Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 61
________________ શરૂ કરી દીધું છે. હિંસક જંતુનાશક દવાઓ (પેસ્ટીસાઇડઝ) ને બદલે સજીવ ખેતી જમીનને ફળદ્રુપ બનાવે છે. જાપાની ખેડૂતોએ પ્રાચીન ભારતીય સજીવ ખેતીના સફળ પ્રયોગો કરેલા અને તે માને છે કે રાસાયણિક ખાતરો (ફર્ટિલાઇઝર) કરતા ગાય, બળદ કે અન્ય પશુઓના છાણમાના સેંદ્રિય તત્ત્વો ખાતરરૂપ, જમીનને અને પાકને વધુ સમૃદ્ધ બનાવે છે. પરંતુ અહીં તો પશુઓનો ઘાસચારો રાજકારણીઓ ચરી જાય છે. અને વિદેશી મેકડોનાલ્ડની ચેઇન રેસ્ટોરા સમગ્ર ભારતમાં હમ્બર્ગર-ગાય અને બળદનું માંસ સુલભ બનાવી રહી છે. મેક્સ મિલન કંપનીના તૈયાર રોટલીના પેકેટો માછલીના લોટ સાથે મેળવીને બનાવેલા હોય તો નવાઈ પામવા જેવું નથી. ગેટ કરાર અને પેટંટના કાયદ આપણી અર્થ વ્યવસ્થામાં જ નહિ પણ જીવન વ્યવસ્થા પરનો ખતરો છે. લીમડા કે બાસમતી ચોખાની પેટંટનો તાજો જ અનુભવ છે. હિંસા આધારિત પ્રવૃત્તિઓ માનવીનું હીર હણી લેશે. મત્સ્ય ઉછેર (દરિયાઇ ખેતી) પોસ્ટ્રીફાર્મ કે યાંત્રિક કતલખાનાની પ્રવૃત્તિઓ પાણીના બેફામ દુર્ણય સાથે પર્યાવરણ અસંતુલિત કરે છે. જે જીવને આપણે જીવાડી શકતા નથી તેને મારવાનો આપણને કોઇ અધિકાર નથી. એકવાર વિદેશમાં ફરતા સ્વામી વિવેકાનંદને યાંત્રિક કતલખાનું બતાવાયું. એક ભેંસને કાપીને તેના તૈયાર થયેલા કેટલાક પેકેટો ખૂબજ ત્વરાથી તેની સામે મૂકવામાં આવ્યા. ધન્યવાદના શબ્દો સાંભળવાની અપેક્ષાએ કતલકાનાના સંચાલકો સ્વામીજી સામે જોવા લાગ્યા. પણ અફસોસ ! સ્વામીજીએ સાવ અલગ જ વાત કરી. “જો હવે આ પેકેટોમાંથી એટલી જ ત્વરાથી તેવી જ જીવતી ભેંસ તમે ઉભી. કરી દો તો તમને ધન્યવાદ આપું !' ત્યાર પછી વિદેશોની હિંસક સંસ્કૃતિ પર માર્મિક કટાક્ષ કરતા સ્વામી વિવેકાનંદ બોલ્યા “તમે બંદૂકની ગોળીથી હાથીને મારી શકો છો પણ કીડીને જીવાડી શકતા નથી.' ભગવાન મહાવીરે આર્થિક અને ભૌતિક વિકાસની વાતના સંદર્ભમાં સાધના શુદ્ધિની વાત કરી છે. આર્થિક વિકાસ કરવામાં ધર્મ વિઘ્નકર્તા નથી. સાધનશુદ્ધિની સાથે તેમણે વિવેક અને પરિગ્રહ પરિમાણની વાત કરી છે. ((પ૬) ' ભગવાન મહાવીર અને સંયમજીવન)

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70