Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 51
________________ ક્ષેત્રથી :- રસ્તે ચાલતા વાતો ન કરવી. કાળથી :- પ્રહર રાત્રિ ગયા પછી મોટા અવાજે બોલવું નહી. ભાવથી :- દેશ, કાળ અનુસાર - સ્તય, હિત, પ્રિય, મિત ભાષા બોલવી. (૩) એષણા સમિતિ :- જેના દ્વારા અન્વેષણા કરાય છે તે આપણા છે અર્થાતુ આહારાદિની ગવેષણા, પ્રાપ્તિ અને ભોજનના વિષયમાં ઉપયોગ - સાવધાની રાખવી તે એષણા સમિતિ છે. અશન, પાન, ખાય, સ્વાદ્ય - એ ચાર પ્રકારના નિર્દોષ આહારની સમ્યફપ્રહારે ગવેષણા કરવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિને એષણા સમિતી કહે છે. શ્રમણધર્મ અથવા ચારિત્રધર્મનું બાહ્ય આચરણ શરીરથી થાય છે. શરીરના નિર્વાહ અર્થે આહારની જરૂર પડે છે. એ ભોજન આદિ પૃથ્વીકાયાદિ ષજીવનિકાયની હિંસા વિના નિષ્પન્ન નથી થઇ શકતું જો સાધુઓ આરંભમાં પડી જાય તો તેઓ શ્રમણધર્મનું પાલન નથી કરી શકતા. સાધુભગવંતોએ દીક્ષાગ્રહણ કરતી વખતે મહાવ્રત સ્વીકાર્યા છે. છતાં શરીરને ટકાવવા નિર્દોષ આહાર-પાણી મેળવવા માટે સાધુઓને એષણા સમિતિ ની જરૂર છે. આ સમિતિનું પાલન કરીને, શરીરનો નિર્વાહ કરતાં કરતાં તેઓ સાધનામાં આગળ વધી શકે છે. એષણાના ભેદ - એષણાના ત્રણ ભેદ છે. (૧) ગવેષણા, (૨) ગ્રહણેષણા, (૩) પરિભોગેષણા. (૪) આદાન - ભંડમત્ત નિક્ષેપના સમિતિ - વસ્તુ-પાત્ર આદિ વસ્તુઓને લેવા તથા મુકવામાં એવી સાવધાની રાખવી કે કોઇ પણ સૂક્ષ્મ અથવા ત્રણ જીવની, વિરાધના ન થાય તેને આદાન-નિક્ષેપ સમિતિ કહે છે. આદાન એટલે લેવું અને નિક્ષેપ એટલે મૂકવું. જતનાએ લેવાની અને યત્નાએ મુકવાની સમ્યફપ્રવૃત્તિ કરવી તે. વસ્ત્ર, પાત્ર, રજોહરણ આદિ ઉપકરણો આગમ પ્રમાણે વિધિવત લેવાં અને મૂકવા તેને આદાન નિક્ષેપ સમિતિ કહે છે. સાધુઓ સંયમ નિર્વાહ અર્થે જે વસ્તુઓ વાપરે છે તે ઉપધિના મુખ્ય બે પ્રકાર છે. ૪૬ ભગવાન મહાવીર અને સંયમજીવન

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70