SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મણ, શ્રમણ ગામના ભિક્ષુકો, ચાંડાલ, બિલાડી, કુતરા, પક્ષીઓ કે પ્રાણીઓની આજીવિકા (આહાર-પાણી)માં વિક્ષેપ ન પડે કે ભંગ ન થાય તેનું ધ્યાન રાખી ભગવાન ભિક્ષા માટે જતા. લુખા, સૂકા નીરસ પદાર્થોનો આહાર ક્યારેક મળે ક્યારેક ન પણ મળે તો પણ રાગદ્વેષ રહિત સંચમ ભાવમાં પ્રભુ પાંચ સમિતિ અને ત્રણગુપ્તિથી યુક્ત રહ્યાં હતા. જીવનના કોઈપણ ક્ષેત્રમાં તપ વિના સિદ્ધિ મળતી નથી. જીવનની બાહ્ય પ્રવૃત્તિ જેવી કે કળા, સાહિત્ય, સંગીત, વ્યાપાર કે અર્થોપાર્જનમાં પણ તપશ્ચર્યા હોય તો જ તેમાં સફળતા મળે પરંતુ, આ તો ભૌતિક ક્ષેત્રની વાત થઇ. જેનદર્શનમાં મહાશ્રમણ મહાવીરની. તપશ્ચર્યામાં મુખ્યત્વે આધ્યાત્મિક વિકાસની વાત અભિપ્રેત છે. ‘મુનિશ્રી સંતબાલજી કહે છે કે બહિબૂત પરભાવથી થતી ક્રિયાઓમાં ચૈતન્યની જે શક્તિઓ વહેંચાઈ અને વિખરાઇ જાય છે તેને એકત્રિત કરી પ્રખર સંયમ કરવો તેનું નામ તપ,' તે જુદી જુદી રીતે વહી જતી અનેક નિર્જરણીઓના જલનો સંગ્રહ કરવાથી જેમ સ્થાયી સંચય થાય છે અને તેના યોગ્ય ઉપયોગપછી વિદ્યુત જેવી પ્રચંડ શક્તિઓનું સર્જન થઇ શકે તેમ, ચૈતન્યની સંગ્રહિત શક્તિમાંથી એક અજોડ નવચેતના પ્રગટે છે. આથી કોઇપણ ધર્મ તપાસતાં પ્રત્યેક ધર્મ સંસ્થાપકે તપશક્તિની અનિવાર્ય આવશ્યક્તા સ્વીકારી છે. આ શક્તિ ખોટે માર્ગે વેડફાઇ ન જાય અને તેમાં અનિષ્ટ તત્ત્વ ભળી ના જાય તેની સંભાળ કે તકેદારી, જ્ઞાન, વિવેક અને અત્યંતર તપ રાખે છે. ભગવાન મહાવીરનો કાયોત્સર્ગ એ શરીર પ્રત્યેનું મમત્વ, મૂચ્છભાવ છોડવા પ્રેરક બને છે અને, દેહાધ્યાસ છોડવાની પાવન પ્રક્રિયા છે. સાધનામાં મૌનને અધિક મહત્ત્વ અપાયું છે. મૌનનો વ્યાપક અર્થ તો ઠેઠ મનના સંયમ સુધી પહોંચે છે. સાધક માટે વાણી સંયમ ઉપકારક છે. સાધકની શક્તિનો બહુ મોટો હિસ્સો વાણી દ્વારા જ વેડફાઇ જાય છે. ૩૦ ભગવાન મહાવીર અને સંયમજીવન)
SR No.022858
Book TitleBhagwan Mahavir Ane Sanyam Jivan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2004
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy