________________
અર્થઉપાર્જનની પ્રવૃત્તિમાં અધ્યાત્મ ધર્મ અભિપ્રેત હોય ત્યારે એ ધર્મમાર્ગ આજીવિકા ચલાવે છે. જૈનધર્મના અનન્ય શ્રાવર શ્રીમદ્ રાજચંદ્રએ એક વેપારી સાથે ઝવેરાતનો સોદો કર્યો હતો. બજારમાં એકાએક તેજી આવતા સામેવાળા વેપારીને લાખનું નુકસાન થાય તેમ હતું શ્રીમદ્ઘ સામેવાળા વેપારીની અંગત મુશ્કેલી કે મુંઝવણ જાણતા હતા. શ્રીમદ્ તે વેપારીને કહ્યું કે તમે કરારનામાદસ્તાવેજનો કાગળ લાવો. વ્યાપારી બોલ્યા કે શ્રીમાન તમે ચિંતા ન કરો, હું તમારી એકે એક પાઇ ચૂકવી દઇશ. પરંતુ અત્યારે મારી સ્થિતિ નથી. શ્રીમદ્ એ દસ્તાવેજ હાથમાં લઇ ફાડતા કહ્યું કે, 'રાજચંદ્ર દૂધ પી શકે છે, કોઇનું લોહી નહી, હું આ કરાર રદ્દ કરું છું.'
અહીં અર્થોપાર્જનમાં અંગત લાભ કે નફાની વાત નથી હોતી પણ મૈત્રી, વિવેક કે કરુણાબુદ્ધિની ભાવના હોય છે.
સમયના સાંપ્રત વહેણમાં આતંકવાદ અને ધર્મઝનૂન જ્યારે વકર્યું છે ત્યારે ભગવાન મહાવીરની વાણી માનવજાત માટે ઉપકારી છે.
વિશ્વશાંતિ માટે ભગવાન મહાવીરે પ્રરૂપેલ અનંકાંતવાદ ઉત્તમ વિચાર છે. કોઇપણ વાતને અનેક દ્રષ્ટિકોણથી તપાસતા દેખીતી રીતે ખોટી લાગતી વાત પણ સાચી લાગે, મિત્રો, વ્યક્તિ, કુટુંબ, ગુરુશિષ્ય, પતિ-પત્ની વચ્ચે, શાસકો અને પ્રજા માલિક વચ્ચે, બે ધર્મો વચ્ચે, બે રાજયો કે બે રાષ્ટ્રો વચ્ચે, શાસકો અને પ્રજા વચ્ચે બે પક્ષો કે સહકાર્યકરો વચ્ચેના વિચાર વિનિમય વેળાએ અનેકાંત દ્રષ્ટિકોણ નજર સમક્ષ રાખતા ગેરસમજૂતી દૂર થઇ મૈત્રીભાવ જાગશે. વિસંવાદિતા દૂર થઇ સંવાદ સર્જાશે. વ્યક્તિ પોતાની દ્રષ્ટિથી જૂએ તો અડધુ જગત શાંત થઇ જાય એ વાત ભગવાને અનેકાંતવાદ દ્વારા સમજાવી.
આમ સાંપ્રત જીવનમાં ભગવાન મહાવીરનો અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતની વિચારધારા જ સાચુ સુખ અને શાંતિ આપનારી બની રહેશે.
૫૮
ભગવાન મહાવીર અને સંયમજીવન