Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 58
________________ શષ્યની જેમ ખૂંચતી હતી માટે જ તેમણે આવો અભિગ્રહ કરેલો મહિનાઓ સુધી. ગોચરી ન મળતા દીર્ધ તપસ્વી બનતા જતાં હતાં. રાજપુત્રી ચંદના પરિસ્થિતિવશ ધનાવહ શેઠને ત્યાં દાસી થઇ ખરીદાઇને આવી હતી પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસી પ્રભુ ગોચરી માટે ધનાવહ શેઠને આંગણે પધાર્યા, મકાનના પાછળના ભાગનાં ભોંયરાના દ્વાર પાસે યુવાન દાસી ચંદના, મુંડિત મસ્તકે, હાથે પગે બેડી, હાથમાં સૂપડું લઇ બાકુડા વહોરાવવા. કોઇ સંતની રાહ જોતી ઉભી છે. પ્રભુએ એક દ્રષ્ટિ આ દાસી પર નાખી-પાછા ફરવા પગ ઉપડ્યા, સંતને પાછા જતાં જોઇ ચંદનાની આંખમાં આંસુ આવ્યા પ્રભુએ પાયું વળીને જોયું ચંદનાની આંખમાં આંસુ જોયા પ્રભુના તેરબોલનો અભિગ્રહ પૂર્ણ થતાં ગોચરી વહોરાવી. ચંદનાને દિક્ષા આપી શિષ્યા બનાવી. સમગ્ર રાજયમાં દાસી પ્રથા દૂર કરવા રાજાને પ્રેરણા આપી. ભગવાન મહાવીર વિહાર શ્રી મોરાક નામના ગામમાં પધાર્યા તે ગામમાં અચ્છેદક નામે એક પાખંડી, મંત્ર-તંત્ર અને ચમત્કારો કરી ભોળા અજ્ઞાની અને અંધશ્રધ્ધાળુ લોકોને છેતરે. સંપત્તિ અને સંતાનની સંપન્નતા માટે વળગાડ અને વેહમને કારણે લોકો છેતરાય, ભગવાને જોયું કે અછંદક દિવસે સાધુ યોગી થઇ રાતે પાપ આચરે છે. કરૂણાવંત ભગવાનને થયું કે આમાં લોકો પણ ડૂબશે અને અચ્છેદક પણ ડૂબશે. ભગવાને કોઇના મનની વાત કહી, કોઇના જીવનની રહસ્યમય વાત કરી બતાવી, ભૂતકાળ બતાવ્યો. લોકસંજ્ઞાની પ્રવાહ, ઢાળ જૂએ ત્યાં દોડી જાય. પ્રભુને લોકો ચમત્કારી પુરુષ સમજવા લાગ્યા. અચ્છાંદકની પકડ ઢીલી પડી, ત્યારે લોકોને એકત્ર કરી ભગવાને કહ્યું કે આ ચમત્કારો કે સુવર્ણ સિદ્ધિની આત્મસાધના આગળ કોઇ વિસાત નથી. લોકોની અંધશ્રદ્ધા દૂર કરી સમ્યફશ્રધ્ધાની પ્રતિષ્ઠા કરી ભગવાના અન્યત્ર વિહાર કરી ગયા. સમ્રાટ ચંદ્રપ્રદ્યોતે કૌશામ્બી પર ચડાઈ કરી. કૌશામ્બીનો પરાજય અને તેના સમ્રાટ શતાનીકનું મૃત્યુ થયું. શતનીકની પત્ની રાણીમૃગાવતીના રૂપ પર ચંદ્રપ્રદ્યોત પાગલ બન્યો ભગવાને કીશાબ્બીમાં પધારી ચંદ્રપ્રદ્યોતને ધર્મ દેશના સંભળાવી. મૃગાવતીને ચંડપ્રદ્યોતથી મુક્તિ અપાવી. પ૩ ભગવાન મહાવીર અને સંયમજીવળ )

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70