Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 64
________________ મંગલમય સૂર્યનાં સૌમ્ય કિરણો રાત્રિના અંધારાને દૂર કરી નગરી પર પ્રકશનું આધિપત્ય જમાવી રહ્યા છે. પ્રભાતના રમ્ય વાતાવરણમાં, જ્યોતિષ વિદ્યાના પ્રખર વિદ્વાન છાયાશાસ્ત્રી વિદ્યાપાળ અને તેના મિત્ર હર્ષદત્ત ચાલી રહ્યા હતા. શાંત વાતાવરણમાં મૌન તોડતા હર્ષદત્તે કહ્યું, ‘મિત્ર ! થોડી ક્ષણો પહેલા આ માર્ગ પરથી કોઇ મહાન વ્યક્તિ પસાર થઇ હોવી જોઇએ.' અભિવંદના ણાનું દિવ્ય સામ્રાજ્ય : ‘મિત્ર શા કારણે આમ કહે છે ?' વિદ્યાપાળે પ્રશ્ન કર્યો, ‘કોયલનો ટહુકો અને ખળખળ વહેતા ઝરણાંના સંગીતનું સામંજસ્ય, મલયાનિલને સુગંધિત બનાવતી ફૂલોની પરાગ, સામેની એક તલાવડીમાં સિંહ અને હરણ બંને સાથે પાણી પી રહ્યા છે. એક જ વૃક્ષની છાયામાં સાપ અને નોળિયો વિશ્રામ કરી રહ્યા છે. માર્ગ નિષ્કંટક છે. મિત્ર ! કોઇ દિવ્ય પુરુષના પરમાણુની ઉપસ્થિતિની અનુભૂતિ કરાવે છે. વાતાવરણનું માધુર્ય અને પ્રસન્નતા પ્રતીતિ કરાવે છે.' અધ્યાત્મ સાધનામાં મસ્ત રહેતા ધર્મનિષ્ઠ હર્ષદત્તે વાત પૂરી કરી. નતમસ્તક ચાલી રહેલા પંડિત છાયાશાસ્ત્રી નીચે રસ્તા પર જોઇ દંગ થઇ ગયા, થંભી ગયા અને બોલ્યા કે મિત્ર તારી વાતમાં તથ્ય લાગે છે, જો આ પગલા ! કોઇ સમ્રાટના પગલા...! સામુદ્રિક લક્ષ્ય પ્રમાણે એક ચક્રવર્તી સમ્રાટના પગલા જ હોય. પરંતુ પંડિત વિદ્યાપાળ ક્ષણિક ચમક્યા અને પછી બોલ્યા ‘ચક્રવર્તી સમ્રાટ... એકલા... અને ખુલ્લે પગે...જો સમ્રાટ જતા હોય તો તેની સાથે પરિવાર, સેવકો કે સેના પણ હોય. પરંતુ આ પગલા તો એક જ વ્યક્તિના છે. મિત્ર ! શું મારી જ્યોતિષ વિદ્યા મને દગો દઇ રહી છે ? શું આ ઉંમરે મારી બુદ્ધિ નષ્ટ થઇ રહી છે. ?' હર્ષદત્ત કહે, ‘ના મિત્ર નિરાશ ન થા, મને તારી જયોતિષ વિદ્યામાં શ્રદ્ધા છે' બંને મિત્રો પેલા પગલાનું અનુસરણ કરતાં આગળ ચાલ્યા. આ પગલા રાજગૃહી નગરના ગુણશીલ ચૈત્ય ઉદ્યાનમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં ધ્યાન કરી રહેલા એક સાધક પાસે સમાપ્ત થયાં. ખિન્ન વદને વિદ્યાપાળ બોલ્યા, ‘હર્ષ ! ક્યાં છે સમ્રાટ ? અહીં તો એક ભિક્ષુક...!' . ભગવાન મહાવીર અને સંયમજીવન

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70