Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 49
________________ (૧) આલંબન શુદ્ધિ :- મુનિઓ નિષ્કારણ ગમનાગમન કરતાં નથી. જ્ઞાન, દર્શન અને ચારિત્રનું અવલંબન લઇને, આવશ્યક ગમનાગમન કરવું જોઇએ નિરર્થક ગમનાગમનથી દૂર રહેવું જોઇએ. આ ઇર્યાસમિતિની આલંબન શુદ્ધિ છે. (૨) માર્ગ શુદ્ધિ :- સંયમના પાલન માટે ચાલવું, એ સાધુઓને માટે આવશ્યક છે. પરંતુ જયાં સુધી સુરક્ષિત માર્ગ, એટલે કે જે માર્ગ ઉપર સૂર્યના કિરણો પડતા હોય, જે માર્ગ ધણાં લોકોની અવરજવર હોય, જે રસ્તો ખાડા ટેકરા વિનાનો હોય, જયાં બે ઇન્દ્રિયાદિ જીવોની ઉત્પતિ ન હોય, તેવા માર્ગે જ ઇર્યા સમિતિની માર્ગશુદ્ધિ છે. (૩) કાળ શુદ્ધિ :- સામાન્યરીતે સાધુઓને દિવસના સમયે જ ચાલવાનું હોય છે, રાત્રીમાં નહીં. રાત્રીએ, સૂર્યના પ્રકાશના અભાવમાં, સૂક્ષ્મ ત્રસ તથા સ્થાવરજીવોની ઉત્પત્તિ થઇ જાય છે. તેમજ રાત્રે લોકોની અવરજવર નહીવત્ થઇ જવાથી, રાની હિંસક, નિશાચર પશુ પક્ષીઓનું, ગમનાગમન આહારાદિ અર્થે વધુ થાય છે. તેથી સાધુઓએ રાત્રે વિહાર કરાય જ નહી. આજ કારણે આગમનું ફરમાન છે કે, સૂર્યાસ્ત પહેલાં જ સંયોગોનુસાર, મકાન અથવા વૃક્ષ આદિ જે રહેવા માટે આશ્રય સ્થાન મળે ત્યાં જ સાધુઓ ગમનાગમનથી નિવૃત્ત થઇ રહી જાય. રાત્રે શરીરની ધર્મના નિવારણનો પ્રસંગે ઉપસ્થિત થાય તો શરીરને વસ્ત્રથી ઠાંકી, રજોહરણથી ભૂમિનું પ્રમાનજન કરતાં કરતાં, દિવસે જોયેલા સ્થાનમાં તેનું નિવારણ કરી તરત પોતાને સ્થાને આવી જાય તેને ઇર્ષા સમિતિની ‘કાળ શુદ્ધિ' કહે છે. (૪) યત્ના શુદ્ધિ :- ઉપયોગ પૂર્વક ચાલવું એ યત્ના શુદ્ધિ છે. યત્ના ચાર પ્રકારની છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. જીવ-અજીવ દ્રવ્યોને, તથા માર્ગને જોતાં જોતાં નીચી દષ્ટી રાખીને ચાલવું. ક્ષેત્રથી દેહપ્રમાણ અથવા સાડાત્રણ હાથ ભૂમિ જોઇને ચાલવું. દિવસે જોઇને અને રાત્રે પોંજીને ચાલવું ને કાળ ચહ્ના છે. ઉપયોગપૂર્વક-ભાવથી ચાલવું તે ભાવયત્ના છે. (૨) ભાષા સમિતિ :- હિત, મિત અને સત્ય અર્થ પૂર્વક બોલવું તે ભાષા સમિતિ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ અભાષક છે. પરંતુ આવશ્યકતા લાગવાથી સત્ય, હિત, મિત અને નિર્દોષ તથા અસંદિગ્ધ ભાષા બોલવી તે ભાષાસમિતિ છે. સ્વભાવમાં સ્થિત થવાના ઇચ્છુક સાધકનો વચનગુપ્તિ એ જ ધર્મ છે. ((જ) ભગવાન મહાવીર અને સંયમજીવન

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70