________________
ગુપ્તિનું ફળ : મનનો સંયમ કરવાથી માનસિક્લબ્ધિ પ્રાપ્ત થાય છે. આવો જીવ સંયમ માર્ગે પ્રવૃત્ત થઇ ધર્મનો આરાધક બને છે અને ચારિત્રધર્મને મેળવે છે. વચનને ગોપવવાથી જીવ નિર્વિકારપણું પ્રાપ્ત કરે છે. આવો જીવ આધ્યાત્મિક યોગનાં સાધનોથી વચન સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. કાયાને પાપભાવમાં જતી રોકવાથી જીવ, સંવરને પ્રાપ્ત કરે છે. એવા જીવને કાયલબ્ધિ પ્રાપ્ત થાય છે અને તે ધણા પાપ આશ્રવનો નિરોધ કરનારો થાય છે.
આ અષ્ટ પ્રવચનરૂપી માતાઓને, જે મુનિ સમ્યફપ્રકારે આરાધે છે, તે જન્મ-મરણરૂપી સંસારના પરિભ્રમણથી શીધ્ર મુક્તિને પામે છે. આની આરાધના કરી ભૂતકાળમાં અનંતા જીવો મોક્ષને પામ્યા છે અને ભવિષ્યમાં પણ જે કોઇ સાધક આને આરાધશે તે અવશ્ય મુક્તિને પામશે.
મહાવીરધર્મના કણ-કણમાં માનવતાનું અમૃત છલકાઇ રહ્યું છે :
કોઇપણ મહાન આધ્યાત્મિક પુરુષના જીવન અને તેમના દ્વારા પ્રરૂપાયેલા ધર્મ માર્ગ પ્રત્યે વિચાર કે ચિંતન કરીએ ત્યારે, એ ધર્મ પુરુષની પ્રતિભા દ્વારા ઉપસતી પ્રતિમાં, આપણાં માટે આરાધ્યદેવ કે ભગવાન રૂપે પ્રસ્થાપિત થઇ જશે. જયારે કોઇપણ વ્યક્તિને આપણે ઐશ્વર્યના દૃષ્ટિકોણ થી જોઇએ ત્યારે, તે આપણાં માટે ઇશ્વર બની જાય છે અને એ ધર્મ પુરુષના જીવન અને દેશના ના, અન્ય પાસાની આપણે ઉપેક્ષા કરી અને તેનું માત્ર એકાંગી દર્શન કરીએ છીએ. આ. એકાંગી દર્શન આપણને સંકીર્ણતાના એક ચોકઠામાં બંધ કરી દે છે. આપણા માટે માત્ર એક દ્વાર ખુલ્લું રહે છે અન્ય દ્વારો અને તમામ વાતાયનો બંધ થઈ જાય છે. જે સંપૂર્ણ દર્શન માટે બાધક બની જાય છે.
ભગવાન મહાવીર વિશે જયારે વિચાર કરીએ ત્યારે ક્યારેક એમ લાગે છે કે આપણે, એમને માત્ર એક ધર્મપુરુષ કે આરાધ્યદેવ રૂપે સ્વીકારી સંતોષ માની લીધો છે. આપણે એના જીવન અને કવનના સર્વાગીપણાને પૂર્ણ રૂપે પામવાનો પુરુષાર્થ ર્યોજ નથી. એ અધુરપના અજંપા સાથે આપણે ક્યાં સુધી ચાલ્યા કરીશું?
ભગવાન મહાવીરના જીવન અને દેશનાના સમાજગત પાસા ઉપર નજર નાખીશુ તો, સંસાર પ્રત્યે નરી ઉદાસીનતા, આધ્યાત્મિક બાબતો સિવાય નરી.
((૫૦)
ભગવાન મહાવીર અઠો સંયમજીવન)