________________
(૯) પોતાના સ્થાનથી દૂર-પરઠવવાનું સ્થાન બહુ સાંકઢ-સંકીર્ણ ન હોય તેવા સ્થાનમાં પરઠવવું.
૧૦)
ઉંદર, કીડી આદિના દર ન હોય કે કંથવા આદિ ત્રસજીવો તેમજ બીજ પ્રમુખથી રહિત ભૂમિ હોય ત્યાં પરઠવવું જોઇએ.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી આ સમિતિનું પાલન થવું જોઇએ.
ગુપ્તિ : ‘અષ્ટ પ્રવચનમાતા' એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો સમન્વય. જેવી રીતે ઉત્તમ પ્રકારના રત્નો અને સંપત્તિથી સમૃદ્ધ નગરની રક્ષા ખાઇ અને કોટ દ્વારા થાય છે, તેવી જ રીતે મુનિઓને રત્નત્રયથી સમૃદ્ધ આત્માને દોષોથી બચાવવા-રક્ષા કરવા માટે ત્રણ ગુપ્તિઓનું અવલંબન લેવું આવશ્યક છે, તો જ એમની આત્મા-ઋદ્ધિની રક્ષા થઇ શકે.
ગુપ્તિ એટલે શું ?
આચાર્ય ભગવંતોએ ગુપ્તિના વિવિધ અર્થો દર્શાવ્યા છે, જેમાંના મુખ્ય નીચે
મુજબ છે.
(૧)
યોગોનો પ્રશસ્ત નિગ્રહ તે ગુપ્તિ.
(૨)
પ્રવચન વિધિથી સન્માગ્રમાં વિશેષ સ્થાપન અને ઉન્માર્ગગમનથી નિવારણ કરવું તેનું નામ ગુપ્તિ છે.
(3) ગુપ્તિનો અર્થ રક્ષા પણ થાય છે. મનાદિયોગોની રક્ષા કરવી તેને ગુપ્તિ કહે છે. અર્થાત્ દેહના સંરક્ષણને છોડીને આત્માનું સંરક્ષણ કરવું એનું નામ ગુપ્તિ છે. આત્માસાધના કેન્દ્રિત જીવન જીવતા સાધકનું લક્ષ સર્વકર્મોથી મુક્ત થવનું છે. તેથી કર્મબંધના કારણ-કષાય અને યોગનો સવર્થા નિરોધરૂપ માર્ગ જ સર્વ શ્રેષ્ઠ છે તેમ માને છે અને તે માર્ગ એ જ ગુપ્તિ છે.
ગુપ્તિના પ્રકાર :
સમવાયાંગ તથા ઠાણાંગ સૂત્રમાં, યોગોની ત્રિવિધતાને કારણે ત્રણ ગુપ્તિઓ સૂત્રકારે વર્ણવી છે. (૧) મનગુપ્તિ, (૨) વચન ગુપ્તિ, (૩) કાયગુપ્તિ. આ ત્રણને
બધાએ સ્વીકારેલ છે.
४८
ભગવાન મહાવીર અને સંયમજીવન