________________
મુનિરૂપ બાળકને કોઇ અતિચારરૂપી મેલ શરીરે લાગી ગયો હોય તો પ્રાયશ્ચિત્ત રૂપી સ્નાન કરાવી શુદ્ધ કરી નાખે છે.
આમ, શરીર-પુદ્ગલ પિંડરૂપી દેહને જન્મ આપનારી માતા સમાન, આ. પ્રવચનરૂપ આઠ માતાઓ પણ પોતાથી ઉત્પન્ન થયેલા ચારિત્રરૂપી સંતાનનું જતન-પાલન પોષણ કરનારી છે. માટે “માતા” છે. ‘સમવાયાંગ સૂત્ર', ‘ઉત્તરાધ્યયન સૂત્ર', ‘તત્ત્વાર્થ સૂત્ર', 'નિયમસાર’, ‘જ્ઞાનાર્ણવ' વગેરેમાં એની વિસ્તૃત ચર્ચા મળે છે.
મહર્ષિ શ્રી દેવચંદ્રજી મહારાજ પ્રવચનમાતા વિશે કહે છે.
જનની પુત્ર શુભંકરી, તેમ એ પવયણ માય, ચારિત્રગુણ ગણવર્ધની, નિર્મલ શિવસુખદાય.
આ રીતે નિર્મલ શિવસુખ આપનાર માતાને માટે વિશેષ શું કહેવું ? ‘પ્રવચન’ શબ્દના વિવિધ અર્થો નિર્યુક્તિકારે આ મુજબ આપ્યા છે.
(૧) જેમનું વચન પ્રકૃષ્ટ - અત્યંત ઉત્કૃષ્ટ હોય તેને પ્રવચન કહેવાય. આ વ્યુત્પત્તિ અનુસાર વીતરાગદેવ જ પ્રવચન છે.
શ્રેષ્ઠ વચન જ પ્રવચન છે. આ વ્યુત્પતિ અનુસાર શાસ્ત્ર એ
(૨) જ પ્રવચન છે.
(૩) શ્રેષ્ઠ પુરુષોના વચન જ પ્રવચન છે. આ વ્યુત્પતિ અનુસાર, ગુરુભગવંતોના વચનને પ્રવચન કહી શકાય.
આ રીતે પ્રવચન શબ્દ દેવ, ગુરુ અને શાસ્ત્રનો વાચક છે.
પાંચ સમિતિ :
સાધુઓને પાંચ સમિતિયુક્ત કહ્યા છે. તો સમિતિનો અર્થ શું થાય ? સમિતિ એટલે શું ? તેની પ્રથમ ચર્ચા કરીએ.
(
%
ભગવાન મહાવીર અને સંયમજીવન)