________________
ગુણવંતભાઈ બરવાળિયાનો પરિચય
અમરેલી જીલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઇમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડાં વર્ષો પ્રેક્ટીસ કર્યા પછી હાલ ટેક્ષટાઇલ પ્રોસેસ ઇન્ડ. માં પ્રવૃત્ત છે.
ગુણવંતભાઇએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વિગેરે વિષય પર ૩૫ જેટલા પુસ્તકોનું સર્જન સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ ઘાટકોપરના મુખપત્ર ‘કાઠિયાવાડી જૈન' અને મુનિસંતાબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંધ મુંબઇ-અમદાવાદના મુખપત્ર ‘વિશ્વવાત્સલ્ય’ માં માનદ્ તંત્રી સંપાદક, અખિલભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ ના મંત્રી તથા ‘જૈન પ્રકાશ' ના સહતંત્રી તરીકે સેવા આપે છે. જૈન જાગૃતિ સેંટર બોર્ડ મુંબઇના મુખપત્ર ‘જાગૃતિ સંદેશ', ફોરમ ઓફ જૈન ઇન્ટલએકચ્યુઅલ મુંબઇના મુખપત્ર ‘એનલાઇટનમેન્ટ’, ભારત જૈન મહામંડળના મુખપત્ર ‘જૈન જગત' (ગુજરાતી વિભાગ) માં તંત્રી તરીકે સેવા આપેલ છે.
મુંબઇમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ ગુણવંતભાઇના પ્રમુખસ્થાને યોજાય છે. ફાર ઇસ્ટમાં સિંગાપોર વિ. માં જૈનધર્મ પર તેમના સફળ'પ્રવચન યોજાયેલા. ધર્મ અને અધ્યાત્મના વિષયો પર મુંબઇ દુરદર્શન પર એમના વાર્તાલાપ અવારનવાર યોજાય છે.
શ્રી પંડીત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ ઘાટકોપર પ્રેરિત પી.એન.દોશી આર્ટસ કોલેજ સંચાલિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લીટરરી રીસર્ચ સેંટરના ગુણવંતભાઇ ઓનરરી કો.ઓર્ડીનેટર છે. જેમાં જૈનધર્મના પ્રાચીન ગ્રંથો પરનું સંશોધનનું કાર્ય ઉપરાંત ઇન્ટરનેટ પર જૈન દર્શન સાહિત્યના પ્રચારનું કાર્ય થાય છે.
શ્રી ઘાટકોપર જૈન મોટા સંઘમાં મંત્રી તરીકે, શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ મુંબઇ સ્થા. જૈન મહાસંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર વિ. સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તથા ચેમ્બુર જૈન સંઘના ટ્રસ્ટી છે. તેમના ધર્મપત્ની ડૉ.મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડોક્ટરેટ Ph.D પ્રાપ્ત કરેલ છે.
ગુંજન બરવાળિયાના નામે તેમના ધર્મ, અધ્યાત્મ ઉપરાંતના વિવિધ વિષયો પર લખાણો મુંબઇ સમાચાર, જન્મભૂમિ, દશાશ્રીમાળી, જૈનપ્રકાશ, શાસનપ્રગતિ, ધર્મધારા, જૈનસૌરભ, વિનયધર્મ, વિ. માં પ્રગટ થાય છે.
મુંબઇ સમાચારમાં પ્રગટ થયેલ ગુણવંતભાઇના લેખને ૧૯૯૭ નાં મુંબઇ ‘જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ' નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમ.બી.બરવાળિયા ફાઉન્ડેશન, ચેરીટેબલ ટ્રસ્ટ, (હોલીસ્ટીક હેલ્થકેરને લગતાં પ્રકલ્પો ચલાવે છે) સાથે સંકળાયેલા છે.
૪
ભગવાન મહાવીર અને સંયમજીવન