Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 70
________________ ભગવાન મહાવીર અને સંયમજીવન વીરપ્રભુ અને સંયમ એકબીજાના પર્યાય. સંસારી અવસ્થામાં પણ પ્રભુને રસમાં આસક્તિ નહોતી તો સંયમજીવનમાં તો પ્રભુ રસોમાં અપ્રતિજ્ઞા જ હોય, રસવિજેતા બની પ્રભુએ અનાસક્તિના માર્ગે મુક્તિની યાત્રાનો અંગુલિનિર્દેશ કર્યો. ભગવાન મહાવીરે સાડાબાર વર્ષના સાધનાકાળમાં 180 ઉપવાસ એકવાર, ૧૭પ ઉપવાસ એકવાર, 120 ઉપવાસ 9 વાર, 90 ઉપવાસ બે વાર, ૭પ ઉપવાસ બે વાર, 60 ઉપવાસ 6 વાર, 45 ઉપવાસ બે વાર, 30 ઉપવાસ બાર વાર, 15 ઉપવાસ 72 વાર, ભદ્ર પ્રતિમા 2 દિવસ, મહાભદ્ર પ્રતિમા 4 દિવસ, સર્વતોભદ્ર પ્રતિમા 10 દિવસ, 3 ઉપવાસ 12 વાર, 2 ઉપવાસ 229 વાર, સાડાબાર વર્ષના સાધનાકાળમાં પારણાના માત્ર 349 દિવસ જ. ઉપવાસ કર્યા તે બધા જ નિર્જળા. પારણામાં બે વાર કદી વાપર્યું જ નહિ. તપશ્ચર્યાના આ બધા આંકડાઓ આપણને તપની પ્રેરણા મળે માટે ગણધર ભગવંતોએ પ્રરૂપ્યા છે, પરંતુ ભગવાનને તો સાહજિક રીતે જ થઈ ગયું. સંયમજીવનમાં આહારસંજ્ઞા પર વિજય મેળવનાર વીરને વંદન ! જાગ્રત રહીને પ્રભુ અષ્ટકર્મના કાલીનાગ સામે સંયમનાં શસ્ત્રોથી જંગ જીતી ગયા, સાડાબાર વર્ષના સાધનાકાળમાં નિદ્રાનો કાળ 48 મિનિટનો ! દર્શનાવરણના આવરણને ચીરતા પ્રભુને વંદન ! વીર પ્રભુની જવલંત જાગૃતદશાને વંદન ! દુર્ગાનથી દૂર, ઇચ્છારહિત મૌનસમાધિમાં લીન, પરિષદોમાં ઋતુ કે પ્રકૃતિની નિંદા નહીં. ઉપસર્ગોમાંય અજાતશત્રુ, મૈત્રીભાવ અભિપ્રેત. પ્રભુની સંયમ સાધના એટલે રણમાં પ્રતિકૂળતાની વિશાળ વણઝારમાં પ્રસન્નતાનું પાવન ઝરણું. મેરૂ પર્વતના શિખર જેવા વૈરાગ્યે પ્રભુને વીતરાગી બનાવી દીધા. ધન્ય છે વીર, તારી સમતા, જયણા અને કરુણાને !

Loading...

Page Navigation
1 ... 68 69 70