો પરંતુ, વિશ્વકલ્યાણ અને વિશ્વમાંગલ્ય માટે કર્યો છે. આ દ્વારા આધ્યાત્મિક ઉત્થાન અને સામાજિક ઉત્થાનનો આદર્શ પ્રસ્તુત કર્યો છે.
જ્ઞાન એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દીવો છે ઃ
જૈનધર્મમાં જ્ઞાનને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. જ્ઞાન વિનાની ક્રિયાની કશી કિંમત નથી, એટલું જ નહીં જ્ઞાનનું ફળ વિરતિ છે એવું દર્શાવીને સમ્યજ્ઞાન દર્શન અને ચારિત્રથી જ મોક્ષ પ્રાપ્તિ થઇ શકે છે. મોક્ષપ્રાપ્તિનું સાધન જ્ઞાન સર્વ કર્મથી છુટકારો અપાવી શકે છે. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયી ને ખૂબ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. જ્ઞાન, આત્માની સ્વભાવદશા છે. જ્ઞાન એ અમૃત છે, રસાયણ છે, ઔષધ છે, અજ્ઞાનરુપ રોગને દૂર કરનાર જ્ઞાન, રાગ-દ્વેષને દૂર કરનાર પરમ જ્યોતિરુપ છે. પરમસમાધિ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન આત્મા છે અને આત્મા જ્ઞાન છે. આચારાંગ સૂત્રમાં દર્શાવેલ છે.
‘જે આત્મા છે તે વિજ્ઞાતા છે, જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે'. આત્માના અનંતગુણ હોવા છતાં જ્ઞાનગુણની મહતા છે. જીવાત્મા જ્ઞાન સ્વરૂપ હોવા છતાં
૧૩
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #19
--------------------------------------------------------------------------
________________
અનંત ગુણોની સાથે જ્ઞાનગુણ પણ કર્મોથી આવરિત છે. એ આવરણ દૂર કરવાની તાકાત પણ સમ્યકજ્ઞાનમાં છે. આ જ્ઞાન ગુણ જ જીવ અને અજીવનો ભેદ સમજાવે છે. પ્રત્યેક જીવમાં કર્માનુસાર જ્ઞાનની તીવ્રતા કે મંદતા હોય છે. સાધનાના ક્ષેત્રે જીવ જેમ જેમ પુરુષાર્થ વડે આગળ વધતો જાય છે તેમ તેમ કર્મનાં પડળો દૂર થતા જાય અને જ્ઞાનગુણનો વિકાસ થતો જાય છે જેનો જ્ઞાનગુણ પ્રકાશિત છે તે, પોતાના આત્મસ્વરૂપ નિજાનંદને માણી શકે છે સ્વભાવદશાનું વાસ્તવિક સ્વરૂપ પામે છે. જડ અને ચેતનને સમજાવનાર જ્ઞાનગુણને કારણે જ જીવાત્મામાંઅન્ય જીવમાત્ર પ્રત્યે મૈત્રી, કરુણા, માધ્યસ્થ ભાવ, પ્રમોદભાવ વગેરે અપૂર્વભાવો સ્થાયીરુપ વસે છે.
આરાધનાના ક્ષેત્રે સમ્યકજ્ઞાનની જ કિંમત છે. માનવ જીવનમાં જ્ઞાના મેળવવા ખૂબ દોડધામ કરે છે, પરંતુ જયાં સુધી મેળવેલું જ્ઞાન સમ્યક ન હોય. ત્યાંસુધી તે જ્ઞાન કર્મનિર્જરાનું કારણ નથી બની શકતું. ચતુર્ગતિરુપ સંસારમાં જન્મ-મરણનાં કારણભૂત કર્મોથી મુક્ત થવા સમ્યકજ્ઞાનની પ્રથમ જરૂર છે. સમ્યકત્વ વિનાનું જ્ઞાન માનવને, જીવનમાં ભૌતિકસમૃદ્ધિ, માન, સન્માન, પૈસો, પ્રતિષ્ઠા જરૂર અપાવશે પરંતુ-આત્મકલ્યાણ માટે, ભવની પરંપરા તોડવા માટે, કર્મની નિર્જરા કરવા માટે તો સમ્યકજ્ઞાન અનિવાર્ય છે. જ્ઞાનગુણોનો પૂર્ણ વિકાસ તે કેવળજ્ઞાન છે. જ્ઞાનગુણની સંપૂર્ણ શુદ્ધ પર્યાય કેવળજ્ઞાન છે. પરંતુ જાણપણાની તરતમતાને કારણે જ્ઞાનના પાંચ પ્રકાર દર્શાવેલ છે. ઠાણાંગસૂત્ર, નંદીસૂત્ર, તત્ત્વાર્થસૂત્ર આદિ ગ્રંથોમાં (૧) મતિ, (૨) શ્રત, (૩) અવધિ, (૪) મનપર્યવ, (૫) કેવળ - પ્રકાર દર્શાવેલ છે. પ્રત્યેકના પેટા પ્રકાર અને વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી છે. અહી આ બધી ચર્ચા અપ્રસ્તુત છે. પરિપૂર્ણજ્ઞાન તો માત્ર કેવળજ્ઞાન જ છે. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી બીજા કશાની આવશ્યકતા રહેતી નથી. જ્ઞાનીઓએ કહ્યું છે કે આપણે આપણા અજ્ઞાનને ઓળખીશું તો જ્ઞાનની ક્ષિતિજનો વિસ્તાર થશે. જ્ઞાનનો પુનિત પ્રકાશ અજ્ઞાનના અંધકારને આપણા જીવનમાંથી દૂર કરી, પવિત્રતા અને સાત્વિકતા તરફ આપણને લઇ જાય. જ્ઞાનરૂપી આંખ અને ક્રિયારૂપી પાંખ, આત્મપંખીનું ઉર્ધ્વગમન ફાવે છે.
૧૪)
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #20
--------------------------------------------------------------------------
________________
સમ્યગદર્શન અને સંયમ સાધના :
સમર્પણની શરૂઆત જો અરિહંતથી છે તો સાધનાની શરૂઆત સમ્યગદર્શનથી છે. તત્ત્વાર્થશ્રદ્ધાને સમ્યગદર્શનમ્ અર્થાત જિનેશ્વર ભગવંતે કહેલા તત્ત્વો પરની શ્રદ્ધા એ જ સમ્યગદર્શન છે. સમ્યગદર્શન વિના સમ્યગજ્ઞાન, સમ્યફચારિત્ર કે સમ્યક્તપનું અસ્તિત્વ પણ શક્ય નથી. પરમાત્મા જ સાચા, હું નહીં, આ વિચાર સાથે મનને સંમત કરવું પડશે. અહંકારને ઓગાળ્યા વિના સમર્પણ નથી જ નથી. આ વાક્યને સતત સ્મૃતિમાં રાખવું એ મનુષ્ય સરલ આચરણ અહંના ત્યાગ માટે ભરપૂર પ્રયત્ન કરતા રહેવાથી સમ્યગદર્શન મળશે.
જૈનદર્શન સ્પષ્ટપણે કહે છે કે પ્રત્યેક આત્મામાં પરમાત્મા થવાની શક્તિ પડી છે. પુરુષાર્થ કરે તો કોઇ પણ પરમાત્મા બની શકે છે. પરમાત્મદર્શનું બીજ, સમ્યગદર્શન છે. શાસ્ત્રકારો એવું દર્શાવે છે કે જે ભવમાં જીવ પામે એ જ એનો પહેલો ભવ ! એની પહેલાના ભવોની કોઇ ગણતરી જ નહીં. પ્રભુ મહાવીર, મહાવીર બન્યા તે પહેલાંના તેઓના ૨૬ ભવોને જોઇશું તો ખ્યાલ આવશે કે તેઓ ક્યાંથી ક્યાં પહોંચી શક્યા ? કેટકેટલાં કષ્ટો સહન કરીને પરમાત્માપદને પામી શક્યા, ટૂંકમાં, જે ભવમાં જીવ પ્રથમ સમ્યગદર્શનને પામે છે તે ભવથી તેની આત્મ-સાધનાનો પ્રારંભ થાય છે અને મોક્ષ પામે ત્યાં સાધનાની પૂર્ણાહુતિ થાય છે. સમ્યફદર્શન એથી એ ભવોની જ ગણતરી થાય છે. ભગવાન મહાવીર ૨૭મે ભવે મોક્ષે પધાર્યા તે પૂર્વે તેઓના ૨૬ભવો થયા છે અને બધા મળીને ૨૭ ભવોની ગણના કરવામાં આવે છે.
સમ્યગદર્શન એટલે શું ?
‘સમ્યગદર્શન'માં બે શબ્દોનું મિલન છે. સમ્યક્ = પદાર્થ + પ્રશસ્ત; દર્શન એટલે શ્રદ્ધા, જે વસ્તુ જેવી હોય તેવી જ રીતે તેમાં શ્રદ્ધા રાખવી તે સમ્યગદર્શન. વસ્તુનું સત્ય-યથાર્થ દર્શન કરવું તે. કેવળજ્ઞાની ભગવંતોએ પોતાના પૂર્ણ જ્ઞાનથી જગત અને જગતના પદાર્થોનું સાક્ષાત દર્શન કરીને જે પદાર્થો માટે જે જાતનો અભિપ્રાય આપ્યો છે, તે અભિપ્રાયને અત્યંત આદરથી માન્ય રાખવોસ્વીકારવો તેનું નામ છે સમ્યગદર્શન. કેવળજ્ઞાનીએ જ્ઞાનની આંખથી જોઇને જે સત્યતત્વ જગતને દર્શાવ્યું તે સત્યતત્વને આપણે શ્રદ્ધાની નિર્મળ આંખથી જોવું - તે મુજબ વૃત્તિમાં પરિવર્તન કરવું તેનું નામ સમ્યગદર્શન.
((૧૫)
ભગવાન મહાવીર અ સંયમજીવન
Page #21
--------------------------------------------------------------------------
________________
સમ્યગદર્શન આત્માના અનંતગણોમાં શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય છે. આત્માનો એ સ્વાભાવિક ધર્મ છે. પરંતુ અનાદિકાળની આત્માની મૂઢદશા-દર્શન મોહનીયના આવરણથી આત્માનો મૂળ શુભ (શુધ્ધ) ગુણ આવૃત્ત થયો છે. જે રીતે મેધપટલથી આવરિત સૂર્ય પ્રકાશ મેધપટલના દૂર થવા પ્રકાશિત થાય તેમ દર્શન મોહનીય દૂર થતા સમ્યગદર્શન પ્રગટ થાય છે. આ સમ્યગદર્શન આધ્યાત્મિક વિકાસનું પ્રથમ, મધ્યમ અને અંતિમ સોપાન છે. ભેદજ્ઞાન પણ સમ્યગદર્શનથી પ્રાપ્ત થાય છે. આગમ ગ્રંથ ઉત્તરાધ્યયન સૂત્રમાં દર્શાવેલ છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ - એ નવતત્ત્વની સ્વભાવથી અર્થાત્ ઉપદેશાદિ નિમિત્ત વિના અથવા ઉપદેશ દ્વારા રુચિપૂર્વક શ્રદ્ધા કરવી તે સમ્યગદર્શન છે. નવતત્વની શ્રદ્ધા સહિતના આત્મતત્ત્વની શ્રદ્ધા જ પ્રધાન છે. નવ તત્વનું યથાર્થોનું પદ્ધાર્થ રીતે, પૂર્ણ શ્રદ્ધાથી શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરીને જીવ પરભાવથી મુક્ત એવા સ્વરૂપે પિછાણી શકે છે. સંક્ષેપમાં, એમ પણ કહી શકાય કે સમ્યગદર્શન એટલે નવતત્વના આધારે જડ અને ચેતનનો ભેદ કરીને ચૈતન્યતત્વની અનુભુતિ કરવી. સમ્યગદર્શન એટલે આત્મદર્શન. અનુભવગોચર હોવા છતાં તેની અભિવ્યક્તિ પાત્ર ભેદે ભિન્ન પ્રકારે થાય છે.
જડ અને ચેતનનો ભેદ કરી, જડને છોડી ચેતનમાં સ્થિર થવું તે જ મુખ્ય છે. શ્રી પૂજ્યપાદસ્વામીએ ‘ઇબ્દોપદેશ' માં દર્શાવ્યું છે. જીવ અને પુદગલ બંને દ્રવ્ય ભિન્ન છે, એ જ તત્વ નો સાર છે, તે સિવાયનું અને જે કાંઇ વ્યાખ્યાન છે તે તેનો જ વિસ્તાર છે. પ્રકાશના ભાવમાં અંધકાર સંભવિત જ નથી તેમ ભેદજ્ઞાન કે સમ્યગદર્શનના સદ્ભાવમાં અનંત સંસારવર્ધક કર્મો ટકી શકતાં જ નથી. ‘ઉવસગચહર સ્રોત' માં સમ્યક્ત્વનો મહિમા વર્ણવતા કહ્યું છે. હે પ્રભુ ! ચિંતામણિ કલ્પવૃક્ષ સમાન તારા સમ્યકત્વની પ્રાપ્તિ થતાં સમ્યક્ત્વને પામેલા જીવો, પાપોને વિદ્ગોને દૂર કરી અજરઅમર સ્થાન મોક્ષને પામે છે. મુનિશ્રી દેવચંદ્રજીએ દ્રવ્યપ્રકાશ માં સમ્યગદર્શનનો મહિમા વર્ણવતા કહેલ છે કે જે કોઇ ભવ્યજીવ ભેદજ્ઞાનની અનુભૂતિમાં જ તલ્લીન રહે છે તે, કર્મોનાં બંધનોને એક ક્ષણ માત્રમાં જ ઉખેડી નાંખે છે, તેમાં ભેદજ્ઞાન મુખ્ય કારણ છે, તેના અભાવમાં બંધના ચક્રમાં ફસાયેલો જીવ આઠે પ્રહાર માત્ર કર્મબંધન જ કરે છે અને તેની જાળમાં ફસાઇને સંસારભ્રમણ કરે છે.
૧૬
ભગવાન મહાવીર અને સંયમજીવન )
Page #22
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્રમાં મોક્ષનું પ્રવેશદ્વાર-મોક્ષનું મૂળ સમ્યગદર્શન છે, એવો ઉલ્લેખ દર્શાવી શાસ્ત્રકાર કહે છે “સમ્યગદર્શન વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના ચારિત્ર નથી. જ્ઞાન અને ચારિત્ર વિના મોક્ષ નથી નિર્વાણ નથી'. આ દ્રષ્ટિએ નિર્વાણ પ્રાપ્તિનું મૂળ સમ્યગદર્શન છે. નિર્વાણપ્રાપ્તિનું મૂળ, જ્ઞાન-દર્શન અને ચારિત્રની પૂર્ણતા છે. જયાં સુધી જીવનો દ્રષ્ટિકોણ યથાર્થ ન હોય, સમ્યફ ન હોય ત્યાં સુધી સાધનાની સાચી દિશાનું ભાન થતું નથી અને એના વિના લક્ષ્યસુધી પહોંચાતું નથી. લક્ષ્ય સુધી પહોંચવા માટે શ્રદ્ધા પરમ આવશ્યક જ નહી, અનિવાર્ય છે. શ્રદ્ધાને જ્ઞાનીઓએ પરમ દુર્લભ કહી છે. માનવનું સર્વોત્તમ ધન શ્રદ્ધા છે. શ્રદ્ધાવાનને જ સમ્યફજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક સાધકને ભગવાન મહાવીરે સમ્યકજ્ઞાનદર્શન-ચારિત્ર-તપની આરાધના કરી પરમપદની પ્રાપ્તિ કરવા માટે સમ્યફપુરુષાર્થઆચરી સિધ્ધશિલા પર સ્થાન મેળવવાનો ઉત્તમ પંથ દર્શાવ્યો છે.
શાસ્ત્રકાર ભગવંતોએ સમ્યગદર્શનનો અપૂર્વ મહિમા જણાવતાં વર્ણવેલ છે, સમ્યગદર્શનરૂપ રત્નથી કોઇ શ્રેષ્ઠરત્ન નથી, સમ્યગદર્શન મિત્રથી કોઇ શ્રેષ્ઠ મિત્ર નથી, સમ્યગદર્શન બંધુથી કોઇ શ્રેષ્ઠ બંધુ નથી અને સમ્યગદર્શનના લાભથી વધારે કોઇ લાભ નથી'.
આચાર્ય શ્રી રત્નસુંદર વિજયજીએ દર્શાવ્યું છે, તરણતારણ તો જિનશાસન જ ! ત્રિભુવનનાયક તો અરિહંત પરમાત્મા જ ! શરણભૂત તો જિનવચનો જ ! મંગળભૂત કોઇ હોય તો અરિહંતાદિ ચાર જ ! લોકમાં ઉત્તમરૂપ કોઇ હોય તો અરિહંતાદિ ચાર જ ! જગતમાં સહુ માટે શરણભૂત હોય તો અરિહંતાદિ ચાર જ ! બસ, શરીરના રોમરોમમાં અને આત્માના પ્રદેશપ્રદેશમાં પેદા કરીએ આ નાદ અને એના દ્વારા અનુભવીએ સમ્યગદર્શનની સ્પર્શનાનો સ્વાદ !
આત્માનું મુક્તિગમન નિશ્ચિત કરી દેનાર
ઓ સમ્યગદર્શન ! મારા તને અનંતઅનંત નમસ્કાર !
૧૭
ભગવાન મહાવીર અને સંયમજીવન )
Page #23
--------------------------------------------------------------------------
________________
સમ્યગદર્શનની પ્રાપ્તિ ક્વી રીતે ?
સંતના સમાગમ વિના કોઇ પણ આત્મા સાધનાને માર્ગે પ્રગતિ કરી. શકતો નથી એવી માન્યતા છે તે ઘણે અંશે યથાર્થ છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં આચાર્ય ઉમાસ્વાતિજીએ સમ્યગદર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે બે પ્રકારે પ્રાપ્ત થાય છે. (૧) નિસર્ગથી, (૨) અધિગમથી. નિસર્ગ અર્થાત્ કોઇના પણ નિમિત્ત વિના અધિગમ એટલે કોઇના નિમિત્તથીકોઇની સહાયથી. જે જીવને ભૂતકાળમાં ક્યારેય સમ્યગદર્શન ન થયું હોય તેને પ્રથમ સમ્યફદર્શનના પ્રાગટ્યામાં કોઇને કોઇ નિમિત્ત અવશ્ય હોય છે. પછી ભલેને એ તીર્થંકર પરમાત્મા હોય, નિગ્રંથ સંત હોય. પરંતુ જે જીવ એકવાર સમ્યગદર્શન પામ્યો હોય પણ મોહનીયના ઉદયે, તે જીવ સમ્યગદર્શનથી પતિત થઈ જાય અને ફરી એ જ ભવમાં સમ્યગદર્શન થાય ત્યારે તેને કોઇ નિમિત્તની જરૂર નથી, સ્વયં જ પ્રગટે. કોઇ પણ જીવ સમ્યક્ત્વ ત્યારે જ પામી શકે કે જયારે તેની વ્યવહાર શુદ્ધિ થઇ હોય. એક વાર જેને સમ્યગદર્શન થઇ ગયું તેનું ભવભ્રમણ સીમિત થઇ જાય છે, મોક્ષ નિશ્વિત થાય છે. જો આ સમ્યગદર્શન ટકી રહે તો ત્રીજે ભવે મોક્ષ થાય, નહીં તો પંદરમે ભવે અને અંતે અર્ધપુદ્ગલ પરાવર્તમાં તો મોક્ષ થઇ જ જાય.
સમક્ગદર્શન પ્રાપ્ત કરવા માટે પોતામાં જ ઊંડા ઊતરતાં શીખવાનું છે. જાતસાથે વાત કરવાની જાતને ઓળખવાની 'હું' ને જગાડવાની વાત કરવાની, ‘હું' કોણ ? સતત વિચારવાની અને હું' ની શોધ કરવાની પ્રવૃત્તિ કરીએ સમ્યગુપુષાર્થમાં લાગી જઈએ તો સમ્યગદર્શન પ્રાપ્ત કરવું મુશ્કેલ નથી. આત્મિક ક્ષેત્રે આપણી સૌની આ પ્રાથમિક ફરજ છે. સ્વયં-સ્વયંને શોધે, સ્વયં-સ્વયંને જાણે, સ્વયં-સ્વયં ને માણે-પરમાંથી ખસવાની અને જાગૃતિપૂર્વક આત્મશોધમાં મચી પડવાથી આપણા અંતઃકરણમાં સમ્યગદર્શનનું બીજારોપણ અવશ્ય કરી શકશું એવી દ્રઢ શ્રદ્ધા સાથે બધી સાધના કરવાની છે. આપણું ચરમ અને પરમધ્યેય એ જ બની રહેવું જોઇએ, ભવપરંપરાનું ચક્ર અટકી જાય અને આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થાય એવી માંગલ્યકારી સાધના કરી લઇએ. આવી ઉત્તમસાધના જ જીવનની સાર્થકતા બની રહેશે અને માનવભવ મળ્યાનો પરમ આનંદ માણી શકાશે.
૧૮ )
ભગવાન મહાવીર અને સંયમજીવન)
Page #24
--------------------------------------------------------------------------
________________
સમ્યગદર્શનથી જીવનમાં આવતું આમૂલ પરિવર્તન :
આત્માના જ્ઞાનમય, આનંદમય, શાશ્વત સ્વરૂપી સ્વાનુભવસિદ્ધિની. પ્રતીતિ થતાં ભવભ્રમણા ભાંગી જાય છે. બાહ્ય જગત તેને સ્વપ્ન જેવું નિઃસાર લાગે છે. સમ સંવેગ, નિર્વેદ અનુકંપા અને આસ્થા જેવા લક્ષણો એનામાં પ્રગટ થાય છે. શાશ્વત સ્વરૂપની પ્રતીતિ થતાં હવે તેને મૃત્યુનો ભય પણ સ્પર્શતો નથી.
સમ્યફચારિત્ર : જિનેશ્વરદેવના શાસનમાં સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાન પછી સમ્યફચારિત્રનું સ્થાન છે. આત્માને સર્વ પાપથી મુક્ત બનાવનારુ ચારિત્રા છે. જગતના સર્વે જીવોને અભયદાન આપનારું ચારિત્ર છે. આત્મગુણોમાં સ્થિરતા આપી કર્મમાત્રનો ક્ષય કરનારું ચારિત્ર છે. સમ્યકદર્શન અને સમ્યફજ્ઞાન મેળવ્યા પછી જયાં સુધી સમ્યફચારિત્રનું પાલન માનવના જીવનમાં આવતું નથી ત્યાં સુધી મોક્ષ મળતો નથી. જ્ઞાનનું ફળ વિરતિ છે-ચારિત્ર છે. જ્ઞાન અને ક્રિયાથી અર્થાત આચરણથી મોક્ષ મળે છે.
ચારિત્ર એટલે શું ?
સંચિત કરેલાં કર્મોનો ક્ષય કરે તે ચારિત્ર અથવા આત્મસ્વરૂપમાં ચરણ, વિચરણ, રમણતા તે ચારિત્ર છે. “સર્વથા સિદ્ધિ' માં ચારિત્ર માટે કહ્યું છે. જે આચરણ કરે છે, જેના દ્વારા આચરણ કરાય છે અથવા આચરણ કરવું તે ચારિત્રા છે. ચારિત્રધર્મ એટલે સર્વજીવોનું એકાંતે હિત મનથી ઇચ્છતા, આત્માનાં પરિણામ અર્થાત્ સર્વસત્તવાહિતાશય. ભગવતી આરાધના માં કહ્યું છે. જેનાથી હિતને પ્રાપ્ત કરાય છે અને હિતનું નિવારણ કરાય છે અને ચારિત્ર કહે છે અથવા સજજન જેનું આચરણ કરે છે તેને ચારિત્ર કહે છે.
સંસારમાં પરિભ્રમણ કરાવનારા સર્વ હેતુઓના નાશ કરનારા અને અંતરમોક્ષને પ્રાપ્ત કરાવનારાં આત્માનાં પરિણામ સમ્યફચારિત્ર છે. જીવ જયારે વિષય અને કષાયોનાં પરિણામોનો ત્યાગ કરી જ્ઞાતા અને દૃષ્ટાપણાનો ભાવ કેળવે છે ત્યારે તે સંસારનાં સમગ્ર કાર્યો પરત્વે નિર્વેદભાવનો અનુભવ કરે છે.
((૧૯)
ભગવાન મહાવીર અને સંયમજીવન )
Page #25
--------------------------------------------------------------------------
________________
આ નિર્વેદભાવને પ્રાપ્ત થયેલો આત્મા સ્વભાવમાં સ્થિર થાય છે, આત્મસ્વરરૂપમાં રમણતા કરે છે.
મુનિ દેવચંદ્રજી ‘આગમસાર' માં ચારિત્રના સ્વરૂપને વિગતે સમજાવે છે. તેઓ લખે છે, ‘ચારિત્ર એટલે ચંચલતા રહિત સ્થિરતામય પરિણામ અને આત્મસ્વરૂપને વિષે એકત્વપણે રમણ, તન્મયતા, સ્વરૂપ વિશ્રાંતિ-તત્ત્વાનુભવ તે ચારિત્ર. એમણે આ વિચારને નિષેધ પક્ષ અને વિધિપક્ષ બંને પક્ષથી સમજાવેલ છે.
નિષેધપક્ષ :
પરિણામોની ચંચળતાનો અભાવ એટલે જેટલે અંશે મોહ અને ક્ષોભનાં પરિણામ ઘટતા જાય તેટલે અંશે ચંચળતા ઘટતી જાય છે. જ્ઞાનીઓએ દર્શાવ્યા મુજબ દર્શનમોહનીયકર્મના પરિણામ રુપ મોહ અને ચારિત્રમોહનીય કર્મના પરિણામ રુપ ક્ષોભ છે. ચારિત્રમોહનીય કર્મનો સર્વથા અભાવ થાય ત્યારે ક્ષોભનો અભાવ થવાથી, ચંચળતાનો અભાવ થાય અને જીવ પૂર્ણ અકંપપણાને પામે છે. જ્યાં સુધી મોહ અને ક્ષોભનાં પરિણામરૂપ ચંચળતા છે ત્યાંસુધી આતમપ્રદેશોમાં કંપન થાય અને તે કંપનથી કર્મબંધ થાય. પરંતુ જ્યારે તે ચંચળપરિણામ સ્થિર બની જાય ત્યારે આત્મપ્રદેશો પણ અકંપ બની જાય કર્મબંધ અટકી જાય છે અને તે જ ચારિત્રની પૂર્ણતા કે યથાખ્યાત ચારિત્ર છે. યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે. આ ચારિત્ર પ્રગટ થતાં સંપૂર્ણ કર્મક્ષય છ્ાય છે અને તે મુક્તિનું કારણ બની શકે છે.
વિધિપક્ષ :
સ્થિરતાનાં પરિણામ અને આત્મસ્વરૂપને વિશે રમણતા તે ચારિત્ર. ચંચળતાના નાશથી સ્હેજે સ્થિરતા આવે છે અને સ્વરૂપરમણતા થાય છે. આ સ્વરૂપ રમણતા તે જ ચારિત્ર છે. તે જ સ્વધર્મ છે. આ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે સહુ કોઇએ સમ્યક્પુરુષાર્થ કરવાનો છે. અનાદિકાળથી આધિ-વ્યાધિ-ઉપાધિરુપ ત્રિવિધ તાપથી ભટકતાં જીવને સ્વરૂપરમણતા અને શુદ્ધ તત્વાનુભવથી સ્વધરમાં વિશ્રાંતિ થાય છે. પરમશાંતિનો અનુભવ થાય છે. જીવની વિશ્રાતિનું સ્થાન ચારિત્ર છે. ‘અણગારધર્મામૃત’ માં પંડિત આશાધરે ચારિત્રને વૃક્ષની છાયાની ઉપમા આપતા કહ્યું છે કે મુમુક્ષુઓએ જન્મરૂપ માર્ગનો થાક ઉતારવા સમ્યચારિત્રરૂપ વૃક્ષની
૨૦
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #26
--------------------------------------------------------------------------
________________
છાયાનો આશ્રય લેવો જોઇએ. બાહ્યતાપથી ત્રસ્ત થયેલા જીવ, વૃક્ષની છાયામાં વિશ્રાંતિ પામે છે તે જ રીતે વિભાવના ભાવથી ત્રાસિત થયેલ આત્મા પણ ચારિત્રરૂપ વૃક્ષની છાયામાં વિશ્રાંતિનો અનુભવ કરે છે.
ચારિત્રના પ્રકાર :
ચારિત્રના પાંચ પ્રકાર મળે છે. ઠાણાંગસૂત્રમાં ચારિત્ર એક છે તેમ દર્શાવ્યું છે. તો બીજી માન્યતા મુજબ દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પ્રકાર છે. ઓપશમિક, શાયિક અને ક્ષાયોપથમિક એમ ત્રણ ભેદ છે. સરાગ, વીતરાગ, સયોગ અને અયોગ ચાર પ્રકાર પણ મળે છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય અને યથાવાત - પાંચ પ્રકાર પણ દર્શાવેલ છે. પ્રત્યેકની ચર્ચા નહી કરતાં - દેશવિરતિ અને સર્વવિરતિ - બે પ્રકારની ચર્ચા જોઇએ. બાહ્યક્રિયાની તરતમાને કારણે ચારિત્રના બે ભેદ પડે છે. (૧) દેશવિરતિ ચારિત્ર, (૨) સર્વવિરતિચારિત્ર.
| હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહરૂપ પાંચે આશ્રવનો ત્યાગ તે વિરતિ છે. આ સ્થૂળ પાપ પ્રવૃત્તિઓથી થોડા સમય માટે વિરામ પામવું તે દેશવિરતિચારિત્ર છે અને સર્વપ્રકારની પાપ પ્રવૃત્તિઓથી સર્વથા અને સર્વદા વિરામ પામવું તે સર્વચારિત્ર છે. દેશવિરતિના ધારક સાધુ છે. અલ્પઅંશે વિરતિ તે અણુવ્રત’ છે જયારે સર્વીશે વિરતિ તે “મહાવ્રત' છે. શ્રાવકો દ્વારા ગ્રહણ કરાયેલા વ્રત સાધુનાં વ્રતોથી નાનાં હોય છે. તેથી પણ તેને અણુવ્રત કહ્યાં છે, એ વ્રતો પોતાના સ્વરૂપમાં નાનાં હોતાં નથી. મહાવ્રત કે અણુવ્રત આ વિશેષણ વ્રતોની સાથે જોડાય છે તે તેના પાળનારની ક્ષમતાના સામર્થ્યને કારણે જોડાય છે. શ્રાવકો એટલે વ્રતોના ઉપાસકો, તે ઉપાસકોની દશા સમજાવવા માટે બારવ્રતોનું વર્ણન પણ 'ઉપાસકદશાંગ’ સૂત્રમાં મળે છે. સર્વવિરતિ ધર સાધુઓ માટે પાંચ મહાવ્રત, છડું રાત્રીભોજન ત્યાગ, અનિવાર્ય વ્રત છે. 'માચારાંગસૂત્ર', 'પ્રશ્નવ્યાકરણ' સૂત્ર તથા “પન્નવણાં' સૂત્રમાં સાધુઓને માટે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણગુપ્તિ આ તેર પ્રકારનું ચારિત્ર દર્શાવેલ છે.
૨૧
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #27
--------------------------------------------------------------------------
________________
સમ્યક્–ચારિત્રનું મહત્ત્વ :
ચારિત્ર એ માનવજીવનની અમૂલ્ય મૂડી છે, સમ્યક્ચારિત્ર એ મોક્ષમાર્ગમાં પ્રધાન છે. જે આત્મા સમ્યચારિત્રને પ્રાપ્ત કરે છે તેનામાં અજબ કોટીની ગરિમા પ્રગટે છે, પણ તે આત્મામાં જ સમાતી હોવાથી આત્મ લક્ષ્ય વિનાના આત્માઓની દૃષ્ટિમાં આવતી નથી. જે મુનિ ચારિત્રમાં પૂર્ણ હોય છે તે થોડા અભ્યાસી હોય તોપણ દશપૂર્વના જ્ઞાતા કરતાં ચઢિયાતા હોય છે, અર્થાત્ તે ચારિત્રની પૂર્ણતાથી મોક્ષ મેળવી શકે છે અને ચારિત્રના અભાવે દશપૂર્વના અભ્યાસી પણ સંસારમાં પરિભ્રમણ કરે છે. કહેવાનો ઉદ્દેશ એ છે કે જ્ઞાનમાત્રથી ઇષ્ટસિદ્ધિ નથી. જ્ઞાનને અનુરૂપ સમ્યઆચરણ ન હોય તો બધું નકામું છે. જ્ઞાનથી વિદ્વત્તા મેળવાય છે, જ્યારે સમ્યચારિત્રથી વીતરાગતા મેળવાય છે. ચારિત્ર વિના મુક્તિ નથી. ચારિત્રધર્મ આટલો મહિમાવંત હોવાને કારણે સમ્યચારિત્રનું પાલન કરતાં મુનિવરોનાં ચરણમાં દેવો પણ નમસ્કાર કરે છે. રાજા હોય કે રંક, ચારિત્રનો સ્વીકાર કરીને પૂજનીય, વંદનીય બની શકે છે અને આત્મસાધના કરી મોક્ષ મેળવી શકે છે.
સમ્યક્ચારિત્રનો સ્વીકારનાર મુનિ આત્મગુણોમાં સ્થિર થાય છે. સંપૂર્ણ આરંભ-સમારંભનો ત્યાગ કરી, જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની આરાધના કરનાર સાધુ સમ્યક્ચારિત્રી દિવસે દિવસે પોતાનાં પરિણામોમાં, વિશુધ્ધિ મેળવતા અનુપમસુખો મેળવે છે. ‘ઉત્તરાધ્યયન' સૂત્ર માં કહ્યું છે, ‘જે પુરુષ પ્રત્યેક માસે દશ દશ લાખનું દાન કરે છે તેના કરતાં કંઇ પણ દાન નહીં કરતા એવા સંયમી સભ્યચારિત્ર પાળનાર શ્રેષ્ઠ છે'. સ્વરૂપરમણતાની અનુભૂતિ કરાવનાર મહામૂલા સંયમ જીવન વિષે શબ્દોમાં વર્ણન શક્ય નથી.
સમ્યક્તપ : કર્મનિર્જરાનું અમોધ સાધન
તપ જૈનસાધનાપધ્ધતિનો પ્રાણ છે. જૈન ધર્મની પ્રત્યેક ક્રિયામાં અહિંસા, સંયમ અને તપનું ગૌરવવંતુ સ્થાન છે. દરેક ક્રિયામાં તપ કેન્દ્ર સ્થાને રહે છે તપ એ સાધનાનું તેજ છે, શક્તિ છે. તપશૂન્ય સાધના નિષ્પ્રાણ છે. સાધનાનો ભવ્ય મહેલ તપના સુદ્રઢ પાયા પર રચાય છે. તપસાધનામાં જ્ઞાનયુક્ત તપને જ
૨૨
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રાધાન્ય મળ્યું છે. જ્ઞાનયુક્ત તપ જ સમ્યફતપ છે. તપ દ્વારા કર્મનિર્જરા એ આત્મવિશુદ્ધિનું સર્વોત્કૃષ્ટ સાધન છે. કરોડો સાધકો તપસાધનાને અપનાવી, આત્મવિશુદ્ધ કરી આત્મા પર લાગેલા કર્મદલિકોનો ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા છે..
આચારાંગસૂત્ર, ભગવતીસૂત્ર, ઔપપાતિક સૂત્ર, સ્થાનાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર તથા તત્વાર્થ સૂત્રમાં તપની ચર્ચા મળે છે.
દશવિજયતિ ધર્મમાં તપ અંતર્ગત છે. સાધુ આચારમાં તપનું સ્વતંત્રરૂપથી વર્ણન કરેલ છે તપથી નવાં કર્મનો બંધ અટકે છે અને પૂર્વે ઉપાર્જિત કર્મોનો ક્ષય થાય છે. તપથી સકામ નિર્જરા થાય છે. જેમ અગ્નિ રસોઇ બનાવવામાં નિમિત્ત બને અને કંઇક ભસ્મ પણ કરી નાંખે તેમ તપથી કર્મનો ક્ષયે તથા ઊંચ ગતિની પ્રાપ્તિ પણ થાય છે. તપક્રિયાનું મુખ્ય લક્ષ કર્મક્ષય છે, ઊંચગતિની પ્રાપ્તિ ગૌણ છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમસ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યો, હે ભગવાન ! તપથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ભગવાન મહાવીરે જવાબ આપ્યો. ‘તપથી જીવ પૂર્વસંચિત કર્મને બોદા બનાવે છે, કરોડો ભવના સંચિતા કર્મની તપથી નિર્જરા થાય છે'.
- દીર્ધકાળથી સંચિત કર્મરજને તપદ્વારા શીધ્ર નષ્ટ કરી શકાય છે. જે રીતે અગ્નિ, હવાની મદદથી ઘાસ કાષ્ટ વગેરેને બાળે છે. તેમ જ્ઞાનરૂપી હવાથી યુક્ત શીલ, સંયમ અને સમાધિથી પ્રજવલિત તારૂપી અગ્નિ સંસારરૂપી બીજને બાળે છે. જેમાં માટીથી યુક્ત સુવર્ણ અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થાય છે તેમ જીવ, વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. તપધર્મની આરાધના સરળ નથી. શરીર પરની મમતાનો ત્યાગ અને આહારસંજ્ઞાની લાલસાને પણ છોડવી પડે છે. કાયાને જિનાજ્ઞાકથિત કષ્ટમાં જોડ્યા વિના કયારેય આત્મકલ્યાણ થાય નહીં.
જૈન ધર્મના તીર્થંકરોનું જીવન તપાસતા - એ જીવન વિશેની વિગતો વાંચતાં કહી શકાય કે તેઓ તપસાધનાના મહાન પુરસ્કર્તા હતા. એક જ ભવમાં પોતાની મુક્તિ નિશ્ચિત છે એવું જાણતા હોવા છતાં, શ્રમણ ભગવાન મહાવીરે
ભગવાન મહાવીર અને સંયમજીવન )
Page #29
--------------------------------------------------------------------------
________________
સાડા બાર વર્ષની ઉગ્ર તપસ્યા કરી છે ! તેમાં ચૌવિહાર ઉપવાસ, લાગ2 બે દિવસ એમણે ક્યારેય આહાર લીધો નથી. એક દિવસમાં બે વાર પણ એમણે આહાર કર્યો નથી. એમનું સાધનામય જીવન તપની અનોખી પ્રેરણા અર્ધી રહે છે. તપનું મુખ્ય પ્રયોજન, પ્રયત્નપૂર્વક કર્મપુદ્ગલોને આત્માથી જુદા કરી વિશુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાનું છે. એથી જ ભગવાન મહાવીરે કહેલ છે કે તપ આત્મશોધનની પ્રક્રિયા છે. તપ જીવનને સચ્ચિદાનંદ અનુભૂતિ કરાવે છે.
તપની વ્યાખ્યા :
જ્ઞાનીઓએ તપ' ની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ આપી છે, જેમાંની થોડીક નીચે દર્શાવેલ છે.
(૧) ઇચ્છા નિરોધ : તપ - અર્થાત્ ઇચ્છાઓનો વિરોધ કરવો તે તપા (૨) જેનાથી શરીરની સાત ધાતુઓ તપ્ત થાય છે તે તપ છે. અથવા
જેનાથી અશુભ કર્મો તપ્ત થાય છે તે તપ. નવીન કર્મોના પ્રવેશનો જેના વિશે અભાવ હોય, જેની હૈયાતિમાં નવાં કર્મ ન બંધાય અને જેનાથી પૂર્વે ઉપાર્જિત કર્મોનો ક્ષય તેને ‘તપ' કહે છે. જે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોને બાળી નાખે તેનું
નામ તપ છે. (૫) જે કર્મને તપાવી આત્માથી અલગ કરી દે છે તે “તપ” છે. (૬) જે સાધનાથી પાપકર્મ તપ્ત થઇ જાય છે તેને તપ' કહે છે.
વાસનાઓને ક્ષીણ કરવા માટે, સંચિત કર્મોનો નાશ કરવા માટે તથા આધ્યાત્મિક બળ વધારવા માટે જે જે ઉપાયોથી શરીર, ઇન્દ્રિય, કષાય અને મનને તપાવવામાં આવે છે, તે બધા ઉપાયોને તપ' કહે છે. અથવા જે અંતર્ગત વાસનાઓને, શરીરને અને કર્મને કૃશ કરે છે તે તપ' છે. જે આત્મારૂપી સુવર્ણને તપાવી કર્મરૂપી મેલથી રહિત શુદ્ધ કુંદન જેવો બનાવી દે તપ છે.
((૨૪)
'
ભગવાન મહાવીર અને સંયમજીવન )
Page #30
--------------------------------------------------------------------------
________________
તપના પ્રકાર :
તપ આત્મશોધન અને કર્મક્ષયની એક અખંડ પ્રક્રિયા છે, પરંતુ સ્વરૂપ અને સામગ્રીના આધાર પર અથવા સાધનનો ભેદ દર્શાવવા તપના મુખ્ય બે ભેદ પાડવામાં આવેલ છે. (૧) બાહ્યતપ, (૨) આત્યંતર તપ. ઉપરાંત, આ દરેકના છ પેટાપ્રકાર છે. બંને મળીને તપના કુલ ૧૨ ભેદ વર્ણવામાં આવેલ છે.
| * ‘તપાચાર બાર ભેદ',
છ બાહ્ય, છ આત્યંતર, શરીરને લગતા હોવાથી અનશન આદિ છ પ્રકારના બાહ્યતપ છે અને આત્માને સીધા સ્પર્શે તેવા પ્રાયશ્ચિત્ત આદિ છ આત્યંતર તપ
(૧) બાહ્ય તપ - સર્વસાધારણ જનસમાજમાં જે તપના નામથી ઓળખાય છે, અથવા બીજાને જે પ્રત્યક્ષ દેખાય છે, જેનો સીધો પ્રભાવ શરીર પર પડે છે, જે મોક્ષનું બહિરંગ કારણ છે-સાધન છે તેને બાહ્યતમ કહે છે. ‘સર્વાર્થ સિદ્ધિમાં” પૂજયપાદસ્વામી દર્શાવે છે. બાહ્યદ્રવ્યના આલંબનથી બીજાને જોવામાં આવતા તપને બાહ્યતપ કહેવાય છે. બાહ્યતપ આવ્યંતર શુદ્ધિનું નિમિત્ત છે.
આ તપથી મનની વિશુદ્ધિ, સરલતા અને એકાગ્રતાની સાધના થાય છે. આત્યંતર તપમાં પ્રગતિ કરવા માટે બાહ્યતપ સીડીનું કામ કરે છે. આત્યંતર તપની સિદ્ધિ માટે દ્રઢ આધાર અને પ્રશસ્તભૂમિકા તૈયાર કરવામાં બાહ્યતાનું મહત્વપૂર્ણ
સ્થાન છે. ધર્મ આરાધના માટેનું પ્રધાન સાધના શરીર છે, એવુ વીતરાગી ઉત્તમ આત્માઓએ દર્શાવ્યું છે. શરીર પર આવતાં કષ્ટો મહાન ફળ આપે છે. ઢઢણમુનિ, ધન્ના અણગાર, ચંપાશ્રાવિકા આદિના બાહ્ય તપની જ્ઞાનીઓએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે. એટલું જ નહીં, પર્વ દિવસોની ઉજવણી માટે પણ શાસ્ત્રકારોએ બાહ્યતાની જ હિમાયત કરી છે. ઓળીમાં આયંબિલ, પર્યુષણમાં છટ્ટ-અટ્ટમ-અઠ્ઠાઇ વગેરે, જ્ઞાનપંચમીનો ઉપવાસ દિવાળીના છઠ્ઠ, મૌન એકાદશીનો ઉપવાસ, પફખીનો ઉપવાસ. વિપ્નનાશ માટે પણ તપ.
૨પ
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #31
--------------------------------------------------------------------------
________________
આ રીતે બાહ્યતમ આત્માને સન્માર્ગમાં સ્થિર રાખવાનું અપૂર્વસાધના છે. સાધુને જિતેન્દ્રિય બનાવવામાં બાહ્ય-તપની મહત્ત્વની ભૂમિકા હોય છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ-આ ચાર પ્રકારથી રસનેન્દ્રિય પર કાબૂ આવે છે. કાયકલેશ અને વિવકતશયનાશનથી, પ્રતિસલીનતાથી સ્પર્શ, ધ્રાણ, ચક્ષુ અને શ્રોતના વિષયો પર અનાસક્તિ આવે છે. મનનો સંયમ તપમાં હોય છે એ આવશ્યક પણ છે. બાહ્યતપ પંચેન્દ્રિય સંબંધી વિષયસુખો પ્રતિ ઉદાસીનતા લાવવામાં, કષ્ટ સહન કરવામાં, શરીરની આસક્તિ અને મમત્વભાવને દૂર કરવામાં તથા આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ રહેવામાં ખૂબ સહયોગી બને છે.
આહારસંજ્ઞાની આસક્તિને કારણે જીવનમાં તપ ન થઇ શકતો હોય તોય તપ પ્રત્યેનો આદરભાવ લેશ માત્ર ધટાડશો નહી, બાહ્યતપની ટીકા કે નિંદા કરીને પાપના ભાગીદાર થશો નહીં, તપના માર્ગે આગળ વધી રહેલા સત્ત્વશાળી . જીવોને હૃદયની વંદના કરજો, એવો તપ આપણે પણ કરી શકીએ એવી ભાવના, ભાવતા રહેજો. ‘તપ કરીએ સમતા રાખી ઘટમાં'. આચાર્ય રત્નસુંદરવિજયજી દર્શાવે છે. 'સમત્વભાવને આત્મસાત કરવા સાથે - બાહ્યતપની સાધનામાં ઝુકાવનારા કર્મસત્તાને ઝુકાવી દેવામાં પ્રચંડ સફળતાને વર્યા છે જયારે આહાર સંજ્ઞાને પરવશા બનેલાઓના કર્મસત્તાએ ડૂચા કાઢી નાખ્યા છે. મહામુનિવર કુંડરિક, મંગુઆચાર્ય મુનિ આષાઢાભૂતિને સંયમજીવનની સાધનાના ઉત્તમ કોટિના ફળથી વંચિત રાખવાનું કામ આહારસંજ્ઞાએ કર્યું છે, તેનું વિસ્મરણ ન થવું જોઇએ. શરીરનો શ્રેષ્ઠ ઉપયોગ તપ છે. શરીર ગમે તેટલું તંદુરસ્ત હોય, સામાનું મન મોહી લે તેવું આકર્ષક હોય તોય એની કિંમત તો એની અંદર બેઠેલા આત્માને કારણે જ છે, આ વાત બરાબર સમજાઇ જવી જોઇએ. આત્માને ગૌણ ગણીને શરીરને સાચવવાની કાળજી લેવા જેવી બીજી કોઇ મૂર્ખાઇ હોઇ શકે નહીં. આત્મકલ્યાણમાં સહાયક બને એટલા પૂરંતુ શરીર પણ મુખ્ય.
તપની ઉપાસના શુદ્ધિની ઉપાસના છે. આત્મશુદ્ધિની પ્રવૃત્તિ છે. નવતત્ત્વમાં તપનો સમાવેશ નિર્જરામાં કર્યો છે. નવી અશુદ્ધિ આત્મામાં પ્રવેશવા ન દે અને જૂની અશુદ્ધિસાફ કર્યા વિના ન રહે એવી તપની ઉપાસનામાં પણ સાવધ રહેવાનું છે. તપને ક્રોધ ખાઇ ન જાય તે માટે પૂરી જાગૃતિ રાખવાની છે. તપનું અજીર્ણ ક્રોધ છે, તેને દૂર રાખવાની પૂરી સંભાળ લેવાથી ખૂબ લાભ થશે.
((૨૬)
ભગવાન મહાવીર અને સંયમજીવન)
Page #32
--------------------------------------------------------------------------
________________
(૨) આત્યંતર તપ - આ તપ પ્રાયઃ અંતઃકરણના વ્યાપારરૂપ છે. આ તપમાં બાહ્યદ્રવ્યોની અપેક્ષા હોતી નથી. આ તપ લોકો દ્વારા દ્રષ્ટિગોચર હોતો નથી - એટલે કે લોકોની નજરમાં આવતો નથી. પ્રશસ્ત ચિંતન-મનના અને અનુશીલન દ્વારા મનને એકાગ્ર, શુદ્ધ અને નિર્મલ બનાવવું તે આત્યંતર તપનો મુખ્ય ઉદ્દેશ છે. આ આત્યંતર તપ વિશિષ્ટ વ્યક્તિઓ દ્વારા જ તપના રૂપમાં સ્વીકૃત થાય છે. એના વિના કર્મની નિર્જરા થતી નથી, મુક્તિનું અંતરંગ કારણ આ તપ છે.
બાહ્યતપ એ સ્વયં આત્મશુદ્ધિનો હેતુ નથી તેમજ બંધનમુક્તિનું કારણ પણ નથી. બાહ્યતપ, આત્યંતર તપ માટેની સરસ ભૂમિકા પૂર પાડે છે - આત્મશુદ્ધિનું પરંપરાએ કારણ બને છે. આત્યંતર તપ વિના એકલા બાહ્યતપને જૈનદર્શન વિશેષ લાભકારી ગણાવેલ નથી. આત્યંતર તપપ્રધાન છે. ગુણસ્થાનકની ભૂમિકા મુજબ જોઈએ તો બાહ્યતા પહેલા અને ત્રીજા ગુણસ્થાનકે હોય છે - ત્યારે આત્યંતર તપની શરૂઆત ચોથા ગુણસ્થાનકથી થાય છે અને તેની પૂર્ણાહુતિ ચૌદમા ગુણસ્થાનકે થાય છે. તેથી એમ જરૂર કહી શકાય કે બાહ્યતપથી આત્યંતર તપ ચડિયાતો છે. આત્યંતર તપને નજીક કરી આપનાર અથવા આત્યંતર તપમાં પ્રવેશવાનો માર્ગ મોકળો કરી આપનાર હોવાથી એને બાહ્યતપ ગણેલ છે. ઉપરાંત, બાહ્યત: બાલજીવોને સુસાધ્ય હોવાથી તેઓ તેમાં પ્રગતિ કરી શકે છે અને વિશેષ પ્રગતિ કરતાં આવ્યંતર તપની પણ સાધના કરવા લાગે છે. આત્યંતર તપ વિના બાહ્યતપ પૂર્ણકર્મનિર્જરા કરવામાં અસમર્થ છે. આત્યંતર તપની પ્રરૂપણા કરી ભગવાન મહાવીરે પરંપરાગત તપનો આંતર શુધ્ધિનો ઉપાયરૂપે વિસ્તાર કર્યો છે.
તપસાધના માત્ર એક મનુષ્યગતિમાં જ સંભવિત છે. નરક તેમજ દેવગતિમાં ઔદારિક શરીરનો ઉદય તથા પંચમહાવ્રતરૂપ સંયમ નથી. તિર્યંચગતિમાં, પંચમહાવ્રતનું પાલન અસંભવ છે. તેથી માનવભવમા નિત્ય આચરણ કરવું શ્રેયસ્કર છે. બાહ્ય અને આત્યંતર એમ બંને પ્રકારના વિશુદ્ધ તપથી બહિરાત્મા-અંતરાત્મા બને છે અને અંતરાત્મા વિકાસ પામીને પરમાત્મા બને છે. બાર પ્રકારના તપ આત્મવિકાસના આરોહણ માટેનાં ઉત્તમ સોપાનો છે. માનવજીવન કે મુનિજીવનને ધન્ય બનાવવા તપ એ આત્મવિકાસ માટે ઉત્તમ સહાયક છે. અનશન-ઉણોદરી, ભિક્ષાચરી આહારત્યાગ, રસ-પરિત્યાગથી સંજ્ઞા
((૭)
શિ૭.
ભગવાન મહાવીર અો સંયમજીવ
Page #33
--------------------------------------------------------------------------
________________
(રસ) ત્યાગ, કાયકલેશ, પ્રતિ સંલીનતા તપથી દેહાધ્યાસત્યાગ, પ્રાયશ્ચિત્ત તપથી સ્વદોષ દર્શન, વિનય તપથી પરગુણદર્શન, વૈયાવચ્ચ તપથી ઇન્દ્રિયરમણતા ત્યાગ, સ્વાધ્યાય તપથી સ્વરૂપરમણતાની પ્રાપ્તિ અને ધ્યાન તથા વ્યુત્સર્ગતપથી સમાધિ જેવી ઉત્તમ ગુણ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
‘કર્મ ખપાવે ચીકણાં, ભાવમંગલ તપ જાણ, પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણ ખાણ.'
સમ્યફતપની સહાયથી આત્મા, સર્વ કર્મ ખપાવીને સિદ્ધાચલમાં શાશ્વત નિવાસ પ્રાપ્ત કરી શકે છે. આવા ઉત્તમ મંગલ તપને વંદન.
ભગવાન મહાવીરની તપશ્ચર્યા, આંતરિક વિશુદ્ધિનો રાજમાર્ગ
શરીર અને મનના અનેક પ્રકારના રોગો સામે ચતુર કુશળ અને અનુભવી વૈધ જેમ વિવિધ પ્રકારના ઔષધો આપે છે તેમ દેવાધિદેવ પરમ તીર્થંકર મહાશ્રમણા ભગવાન મહાવીરે ભવરોગના નિવારણ માટે એકમાત્ર ઉત્તમકોટિનું તપશ્ચર્યારૂપી ઔષધ આપી આપણા પર પરમ ઉપકાર કર્યો છે. '
પ્રબુદ્ધ કરુણાના કરનાર મહાશ્રમણે પોતાના નિજ જીવનને પ્રયોગશાળા બનાવી, આ ઔષધિનો સફળ પ્રયોગ પોતાની જાત ઉપર કર્યો પછી જ તપશ્ચર્યા નામની ઉત્કૃષ્ટ જડીબુટ્ટી આપણને આપી.
પ્રમાદી જીવનચર્યામાંથી અપ્રમત્ત બનવા માટે બાહ્ય તપશ્ચર્યા છે. જીવની પ્રમાદી સ્થિતિમાં શરીર તથા ઇન્દ્રિયો સાધનામાં બાધક થઇ જાય છે. બાહ્ય તપશ્ચર્યા દ્વારા સંયમ આવવાથી ચેતના જાગૃત થશે. અને મન તથા શરીર સાધનામા પ્રવૃત્ત થશે. આત્યંતર તપશ્ચર્યાથી આ માર્ગે આગળને આગળ વધી શકાશે માટે જ ભગવાન મહાવીરે બાહ્યતપનું અનુસંધાન આત્યંતર તપ સાથે જોડી આંતરિક વિશુદ્ધિના રાજમાર્ગ પર જવા અંગુલિનિર્દેશ કર્યો.
શ્રી આચારાંગસૂત્રના નવમાં ઉપધાન શ્રત અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં ભગવાનની અનશન, ઉણોદરી, રસપરિત્યાગ આદિ તપસ્યાઓની, ગોચરી ગવેષણા વિધિ, ધ્યાનસાધના અને પ્રભુની અપ્રમત અવસ્થાના વર્ણન પર ચિંતન કરતાં જણાશે કે પ્રભુની તપ સાધના, આહાર પાણીના સ્વૈચ્છિક નિયંત્રણપૂર્વકની હતી.
૨૮ )
ભગવાન મહાવીર અને સંયમજીવન )
Page #34
--------------------------------------------------------------------------
________________
તેમની ઉત્કૃષ્ટ તપ સાધનામાં સતત જાગૃતિ, ચેતના અને ધ્યાનમગ્નતા અભિપ્રેત
હતી.
ભગવાનના સહજ થઇ જતા બાહ્ય તપ સાથે આવ્યંતર તપના અનુસંધાનનું અદ્ભુત સાયુજય રચાતું. ભગવાને બે માસથી વધારે તો ક્યારેક છ મહિનાના ચૌવિહાર ઉપવાસ કર્યા હતા. ઠંડા તુચ્છ કે ફેંકી દેવા યોગ્ય બિલકુલ અમનોજ્ઞા આહાર કરી લેતા. આ વાત ભગવાનના આહાર પ્રત્યેના તદ્દન અનાસક્ત ભાવનાં દર્શન કરાવે છે.
શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયથી વિરક્ત થઇને મન કે અલ્પભાષી બની ઠંડીના સમયે પણ છાયામાં રહી ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરતા. ઉનાળાની બળબળતી બપોરે સૂર્ય સામે ઉગ્રતાપમાં સૂર્યાભિમુખ આતાપના લેવા છતાં જીવમાત્ર સામે ચંદન જેવી શીતળતા વરસાવતાં પાચેય ઇન્દ્રિયોને સંયમમાં રાખી કષાય પર વિજય પ્રાપ્ત કર્યો.
આપણને પ્રશ્ન થશે કે ભગવાનનું શરીર, ધર્મસાધનામાં બાધક ન હતું છતાં - ભગવાન કાયાકષ્ટ શું કામ આપતા ?
1, * ભગવાનની આ સહજ જીવનચર્યા હતી. સંયમ અને તપની અતંરધારામાં એ એવા તલ્લીન બની જતા કે બાહ્ય અપેક્ષાની પૂર્તિનો પ્રશ્ન જ ગૌણ બની જતો.
શારીરિક કષ્ટોના દર્દની અનુભૂતિ એવી વ્યક્તિઓને વધુ થાય છે, જેની, અધ્યાત્મચેતના સુપ્ત હોય. ભગવાનની અધ્યાત્મ ચેતનાનું જાગરણ પૂર્ણતઃ હોવાથી તેમની તપ સાધનાની જાગૃતિ સમાધિપ્રેક્ષા અને અપ્રતિજ્ઞા સાથે જોડાયેલી હતી તેથી તેઓ ગમે તેવા કઠિન તપ કરવા સાથે સતત સમાધિભાવ માંજ રહેતા અને તેઓ કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ કે હઠાગ્રહથી પ્રેરિત સંકલ્પથી તદ્દન મુક્તાવસ્થામાં
હતા.
અનાર્ય પ્રદેશની ગુફા, કોતરો, ખંડેર, વેરાન સ્થળો કે ભયંકર વનમાં તેમનું વિચરણ થતું. સાધના દરમ્યાન શરીરના બાહ્ય કે આંતરિક રોગોનો પ્રતિકાર કરવા, ભગવાન ઔષધ ઉપચાર કરવાની ઇચ્છા પણ ન કરતા. આ વાત શરીર પ્રત્યેના અનાસક્ત ભાવની પ્રતીતિ કરાવે છે.
((૨૯)
૨૯
ભગવાન મહાવીર અને સંયમજીવઠા )
Page #35
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણ, શ્રમણ ગામના ભિક્ષુકો, ચાંડાલ, બિલાડી, કુતરા, પક્ષીઓ કે પ્રાણીઓની આજીવિકા (આહાર-પાણી)માં વિક્ષેપ ન પડે કે ભંગ ન થાય તેનું ધ્યાન રાખી ભગવાન ભિક્ષા માટે જતા. લુખા, સૂકા નીરસ પદાર્થોનો આહાર ક્યારેક મળે ક્યારેક ન પણ મળે તો પણ રાગદ્વેષ રહિત સંચમ ભાવમાં પ્રભુ પાંચ સમિતિ અને ત્રણગુપ્તિથી યુક્ત રહ્યાં હતા.
જીવનના કોઈપણ ક્ષેત્રમાં તપ વિના સિદ્ધિ મળતી નથી. જીવનની બાહ્ય પ્રવૃત્તિ જેવી કે કળા, સાહિત્ય, સંગીત, વ્યાપાર કે અર્થોપાર્જનમાં પણ તપશ્ચર્યા હોય તો જ તેમાં સફળતા મળે પરંતુ, આ તો ભૌતિક ક્ષેત્રની વાત થઇ. જેનદર્શનમાં મહાશ્રમણ મહાવીરની. તપશ્ચર્યામાં મુખ્યત્વે આધ્યાત્મિક વિકાસની વાત અભિપ્રેત છે.
‘મુનિશ્રી સંતબાલજી કહે છે કે બહિબૂત પરભાવથી થતી ક્રિયાઓમાં ચૈતન્યની જે શક્તિઓ વહેંચાઈ અને વિખરાઇ જાય છે તેને એકત્રિત કરી પ્રખર સંયમ કરવો તેનું નામ તપ,'
તે જુદી જુદી રીતે વહી જતી અનેક નિર્જરણીઓના જલનો સંગ્રહ કરવાથી જેમ સ્થાયી સંચય થાય છે અને તેના યોગ્ય ઉપયોગપછી વિદ્યુત જેવી પ્રચંડ શક્તિઓનું સર્જન થઇ શકે તેમ, ચૈતન્યની સંગ્રહિત શક્તિમાંથી એક અજોડ નવચેતના પ્રગટે છે. આથી કોઇપણ ધર્મ તપાસતાં પ્રત્યેક ધર્મ સંસ્થાપકે તપશક્તિની અનિવાર્ય આવશ્યક્તા સ્વીકારી છે.
આ શક્તિ ખોટે માર્ગે વેડફાઇ ન જાય અને તેમાં અનિષ્ટ તત્ત્વ ભળી ના જાય તેની સંભાળ કે તકેદારી, જ્ઞાન, વિવેક અને અત્યંતર તપ રાખે છે.
ભગવાન મહાવીરનો કાયોત્સર્ગ એ શરીર પ્રત્યેનું મમત્વ, મૂચ્છભાવ છોડવા પ્રેરક બને છે અને, દેહાધ્યાસ છોડવાની પાવન પ્રક્રિયા છે.
સાધનામાં મૌનને અધિક મહત્ત્વ અપાયું છે. મૌનનો વ્યાપક અર્થ તો ઠેઠ મનના સંયમ સુધી પહોંચે છે. સાધક માટે વાણી સંયમ ઉપકારક છે. સાધકની શક્તિનો બહુ મોટો હિસ્સો વાણી દ્વારા જ વેડફાઇ જાય છે.
૩૦
ભગવાન મહાવીર અને સંયમજીવન)
Page #36
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરની દીર્ઘ મૌન સાધના પછી ઋજુવાલિકા નદીને કિનારે જે જ્ઞાન પ્રગટ થયું તે શાસ્ત્ર બની ગયું.
ધ્યાન અને આસન ભગવાનની બાહ્યાભ્યતર સાધનાના અંગો છે. ઉકડું આસન, પદ્માસન, સુખાસન અને ગો-દોહઆસનનું બાહ્ય તપશ્ચર્યામાં સ્થાન છે.
ભોજન એ સુધા નિવારવા અર્થે ઉપયોગી છે અને, જીવન માટે પદાર્થ છે. પદાર્થજીવન નથી. આઠ માસ ભગવાને ભાત, બોરકુટ અને અડદના બાકળા. પર જીવન નિર્વાહ કર્યો તે ઘટના એમની શરીર સ્થિતિની સહજતા અને નિર્મોહતાને સ્પષ્ટ કરે છે. ભગવાનના સ્વાદ વિજયનું એ પ્રતીક છે.
ભગવાન મહાવીરની સાધનામાં તેમણે પરિષહો સમતાભાવે સહન કર્યા, ઉપસર્ગો પર વિજય મેળવ્યો, મૈત્રીભાવથી પ્રાણીમાત્રને જીતી લીધાં. ભગવાન મહાવીરના તપે સિદ્ધ કર્યું કે તપશ્ચર્યા નૈસગિક ઔષધ છે. તપ એ શરીર, મન, અને આત્મા એ ત્રણે ને તંદુરસ્ત કરનાર સફળ જડીબુટ્ટી છે. વૈરાગ્યવૃત્તિ અને અભ્યાસથી તે સહજ બને છે. યોગમાત્રનો સમાવેશ તપશ્ચર્યામાં છે. તપશ્ચર્યાએ જ શ્રમણ મહાવીરને ભગવાન મહાવીર બનાવ્યા.
પરિષહોથી પાર ઉતર્યા. ઉપસર્ગો પર વિજય મેળવી આંતરશત્રુને પરાજિત કરી અરિહંત બન્યા. વિશ્વમૈત્રી પ્રગટાવી જીવમાત્રને જીતી લીધા. બાહ્યાવ્યંતર તપથી ભગવાન મહાવીર વિશ્વવંદ ત્રિવિજયી મહાવીર બન્યા.
ત્યાગ :
દશ શ્રમણ ધર્મમાં એક ‘ચિયાએ ધર્મ’ છે, આ પારિભાષિક શબ્દના (૧) ત્યાગ, (૨) દાન, (૩) વિસર્જન, (૪) અકિંચન્ય વગેરે અર્થ થાય છે.
આપણી પાસે હોય તેને સુપાત્રે આપી દેવું તેમજ આપણે લઇ શકીએ તેમ હોવા છતાં તેને છોડી દેવું તેને ત્યાગ કહે છે. બાહ્ય નવ પ્રકારનો પરિગ્રહ તથા આત્યંતર ચૌદ પ્રકારના પરિગ્રહનો સર્વથા ત્યાગ કરવો અથવા આવશ્યકતાનુસાર રાખીને બાકીનાનો ત્યાગ કરવો, તેમજ કોઇ પણ વસ્તુ ઉપર મૂર્છા ન રાખવી કે સંગ્રહ ન કરવો તેને ત્યાગ કહે છે. તપની સાથે ત્યાગ સંકળાયેલ છે. ત્યાગ ધર્મના પાલનથી અનેક લાભ થાય છે.
((૩૧)
ભગવાન મહાવીર અને સંયમજીવલ)
Page #37
--------------------------------------------------------------------------
________________
ઉરાધ્યયન સૂત્રમાં ત્યાગધર્મથી જીવને કેવો લાભ થાય છે. તેનું વર્ણના મળે છે. જેને મોહ નથી તેનું દુઃખ ગયું, જેને તૃષ્ણા નથી તેનો મોહ ગયો. જેને લોભ નથી તેની તૃષ્ણા ગઇ અને જેનો લોભ નષ્ટ થઇ ગયો. તેના માટે આસક્તિ આદિ કંઇ પણ હોતું નથી'. ત્યાગધર્મની આરાધનાથી મોહ જાય છે, તૃષ્ણા જીતાય છે અને લોભ જાય છે તેથી ત્યાગ ધર્મના ઉપાસકને કોઇ પણ પ્રકારની મમતા કે આસક્તિ હોતી નથી.
ત્યાગધર્મ :
(૧)
(૨)
(૩)
સંતાપને સંતાપી નાખે છે. ઇચ્છાને સમાપ્ત કરે છે સંવેગને વધારે છે. મારુ કંઇ નથી' નો મંત્ર શીખવે છે." નિવૃત્તિના પંથે, જીવાત્માને દોરે છે. અપરિગ્રહની તાલીમ આપે છે. વીતરાગતાના મહેલમાં પ્રવેશ કરવાનું દ્વાર છે. રત્નત્રયીનો પાલક અને પોષક છે. દેહાધ્યાસને દેશવટો આપનાર અને સ્વમાં રમણતા કરવાનાર છે.
(૯)
ત્યાગધર્મમાં સ્થિર થવા સાધકે શું વિચારવું જોઈએ ?
(૧) હે જીવ ! તને જે પ્રાપ્ત થયું છે, તે પુણ્યના કારણે. એ પુણ્યફળનો ભોગવટો તારા એકલાથી ન થાય એમાં બીજાઓનો પણ ભાગ છે. તારા પુણ્યફળમાં ત્યાગીધર્મ આરાધકોને ભાગીદાર બનાવ.
(૨) પૂર્વે ત્યાગધર્મ સેવ્યો હશે તેથી આજે તને બધું સહેલાઇથી મળી રહે છે, તને જે પ્રાપ્ત થયું છે તે જગતના કેટલાય જીવોને પ્રાપ્ત થતું નથી, હવે ભવાંતરમાં ફરીથી પ્રાપ્ત કરવું હોય તો ત્યાગધર્મને સ્વીકારી તેનું આરાધન કરવા લાગી જા.
(૩) ત્યાગે તેને આગે અને માંગે તેને ભાગે' હે મનુષ્ય, તું તારા ત્યાગધર્મમાં સ્થિર થા.
((૩૨)
ભગવાન મહાવીર અને સંયમજીવલ )
Page #38
--------------------------------------------------------------------------
________________
(૪) ત્યાગથી જીવો વર્તમાન સુખી છે, ત્યાગ ધર્મમાં પ્રત્યક્ષ સુખ દેખાઇ રહ્યું છે, એવા ત્યાગધર્મને સેવનારને પરભવમાં સુખ પ્રાપ્ત થશે જ.
(૫) મમતાની ગાંઠ છોડ્યા વિના ત્યાગ થતો નથી. મમતા એ પાપ છે. એ પાપના ત્યાગથી પુણ્ય પ્રાપ્ત થશે.
(૬) જો ત્યાગધર્મથી અળગો રહ્યો તો પુણ્યફળમાં મળેલી વસ્તુઓ તને ત્યાગીને ચાલી જશે. એ તને ત્યાગીને ચાલી ન જાય તે પહેલાં તું જ એને ત્યાગી દે.
(૭) ભોગ રોગને આમંત્રણ આપે છે, ત્યાગ યોગ આપે છે. જો રોગના ભોગ ન બનવું હોય તો ત્યાગને સ્વીકારી લે.
(૮) માન-મોટાઇ મેળવવા માટે કે આલોક-પરલોકના સુખ પ્રાપ્ત કરવાના લોભે ત્યાગધર્મને સેવીશ નહિં, માત્ર એક આત્મકલ્યાણ અર્થેજ ત્યાગધર્મને અપનાવજે.
(૯) જેઓ ત્યાજ્ય વસ્તુઓની પ્રાપ્તિ અર્થે જ ત્યાજય વસ્તુનો ત્યાગ કરે છે, તેઓનો ત્યાગ અનેક અનર્થોને ઉત્પન્ન કરે છે. તારો ત્યાગ આવા પ્રકારનો તો નથી ને ?
(૧૦) ત્યાગ ધર્મમાં સ્થિર થવા માટે તીર્થંકરોનાં તથા મહાત્યાગીનાં જીવનચરિત્ર વાંચવા-વિચારવા જેથી ત્યાગધર્મની ભાવના સુદ્રઢ બને.
ત્યાગના પ્રકાર :
‘ઠાણાંગ સૂત્ર’માં ત્યાગ ચાર પ્રકારનો દર્શાવ્યો છે. (૧) મનત્યાગ, (૨) વચન ત્યાગ, (૩) કાય ત્યાગ, (૪) ઉપકરણ ત્યાગ.
મનથી કોઇ પણ ભોગ્ય વસ્તુનો ત્યાગ કરવો, તેને મનત્યાગ કહે છે. અથવા આત્મવિરોધી વિભાવ ભાવનો મનથી ત્યાગ કરવો તેને મનત્યાગ કહે છે.
33
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #39
--------------------------------------------------------------------------
________________
સંધ સમક્ષ, ગુરુજીની સાક્ષીએ બોલીને, ભોગ્ય વસ્તુનો ત્યાગ કરવો તેને વચનંત્યાગ કહે છે. અથવા સાવદ્યકારી અશિષ્ટ ભાષાનો, ઉત્સૂત્ર વચનનો, આશાતનાકારી, ઉદ્વેગજનક વચનનો ત્યાગ કરવો તેને વચનત્યાગ કહે છે.
કાય ત્યાગ - કાર્યોત્સર્ગ કે સંથારામાં શરીરનો ત્યાગ કરવો તેને કાયત્યાગ કહે છે. અથવા નિંદનીય, ત્યાગવાયોગ્ય દુષ્કૃત્યો, કાયાની ચંચળતાનો, અભક્ષ્ય દારૂ, માંસાહાર આદિનો તથા નિંદનીય સ્થાનમાં જવાનો ત્યાગ કરવો તેને કાયા ત્યાગ કહે છે.
મન-વચન-કાયાની અગુપ્તિનો ત્યાગ કરવો તેને અનુક્રમે મન-વચન અને કાયા ત્યાગ કહે છે.
અનાઆવશ્યક બાહ્ય ઉપકરણોનો ત્યાગ કરવો તેને ઉપણ ત્યાગ કહે છે.
દાન :- ભારતીય સંસ્કૃતિમાં દાનનું ધણું મહત્ત્વ છે. વિશ્વમાં જયાં જયાં જૈનો વસે છે ત્યાં ત્યાં દાનનો પ્રવાહ વહેડાવવાને પોતાનો ધર્મ સમજે છે. જૈન ધર્મમાં દાન ધર્મને ખૂબ અગત્યનું સ્થાન મળ્યું છે. પ્રત્યેક જૈન દાન આપવામાં અપાર આનંદ અનુભવે છે. આગમનાં પાના પર તથા ઇતિહાસનાં પૃષ્ઠો પર અનેક દાનેશ્વરીનો પરિચય મળે છે. તીર્થંકરનો આત્મા દીક્ષા પૂર્વે ‘વરસીદાન’ આપે છે. વર્તમાનમાં પણ અનેક જૈન દાનેશ્વરી છે. વંદનીય છે.
‘દાન’નો અર્થ :- પોતાના અધિકારમાં રહેલી વસ્તુ ઉપરથી પોતાનો અધિકાર હટાવી લઇને બીજાને આપી દેવો તેનું નામ ‘દાન’. સ્વપરના ઉપર ઉપકાર કરવાને અર્થે પોતાની વસ્તુનો ત્યાગ કરવો એટલે કે તે અન્યને આપી દેવી તેને ‘દાન' કહેવાય છે, વિધિપૂર્વક સુપાત્રને દાન દેવું તે ‘ત્યાગ’ છે ‘દાન' છે. લોભ એ પાપનું મૂળ છે તો દાન એ પુણ્યનો પ્રવાહ છે. દાન તો સંપત્તિનો યથોચિત સંવિભાગ છે.
શાસ્ત્રકારોએ ધનના મુખ્ય ત્રણ વ્યાપારો ગણાવ્યા છે. (૧) દાન, (૨) ભોગ, (૩) નાશ. આ ત્રણમાં દાનને અન્યને ઉદારતા પૂર્વક આપવાને સૌથી ઉત્તમ ઉપાય ગણાવેલ છે. એવો પણ ઉલ્લેખ મળે છે કે ધર્મકાર્યમાં જે દાન કરતો નથી તેનું ધન કાં તો અગ્નિના પ્રકોપથી બળી જાય છે, રાજા હરી લે છે
ભગવાન મહાવીર અને સંયમજીવન
૩૪
Page #40
--------------------------------------------------------------------------
________________
અથવા તો ચોર લૂટી જાય છે. સત્કાર્યો માટે સંપત્તિનો પ્રવાહ રેલાવવો એ અત્યંત પ્રશંસનીય માનવકર્તવ્ય છે. દાન કર્તવ્યભાવનાથી જ કરવું જોઇએ. દાનની પાછળ અન્ય કોઇ સ્વાર્થ કે પ્રત્યુપકારની અપેક્ષા ન હોવી જોઇએ. દેશ-કાળ અને પાત્ર જોઇને દાન કરવું જોઇએ. દાનતીર્થમાં પાવન થયેલો માનવ પુનઃપુનઃ સંપત્તિનો પ્રસાદ પ્રાપ્ત કરે છે અને પરમઆનંદ માણી શકે છે. સંયમ અને ત્યાગ, દયા અને દાન જીવનને ધન્ય બનાવે છે. સંપત્તિ ભોગ્ય નહીં પણ ત્યાજ્ય છે. આપ્યું એટલું આપણું એવો રસ કેળવવો જોઇએ.
શ્રાવક ધર્મનાં શ્રાવકનાં કર્તવ્યોમાનું એક મહત્ત્વનું કર્તવ્ય દાન છે. સંપત્તિ-આવકનો નિયત કરેલો હિસ્સો અચૂક દાનમાં આપવાનું કર્તવ્ય દરેક શ્રાવકે બજાવવું જોઇએ. સંપત્તિને વાવીએ તેને વાપરીએ કે વેડફી નાખવામાં જ ફરજ પૂર્ણ થયેલી ન માની લઇએ તો માનવજીવન સાર્થક થયું ગણાશે.
દાનના પ્રકાર :- ઠાણાંગસૂત્રમાં દાનના દશ પ્રકાર ગણાવ્યા છે. (૧) અનુકંપાદાન, (૨) સંગ્રહદાન, (૩) ભયદાન, (૪) કારુણ્યદાન, (૫) લજ્જાદાન, (૬) ગૌરવદાન, (૭) અધર્મદાન, (૮) ધર્મદાન, (૯) કરિષ્યતિ દાન, (૧૦) કૃતદાન. દરેકની થોડી વિગત નીચે પ્રમાણે છે.
(૧) અનુકંપાદાન/અભયદાન :- દયાથી પ્રેરાઇને અંધ, લૂલા લંગડા, અનાથ, આપતિગ્રસ્ત જીવોને જે દાન આપી ફરજ બજાવ્યાનો સંતોષ માને છે તેને અનુકંપાદાન કહે છે. અભયદાનનો સમાવેશ પણ આ પ્રકારમાં થાય છે અને આપણા શાસ્ત્રકારોએ અભયદાનને ખૂબ મહત્ત્વનું દાન-શ્રેષ્ઠદાન પણ કહ્યું છે.
(૨) સંગ્રહદાન :- રોગ, ભૂકંપ, જળરેલ, તોફાન આદિથી પીડિત વ્યક્તિઓને સહાયતા આપવી તે ‘સંગ્રહ દાન' છે.
(3) ભયદાન :- રાજા-મંત્રી, કોટવાલ, પોલીસ, સરકારી અધિકારી વગેરેના ડરથી જે દાન આપવામાં આવે છે. તેને ભયદાન કહે છે. ભૂત-પિશાચ, મેલી વિદ્યા વગેરેથી મુક્ત થવા માટે જે વસ્તુ-પૈસા-વિધિ કરવામાં આવે તે ભયદાન છે.
૩૫
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #41
--------------------------------------------------------------------------
________________
(૪) કારુણ્યદાન :- સ્વજનના અવસાનથી થતાં શોકને કારણે આપનારા દાનને કારણ્ય' દાન કહે છે. મરણોત્તર ક્રિયા પાછળ થતા ખર્ચ કે તેની તિથિને દિવસે અપાતા દાનને કારુણ્યદાન કહે છે.
(૫) લજજાદાન :- લજજાને વશ થઇને આપવામાં આવતું દાન લજાદાન છે. જનસમૂહમાં બેઠેલ કોઇ વ્યક્તિ પાસેથી જયારે કોઇ આવીને દાના અર્થ રકમ માંગે ત્યારે માગનારને રાજી રાખવા કે જનસમૂહની શરમને કારણે આપવાની ઇચ્છા ન હોવા છતાં દાન આપવું તે.
(૬) ગૌરવ/કીર્તિ દાન - યશ કીર્તિ કે પ્રશંસા પામવા અથવા પોતાનું નાક રાખવા, સમાજનાં પોતાની વાહ વાહ બોલાય - પ્રતિષ્ઠામાં વધારો થાય તે આશયથી થતા દાનને ‘ગૌરવ દાન” કહે છે.
| (૭) અધર્મ દાન :- જે દાન દેવાથી દાન લેનાર વ્યક્તિ હિંસા, જૂઠ, ચોરી વગેરે કુવ્યસનો સેવે અથવા અન્ય કોઇ પણ પ્રકારની પાપ પ્રવૃત્તિમાં - પાપ પ્રવૃત્તિને પોષવામાં દાન અપાય તો તેને અધર્મ દાન કહેવાય છે.
(૮) ધર્મ દાન :- શ્રત અને ચારિત્રના ધર્મના પોષણ અને વૃદ્ધિ માટે જે દાન ધર્મભાવના સહિત આપવામાં આવે, તેને ધર્મદાન કહે છે. ધર્મના આરાધક સંતોને જે ૧૪ પ્રકારનું દાન, ધર્મબુદ્ધિએ એમના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની વૃદ્ધિ માટે અપાય તેને ધર્મદાન કહે છે.
(૯) કરિષ્યતિ દાન :- વર્તમાનકાળે દાન આપવાથી મને ભવિષ્યમાં પ્રત્યકારરૂપે દાન મળશે. એવી ઇચ્છાથી આપવામાં આવતા દાનને કરિષ્યતિ દાન કહે છે.
(૧૦) કૃત દાન :- પહેલા કરેલા, ઉપકારના બદલામાં જે કાંઈ આપવામાં આવે તેને ‘કૃત દાન' કહેવાય છે.
૩૬
ભગવાન મહાવીર અને સંયમજીવન )
Page #42
--------------------------------------------------------------------------
________________
ધર્મદાન
સાધુઓને તથા ધર્મની આરાધના કરનાર શ્રાવકોને એમના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં સહાયક થવા, એ ગુણની વૃદ્ધિ કરાવવા માટે જે પોતાને અર્થે નિપજેલ હોય અને પોતાને માટે લાવેલ વસ્તુઓ આપવી તેને ધર્મદાન કરે છે. આ વસ્તુઓ ૧૪ છે. ઉપર દર્શાવેલ ૧૦ પ્રકારના દાનમા ‘ધર્મ દાન' નિરવધ . નિરવદ્ય એટલે પાપવિનાનું દાન. જે દાન દીધા પછી દાતાને પાપ ન લાગે તેવું અથવા દાનથી પોતાનો તથા બીજાનો સંયમ ગુણ પુષ્ટ થાય તેને ધર્મ દાન કહે છે.
સાધુઓએ ૧૪ પ્રકારના દાનમાંથી કોઇ પણ દાન આપવાથી જે લાભ જીવને પ્રાપ્ત થાય છે એવો લાભ કોઇને પણ દાન દેવાથી થવાનો નથી. દાનમાં આપેલી
પ્રત્યેક વસ્તુનો સાધુઓં પૂરી કાળજીથી - કોઇ જીવની વિરાધના'ન થાય તેની સતત જાગૃતિ રાખીને જ ઉપયોગ કરે છે તેથી, સાધુઓને આપેલું દાન જેટલું ફળદાયી નીવડે છે તેવું જગતમાં અન્યસ્થાને કરેલું દાન ફળદાયી નીવડતું નથી. ‘ભગવતીસૂત્ર’ માં ગૌતમસ્વામીએ, ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો, ‘હે ભગવાન ! જે શ્રમણોપાસક શ્રમણને સૂઝતો આહાર વહોરાવે તેને શો લાભ થાય ?' ભગવાન મહાવીરે કહ્યું, ‘હે ગૌતમ! જે કોઇ શ્રાવક, શ્રમણને ચાર પ્રકારના આહાર વહોરાવવાનો લાભ લે છે, તે શ્રાવક તે શ્રમણની સમાધિનો ઉત્પાદક થાય છે.'
-
ઉત્કૃષ્ટ, સુપાત્ર, નિસ્પૃહમુનિભગવંતને ઉત્કૃષ્ટ ભાવથી દાતા દાન દે તો, દાન લેનાર તથા દાન દેનાર બંને સુગતિને પ્રાપ્ત કરે છે. ‘દશવૈકાલિક સૂત્ર' આ પ્રમાણે દર્શાવ્યું છે.
૭
‘મુહાદાઇ મુહાજીવી
દોવી ! ગચ્છતિ સુગ્ગઇ’
સુપાત્ર દાનની પ્રવૃત્તિ માનવીના વિચારમાં ખર્ચમાં સતતજાગૃત રહે અને લોકકલ્યાણ તથા લોકમાંગલ્યની દાન પ્રવૃત્તિ સતત વિકસતી રહે એ જ ભાવના.
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #43
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરની દાન પ્રરૂપણાએ ભારતીય સંસ્કૃતિમાં
દાનભાવનાનું સંવર્ધન કર્યું છે :
ઉપનિષદમાં એક પ્રસંગ છે. એકવાર દેવ, અસૂરો અને મનુષ્યોએ બ્રહ્માનો કહ્યું કે અમને કર્તવ્યનું જ્ઞાન આપો. બ્રહ્માએ દ દ દ નો ધ્વનિ કર્યો. દેવતાઓ તેનો અર્થ સમજયા કે ઇન્દ્રિયોનું દમન કરો. અસુરોએ એનો અર્થ કર્યો કે, જીવા પર દયા કરો અને મનુષ્યોએ બોધપ્રાપ્ત કર્યો કે, દાન કરો. અને એ પ્રતિબોધને માનવોએ આચરણમાં મૂક્યો.
જે એક હાથે દાન આપે છે તે બન્ને હાથે મેળવી શકે છે. દાનથી સમૃધ્ધિમાં ગુણકની ગતિએ વૃદ્ધિ થાય છે. દાન પ્રતિષ્ઠા કે અહંકારની તૃપ્તિ માટે નથી, દાનથી કરુણા સ્નેહ સેવા બંધુત્વ જેવી ઉદાત્ત ભાવનાઓનો વિકાસ થાય છે. દિવ્યતાની જાગૃતિ સાથે ઇશ્વરિય આનંદની અનુભૂતિ થાય છે. જગતના દરેક ધર્મ દર્શન કે સંપ્રદાયમાં દાન ભાવનાનું મહત્વ છે. પરંતુ જયાં આવી ધાર્મિક શ્રધ્ધા નથી તેવા સમાજમાં પણ દાનની પરંપરા ઉપયોગી માનીને કહ્યું છે કે મંદિરમાં પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતાં દાન માટે ઉઠેલો એક હાથ પણ ધણોજ મહત્ત્વનો છે.
- ભારતીય વૈદકદર્શનમાં મીમાંસા દર્શન પૂણ્યવાદી દર્શન છે. તેમાં દાનથી પુણ્યના ઉપાર્જનને મહત્ત્વનું ગયું છે. જયારે શ્રમણ સંસ્કૃતિની જૈન અને બૌધ્ધા પરંપરાએ સુપાત્ર દાનને મહત્વ આપ્યું છે. જેન પરંપરામાં દાનને સત્કાર્ય માનવામાં આવે છે. જેથી પરિગ્રહ ઓછો કરવા અને મમત્વ ઘટાડવા દાન કરવાનું કહ્યું છે. જેથી ભગવાન ઋષભદેવથી ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સુધી બધાં જ તીર્થકરોએ દીક્ષાપૂર્વે એક વર્ષ સુધી વર્ષીદાન દીધું હતું.
- ભગવાન મહાવીરે ‘સૂત્રકૃતાંગસૂત્ર' માં અભયદાનને જ શ્રેષ્ઠ દાન ગયું છે. દાનવીરને મેધની ઉપમા આપતા જણાવ્યું છે કે મેધના ચાર પ્રકાર છે. એક ગરજે છે પણ વરસતો નથી. બીજો વરસે છે પણ ગરજતો નથી. ત્રીજો ગરજે છે અને વરસે પણ છે. અને ચોથો ગરજતો પણ નથી અને વરસતો પણ નથી. આમ મેઘ સમાન મનુષ્યના પણ ચાર પ્રકાર છે. કોઇ દાન વિશે ગાજે છે એટલે મોટી જાહેરાતો કરે છે, પણ દાન દેતા નથી. બીજા દાન દે છે, પણ દાન વિષે કદી
((૩૮)
ભગવાન મહાવીર અને સંયમજીવન )
Page #44
--------------------------------------------------------------------------
________________
જાહેરાત કરતાં નથી. ત્રીજા દાન વિશે જાહેરાતો કરે છે અને દાન પણ દે છે અને ચોથા દાન વિશે જાહેરાત કરતાં નથી અને દાન પણ દેતાં નથી. ભગવાન મહાવીરે આ કથનથી દાનની ગરિમાને સ્પષ્ટ કરી દીધી છે. દાન શીલ તપ અને ભાવ ધર્મના આ ચાર અંગોમાં, દાન માર્ગ ધણોજ સરળ છે. દરરોજ યથાશક્તિ દરેક વ્યક્તિ તેનું પાલન કરી શકે છે.
આપણે આપણા ભવિષ્ય માટે લાંબા ગાળાના બોન્ડમાં રૂપિયાનું રોકાણ કરીએ છીએ, તેનું ફળ આ ભવમાં મળે છે ત્યારે દાનમાં ત્યાગ કરેલા રૂપિયા કે સંપત્તિનું અનેક ગણું ફળ ભવભવાંતરે મળે છે. દેનારના મનમાં અહંભાવ, અને લેનારના મનના લધુતાભાવ ન પ્રગટે એ દાન જ સ્વપરનું કલ્યાણ કરી શકે.
આપણે લોકકલ્યાણ, ધર્મ કે જીવદયાની સંસ્થાઓમાં દાન આપીએ તેજ ધડીએ તેના પરનો મમત્વભાવ છોડી દેવો જોઇએ, દાનમાં આપેલા નાણાં કે સાધનોનો બરાબર ઉપયોગ થાય છે કે નહિ તે જોવા માટે નિયંત્રણ કે શરતો રાખીએ તે યોગ્ય છે. પરંતુ અહંભાવ સ્વાર્થ કે માલીકીભાવ રાખીએ તો દાન સાથે ત્યાગ કર્યો ન કહેવાય. જ્ઞાનીનું કથન છે કે જેમ મળત્યાગ પછી તેની સામું પણ જોતાં નથી, એવોજ ત્યાગ દાન કર્યા પછી કરવો જોઇએ. દાનમાં સંપત્તિના વિસર્જનનો ભાવ દાનનું સાફલ્ય છે.
‘ભેગું કરી જનારા કરતાં વાપરનારો સારો માટે જ કવિ સરોવર કરતાં, વરસી જતાં વાદળા અને ભરપૂર સંપત્તિના સ્વામી કરતાં, દાનવીરની પ્રશસ્તિ કરે
છે.
લાખો આતે, લાખો જાતે દુનિયામેં ન નિશાની હૈ જિસને છ દે કે દિખલાયા, ઉસકી અમર કહાની છે.
મહાત્મા ભતૃહરિએ કહ્યું છે કે લક્ષ્મીનું ઉપાર્જન જે પોતે જ કર્યું હોય તો તે પુત્રી સમાન કહેવાય. જો લક્ષ્મી, પિતા દ્વારા ઉપાર્જિત હોય અને વારસામાં મળી હોય તો, બહેન સમાન ગણાય અને જો લક્ષ્મી અન્ય દ્વારા ઉપાર્જિત હોય તો તે પરસ્ત્રી સમાન છે. પુત્રી કે બહેન પ્રતિ અપાર વાત્સલ્ય કે સ્નેહ હોય તો પણ લાંબો સમય પિયર ઘરમાં રાખી શકાય નહિં. આથી આ ત્રણમાંથી કોઈપણ
((૩૯)
ભગવાન મહાવીર અને સંયમજીવન)
Page #45
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપે મળેલી લક્ષ્મી સંગ્રહ કરવા યોગ્ય નથી. તેથી ધર્મબુદ્ધિ ધરાવતાં આત્માઓ લક્ષ્મીનો પરિગ્રહ કરતાં તેના ત્યાગ કે દાનમાં જ સ્વપરનું કલ્યાણ સમજે છે.
સંપત્તિની મુખ્યત્વે ત્રણ ગતિ છે ભોગ, ચોરી અને દાન, ભોગપભોગ મોજશોખ અને વ્યસનમાં સંપત્તિનો નાશ થાય છે. ચોરી, લૂંટ, માયા, છેતરપિંડી અને દરોડા દ્વારા પણ સંપત્તિનો નાશ થાય છે. ન્યાય સંપન્ન લક્ષ્મીનો ઉચિત જીવન વ્યવહાર માટે વિવંકપૂર્ણ ઉપયોગ કર્યા પછી વધે, તેનું સુપાત્રે ઉલ્લાસપૂર્વક દાન દઇએ તો તે લક્ષ્મી મહાલક્ષ્મી બને છે. લક્ષ્મીનો ભોગ તેની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. જયારે લક્ષ્મીનું દાન તેની દિવ્યતાના દર્શન કરાવે છે.
સંત કબીરે કહ્યું છે કે નૌકામાં પાણી વધી જાય અને ઘરમાં સંપત્તિ વધી જાય ત્યારે તેને, બન્ને હાથથી બહાર ઉલેચવાનું કામ સમજદારીભર્યું છે. જેમ ઘરમાં એક બારીમાં થઇ હવા આવે તે બીજી બારીમાંથી બહાર નીકળતા ફરી તાજી હવા પેલી બારીમાંથી આવી જ જશે. ઘરમાં કદી શૂન્યાવકાશ સરજાતો નથી. તેમ દાના કરવાથી સંપત્તિનો શૂન્યાવકાશ સર્જાશે નહિ.
દાન જાહેર કર્યા પછી તુરત જ રકમ જમા કરાવી દેવી જોઇએ. દાનમાં જે રકમ આપવાનો સંકલ્પ કર્યો હોય તે રકમને આપણે આપણું દેવું ગણવું જોઇએ અને ચૂકવવામાં મોડું થાય તો વ્યાજ સાથે ચૂકવવું જોઇએ. સાંપ્રત સમયે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં દાન અંગે સાધનશુધ્ધિની વિચારણા આવશ્યક છે. દાના એ પાપ ઢાંકવાનું સાધન ન બની રહે, તેવા વિવેક અને જાગૃતિની જરૂર છે. આવી સંસ્થાઓમાં માત્ર ધનને જ પ્રતિષ્ઠા ન મળવી જોઇએ. દાન લેનાર સંસ્થાના ટ્રસ્ટી સંચાલકો અને સ્ટાફે સંપત્તિનો, ન્યાયપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ.
દાન દેનાર આપતી સંસ્થા કે દાતાઓએ એવી યોજનાઓ દ્વારા દાન આપવું જોઇએ કે લેનારને વારંવાર દાન લેવું ન પડે પરંતુ તે સ્વાશ્રયી બની શકે.
દાનનું મુખ્ય અંગ સ્વત્વ, અંહ અને સ્વામીત્વનું વિસર્જન છે.
કુબેર, આનંદ શ્રાવક, શાલીભદ્ર, ધન્ના અણગાર, વસ્તુપાળ, તેજપાળ, જગડુશા જાવડશા, ભીમાશાહ, કર્ણ, બલિરાજા અને શીવાજી જેવા દાનવીરો પરિગ્રહના પહાડમાં તીરાડ પાડી દાનની ગંગા વહાવી છે તેના પૂણ્ય સ્મરણને વંદન કરીએ.
ભગવાન મહાવીર અઠો સંયમજીવન )
Page #46
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરે પ્રરૂપેલ અપરિગ્રહનો સિધ્ધાંત અને ત્યાગ ભાવનાએ ભારતીય સંસ્કૃતિમાં દાનભાવનાનું સંવર્ધન કર્યું છે.
અષ્ટ પ્રવચન માતા :
ભગવાન મહાવીરસ્વામીએ સંયમજીવનને ઉપકારક બની રહે એવી સાધના પદ્ધિતીનું નિરૂપણ કર્યું છે. પરમતારક સાધુ ભગવંતો નિદ્રાદિ પાંચે પ્રમાદોના ત્યાગ કરી પાંચે ઇન્દ્રિયોને કાબૂમાં લઇને પ્રાણીમાત્રના કલ્યાણ માટે સતત જાગૃત રહે છે. ઈર્ષાસમિતિ આદિ પાંચે સમિતિના પાલન માટે તત્પર હોય છે. આત્મરમણતામાં જ આનંદ અનુભવતા સાધુઓ સાતભયથી નિર્ભય બની, આઠ મદથી પર રહી, બ્રહ્મચર્યની નવ વાડોનું અપ્રમતપણે પાલન કરે છે.
સ્વ-પર હિતમાં સજજ, શાંત-ગંભીર પાપથી પર રહી ગુરુવર્યોની આજ્ઞામુજબની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં લીન રહે છે. જિનશાસન જિન બનવાની સાધનાને દર્શાવે છે. સાધકના આચાર અને વિચારની શુદ્ધિ માટે અનેકાંતવાદ જેવા વિશાળ અને ઉદાર સિદ્ધાંતનું પ્રતિપાદન તે જૈનશાસની બલિહારી છે. અહિંસાની પૂર્ણતા માટે-પંચ મહાવ્રતની શુદ્ધિ માટે સંયમી જીવનને અનાચારરહિત બનાવવા માટે જિનેશ્વરોએ અષ્ટ પ્રવચનમાતાનું કથન કર્યું છે.
પાંચ સમિતિ અને ત્રણગુપ્તિને અષ્ટ પ્રવચનમાતા કહેવામાં આવે છે. સમિતિ અને ગુપ્તિને “માતા' તરીકે સંબોધવાનું કારણ દર્શાવતા યોગશાસ્ત્ર માં લખ્યું છે. સાધુઓના ચારિત્રરૂપ શરીરનો જન્મ દેવાથી, તેનું પાલન કરવાથી તથા અતિચારરૂપ મેલ દ્વારા જન્મ મલિન થવાથી તેનું સંશોધન કરવાથી તેને માતા કહી છે.
જેવી રીતે માતા પુત્રના શરીરને જન્મ આપી તેનું પાલન કરે છે રોગાદિ થતાં તેનો ઉપચાર કરી, રોગને દૂર કરે છે, શરીરાદિનો મેલ પણ સ્નાનાદિ કરાવી દૂર કરે છે અને એનું શરીર નીરોગી રહે, વૃદ્ધિને પામે તેવા આહારાદિ થી તેના શરીરને પોષણ આપે છે, તેવી જ રીતે સમિતિ અને ગુપ્તિ, મુનિના ચારિત્રરૂપી. શરીરને જન્માવનારી માતાઓ છે. એ શરીરને નીરોગી-તાજું-રાખવા અને વૃદ્ધિ પમાડવા માટે ગૃહા રૂપી આહારાદિથી પોષણ કરી, પરિષહ-ઉપસર્ગ રૂપી રોગાદિથી તેનું રક્ષણ કરી અથવા ઉપચાર દ્વારા શાંત કરી તેનું પ્રતિપાલન કરતાં, પોતાના
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #47
--------------------------------------------------------------------------
________________
મુનિરૂપ બાળકને કોઇ અતિચારરૂપી મેલ શરીરે લાગી ગયો હોય તો પ્રાયશ્ચિત્ત રૂપી સ્નાન કરાવી શુદ્ધ કરી નાખે છે.
આમ, શરીર-પુદ્ગલ પિંડરૂપી દેહને જન્મ આપનારી માતા સમાન, આ. પ્રવચનરૂપ આઠ માતાઓ પણ પોતાથી ઉત્પન્ન થયેલા ચારિત્રરૂપી સંતાનનું જતન-પાલન પોષણ કરનારી છે. માટે “માતા” છે. ‘સમવાયાંગ સૂત્ર', ‘ઉત્તરાધ્યયન સૂત્ર', ‘તત્ત્વાર્થ સૂત્ર', 'નિયમસાર’, ‘જ્ઞાનાર્ણવ' વગેરેમાં એની વિસ્તૃત ચર્ચા મળે છે.
મહર્ષિ શ્રી દેવચંદ્રજી મહારાજ પ્રવચનમાતા વિશે કહે છે.
જનની પુત્ર શુભંકરી, તેમ એ પવયણ માય, ચારિત્રગુણ ગણવર્ધની, નિર્મલ શિવસુખદાય.
આ રીતે નિર્મલ શિવસુખ આપનાર માતાને માટે વિશેષ શું કહેવું ? ‘પ્રવચન’ શબ્દના વિવિધ અર્થો નિર્યુક્તિકારે આ મુજબ આપ્યા છે.
(૧) જેમનું વચન પ્રકૃષ્ટ - અત્યંત ઉત્કૃષ્ટ હોય તેને પ્રવચન કહેવાય. આ વ્યુત્પત્તિ અનુસાર વીતરાગદેવ જ પ્રવચન છે.
શ્રેષ્ઠ વચન જ પ્રવચન છે. આ વ્યુત્પતિ અનુસાર શાસ્ત્ર એ
(૨) જ પ્રવચન છે.
(૩) શ્રેષ્ઠ પુરુષોના વચન જ પ્રવચન છે. આ વ્યુત્પતિ અનુસાર, ગુરુભગવંતોના વચનને પ્રવચન કહી શકાય.
આ રીતે પ્રવચન શબ્દ દેવ, ગુરુ અને શાસ્ત્રનો વાચક છે.
પાંચ સમિતિ :
સાધુઓને પાંચ સમિતિયુક્ત કહ્યા છે. તો સમિતિનો અર્થ શું થાય ? સમિતિ એટલે શું ? તેની પ્રથમ ચર્ચા કરીએ.
(
%
ભગવાન મહાવીર અને સંયમજીવન)
Page #48
--------------------------------------------------------------------------
________________
સમિતિ એટલે શુભક્રિયામાં પ્રવૃત્તિ. જેના દ્વારા સાધક સમ્યગતિ-પ્રવૃત્તિ કરે છે, તે સમિતિ છે. સાધક સ્વશુદ્ધિ માટે સજગ હોય છે, પરંતુ તેની કોઇ પણ પ્રવૃત્તિ પરને બાધક કે ત્રાસદાયક ન બની જાય તેની પૂરી કાળજી રાખવાની હોય. છે. સાવધાન રહેવાનું હોય છે.
સમ્ + ઇતિ = સમિતિ, સમ્' એટલે સમ્યફ અને ઇતિ એટલે ચેષ્ટા. પ્રભુ અરિહંતના પ્રવચનને અનુસાર પ્રશસ્ત એવી જે ચેષ્ટા, તેને સમિતિ કહેવાય છે. નવાંગી ટીકાકાર સમિતિ વિશે ભાખે છે. એક નિષ્ઠા સાથે કરવામાં આવતી શુભ પ્રવૃત્તિને સમિતિ કહે છે. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી લખે છે કે સમિતિ માંગે છે, અન્ય જીવો પ્રતિ આત્મીયતા અને નિર્વ્યાજ પ્રેમ. આ ભાવથી પ્રેરાઇને સાધકનો જગતના જીવોના હિત માટે, સુખ માટે કંઇક કરી છૂટવાની નિર્મળ ભાવના પૂર્વકનો જીવન વ્યવહાર.
ઉત્તરાધ્યયનસૂત્રના ૨૪મા અધ્યયનમાં સમિતિના પાંચ પ્રકાર દર્શાવ્યા છે, જેની વિગત આ પ્રમાણે છે. સંતોના જીવનમાં જે જે પ્રવૃત્તિઓ અપરિહાર્ય અને આવશ્યક છે તેને દૃષ્ટિ સમક્ષ રાખીને તેમનું વર્ગીકરણ પાંચ પ્રકારમાં કરેલા
છે.
(૧) ઇર્ષા સમિતિ - સાધક જીવન એટલે સ્વાધ્યાય અને ધ્યાનમાં તલ્લીનતા. તેમાં કોઇ પણ પ્રકારની ચપળતા કે ચંચળતાને અવકાશ જ નથી. પરંતુ આ પ્રકારની તલ્લીનતાનું સાતત્યભંગ થાય ત્યારે કાયાની પ્રવૃત્તિ, ઉપયોગપૂર્વક અન્ય જીવોને પીડા ન પહોંચે તે રીતે કરવી તે ઇર્ષા સમિતિ છે. સાવધાનીથી ચાલવું ઇર્યાસમિતિ છે અર્થાત્ ગતિ સંબંધી જાગૃતતા, શાસ્ત્રોક્ત નિયમ પાલનની તત્પરતા અને યતનાપૂર્વક ઉપયોગમય પ્રવૃત્તિને ઇર્ષા સમિતિ કહે છે. સ્થાન, ગમન, નિષધા અને શયન એ ચારેયનો સમાવેશ ઇર્યામાં થાય છે.
ઇર્ષા સમિતિની શુદ્ધિ માટે શાસ્ત્રકારે ચાર પ્રકારની શુદ્ધિ દર્શાવી છે. (૧) આલંબન શુદ્ધિ, (૨) કાળ શુદ્ધિ, (૩) માર્ગ શુદ્ધિ, (૪) યત્નાશુદ્ધિ. સાધક આ ચાર પ્રકારે પરિશુદ્ધ ઇર્યાસમિતિથી વિચરણ કરે. ટૂંકમાં યતનાથી ચાલવાની વિધિ દર્શાવી છે.
(
૪૩)
૪૩
ભગવાન મહાવીર અને સંયમજીવલ )
Page #49
--------------------------------------------------------------------------
________________
(૧) આલંબન શુદ્ધિ :- મુનિઓ નિષ્કારણ ગમનાગમન કરતાં નથી. જ્ઞાન, દર્શન અને ચારિત્રનું અવલંબન લઇને, આવશ્યક ગમનાગમન કરવું જોઇએ નિરર્થક ગમનાગમનથી દૂર રહેવું જોઇએ. આ ઇર્યાસમિતિની આલંબન શુદ્ધિ છે.
(૨) માર્ગ શુદ્ધિ :- સંયમના પાલન માટે ચાલવું, એ સાધુઓને માટે આવશ્યક છે. પરંતુ જયાં સુધી સુરક્ષિત માર્ગ, એટલે કે જે માર્ગ ઉપર સૂર્યના કિરણો પડતા હોય, જે માર્ગ ધણાં લોકોની અવરજવર હોય, જે રસ્તો ખાડા ટેકરા વિનાનો હોય, જયાં બે ઇન્દ્રિયાદિ જીવોની ઉત્પતિ ન હોય, તેવા માર્ગે જ ઇર્યા સમિતિની માર્ગશુદ્ધિ છે.
(૩) કાળ શુદ્ધિ :- સામાન્યરીતે સાધુઓને દિવસના સમયે જ ચાલવાનું હોય છે, રાત્રીમાં નહીં. રાત્રીએ, સૂર્યના પ્રકાશના અભાવમાં, સૂક્ષ્મ ત્રસ તથા
સ્થાવરજીવોની ઉત્પત્તિ થઇ જાય છે. તેમજ રાત્રે લોકોની અવરજવર નહીવત્ થઇ જવાથી, રાની હિંસક, નિશાચર પશુ પક્ષીઓનું, ગમનાગમન આહારાદિ અર્થે વધુ થાય છે. તેથી સાધુઓએ રાત્રે વિહાર કરાય જ નહી. આજ કારણે આગમનું ફરમાન છે કે, સૂર્યાસ્ત પહેલાં જ સંયોગોનુસાર, મકાન અથવા વૃક્ષ આદિ જે રહેવા માટે આશ્રય સ્થાન મળે ત્યાં જ સાધુઓ ગમનાગમનથી નિવૃત્ત થઇ રહી જાય. રાત્રે શરીરની ધર્મના નિવારણનો પ્રસંગે ઉપસ્થિત થાય તો શરીરને વસ્ત્રથી ઠાંકી, રજોહરણથી ભૂમિનું પ્રમાનજન કરતાં કરતાં, દિવસે જોયેલા સ્થાનમાં તેનું નિવારણ કરી તરત પોતાને સ્થાને આવી જાય તેને ઇર્ષા સમિતિની ‘કાળ શુદ્ધિ' કહે છે.
(૪) યત્ના શુદ્ધિ :- ઉપયોગ પૂર્વક ચાલવું એ યત્ના શુદ્ધિ છે. યત્ના ચાર પ્રકારની છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. જીવ-અજીવ દ્રવ્યોને, તથા માર્ગને જોતાં જોતાં નીચી દષ્ટી રાખીને ચાલવું. ક્ષેત્રથી દેહપ્રમાણ અથવા સાડાત્રણ હાથ ભૂમિ જોઇને ચાલવું. દિવસે જોઇને અને રાત્રે પોંજીને ચાલવું ને કાળ ચહ્ના છે. ઉપયોગપૂર્વક-ભાવથી ચાલવું તે ભાવયત્ના છે. (૨) ભાષા સમિતિ :- હિત, મિત અને સત્ય અર્થ પૂર્વક બોલવું તે ભાષા સમિતિ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ અભાષક છે. પરંતુ આવશ્યકતા લાગવાથી સત્ય, હિત, મિત અને નિર્દોષ તથા અસંદિગ્ધ ભાષા બોલવી તે ભાષાસમિતિ છે. સ્વભાવમાં સ્થિત થવાના ઇચ્છુક સાધકનો વચનગુપ્તિ એ જ ધર્મ છે.
((જ)
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #50
--------------------------------------------------------------------------
________________
કેટલાક સ
સાધુઓ સર્વથા મીનથી જીવી નથી શકતા, એમને અનેક કારણોસર તથા કેટલાક પ્રસંગો ઉપસ્થિત થતા બોલવું પડે છે તેથી મુનિ જીવનમાં ભાષા અપરિહાર્ય
સર્વથા
છે.
સાધુઓને સૂત્રની વાંચણી આપતા, તેની વ્યાખ્યા કરતા શિકાઓ વ્યક્ત કરી, તેનું સમાધાન પ્રાપ્ત કરવા, પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા માટે ઉપદેશ આપવા, માર્ગ વિશે પૂછતા તથા કપ્ય-અકથ્યનો નિર્ણય કરવા માટે પ્રત્યાખ્યાના કરાવતી વખતે, હિતશિક્ષાદિ ક્રિયા કરતી વખતે, શાતાદિ પૂછવા માટે વગેરે પ્રસંગોએ બોલવું પડે છે.
ભાષાસમિતિની શુદ્ધિ માટે, ઉતરાધ્યયન અધ્યયન ૨૪મા, સાધુઓને આઠ બોલ ત્યાગવાનું કહ્યું છે. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મૌખર્ય, વિસ્થા આ આઠ દોષોને સાધુઓએ બોલતી વખતે ત્યજી દેવા જોઇએ એનો સંપર્ક ન થાય તેનો વિવેક રાખવો તે જ ભાષા સમિતિની શુદધિ છે.
- સાધુ ભગવંતે પાપની અનુમોદના કરવાવાળી, સંદિગ્ધ, “એ આમજ છે' એ પ્રકારની નિશ્વયકરી તથા બીજા જીવોની હિંસા કરનારી ભાષાને ક્રોધ, લોભ, ભય, માન અને હાસ્યવશ ન બોલે જે ભાષા મધુર હોય, હિતકારી હોય, પરિમિત હોય ગર્વરહિત હોય, અતુચ્છ હોય, શુદ્ધમતિથી વિચારીને બોલાઇ હોય, જે ધર્મયુક્ત હોય ભાષા સંતોએ બોલવી જોઇએ એ જ એમની ભાષા સમિતિ છે.
આચારાંગસૂત્રમાં દર્શાવ્યું છે કે સાધુએ અતિ ઉતાવળથી ન બોલવું જોઇએ, કારણ કે વિચાર્યા વિના બોલવાથી, ધણાં અનિષ્ઠો ઊભા થવાની શક્યતા છે. તેઓએ વિચારીને એકાંત નિરવંધ-પાપરહિત વચન બોલવું જોઇએ વિવેકપૂર્વક વિચારીને બોલવું જોઇએ. આ રીતે સાધુ ભાષા સમિતિ સહિત ભાષાને બોલે ઠાણાંગ સૂત્રમાં દર્શાવ્યા મુજબની સત્યભાષા સાધુ બોલે.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ભાષાસમિતિનું સ્વરૂપ :દ્રવ્યથી - કર્કશ, કઠોર, છેદકારી, ભેદકારી, હિંસાકારી, પીડાકારી પાપંકારી, ક્રોધ, માન, માયા, લાભ યુક્ત-વિકશાયુક્ત ભાષા ન બોલવી.
ભગવાન મહાવીર અને સંયમજીવન )
Page #51
--------------------------------------------------------------------------
________________
ક્ષેત્રથી :- રસ્તે ચાલતા વાતો ન કરવી. કાળથી :- પ્રહર રાત્રિ ગયા પછી મોટા અવાજે બોલવું નહી. ભાવથી :- દેશ, કાળ અનુસાર - સ્તય, હિત, પ્રિય, મિત ભાષા બોલવી.
(૩) એષણા સમિતિ :- જેના દ્વારા અન્વેષણા કરાય છે તે આપણા છે અર્થાતુ આહારાદિની ગવેષણા, પ્રાપ્તિ અને ભોજનના વિષયમાં ઉપયોગ - સાવધાની રાખવી તે એષણા સમિતિ છે. અશન, પાન, ખાય, સ્વાદ્ય - એ ચાર પ્રકારના નિર્દોષ આહારની સમ્યફપ્રહારે ગવેષણા કરવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિને એષણા સમિતી કહે છે.
શ્રમણધર્મ અથવા ચારિત્રધર્મનું બાહ્ય આચરણ શરીરથી થાય છે. શરીરના નિર્વાહ અર્થે આહારની જરૂર પડે છે. એ ભોજન આદિ પૃથ્વીકાયાદિ ષજીવનિકાયની હિંસા વિના નિષ્પન્ન નથી થઇ શકતું જો સાધુઓ આરંભમાં પડી જાય તો તેઓ શ્રમણધર્મનું પાલન નથી કરી શકતા. સાધુભગવંતોએ દીક્ષાગ્રહણ કરતી વખતે મહાવ્રત સ્વીકાર્યા છે. છતાં શરીરને ટકાવવા નિર્દોષ આહાર-પાણી મેળવવા માટે સાધુઓને એષણા સમિતિ ની જરૂર છે. આ સમિતિનું પાલન કરીને, શરીરનો નિર્વાહ કરતાં કરતાં તેઓ સાધનામાં આગળ વધી શકે છે.
એષણાના ભેદ - એષણાના ત્રણ ભેદ છે. (૧) ગવેષણા, (૨) ગ્રહણેષણા, (૩) પરિભોગેષણા.
(૪) આદાન - ભંડમત્ત નિક્ષેપના સમિતિ - વસ્તુ-પાત્ર આદિ વસ્તુઓને લેવા તથા મુકવામાં એવી સાવધાની રાખવી કે કોઇ પણ સૂક્ષ્મ અથવા ત્રણ જીવની, વિરાધના ન થાય તેને આદાન-નિક્ષેપ સમિતિ કહે છે. આદાન એટલે લેવું અને નિક્ષેપ એટલે મૂકવું. જતનાએ લેવાની અને યત્નાએ મુકવાની સમ્યફપ્રવૃત્તિ કરવી તે. વસ્ત્ર, પાત્ર, રજોહરણ આદિ ઉપકરણો આગમ પ્રમાણે વિધિવત લેવાં અને મૂકવા તેને આદાન નિક્ષેપ સમિતિ કહે છે.
સાધુઓ સંયમ નિર્વાહ અર્થે જે વસ્તુઓ વાપરે છે તે ઉપધિના મુખ્ય બે પ્રકાર છે.
૪૬
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #52
--------------------------------------------------------------------------
________________
(૧) ઔધિક :- જે સદા ઉપયોગમાં આવે તે ઘ.ત. મુહપતિ, રજોહરણ આદિ. અથવા જે વસ્તુ લઇ તેનો ઉપયોગ કર્યા પછી દાતાને પાછી આપવા યોગ્ય હોય તેવી પાઠિયારી વસ્તુઓ-પાટ-પાટલા આદિ અથવા લેખણ, પાનાં, પુસ્તક, શાસ્ત્ર, પાણી ગળવાનું ગળણું.
..
(૨) ઉપગ્રહિક શાસ્ત્રની વિધિ અનુસાર વસ્તુઓને ગ્રહણ કર્યા પછી, દાતાને પાછી આપવાની ન હોય તેવી અણઆગારી પોતાનો હક્ક કરીને લેવાની વસ્તુઓ
જેમ કે વસ્ત્ર, પાત્રા વગેરે.
(4) પારિષ્ઠોપનિકા સમિતિ ઃ
ઉચ્ચારપાસવેણ ખેલ
સધ પ્રકારે વસ્તુઓને નાખી દેવી, નાખી દીધા પછી ફરીથી ગ્રહણ ન કરવી તે પારિષ્ઠાપનિકા સમિતિ છે. ત્યાગવા યોગ્ય મળ-મૂત્ર, કફ, નાકનો મેલ, નિરૂપયોગી બનેલ પાત્ર તથા દોષ આદિના કારણે પરિષ્ઠાપન યોગ્ય બનેલ ભક્તપાન વગેરે વસ્તુઓનો અચિત્તસ્થાન ઉપર તેમજ ઉચિતસ્થાન ઉપર તયનાપૂર્વક કરાતા ત્યાગને પરિષ્ઠાપનિકા સમિતિ કહે છે. એનું બીજું નામ ઉત્સર્ગ સમિતિ છે. ઉત્સર્ગ એટલે ત્યાગ-સદાને માટે ત્યાગ.
(૦)
-
પરઠવવાની એ ક્રિયા માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં ૧૦ બોલ જોઇને પરઠવવાની આજ્ઞા આપી છે, તે આ મુજબ છે.
(૮)
જલસિંધાણ પરિઠાવણિયા સમિતિ :- અથવા
(૧) કોઇ મનુષ્ય આવતો પણ નથી અને જોતો પણ નથી. કોઇ મનુષ્ય આવતો તો નથી પણ દૂરથી જુએ તો છે.
(૨)
(૩)
કોઇ મનુષ્ય આવે છે પણ દેખતો નથી.
(૪)
કોઇ મનુષ્ય આવે પણ છે અને દેખે પણ છે.
(૫)
પરઠવવાનું સ્થાન પોતાને કે અન્યને ધાત કે દુઃખ ઉપજાવે તેવું ન હોય અર્થાત્ સ્વ-પરની ધાત કે દુઃખ થાય એ રીતે ન પરઠવે. (૬) પરઠવાની ભૂમિ ઊંચીનીચી નહીં પણ સમ હોય ત્યાં પરઠવું. તૃણ-પાંદડાદિકથી રહિત ભૂમિ હોય ત્યાં જ પરઠવું.
અગ્નિ પ્રમુખ વડે થોડા કાળથી અચેત થયેલ ભૂમિ હોય તેવા સ્થાને પરઠવે તે પણ હેઠે તો ધણી ઊંડી અચેત થયેલ હોય.
૪૭
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #53
--------------------------------------------------------------------------
________________
(૯) પોતાના સ્થાનથી દૂર-પરઠવવાનું સ્થાન બહુ સાંકઢ-સંકીર્ણ ન હોય તેવા સ્થાનમાં પરઠવવું.
૧૦)
ઉંદર, કીડી આદિના દર ન હોય કે કંથવા આદિ ત્રસજીવો તેમજ બીજ પ્રમુખથી રહિત ભૂમિ હોય ત્યાં પરઠવવું જોઇએ.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી આ સમિતિનું પાલન થવું જોઇએ.
ગુપ્તિ : ‘અષ્ટ પ્રવચનમાતા' એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો સમન્વય. જેવી રીતે ઉત્તમ પ્રકારના રત્નો અને સંપત્તિથી સમૃદ્ધ નગરની રક્ષા ખાઇ અને કોટ દ્વારા થાય છે, તેવી જ રીતે મુનિઓને રત્નત્રયથી સમૃદ્ધ આત્માને દોષોથી બચાવવા-રક્ષા કરવા માટે ત્રણ ગુપ્તિઓનું અવલંબન લેવું આવશ્યક છે, તો જ એમની આત્મા-ઋદ્ધિની રક્ષા થઇ શકે.
ગુપ્તિ એટલે શું ?
આચાર્ય ભગવંતોએ ગુપ્તિના વિવિધ અર્થો દર્શાવ્યા છે, જેમાંના મુખ્ય નીચે
મુજબ છે.
(૧)
યોગોનો પ્રશસ્ત નિગ્રહ તે ગુપ્તિ.
(૨)
પ્રવચન વિધિથી સન્માગ્રમાં વિશેષ સ્થાપન અને ઉન્માર્ગગમનથી નિવારણ કરવું તેનું નામ ગુપ્તિ છે.
(3) ગુપ્તિનો અર્થ રક્ષા પણ થાય છે. મનાદિયોગોની રક્ષા કરવી તેને ગુપ્તિ કહે છે. અર્થાત્ દેહના સંરક્ષણને છોડીને આત્માનું સંરક્ષણ કરવું એનું નામ ગુપ્તિ છે. આત્માસાધના કેન્દ્રિત જીવન જીવતા સાધકનું લક્ષ સર્વકર્મોથી મુક્ત થવનું છે. તેથી કર્મબંધના કારણ-કષાય અને યોગનો સવર્થા નિરોધરૂપ માર્ગ જ સર્વ શ્રેષ્ઠ છે તેમ માને છે અને તે માર્ગ એ જ ગુપ્તિ છે.
ગુપ્તિના પ્રકાર :
સમવાયાંગ તથા ઠાણાંગ સૂત્રમાં, યોગોની ત્રિવિધતાને કારણે ત્રણ ગુપ્તિઓ સૂત્રકારે વર્ણવી છે. (૧) મનગુપ્તિ, (૨) વચન ગુપ્તિ, (૩) કાયગુપ્તિ. આ ત્રણને
બધાએ સ્વીકારેલ છે.
४८
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #54
--------------------------------------------------------------------------
________________
(૧) મનગુપ્તિ ઃ મનની શુભ અને અશુભ બંને પ્રકારની ક્રિયાનો નિરોધ કરવો, શુદ્ધભાષામાં સ્થિર થવું તેને મનગુપ્તિ કહે છે. આ મનોગુપ્તિના ચાર પ્રકાર છે. સત્ય, અસત્ય, અસત્યા સત્ય.
(૨) વચનગુપ્તિ : આત્મા અશુભ કર્મના આશ્રવ ન કરે તેવા વચનમાં પ્રવૃત્તિ કરવી તે 'વચનગુપ્તિ' છે. અસત્ય, કર્કશ, કઠોર, મર્મકારી, ભેદકારી, કલેશકારી, પરનિંદાકારી, આત્મપ્રશંસક વાણી અથવા વિકથા કરનારા વચનવ્યાપારનો. ત્યાગ કરવો તે વચનગુપ્તિ' છે. આ વચનગુપ્તિ પણ શાસ્ત્રકારે ચાર પ્રકારની બતાવી. છે. (૧) સત્ય, (૨) અસત્ય, (૩) સત્યાસત્ય, (૪) અસત્યાસત્ય. સાધકે વચન દ્વારા કર્મ બંધનથી અટકવા માટે, સાધના માર્ગે, એકાંતલાશે પ્રવૃત્તિ કરવા પણ વચનગુપ્તિ રાખવાનો પુરુષાર્થ કરવો જોઇએ.
(૩) કાયગુપ્તિ ઃ કર્મના ગ્રહણમાં નિમિત્તભૂત શરીરની ક્રિયાઓની નિવૃત્તિને 'કાયગુણિ' કહે છે. અથવા કાય વિષયક મમત્વના ત્યાગને અથવા નિશ્ચલતાને 'કાયગુપ્તિ' કહે છે. સરંભ-સમારંભ અને આરંભમાં અર્થાત્ એ ત્રણેમાં જતાં મનવચન-કાયાને રોકી રાખવા અને એ ત્રણેને શુદ્ધ રાખવા તે “કાયગુપ્તિ' છે.
' આ રીતે સમિતિ અને ગુપ્તિનું સ્વરૂપ જોતાં સ્પષ્ટ થાય છે કે સમિતિ, વિધેયાત્મક છે, ગુપ્તિ નિષેધાત્મક છે. સમિતિ પ્રવૃત્તિપ્રધાન છે, ત્યારે ગુપ્તિ મુખ્યત્વે. નિવૃત્તિ પ્રધાન છે. તોષણ પ્રવૃત્તિ અને નિવૃત્તિ એક જ સિક્કાની બે બાજુ છે. તેથી પ્રવૃત્તિ નિવૃત્તિનો અને નિવૃત્તિમાં પ્રવૃત્તિનો અંશ હોય છે. અશુભ ભાવોથી નિવૃત્તિનો અર્થ શુભ ભાવોમાં પ્રવૃત્તિ કરવાનો થા છે, અને શુભ ભાવોમાં પ્રવૃત્તિનો અર્થ અશુભ ભાવોથી નિવૃત્તિનો થાય છે. સંક્ષેપમાં, પાંચ સમિતિ એ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે અને ત્રણ ગુપ્તિ બધા જ અશુભ વિષયોની નિવૃત્તિ માટે છે. પાંચ સમિતિ અને ત્રણગુણિરૂપ અષ્ટ પ્રવચન માતાનું પાલન કરનાર, સાધકની ચારિત્ર શુદધિ થાય છે અને તે સાધક દોષમુક્ત-કર્મમુક્ત થાય છે, સ્વ-પરનું કલ્યાણ કરી શકે છે તેથી સાધુઓના આચારનું પ્રથમ અને અનિવાર્ય અંગ અષ્ટપ્રવચનમાતા છે.
" મન ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચાર-ચાર ભેદ છે.
(૪૯)
૪૯
ભગવાન મહાવીર અને સંયમજીવન )
Page #55
--------------------------------------------------------------------------
________________
ગુપ્તિનું ફળ : મનનો સંયમ કરવાથી માનસિક્લબ્ધિ પ્રાપ્ત થાય છે. આવો જીવ સંયમ માર્ગે પ્રવૃત્ત થઇ ધર્મનો આરાધક બને છે અને ચારિત્રધર્મને મેળવે છે. વચનને ગોપવવાથી જીવ નિર્વિકારપણું પ્રાપ્ત કરે છે. આવો જીવ આધ્યાત્મિક યોગનાં સાધનોથી વચન સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. કાયાને પાપભાવમાં જતી રોકવાથી જીવ, સંવરને પ્રાપ્ત કરે છે. એવા જીવને કાયલબ્ધિ પ્રાપ્ત થાય છે અને તે ધણા પાપ આશ્રવનો નિરોધ કરનારો થાય છે.
આ અષ્ટ પ્રવચનરૂપી માતાઓને, જે મુનિ સમ્યફપ્રકારે આરાધે છે, તે જન્મ-મરણરૂપી સંસારના પરિભ્રમણથી શીધ્ર મુક્તિને પામે છે. આની આરાધના કરી ભૂતકાળમાં અનંતા જીવો મોક્ષને પામ્યા છે અને ભવિષ્યમાં પણ જે કોઇ સાધક આને આરાધશે તે અવશ્ય મુક્તિને પામશે.
મહાવીરધર્મના કણ-કણમાં માનવતાનું અમૃત છલકાઇ રહ્યું છે :
કોઇપણ મહાન આધ્યાત્મિક પુરુષના જીવન અને તેમના દ્વારા પ્રરૂપાયેલા ધર્મ માર્ગ પ્રત્યે વિચાર કે ચિંતન કરીએ ત્યારે, એ ધર્મ પુરુષની પ્રતિભા દ્વારા ઉપસતી પ્રતિમાં, આપણાં માટે આરાધ્યદેવ કે ભગવાન રૂપે પ્રસ્થાપિત થઇ જશે. જયારે કોઇપણ વ્યક્તિને આપણે ઐશ્વર્યના દૃષ્ટિકોણ થી જોઇએ ત્યારે, તે આપણાં માટે ઇશ્વર બની જાય છે અને એ ધર્મ પુરુષના જીવન અને દેશના ના, અન્ય પાસાની આપણે ઉપેક્ષા કરી અને તેનું માત્ર એકાંગી દર્શન કરીએ છીએ. આ. એકાંગી દર્શન આપણને સંકીર્ણતાના એક ચોકઠામાં બંધ કરી દે છે. આપણા માટે માત્ર એક દ્વાર ખુલ્લું રહે છે અન્ય દ્વારો અને તમામ વાતાયનો બંધ થઈ જાય છે. જે સંપૂર્ણ દર્શન માટે બાધક બની જાય છે.
ભગવાન મહાવીર વિશે જયારે વિચાર કરીએ ત્યારે ક્યારેક એમ લાગે છે કે આપણે, એમને માત્ર એક ધર્મપુરુષ કે આરાધ્યદેવ રૂપે સ્વીકારી સંતોષ માની લીધો છે. આપણે એના જીવન અને કવનના સર્વાગીપણાને પૂર્ણ રૂપે પામવાનો પુરુષાર્થ ર્યોજ નથી. એ અધુરપના અજંપા સાથે આપણે ક્યાં સુધી ચાલ્યા કરીશું?
ભગવાન મહાવીરના જીવન અને દેશનાના સમાજગત પાસા ઉપર નજર નાખીશુ તો, સંસાર પ્રત્યે નરી ઉદાસીનતા, આધ્યાત્મિક બાબતો સિવાય નરી.
((૫૦)
ભગવાન મહાવીર અઠો સંયમજીવન)
Page #56
--------------------------------------------------------------------------
________________
નિષ્ક્રિયતાની સાથે સામાજિક ઉત્થાન અને વિશ્વના તમામ જીવો પ્રત્યે કરુણાભાવ પ્રેરિત પ્રછન્ન સક્રિયતાના સૂક્ષ્મ દર્શન થયાં વિના રહેશે નહિ.
મહાવીરે પ્રરૂપેલો ધર્મ ખાત્મલક્ષી હોવાથી તેમણે જીવન અને ઉપદેશ દ્વારા આત્માને પામવા માટે વીત્તરાગી બનવા માટે સાધના કરવાની વાત કહી, પરંતુ અહી અટકી જવાની વાત નથી કરી નિવૃત્તિમાં પ્રવૃત્તિની અદ્દભુત વાત કરી છે. વ્યક્તિગત સ્વાર્થનો ત્યાગ, મર્યાદાહીન વ્યકિતગત ભોગ-ઉપભોગનો ત્યાગ, વ્યક્તિગત સુખ માટેની પ્રવૃત્તિપર અંકુશ પરંતુ સમષ્ટિના કલ્યાણની પ્રવૃત્તિનો નિરંકુશ વિસ્તાર એજ સાચી નિવૃત્તિ છે.
ભગવાન મહાવીરે પ્રરૂપેલા સિધ્ધાંતો કે તત્વજ્ઞાન રોજ બરોજના જીવનમાં અપનાવીએ તો માનવીના વ્યક્તિગત જીવન, સમાજગત જીવન કે રાષ્ટ્રીત્યાના માટે કલ્યાણકારી છે.
જીવમાત્રના અસ્તીત્વનો સ્વીકાર ‘જીવો અને જીવવા દો' ની સિધ્ધાંત જીવોને સલામતી અને શાંતિ બક્ષે છે. માંસાહારનો નિષેધ કરી અન્નાહાર અને શાકાહારની પ્રેરણા માનવીને તનનું આરોગ્ય અને મનની નિર્મળતા પ્રતિ લઇ જાય. છે. જે રાષ્ટ્રિય સંપત્તિનો દુર્વ્યય અટકાવે છે. પર્યાવરણ સંતુલન પોષક છે.
અપરિગ્રહના સિધ્ધાંતના સ્વીકારમાં વધારાની સંપત્તિનું વિર્સજન કરવાના ભાવ, દાન દેવાની પ્રેરણા કરે છે. જે અન્ય પ્રતિ અનુકંપા દયા અને કરુણાનું ઉદ્ભવ સ્થાન બને છે. જે સમાજવાદના આદર્શને ચરિતાર્થ કરવામાં સહાયક બને છે અપરિગ્રહનો આચરણથી સામાજીક ઈર્ષા અટકે અને અસલામતીની ભાવનામાંથી મુક્તિ મળે છે.
વ્યક્તિ, પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએતો અડધું જગત શાંત થઇ જાય. એ ઉક્તિ ભગવાનના અનેકાંતવાદ દ્વારા સમજીશું તો કેટલીય સમસ્યાઓનું નિરાકરણ થશે. અહીં કોઈ એક ધટના, વચન કે, વિચાર ને દરેક બાજુથી તપાસવાની વાત છે. અન્યના મતને સ્વીકારવાની કે ગણતરીમાં લેવાની છે. કુટુંબમાં પિતા-પુત્ર સાસુ-વહુ ધંધામાં શેઠ નોકર પ્રજા-નેતા સમાજ રાજ્ય અને રાષ્ટ્રમાં સંવાદિતા સ્થપાશે અનેકાંતમાં બૌધ્ધિક કે વૈચારિક અહિંસા અભિપ્રેત છે.
( ( પ૧ )
.
-
સન +
મ
ન
લાગે
મહાવીર અને સંયમજીવન
Page #57
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના ચિંતનમાં સામાજિક ભાવનાના ઉચ્ચતમ આદર્શના દર્શન થાય છે. અહીં વ્યક્તિને માત્ર વ્યક્તિના રૂપમાં નહિ પરંતુ સમષ્ટિના રૂપમાં જોવામાં આવી છે. સમાજના હૃધ્ય સાથે વ્યક્તિનું હૃધ્ય જોડાયેલું છે વ્યક્તિના સંકલ્પનું પ્રતિબિંબ સામાજિક સંકલ્પ સાથે સંકળાયેલું છે. વ્યક્તિને સમાજના એક અવિભાજય અંગ રૂપે સ્વીકાર્યું છે. આજ કારણે જૈનશાસનના ચતુર્વિધ રાંધમાં સાધાર્મિક ભક્તિની ભાવનાનો વિકાસ થયો છે.
ભગવાન મહાવીરના જીવનના કેટલાંક પ્રસંગોએ સમાજગત આદર્શોને પ્રતિષ્ઠા આપી છે.
એ સમયે જયારે યજ્ઞો દ્વારા થતાં બલિદાનોમાં હિંસા ચરમસીમાએ પહોંચી હતી ત્યારે અહિંસાનો ઝંડો ફરકાવ્યો. બ્રાહ્મણ કુળના ગૌતમ આદિ વિદ્વાનોને શિષ્ય બનાવી ગણધરપદે સ્થાયી અહિંસા પરમો ધર્મ રૂપ મંત્ર જગતને આપ્યો.
એ સમયમાં શુદ્રો અસ્પૃશ્ય ગણાતી વ્યક્તિઓને યોગ્ય સ્થાન આપી, પ્રભુએ એ બતાવ્યું કે ધર્મનો અધિકાર સહૂનો સરખો છે તેમણે પોતાના સંધમા શૂદ્ર જાતિના લોકો માંથી મેતાર્યમૂનિ અને મુનિહરિકેશીને દીક્ષિત કર્યા અને નારીને દીક્ષા આપી સહુનાં સમાન અધિકાર સ્થાપિત કર્યા.
પ્રભુ કોશામ્બી નગરીમાં પધાર્યા છે. આહાર (ગૌચરી) લેવા માટે અભિગ્રહ ધારણ કર્યો છે. દાસી બનેલી રાજપુત્રી પાતના વેઠીરહી હોય, પાતનાના ચિન્હ રૂપે હાથે પગે બેડી, માથું મુંડાવેલ હોય ભોંયરામાં બંધ ત્રણ દિવસની ભુખી, સૂપડામાં અડદના બાકુળા, આંખમાં આસું આદિ તેર બોલનો પ્રભુને અભિગ્રહ છે.
ભગવાને કોઇ રાજરાણી કે શ્રેષ્ઠી પૂત્રીના હાથે આહાર લેવાનો અભિગ્રહ કેમ ન કર્યો ? આવી તિરસ્કૃત વ્યક્તિના હાથે આહાર લેવાના અભિગ્રહ પાછળ ભગવાનની કરુણાબુદ્ધિ હતી.
- આ સમયમાં દાસત્વ પ્રથા હતી. એ પ્રથા દ્વારા નર-નારી નું શોષણ અને અમાનવીય ક્રૂર વ્યવહાર ચાલતો હતો. ભગવાન મહાવીરના અંતરમાં દાસપ્રથા
પ૨
ભગવાન મહાવીર અને સંયમજીવી )
Page #58
--------------------------------------------------------------------------
________________
શષ્યની જેમ ખૂંચતી હતી માટે જ તેમણે આવો અભિગ્રહ કરેલો મહિનાઓ સુધી. ગોચરી ન મળતા દીર્ધ તપસ્વી બનતા જતાં હતાં.
રાજપુત્રી ચંદના પરિસ્થિતિવશ ધનાવહ શેઠને ત્યાં દાસી થઇ ખરીદાઇને આવી હતી પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસી પ્રભુ ગોચરી માટે ધનાવહ શેઠને આંગણે પધાર્યા, મકાનના પાછળના ભાગનાં ભોંયરાના દ્વાર પાસે યુવાન દાસી ચંદના, મુંડિત મસ્તકે, હાથે પગે બેડી, હાથમાં સૂપડું લઇ બાકુડા વહોરાવવા. કોઇ સંતની રાહ જોતી ઉભી છે. પ્રભુએ એક દ્રષ્ટિ આ દાસી પર નાખી-પાછા ફરવા પગ ઉપડ્યા, સંતને પાછા જતાં જોઇ ચંદનાની આંખમાં આંસુ આવ્યા પ્રભુએ પાયું વળીને જોયું ચંદનાની આંખમાં આંસુ જોયા પ્રભુના તેરબોલનો અભિગ્રહ પૂર્ણ થતાં ગોચરી વહોરાવી. ચંદનાને દિક્ષા આપી શિષ્યા બનાવી. સમગ્ર રાજયમાં દાસી પ્રથા દૂર કરવા રાજાને પ્રેરણા આપી.
ભગવાન મહાવીર વિહાર શ્રી મોરાક નામના ગામમાં પધાર્યા તે ગામમાં અચ્છેદક નામે એક પાખંડી, મંત્ર-તંત્ર અને ચમત્કારો કરી ભોળા અજ્ઞાની અને અંધશ્રધ્ધાળુ લોકોને છેતરે. સંપત્તિ અને સંતાનની સંપન્નતા માટે વળગાડ અને વેહમને કારણે લોકો છેતરાય, ભગવાને જોયું કે અછંદક દિવસે સાધુ યોગી થઇ રાતે પાપ આચરે છે. કરૂણાવંત ભગવાનને થયું કે આમાં લોકો પણ ડૂબશે અને અચ્છેદક પણ ડૂબશે.
ભગવાને કોઇના મનની વાત કહી, કોઇના જીવનની રહસ્યમય વાત કરી બતાવી, ભૂતકાળ બતાવ્યો. લોકસંજ્ઞાની પ્રવાહ, ઢાળ જૂએ ત્યાં દોડી જાય. પ્રભુને લોકો ચમત્કારી પુરુષ સમજવા લાગ્યા. અચ્છાંદકની પકડ ઢીલી પડી, ત્યારે લોકોને એકત્ર કરી ભગવાને કહ્યું કે આ ચમત્કારો કે સુવર્ણ સિદ્ધિની આત્મસાધના આગળ કોઇ વિસાત નથી. લોકોની અંધશ્રદ્ધા દૂર કરી સમ્યફશ્રધ્ધાની પ્રતિષ્ઠા કરી ભગવાના અન્યત્ર વિહાર કરી ગયા.
સમ્રાટ ચંદ્રપ્રદ્યોતે કૌશામ્બી પર ચડાઈ કરી. કૌશામ્બીનો પરાજય અને તેના સમ્રાટ શતાનીકનું મૃત્યુ થયું. શતનીકની પત્ની રાણીમૃગાવતીના રૂપ પર ચંદ્રપ્રદ્યોત પાગલ બન્યો ભગવાને કીશાબ્બીમાં પધારી ચંદ્રપ્રદ્યોતને ધર્મ દેશના સંભળાવી. મૃગાવતીને ચંડપ્રદ્યોતથી મુક્તિ અપાવી.
પ૩
ભગવાન મહાવીર અને સંયમજીવળ )
Page #59
--------------------------------------------------------------------------
________________
લડાઇ થઇ હોય તે સ્થળ રૂધિર અને માંસથી ખરડાયેલું હોય, પુધ્ધભૂમિમાં ઉગ્રવિહાર કરી સાધુએ જવું કેટલું યોગ્ય ? અહીં દોષ કે અશાતનાનો પ્રશ્ન નથી. અહીં ભગવાન મહાવીરની પ્રબુધ્ધ કરુણા સામાજિક ચેતનાના વિકાસનું પ્રેરક બળ બની એક સ્ત્રીના શીલનું રક્ષણ કરે છે.
એકવાર રાજા શ્રેણિકને તેની પત્ની ચેલણા પ્રતિ શંકા ઉભી થઇ. સ્ત્રી જાતિ પ્રત્યે ની‘નફરતને કરાણે સમગ્ર અંતઃપુર અને તમામ રણીઓને આગ લગાડી ભસ્મભૂત કરવાનો આદેશ આપ્યો. વહેમના વમળમાં ફસાયેલા સમ્રાટને ભગવાને સંબોધન કર્યું શ્રેણિક, મહારાજા ચેટ્સની સાતે પુત્રીઓ સતી સ્ત્રી છે. રાણી ચેલણા પવિત્ર છે. તારો વહેમ ભયંકર અનર્થને આમંત્રણ આપી કહ્યો છે ને સમ્રાટ શાંત થયા. સંત સંસારની બળબળતી બપોરના ચંદન જેવી શીતળતા આપે છે. મહાવીર ધર્મના કણ કણમાં માનવતાનું અમૃત છલકાઇ રહ્યું છે.
આમ ભગવાન મહાવીરના જીવનમાં સંસાર પ્રત્યેની નિષ્ક્રિય ઉદાસીનતા પાછળ કોલકલ્યાણ અને લોકમાંલ્યની પ્રચ્છન્ન સક્રિયતાના દર્શન થાય છે.
સાંપ્રત જીવનમાં ભગવાન મહાવીરનો દ્રષ્ટિકોણ :
જૈન ધર્મે માનવ જાતને સુખી, શાંત અને સમૃધ્ધ કરવા ધર્મ અને મોક્ષની ભૂમિકા સજજ બનાવવા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના ચાર પુરુષાર્થોની અહિંસા આધારિત સંસ્કૃતિ બતાવી.
માનવ જીવનનું લક્ષ મોક્ષ જ હોવું જોઇએ. તે સાધ્યને પામવા માટે ધર્મ જ સાધના બની શકે. મોક્ષ માર્ગમાં અર્થ અને કામ લક્ષે પહોંચવા માટે અંતરાય પેદા કરે તેવા છે તે ખરું, પરંતુ વહેવારિક જીવનના તો આ બે અવિભાજય અંગો છે. પરંતુ અર્થ અને કામમાં ધર્મ અને વિવેક હોય તો તેમાનું બાધક તત્ત્વ દૂર થઇ શકશે.
અર્થમાં નીતિ, નમ્રતા અને સંતોષ નામનાં ધર્મો કામમાં સદાચાર, વૈરાગ્ય અને સંતોષ નામના ધર્મો જો અભિપ્રેત હોય તો તે અર્થ અને કામને પણ પવિત્ર બનાવી દે છે.
૫૪
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #60
--------------------------------------------------------------------------
________________
સાંપ્રત જીવનમાં ભગવાન મહાવીરની વાણીને લક્ષમાં રાખીને જીવન શૈલી. અપનાવીએ તો જીવનમાં સત્ત્વશીલતા અને શાંતિ પ્રસ્થારિત થાય તેમાં કોઇ શંકા નથી. ભારતીય પ્રજાના ભૌતિક અને અધ્યાત્મ વિકાસના મૂળ તપાસવા જેવા છે.
સૂક્ષ્મ અને સ્થૂળ અહિંસાનો જીવનમાં સ્વીકાર એટલે કોઇને પુખ ના પહોંચાડવું, કોઇનું શોષણ પણ ન કરવું. અને જીવમાત્રના જીવનના પૂર્ણ અધિકારનો સ્વીકાર કરવો. આમાં વનસ્પતિ અને પ્રાણીઓની રક્ષા પણ સામેલા થઇ જતી હતી. ભૌતિક જીવનમાં સાધન શુદ્ધિના સ્વીકારને કારણે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ હતાં.
પ્રજા અને શાસનકર્તાઓ સંતોના નિયમન હેઠળ હતા. ધર્મગુરુઓની આજ્ઞામાં હતા. એ ભારતીય પ્રજના આધ્યાત્મિક વિકાસનું મૂળ છે.
લિરછવી ગણરાજયના પ્રમુખ મહારાજ ચેટક, સમ્રાટ અશોક, સંપ્રતિ ખારવેલ, શ્રેણિક, ચંદ્રગુપ્ત, સિદ્ધરાજ, કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ અને શિવાજી જેવા શાસકો ભગવાન મહાવીર, ગૌતમબુદ્ધ, હેમચંદ્રાચાર્ય કે સમર્થ સ્વામી રામદાસ જેવા મહાનિષિઓની આજ્ઞામાં રહેતા.
હમણાં સમાચાર વાચંલા કે આ વર્ષે અન્ય ધર્મના તહેવારના ઓઠા હેઠળ મહાવીર જયંતી જેવા અહિંસા દિને પણ મુંબઇની મ્યુનિસિપાલટીએ ‘ધાર્મિક વધ' માટે કતલખાના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. અહિંસા પ્રેમીઓના પ્રચંડ વિરોધને કારણે આ મંજૂરી તો પાછી ખેંચાઇ ગઇ પણ શાસકો “ધર્મ” અને “વધ' શબ્દ જોડીને ધર્મનું શું અર્થધટન કરતા હશે ?
હિંસાના પાયા પર ઉભેલ, જીવનધોરણ, સમાજ રચના કે શાસનનું પતના નિશ્ચિત થાય છે. ક્રૂરતાથી શરીરનું પોષણ એ ભૌતિક સમૃદ્ધિ નથી. જયાં કરુણા અને દયાનો સ્તોત્ર સુકાઇ જાય ત્યાં પરિણામે અશાંતિ સર્જાઇ છે.
પ્રજાનું શારીરિક અને માનસિક સ્વાથ્ય અન્નાહાર પર આધારિત છે પરંતુ હવે તો મલ્ટીનેશનલ એગ્રીકલ્ચર કંપનીઓનો ભારતીય કૃષિ પદ્ધતિ અને ખેતપેદાશ પર ડોળો છે. તેણે ભારતીય જીવન પદ્ધતિને દુષિત કરવાનું કાર્ય ક્યારનુંય
પપ)
ભગવાન મહાવીર અને સંયમજીવળ )
Page #61
--------------------------------------------------------------------------
________________
શરૂ કરી દીધું છે. હિંસક જંતુનાશક દવાઓ (પેસ્ટીસાઇડઝ) ને બદલે સજીવ ખેતી જમીનને ફળદ્રુપ બનાવે છે. જાપાની ખેડૂતોએ પ્રાચીન ભારતીય સજીવ ખેતીના સફળ પ્રયોગો કરેલા અને તે માને છે કે રાસાયણિક ખાતરો (ફર્ટિલાઇઝર) કરતા ગાય, બળદ કે અન્ય પશુઓના છાણમાના સેંદ્રિય તત્ત્વો ખાતરરૂપ, જમીનને અને પાકને વધુ સમૃદ્ધ બનાવે છે.
પરંતુ અહીં તો પશુઓનો ઘાસચારો રાજકારણીઓ ચરી જાય છે. અને વિદેશી મેકડોનાલ્ડની ચેઇન રેસ્ટોરા સમગ્ર ભારતમાં હમ્બર્ગર-ગાય અને બળદનું માંસ સુલભ બનાવી રહી છે. મેક્સ મિલન કંપનીના તૈયાર રોટલીના પેકેટો માછલીના લોટ સાથે મેળવીને બનાવેલા હોય તો નવાઈ પામવા જેવું નથી. ગેટ કરાર અને પેટંટના કાયદ આપણી અર્થ વ્યવસ્થામાં જ નહિ પણ જીવન વ્યવસ્થા પરનો ખતરો છે. લીમડા કે બાસમતી ચોખાની પેટંટનો તાજો જ અનુભવ છે.
હિંસા આધારિત પ્રવૃત્તિઓ માનવીનું હીર હણી લેશે. મત્સ્ય ઉછેર (દરિયાઇ ખેતી) પોસ્ટ્રીફાર્મ કે યાંત્રિક કતલખાનાની પ્રવૃત્તિઓ પાણીના બેફામ દુર્ણય સાથે પર્યાવરણ અસંતુલિત કરે છે.
જે જીવને આપણે જીવાડી શકતા નથી તેને મારવાનો આપણને કોઇ અધિકાર નથી.
એકવાર વિદેશમાં ફરતા સ્વામી વિવેકાનંદને યાંત્રિક કતલખાનું બતાવાયું. એક ભેંસને કાપીને તેના તૈયાર થયેલા કેટલાક પેકેટો ખૂબજ ત્વરાથી તેની સામે મૂકવામાં આવ્યા. ધન્યવાદના શબ્દો સાંભળવાની અપેક્ષાએ કતલકાનાના સંચાલકો સ્વામીજી સામે જોવા લાગ્યા. પણ અફસોસ ! સ્વામીજીએ સાવ અલગ જ વાત કરી. “જો હવે આ પેકેટોમાંથી એટલી જ ત્વરાથી તેવી જ જીવતી ભેંસ તમે ઉભી. કરી દો તો તમને ધન્યવાદ આપું !' ત્યાર પછી વિદેશોની હિંસક સંસ્કૃતિ પર માર્મિક કટાક્ષ કરતા સ્વામી વિવેકાનંદ બોલ્યા “તમે બંદૂકની ગોળીથી હાથીને મારી શકો છો પણ કીડીને જીવાડી શકતા નથી.'
ભગવાન મહાવીરે આર્થિક અને ભૌતિક વિકાસની વાતના સંદર્ભમાં સાધના શુદ્ધિની વાત કરી છે. આર્થિક વિકાસ કરવામાં ધર્મ વિઘ્નકર્તા નથી. સાધનશુદ્ધિની સાથે તેમણે વિવેક અને પરિગ્રહ પરિમાણની વાત કરી છે.
((પ૬)
'
ભગવાન મહાવીર અને સંયમજીવન)
Page #62
--------------------------------------------------------------------------
________________
મહાવીરનાં ધણાં ભક્તો આર્થિક સમૃદ્ધિથી સંપન્ન હતાં. આનંદ શ્રાવકની વાત કરીએ તો તેની પાસે હજારો વીધા જમીન, હજારો ગૌશાળા, સેંકડો વહાણો, હજારો ધાન્યના કોઠારો અને કરોડોની સંપત્તિ વ્યાપારમં લાગેલી હતી. તે વ્રતધારી શ્રાવક હતો. અર્થોપાર્જનમાં અપ્રમાણિક સાધનોનો ઉપયોગ નહોતો કર્યો. પરિગ્રહ પરિમાણનું વ્રત હતું. વધારાની સંપત્તિનો સદવ્યય કરતાં. સંપત્તિ તેને લાગેલી હતી. તે સંપત્તિ નહોતા લાગ્યા તેના ચિત્તમાં સંપત્તિ પ્રત્યે લેશમાત્ર આસિક્તિ નહતી.
વ્યક્તિ, કુટુંબ, રાજયો કે રાષ્ટ્રોમાં આ માલિકીભાવ, પરિગ્રહ જ હિંસા અને અશાંતિનું કારણ બને છે. અશુદ્ધ સાધનો દ્વારા મેળવેલી સંપત્તિ, સાધનો કે ભૌતિક સુખ અંતે અશાંતિ કે દુઃખમાં જ પરિણમે છે. એ વાત સમાજ, રાજય કે શાસનને લાગુ પડે છે.
કોઇ રાજય જુગાર, લોટરી, કી-કલબો, અભદ્ર વિડીયો ચેનલો કે ફિલ્મો વિ. ના વ્યવસાય કે એવી જ અન્ય પ્રવૃત્તિઓ પર કરવેરા દ્વારા આવક મેળવી તે પ્રવૃત્તિને પોષશે તો તે દ્વારા એકઠી કરેલી સંપત્તિ પ્રજાનું કલ્યાણ તો નહિ કરી શકે પરંતુ નેતિક આધઃપતન જ કરાવશે. જે રાજયો દારૂ અને પાન મસાલા જેવા નશીલા. અને ઝેરી દ્રવ્યોને કરવેરાની આવક મેળવવા માટે પ્રતિબંધિત નથી કરતા તે રાષ્ટ્ર પ્રજાની શારિરીક સંપત્તિ અને આરોગ્યની પાયમાલી કરે છે. માનસિક સ્વસ્થતા અને પારિવારિક સંતુલનને હાનિ કરે છે.
શ્રીમદ્ રાજચંદ્રના સહવાસને કારણે ગાંધીજીએ પણ સાધનશુદ્ધિના વિચારના મહત્ત્વનું સ્થાન આપ્યું હતું. ભગવાન મહાવીરનું અર્થશાસ્ત્ર અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંત પર રચાયેલું છે. આધુનિક અર્થશાસ્ત્ર ઇચ્છાઓ વધારવાની, જરૂરિયાતો વધારવાની હિમાયત કરે છે. ઇચ્છાઓ, જરૂરિયાતો વધવાથી શોધો વધશે, પ્રવૃત્તિઓ વધશે પરંતુ ભગવાને આ વૃત્તિનું વિશ્લેષણ કરી, અલ્પઇચ્છા દ્વારા ઇચ્છાજયી બનવા કહ્યું. તેથી જીવનમાં ધીરે ધીરે વિકલ્પો ઓછા થતાં જશે. અર્થોપાર્જનની આધુનિક વિચારધારા આ પ્રવૃત્તિને, વ્યક્તિના લાભાર્જનના સંદર્ભે મૂલવે છે. જેમાં કોઇ લાભ નથી, તે વહેવારનું, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કોઇ મૂલ્ય નથી. સામેની વ્યક્તિની સ્થિતિ માણસની પ્રકૃતિની કે પરિસ્થિતિની બિલકુલ ઉપેક્ષા કરવામાં આવે છે. ભગવાન મહાવીરે ભોગ ઉપભોગ લક્ષી નહીં પણ ઉપયોગલક્ષી સંસ્કૃતિની હિમાયત કરી છે.
ભગવાન મહાવીર અને સંયમજીવન )
Page #63
--------------------------------------------------------------------------
________________
અર્થઉપાર્જનની પ્રવૃત્તિમાં અધ્યાત્મ ધર્મ અભિપ્રેત હોય ત્યારે એ ધર્મમાર્ગ આજીવિકા ચલાવે છે. જૈનધર્મના અનન્ય શ્રાવર શ્રીમદ્ રાજચંદ્રએ એક વેપારી સાથે ઝવેરાતનો સોદો કર્યો હતો. બજારમાં એકાએક તેજી આવતા સામેવાળા વેપારીને લાખનું નુકસાન થાય તેમ હતું શ્રીમદ્ઘ સામેવાળા વેપારીની અંગત મુશ્કેલી કે મુંઝવણ જાણતા હતા. શ્રીમદ્ તે વેપારીને કહ્યું કે તમે કરારનામાદસ્તાવેજનો કાગળ લાવો. વ્યાપારી બોલ્યા કે શ્રીમાન તમે ચિંતા ન કરો, હું તમારી એકે એક પાઇ ચૂકવી દઇશ. પરંતુ અત્યારે મારી સ્થિતિ નથી. શ્રીમદ્ એ દસ્તાવેજ હાથમાં લઇ ફાડતા કહ્યું કે, 'રાજચંદ્ર દૂધ પી શકે છે, કોઇનું લોહી નહી, હું આ કરાર રદ્દ કરું છું.'
અહીં અર્થોપાર્જનમાં અંગત લાભ કે નફાની વાત નથી હોતી પણ મૈત્રી, વિવેક કે કરુણાબુદ્ધિની ભાવના હોય છે.
સમયના સાંપ્રત વહેણમાં આતંકવાદ અને ધર્મઝનૂન જ્યારે વકર્યું છે ત્યારે ભગવાન મહાવીરની વાણી માનવજાત માટે ઉપકારી છે.
વિશ્વશાંતિ માટે ભગવાન મહાવીરે પ્રરૂપેલ અનંકાંતવાદ ઉત્તમ વિચાર છે. કોઇપણ વાતને અનેક દ્રષ્ટિકોણથી તપાસતા દેખીતી રીતે ખોટી લાગતી વાત પણ સાચી લાગે, મિત્રો, વ્યક્તિ, કુટુંબ, ગુરુશિષ્ય, પતિ-પત્ની વચ્ચે, શાસકો અને પ્રજા માલિક વચ્ચે, બે ધર્મો વચ્ચે, બે રાજયો કે બે રાષ્ટ્રો વચ્ચે, શાસકો અને પ્રજા વચ્ચે બે પક્ષો કે સહકાર્યકરો વચ્ચેના વિચાર વિનિમય વેળાએ અનેકાંત દ્રષ્ટિકોણ નજર સમક્ષ રાખતા ગેરસમજૂતી દૂર થઇ મૈત્રીભાવ જાગશે. વિસંવાદિતા દૂર થઇ સંવાદ સર્જાશે. વ્યક્તિ પોતાની દ્રષ્ટિથી જૂએ તો અડધુ જગત શાંત થઇ જાય એ વાત ભગવાને અનેકાંતવાદ દ્વારા સમજાવી.
આમ સાંપ્રત જીવનમાં ભગવાન મહાવીરનો અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતની વિચારધારા જ સાચુ સુખ અને શાંતિ આપનારી બની રહેશે.
૫૮
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #64
--------------------------------------------------------------------------
________________
મંગલમય
સૂર્યનાં સૌમ્ય કિરણો રાત્રિના અંધારાને દૂર કરી નગરી પર પ્રકશનું આધિપત્ય જમાવી રહ્યા છે. પ્રભાતના રમ્ય વાતાવરણમાં, જ્યોતિષ વિદ્યાના પ્રખર વિદ્વાન છાયાશાસ્ત્રી વિદ્યાપાળ અને તેના મિત્ર હર્ષદત્ત ચાલી રહ્યા હતા. શાંત વાતાવરણમાં મૌન તોડતા હર્ષદત્તે કહ્યું, ‘મિત્ર ! થોડી ક્ષણો પહેલા આ માર્ગ પરથી કોઇ મહાન વ્યક્તિ પસાર થઇ હોવી જોઇએ.'
અભિવંદના ણાનું દિવ્ય સામ્રાજ્ય :
‘મિત્ર શા કારણે આમ કહે છે ?' વિદ્યાપાળે પ્રશ્ન કર્યો, ‘કોયલનો ટહુકો અને ખળખળ વહેતા ઝરણાંના સંગીતનું સામંજસ્ય, મલયાનિલને સુગંધિત બનાવતી ફૂલોની પરાગ, સામેની એક તલાવડીમાં સિંહ અને હરણ બંને સાથે પાણી પી રહ્યા છે. એક જ વૃક્ષની છાયામાં સાપ અને નોળિયો વિશ્રામ કરી રહ્યા છે. માર્ગ નિષ્કંટક છે. મિત્ર ! કોઇ દિવ્ય પુરુષના પરમાણુની ઉપસ્થિતિની અનુભૂતિ કરાવે છે. વાતાવરણનું માધુર્ય અને પ્રસન્નતા પ્રતીતિ કરાવે છે.' અધ્યાત્મ સાધનામાં મસ્ત રહેતા ધર્મનિષ્ઠ હર્ષદત્તે વાત પૂરી કરી.
નતમસ્તક ચાલી રહેલા પંડિત છાયાશાસ્ત્રી નીચે રસ્તા પર જોઇ દંગ થઇ ગયા, થંભી ગયા અને બોલ્યા કે મિત્ર તારી વાતમાં તથ્ય લાગે છે, જો આ પગલા ! કોઇ સમ્રાટના પગલા...! સામુદ્રિક લક્ષ્ય પ્રમાણે એક ચક્રવર્તી સમ્રાટના પગલા જ હોય. પરંતુ પંડિત વિદ્યાપાળ ક્ષણિક ચમક્યા અને પછી બોલ્યા ‘ચક્રવર્તી સમ્રાટ... એકલા... અને ખુલ્લે પગે...જો સમ્રાટ જતા હોય તો તેની સાથે પરિવાર, સેવકો કે સેના પણ હોય. પરંતુ આ પગલા તો એક જ વ્યક્તિના છે. મિત્ર ! શું મારી જ્યોતિષ વિદ્યા મને દગો દઇ રહી છે ? શું આ ઉંમરે મારી બુદ્ધિ નષ્ટ થઇ રહી છે. ?'
હર્ષદત્ત કહે, ‘ના
મિત્ર નિરાશ ન થા, મને તારી જયોતિષ વિદ્યામાં
શ્રદ્ધા છે' બંને મિત્રો પેલા પગલાનું અનુસરણ કરતાં આગળ ચાલ્યા. આ પગલા રાજગૃહી નગરના ગુણશીલ ચૈત્ય ઉદ્યાનમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં ધ્યાન કરી રહેલા એક સાધક પાસે સમાપ્ત થયાં.
ખિન્ન વદને વિદ્યાપાળ બોલ્યા, ‘હર્ષ ! ક્યાં છે સમ્રાટ ? અહીં તો એક
ભિક્ષુક...!'
.
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #65
--------------------------------------------------------------------------
________________
હર્ષવિભોર હર્ષદત્ત બોલ્યા, વિદ્યાપાળ ! તારી વિદ્યાને ગૌરવ અપાવે એવ આ ધટનાની વાત સાંભળ, ‘જેમના મુખારવિંદ પર પ્રશમ ભાવો રમી રહ્યા છે તેવ કલ્યાણ મિત્ર આ ભિક્ષુક બીજા કોઇ નહીં, પરંતુ સ્વયં ભગવાન મહાવીર છે.
‘આંતરકર્મો સામે દારુણ યુદ્ધ કરી વિજય મેળવનાર ચક્રવર્તી છે. અષ્ટકર્મ કાલીનાગને સંયમના શસ્ત્રોથી એમણે જીતી લીધા છે. નિર્વિકપ્લ ધ્યાનરૂપી પિતા ખોળામાં તેઓ ઊભા છે. તે અહિંસારૂપી અષ્ટપ્રવચન માતાની નિશ્રામાં છે. બ્રહ્મચ રૂપી ભાઇ, અનાસક્તિરૂપી બહેનને એમનું સદૈવ સાન્નિધ્ય છે. શાંતિરૂપી પ્રિયત એમના જીવનમાં અભિપ્રેત છે. વિવેકરૂપી પુત્ર અને ક્ષમારૂપી પુત્રી તેમની સાથે હોય છે. અનેકાંતે તેમનો મંત્રી છે.'
‘રાજાની સેનાને એક નિશ્ચત સીમા હોય, પરંતુ પ્રભુના આભામંડળમાંથ નીકળેલા દિવ્ય કિરણો અગઇમત લોકોના કલ્યાણનું કારણ બની જાય, અકારણ કરુણા કરનારા, આ યુગપુરુષના ફચ્ચ પુણ્ય અને તીર્થંકરના અતિશયોની અસરને કારણે તેમની ઉપસ્થિતિથી ચોપાસ વૈર વિખવાદ મટે, રોગ ન હોય, દુષ્કાળ ન હોય, માલકૌંસ રાગમાં પ્રવાહીત થતી તેમની પાવન વાણી સૃષ્ટિના તમામ જીવો પોતાની ભાષામાં સમજી અને સ્વનું કલ્યાણ સાધી શકે.'
(
'એમની શુભ તરંગોની સેના જ ચારે બાજુ સુરક્ષા કરી શકે છે. એમનું ધરમચક્ર સર્વત્ર આનંદ, શાંતિ અને માધુર્ય ફેલાવતુ રહે છે. તેમને સ્પર્ષેલું વાયુ મંડળ સર્વત્ર પવિત્રતા અને ચંદન જેવીં શીતળતા પ્રસરાવે છે. સંસારના તમામ સામ્રાજ્ય કરતાં આ સામ્રાજ્ય ઉત્કૃષ્ટ છે. કોઇ પણ વ્યક્તિ સાથે લડાઇ નથી કરી, હિંસા નથી કરી છતાં હૃદય સિંહાસન પર રાજય કરનારા આ રાજાનું જ વાસ્તવિક રાજય છે. કારણ કે આ સામ્રાજયમાં, હિંસા નથી, ચોરી નથી, અબ્રહ્મમ્ નથી. જૂઠ નથી અને પરિગ્રહ નથી. અહીં સત્યના સિંહાસન પર અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહને રાજતિલક કરાયું છે.'
હર્ષદત્તે જ્યારે વાત પૂરી કરી ત્યારે બંને મિત્રોએ ભગવાનના શ્રીચરણોમાં ભાવપૂર્વક વંદના કરી અને છાયાશાસ્ત્રી વિદ્યાપાળે કહ્યું, હવે મને સમજાયું કે સામુદ્રિક લક્ષણો માત્ર બાહ્ય ચિન્હો કે સંકેતો પર આધારિત નથી હોતા. માનવીની આંતરિક
Go
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #66
--------------------------------------------------------------------------
________________
લાક્ષણિકતાઓમાં અગણિત સંભાવના છુપાયેલી પડી હોય છે. આજે હું ભગવાન મહાવીરના આંતર વૈભવના ધૂધવતા સાગરનાં પ્રચંડ મોજાંઓ નિહાળી રહ્યો છું.
મિત્ર ! આજે મારી જ્યોતિષ વિદ્યા સાચે જ સાર્થક થઇ. આજે મને સાચા સમ્રાટનું દર્શન થયું. પંચમહાવ્રતનું માહાસ્ય સમજાયું.
પ્રણામ હો અનેકાંત દ્રષ્ટાને ! વંદન હો મંગલમય કરુણાના દિવ્ય સામ્રાજયને !
(ઉસૂત્ર પ્રરૂપણા કે જીનાજ્ઞા વિરૂધ્ધ કાંઇ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડં).
( ૬૧
ભગવાન મહાવીર અને સંયમજીવન )
Page #67
--------------------------------------------------------------------------
________________
(સંદર્ભગ્રંથ સૂચિ ઋણસ્વીકાર ))
- ન
અણગાર ધર્મામૃત ઇષ્ટોપદેશ
દ્રવ્યપ્રકાશ
તત્વાર્થોધીગમ
પંડિત આશાધર શ્રીપૂજયપાદ્ સ્વામી પૂજયપાદ સ્વામી આચાર્ય ઉમાસ્વાતિજી આચાર્ય શ્રી રત્નસુંદરવિજયજી શ્રી મુનિદવેચંદ્રજી પૂજયપાદ સ્વામી આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
તપ કરીએ સમતા રાખી ઘટમાં.
આગમસાર
સર્વાર્થ સિધ્ધિ આ છે મહાવીર અમારા આચારાંગ સૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્ર (ગુજરાતી અનુવાદ)
મૂનિશ્રી સંતબાલજી
આગમગ્રંથો
ન
ઉતરાધ્યયન સૂત્ર ઉપાસક દશાંગ સૂત્ર આયારાંગ સૂત્ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર દશવૈકાલિક સૂત્ર સમવાયાંગ સૂત્રો ઠાણાંગા તત્વાર્થ સૂત્ર ભગવતી સૂત્ર
જ
((૬૨)
ભગવાન મહાવીર અઠો સંયમજીવા)
Page #68
--------------------------------------------------------------------------
________________
ગુણવંત બરવાળિયા “ગુંજન’ના પુસ્તકો (સર્જન અને સંપાદન)
• ઊર નિર્કરા (સ્વરચિત કાવ્યોનો સંગ્રહ) • તપાધિરાજ વર્ષીતપ (જેનદર્શનમાં તપ) • કલાપી દર્શન (કવિ કલાપીની જન્મશતાબ્દી નિમિતે પ્રગટ થયેલ તેમના
જીવન-કવન અને વિવેચનના લેખોનો સંચય) • હૃદય સંદેશ (શિક્ષણ અને વિદ્યા-જગતને લગતા લેખો). • પ્રીત – ગુંજન (સો વર્ષના પ્રણય કાવ્યોનો પ્રતિનિધિ સંગ્રહ) • શૈલેષી (આલોચના અને ઉપાસના) • અહિંસા મીમાંસા • Commentry on Non-Violence (ZH PEHI HHIZLI BOY) • વાણીના ઝરૂખેથી (વાગ્મિતા) • ચંદ્રસેન કથા • અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી
• સંકલ્પસિદ્ધિના સોપાના • અમરતાના આરાધક
• આગમ દર્શન (પરિચય પુસ્તક) ભગવાન મહાવીર અને સંયમ જીવના • દામ્પત્ય વૈભવ (દામ્પત્ય જીવનને લગતા લેખોનો સંચય) • દાર્શનિક દ્રષ્ટા • વિશ્વવાત્સલ્યનો સંકલ્પ • અભિવંદના • જીવનનું રહસ્ય • કામધેનું (હિન્દી-અંગ્રેજી) • ઉત્તમ શ્રાવકો • અધ્યાત્મ સુધા - અધ્યાત્મ આભાર • અમૃત ધારા • અધ્યાત્મ અમૃત (જેન અધ્યાત્મ સ્ટડી સર્કલના દશાબ્દી વર્ષ નિમિત્તે
સભ્યોના અધ્યાત્મ વિષયક લેખનો સંગ્રહ) • શ્રીમદ રાજચંદ્ર-એક દર્શન (શ્રીમદ્જીના જીવનના વણસ્પર્શ્વ પાસાનું દર્શન)
સર્વધર્મ દર્શન • વિચાર મંથન • અમરસેન વયરસેન કથા. • Glimpses of world religions (સર્વધર્મ દર્શન અંગ્રેજી) • Introduction to Jainism • શાકાહાર (અનુવાદ-ડૉ. મધુબહેન બરવાળિયા) • દુલેરાય માટલિયા કૃત બે વિરલ વિભૂતિઓ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી • જ્ઞાન સાધના અને સરસ્વતી વંદના • મર્મસ્પર્શ • મૃત્યુનું સ્મરણ
• ભારતીય સંસ્કૃતિમાં દાન ભાવના • જૈનધર્મ (પરિચય પુસ્તિકા) : આપની સન્મુખા પ્રાપ્તિ સ્થાન ? નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦૦૦૨. ગાંધી રોડ, દેરાસર પાસે, અમદાવાદ-૩૮૦૦૦૧. ચિંતન પ્રકાશન : ૧/૩૧૬, સિદ્ધિવિનાયક, હિંગવાલા લેન એક્ષ., મુંબઇ-૭૫. ફોન : ૨૫૧૨ પ૬પ૮.
૬૩
ભગવાન મહાવીર અને સંયમજીવન)
Page #69
--------------------------------------------------------------------------
________________
ગુણવંતભાઈ બરવાળિયાનો પરિચય
અમરેલી જીલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઇમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડાં વર્ષો પ્રેક્ટીસ કર્યા પછી હાલ ટેક્ષટાઇલ પ્રોસેસ ઇન્ડ. માં પ્રવૃત્ત છે.
ગુણવંતભાઇએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વિગેરે વિષય પર ૩૫ જેટલા પુસ્તકોનું સર્જન સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ ઘાટકોપરના મુખપત્ર ‘કાઠિયાવાડી જૈન' અને મુનિસંતાબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંધ મુંબઇ-અમદાવાદના મુખપત્ર ‘વિશ્વવાત્સલ્ય’ માં માનદ્ તંત્રી સંપાદક, અખિલભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ ના મંત્રી તથા ‘જૈન પ્રકાશ' ના સહતંત્રી તરીકે સેવા આપે છે. જૈન જાગૃતિ સેંટર બોર્ડ મુંબઇના મુખપત્ર ‘જાગૃતિ સંદેશ', ફોરમ ઓફ જૈન ઇન્ટલએકચ્યુઅલ મુંબઇના મુખપત્ર ‘એનલાઇટનમેન્ટ’, ભારત જૈન મહામંડળના મુખપત્ર ‘જૈન જગત' (ગુજરાતી વિભાગ) માં તંત્રી તરીકે સેવા આપેલ છે.
મુંબઇમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ ગુણવંતભાઇના પ્રમુખસ્થાને યોજાય છે. ફાર ઇસ્ટમાં સિંગાપોર વિ. માં જૈનધર્મ પર તેમના સફળ'પ્રવચન યોજાયેલા. ધર્મ અને અધ્યાત્મના વિષયો પર મુંબઇ દુરદર્શન પર એમના વાર્તાલાપ અવારનવાર યોજાય છે.
શ્રી પંડીત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ ઘાટકોપર પ્રેરિત પી.એન.દોશી આર્ટસ કોલેજ સંચાલિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લીટરરી રીસર્ચ સેંટરના ગુણવંતભાઇ ઓનરરી કો.ઓર્ડીનેટર છે. જેમાં જૈનધર્મના પ્રાચીન ગ્રંથો પરનું સંશોધનનું કાર્ય ઉપરાંત ઇન્ટરનેટ પર જૈન દર્શન સાહિત્યના પ્રચારનું કાર્ય થાય છે.
શ્રી ઘાટકોપર જૈન મોટા સંઘમાં મંત્રી તરીકે, શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ મુંબઇ સ્થા. જૈન મહાસંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર વિ. સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તથા ચેમ્બુર જૈન સંઘના ટ્રસ્ટી છે. તેમના ધર્મપત્ની ડૉ.મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડોક્ટરેટ Ph.D પ્રાપ્ત કરેલ છે.
ગુંજન બરવાળિયાના નામે તેમના ધર્મ, અધ્યાત્મ ઉપરાંતના વિવિધ વિષયો પર લખાણો મુંબઇ સમાચાર, જન્મભૂમિ, દશાશ્રીમાળી, જૈનપ્રકાશ, શાસનપ્રગતિ, ધર્મધારા, જૈનસૌરભ, વિનયધર્મ, વિ. માં પ્રગટ થાય છે.
મુંબઇ સમાચારમાં પ્રગટ થયેલ ગુણવંતભાઇના લેખને ૧૯૯૭ નાં મુંબઇ ‘જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ' નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમ.બી.બરવાળિયા ફાઉન્ડેશન, ચેરીટેબલ ટ્રસ્ટ, (હોલીસ્ટીક હેલ્થકેરને લગતાં પ્રકલ્પો ચલાવે છે) સાથે સંકળાયેલા છે.
૪
ભગવાન મહાવીર અને સંયમજીવન
Page #70
--------------------------------------------------------------------------
________________ ભગવાન મહાવીર અને સંયમજીવન વીરપ્રભુ અને સંયમ એકબીજાના પર્યાય. સંસારી અવસ્થામાં પણ પ્રભુને રસમાં આસક્તિ નહોતી તો સંયમજીવનમાં તો પ્રભુ રસોમાં અપ્રતિજ્ઞા જ હોય, રસવિજેતા બની પ્રભુએ અનાસક્તિના માર્ગે મુક્તિની યાત્રાનો અંગુલિનિર્દેશ કર્યો. ભગવાન મહાવીરે સાડાબાર વર્ષના સાધનાકાળમાં 180 ઉપવાસ એકવાર, ૧૭પ ઉપવાસ એકવાર, 120 ઉપવાસ 9 વાર, 90 ઉપવાસ બે વાર, ૭પ ઉપવાસ બે વાર, 60 ઉપવાસ 6 વાર, 45 ઉપવાસ બે વાર, 30 ઉપવાસ બાર વાર, 15 ઉપવાસ 72 વાર, ભદ્ર પ્રતિમા 2 દિવસ, મહાભદ્ર પ્રતિમા 4 દિવસ, સર્વતોભદ્ર પ્રતિમા 10 દિવસ, 3 ઉપવાસ 12 વાર, 2 ઉપવાસ 229 વાર, સાડાબાર વર્ષના સાધનાકાળમાં પારણાના માત્ર 349 દિવસ જ. ઉપવાસ કર્યા તે બધા જ નિર્જળા. પારણામાં બે વાર કદી વાપર્યું જ નહિ. તપશ્ચર્યાના આ બધા આંકડાઓ આપણને તપની પ્રેરણા મળે માટે ગણધર ભગવંતોએ પ્રરૂપ્યા છે, પરંતુ ભગવાનને તો સાહજિક રીતે જ થઈ ગયું. સંયમજીવનમાં આહારસંજ્ઞા પર વિજય મેળવનાર વીરને વંદન ! જાગ્રત રહીને પ્રભુ અષ્ટકર્મના કાલીનાગ સામે સંયમનાં શસ્ત્રોથી જંગ જીતી ગયા, સાડાબાર વર્ષના સાધનાકાળમાં નિદ્રાનો કાળ 48 મિનિટનો ! દર્શનાવરણના આવરણને ચીરતા પ્રભુને વંદન ! વીર પ્રભુની જવલંત જાગૃતદશાને વંદન ! દુર્ગાનથી દૂર, ઇચ્છારહિત મૌનસમાધિમાં લીન, પરિષદોમાં ઋતુ કે પ્રકૃતિની નિંદા નહીં. ઉપસર્ગોમાંય અજાતશત્રુ, મૈત્રીભાવ અભિપ્રેત. પ્રભુની સંયમ સાધના એટલે રણમાં પ્રતિકૂળતાની વિશાળ વણઝારમાં પ્રસન્નતાનું પાવન ઝરણું. મેરૂ પર્વતના શિખર જેવા વૈરાગ્યે પ્રભુને વીતરાગી બનાવી દીધા. ધન્ય છે વીર, તારી સમતા, જયણા અને કરુણાને !